લોકડાઉનની શરૂઆતના સમયગાળાથી યુ્ટ્યૂબની એપમાં વીડિયોની ક્વોલિટીમાં ઘટાડો થઈ ગયો છે. સમગ્ર વિશ્વની જેમ ભારતમાં વધુ ને વધુ લોકો વર્ક ફ્રોમ હોમ તરફ વળી રહ્યા હોવાને કારણે ઇન્ટરનેટની કનેક્ટિવિટી પૂરતી મળે એ માટે યુટ્યૂબે ભારતમાં વીડિયોની સ્ટ્રીમિંગ ક્વોલિટી ઘટાડીને સ્ટાન્ડર્ડ ડેફિનેશન (૪૮૦ પી)ની પૂરતી મર્યાદિત કરી દીધી હતી.