આગમાં ભસ્મિભૂત કેથેડ્રલના રિસ્ટોરેશનમાં ટેક્નોલોજીનો અનોખો ઉપયોગ

By Himanshu Kikani

3

લેસર મેપિંગ અને ગેમિંગ ડિટેઇલિંગથી કેથેડ્રલનું અગાઉનું સ્વરૂપ ચોક્સાઈથી જાણી શકાશે!


ગયા મહિને ફ્રાન્સ રાજધાની પેરિસમાં ઐતિહાસિક નોત્ર-દામ કેથેડ્રલમાં ભીષણ આગ લાગી, જેમાં આઠમી સદીની આ અતિ પ્રાચીન ઇમારતને વ્યાપક નુકસાન થયું.

આ પ્રાચીન ઇમારતનું ધાર્મિક મહત્ત્વ એટલું બધું છે કે તેને રિસ્ટોર કરવા માટે એટલે કે નવેસરથી પહેલાં જેવું કરવા માટે ખુદ ફ્રાન્સના પ્રમુખે  કેથેડ્રલની બહાર ઊભા રહીને દાન એકત્ર કરવાનું દેશવ્યાપી અભિયાન આરંભ્યું.

એક તરફ આખા વિશ્વમાંથી આ કેથેડ્રલના રિસ્ટોરેશન માટે નાણાનો પ્રવાહ વહેવાનો શરૂ થયો છે તો બીજી તરફ આ ભગીરથ કાર્યમાં ટેકનોલોજી પણ સિંહફાળો આપશે એવું સ્પષ્ટ થવા લાગ્યું છે.

આ અતિ પ્રાચીન ઇમારતમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેને અંકુશમાં લેવા માટે ૪૦૦થી વધુ ફાયર ફાઇટર્સનો કાફલો કામે લગાડવો પડ્યો. દેખીતું છે કે આવી વિનાશક આગને કારણે ઇમારતનો ઘણો મોટો ભાગ ભસ્મીભૂત થયો. હવે તેને પહેલાં જેવું જ સ્વરૂપ આપવું હોય તો એ માટે તેના અગાઉના સ્વરૂપની અત્યંત બારીક અને ચોકસાઇભરી માહિતી જરૂરી છે.

આ દૃષ્ટિએ લેસર સ્કેનિંગ અને વીડિયો ગેમિંગ ટેકનોલોજી મદદરૂપ થશે એવી આશા છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop