આપણો ફેવરિટ બેટ્સમેન ક્રીઝ પર હોય, તેનો સ્કોર ૯૭ રનના આંકડે પહોંચી ગયો હોય, ક્યારે સદી થાય એની ઘડીઓ ગણાઈ રહી હોય… અને અચાનક વરસાદ પડે, મેચ થંભી જાય તો?!
‘સાયબરસફર’ સાથે એવું જ થયું!
સતત આઠ વર્ષથી નિયમિત રીતે પ્રકાશિત થતા અંકોનો આંક ૯૭ને પાર કરી ગયો, ત્યાં કોરોના વાઇરસ અને તેના પગલે લોકડાઉનનું ગ્રહણ આવતાં મેચ અટકી પડી!