દર્દીના શરીરમાં બેસાડેલાં પેસમેકર, શરીર બહાર પહેરી શકાતા ઇન્સ્યૂલિન પમ્પ કે પછી દર્દીની પથારી નજીકનાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પણ હેક થઈ શકે છે. દર્દી તરીકે આપણે પોતે બહુ ડરવાની જરૂર નથી, પણ આરોગ્ય સેવા સંસ્થાઓ માટે આ બાબત હવે ચિંતાનો વિષય બની રહી છે.
વર્ષ હતું ૨૦૧૩. અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં એક એપાર્ટમેન્ટમાં ૩૬ વર્ષનો એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો. આખી દુનિયામાં કોઈ ને કોઈ ખૂણે આવા બનાવ બનતા જ રહેતા હોય છે. પરંતુ આ ઘટના કંઈક જુદી હતી.