ભારતમાં પહેલાં એવી સ્થિતિ હતી કે આપણે પોતાની મોબાઇલ નેટવર્ક કંપની બદલવી હોય તો ફોનનો નંબર પણ બદલવો પડતો હતો. આ પછી મોબાઇલ પોર્ટેબિલિટીની સુવિધા મળતાં આપણે નંબર બદલવાની અને કેટકેટલાય લોકોને તેની જાણ કરવાની ઝંઝટમાંથી ઉગરી ગયા.કંઈક આ જ રીતનો બદલાવ હવે ભારતની રેગ્યુલેટરી...
આવો જાણીએ, આપણી ચોતરફ દેખાઈ રહેલા સીસીટીવી કેમેરાના પ્રકાર... ડોમ સીસીટીવી કેમેરા ઊંધા ગુંબજ આકારના આ કેમેરા બહુ ઓછી જગ્યા રોકે છે પરંતુ તેમાંનો કેમેરા કઈ દિશામાંના દૃશ્યો કેપ્ચર કરી રહ્યો છે તે દેખાતું ન હોવાથી તેની ચારે તરફ લોકો કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતાં ખચકાય...
જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી લોકોની દરેક હીલચાલ પર નજર રાખીને તેને ડેટાને એઆઈ અને ફેસિયલ રેકગ્નિશન જેવી ટેક્નોલોજી સાથે સાંકળવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે. થોડા સમય પહેલાં એક મુદ્દો ખાસ્સો ચર્ચાનો અને રમૂજનો વિષય બન્યો હતો. અમદાવાદમાં એક મહિલા તેમના પતિને નામે...
તમે એકલપંડે નાનું-મોટું કામકાજ કરતા હો તો રોજિંદા કામનું હાથેથી લિસ્ટ બનાવી રાખો તો ચાલે, પછી કામ વધે એટલે... કોઈ પણ સારી ટુ-ડુ લિસ્ટ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી લો તો પણ કામ ચાલી જાય. બિઝનેસ હજી વધુ જામે અને ટીમ મોટી થાય એ પછી કોઈ એવી એપ જોઈએ જે આખી ટીમના દરેક સભ્યને...
ગૂગલ ફોટોઝ અને ગૂગલ આસિસ્ટન્ટમાં ‘ગૂગલ લેન્સ’ નામની સુવિધાથી આપણે કોઈ ઇમેજને સંબંધિત વધુ બાબતો સર્ચ કરી શકીએ છીએ. આ સુવિધા હવે ક્રોમ બ્રાઉઝરમાં પણ ઉમેરાઈ છે. સાયબરસફર’માં આપણે ગૂગલ ફોટોઝમાં અને ત્યાર બાદ ગૂગલ આસિસ્ટન્ટમાં ઉમેરાયેલી ‘લેન્સ’ નામની સુવિધાની અગાઉ વાત કરી...
લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી, છેવટે ગૂગલે એપલની ‘આઇમેસેજ’ જેવી જ સ્માર્ટ એસએમએસ સર્વિસ એન્ડ્રોઇડ માટે શરૂ કરી છે. હવે એસએમએસ વોટ્સએપની હરીફાઈ કરશે. આમ તો આપણી નજર રોજેરોજ સ્માર્ટફોન પર મંડાયેલી રહેતી હોવાને કારણે, તેમાં કંઈ પણ નાનો-મોટો ફેરફાર થાય તો આપણી નજર બહાર...
ઇન્ટરનેટ પર તમે ખાસ્સા સમયથી સક્રિય તો બની શકે કે તમે એવી કેટલીય સર્વિસમાં એકાઉન્ટ ખોલાવ્યું હશે, જેનાં નામ પણ તમે હવે ભૂલી ગયા હશો!આ જ અંકમાં, જૂનાં ખાતાં બંધ કરવા વિશેના આગળના લેખમાં, આવાં એકાઉન્ટ શોધવાની પ્રાથમિક રીતે બતાવી છે. આપણું આ કામ JustDeleteMe નામની એક...
