કોરોનાના પ્રસાર પછીના સમયગાળામાં ઓનલાઇન સ્કૂલિંગ અને ઓનલાઇન ઓફિસ વર્કને કારણે નોટબૂક કે ડોક્યૂમેન્ટને સ્કેન કરીને અન્યોને મોકલવાની જરૂરિયાત વધી ગઈ છે. વિદ્યાર્થીઓએ (કે તેમનાં મમ્મી-પપ્પાએ!) નોટબૂકમાં કરેલા હોમવર્કનાં પેજીસ સ્કેન કરીને ટીચરને મોકલવાનાં હોય છે. તો ઓફિસના કામકાજ માટે અન્ય ફાઇલ્સ ડિજિટલ હોય, પણ ઇનવોઇસની હાર્ડકોપી પ્રિન્ટ કરી તેમાં સહી સિક્કા કરીને તેને સ્કેન કરીને મોકલવાનો હજી પણ ઘણી કંપનીઓ આગ્રહ રાખે છે.