નિષ્ણાતો પાસવર્ડ જંજાળરૂપ ન બને, છતાં સલામત રહે એવી વ્યવસ્થા વિક્સાવી રહ્યા છે. એના ભાગરૂપે, આપણો એન્ડ્રોઇડ આપણી ઓળખની સાબિતી બનવા લાગ્યો છે.
સાવ સાચું કહેજો, અઠવાડિયામાં તમારી સાથે એવું કેટલી વાર થાય છે, જ્યારે તમે કોઈને કોઈ વેબસર્વિસનો પાસવર્ડ ભૂલી ગયા હો અને તમારે તેને રીસેટ કરવાની લાંબી, કડાકૂટભરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે?
આ તમારા એકલાની સમસ્યા નથી. આપણી ડિજિટલ લાઇફમાં હવે આપણે પાર વગરના પાસવર્ડ સાથે પનારો પાડવો પડે છે. આટલા બધા પાસવર્ડ યાદ રાખવા કોઈને પણ માટે સંભવ નથી અને તેને કારણે તમારી જેમ દુનિયાભરના અસંખ્ય લોકો વારંવાર પોતાનો પાસવર્ડ ભૂલી જાય છે અને પછી રીસેટ કરવા મથે છે.
આ વાતમાં રસપ્રદ વળાંક હવે આવે છે.