ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે.
ઓક્કે, તો તમને મૂવીઝ જોવાનો જબરો શોખ છે. ઇચ્છા તો એવી હોય છે કે દર શુક્રવારે રીલિઝ થતી બધી ફિલ્મ જોઈ નાખવી, પણ મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દર આપણને બ્રેક લગાવે છે, એટલે જ આપણે કોઈ ચોક્કસ વારે ટિકિટના દર ખાસ્સા ઘટાડી નાખતી સ્કીમ્સની તલાશમાં રહીએ છીએ. હવે ધારો કે કોઈ મલ્ટિપ્લેક્સ ‘વન્ડરફૂલ વેનસડે’ જેવી સ્કીમ ઘડી કાઢે અને દર બુધવારે અમુક ટિકિટ બિલકુલ ફ્રીમાં આપે તો?
જલસો પડી જાય! પણ જલસો તો જ પડે, જો આવી સ્કીમ આપણા ધ્યાનમાં આવે. આપણે દરરોજ તો બધી મલ્ટિપ્લેક્સની સાઇટ તપાસવા જઈ શકવાના નથી!