આવનારા સમયમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારનો કન્સેપ્ટ જેમ જેમ વિકસતો જશે તેમ તેમ આપણે આ શબ્દ લાઇડાર (Lidar) વધુ ને વધુ સાંભળવાના છીએ કારણ કે આ ટેકનોલોજી કાર માટે આંખની ગરજ સારે છે. તેને કારણે ડ્રાઇવરલેસ કાર તેની આસપાસની બાબતો કેટલા અંતરે છે તે જાણી શકે છે. આ અંકમાં ‘સ્માર્ટફેરી’ વિશેના લેખમાં પણ તેનો ઉલ્લેખ છે.