ભારતમાં એપલનો પહેલો સ્ટોર ગયા મહિને એટલે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ ગયો. અલબત્ત આ ઓનલાઇન સ્ટોર છે, ફિઝિકલ સ્ટોર નહીં. ભારતમાં એપલના સંખ્યાબંધ રીસેલર્સ સ્ટોર છે પરંતુ કંપનીનો પોતાનો કોઈ પણ ફિઝિકલ સ્ટોર હજી ભારતમાં કાર્યરત થયો નથી. આવતા વર્ષ સુધીમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક પોશ મોલમાં એપલનો ભારતનો પહેલો રીટેઇલ સ્ટોર શરૂ થાય એવી શક્યતા છે. મુંબઈની સાથોસાથ બેગલુરુનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.