આ ન્યૂઝ એપ આપણા રસના વિષય જાણી જ લે છે, છતાં તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય.
આજના સમયમાં સમાચારો જાણવા માટે આપણી પાસે અનેક રસ્તા છે. તેમાંનો એક છે ગૂગલ ન્યૂઝ. તમે સ્માર્ટફોનમાં એપ સ્વરૂપે અને પીસી/લેપટોપમાં વેબસાઇટ્સ સ્વરૂપે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. ગૂગલ ન્યૂઝની ખાસિયત એ છે કે તેમાં હજારો ન્યૂઝ વેબસાઇટ્સમાંથી રોજેરોજના સમાચાર જુદા જુદા લોકેશન અને ટોપિક મુજબ તારવીને તથા એક સાથે ગોઠવીને આપણને બતાવવામાં આવે છે.