પરસેવાની કમાણી… જાત મહેનતથી કમાયેલા રૂપિયા માટે આપણે આ શબ્દ પ્રયોગ વારંવાર કરીએ છીએ. આવનારા ભવિષ્યમાં કદાચ પરસેવાથી ચાર્જિંગની વાતો પણ આપણે કરતા થઇ જશું.
આપણા રોજબરોજના કામકાજ પર હવે જાત ભાતના ટેકનોલોજી ગેઝેટ્સ હાવી થવા લાગ્યા છે. પરંતુ એ બધાં ચાલતા રહેવા માટે ઊર્જા માગે છે. સ્માર્ટફોનનો આપણો ઉપયોગ એટલો બધો છે કે તેની બેટરી ફૂલ ચાર્જ કર્યા પછી આખો દિવસ માંડ ચાલે છે.