નક્શાને વિવિધ સ્થળો સાથે સીધો સંબંધ છે અને એ સ્થળ સંબંધિત વિવિધ માહિતી પણ હોવાની જ – જિઓપીડિયા નામની એક સર્વિસ નક્શા પર સ્થળ અને વિકિપીડિયા પર તે વિશેના લેખનો મેળ બેસાડે છે.
જો તમે ગૂગલ મેપ્સના ‘જબરા ફેન’ હશો તો તમે નોંધ્યું હશે કે ગૂગલ મેપ્સનું પણ શાહરુખ ખાન જેવું થતું જાય છે – પહેલાં જેવી મજા હવે નથી (શાહરૂખની બાબતમાં તમારો જુદો મત હોઈ શકે, પણ ગૂગલ મેપ્સમાં તો એવું જ છે!). ગૂગલ મેપ્સમાં જેમ જેમ નવા અપડેટ્સ આવતા જાય છે તેમ તેમ તેની જુદી જુદી ખાસિયતો બંધ થતી જાય છે.