થિંક આઉટ ઓફ ધ બોક્સ - આ શબ્દોને તમે ખરેખર સફળતાની ચાવી માનતા હો, તો હવે તેના બદલે ‘થિંક આઉટ ઓફ ધ સર્કલ’ બોલવાનું શરૂ કરો, બીજાથી જુદું કરવાનું અહીં જ શરૂ કરો! જો તમે આવી રીતે મગજને ગાડરિયા પ્રવાહ કરતાં અલગ દિશાઓમાં દોડતું કરવા માગતા હો તો તમારા સ્માર્ટફોનમાં ઉમેરો આ...
આવું તમારી સાથે ક્યારેક બન્યું હશે - તમે તમારા પીસીમાં વર્ડ કે એક્સેલમાં કોઈ ફાઇલ પર કામ કર્યું, તેને જે તે અન્ય વ્યક્તિ કે ક્લાયન્ટને મેઇલ કરી આપી, પછી તમે ઓફિસ બહાર ગયા અને ત્યાં જ પેલી વ્યક્તિનો ફોન આવ્યો કે મોકલેલી ફાઇલમાં થોડા ફેરફાર કરવાના છે, તાબડતોબ કરી આપો તો...
ઇન્ટરનેટ પર આપણે અનેક સર્વિસમાં એકાઉન્ટ ખોલાવીએ છીએ અને પછી તેને ભૂલી જઈએ છીએ! આવાં બિનઉપયોગી ખાતાં આપણને નડે તે પહેલાં તેને શોધીને ડિલીટ કરવાં જરૂરી છે. સાવ સાચું કહેજો - તમે કુલ કેટલાં બેન્ક ખાતાં ધરાવો છો? ચિંતા ના કરશો - આ કોઈ ઇન્કમટેક્સ અધિકારી તરફથી પૂછાયેલો...
તમારા સ્માર્ટફોનમાં એકનો એક હોમસ્ક્રીન અને એકની એક રીતે નેવિગેશન કરીને કંટાળ્યા હો, તો ફોનમાં ઉમેરવા જેવી આ એપ ફોનનું નેવિગેશન ખાસ્સું બદલી નાખે છે. તેના સેટિંગ્સમાં જઈને ત્રણ લેવલમાં, જેનો વધુ ઉપયોગ કરતા હો તે જુદી જુદી એપ્સ, શોર્ટકટ્સ, ટૂલ્સ, વેબની કોઈ સાઇટના...
તમારા ફોનમાં એપ્સની સંખ્યા મુજબ નોટિફિકેશન્સની ભરમાર થઈ શકે છે. તમે પોતે અને તમારા મિત્રો જુદી જુદી સોશિયલ સાઇટ્સ અને એપ્સ પર સક્રિય હો તો એ સાઇટ્સ તરફથી પણ નોટિફિકેશન્સનો તમારા પર મારો થતો રહે છે. એ તો આપણે જાણીએ જ છીએ કે એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન પર ઉપરથી નીચેની તરફ...
તમારા ફોનમાંની એસએમએસ એપ ઓપન કરો અને જુઓ કે તેમાં તમારે માટે ખરેખર કામના મેસેજ કેટલા છે? તમે જોશો કે તમે ડુ નોટ ડીસ્ટર્બ (ડીએનડી) સર્વિસ માટે રજિસ્ટ્રેશન કર્યું હશે તો પણ તમારા પર વણનોતર્યા એસએમએસનો મારો થતો હશે! ‘‘તમારી રૂપિયા ૧૫ લાખની લોન મંજૂર થઈ ગઈ છે, આગળની...
ટેક કંપની ફાઇનાન્સ સેક્ટરમાં જબરો પગપેસારો કરવા લાગી છે ઇન્ટરનેટ જગતમાં અત્યારે જબરી ભેળસેળનો યુગ ચાલી રહ્યો છે. પહેલાં જેમાં માત્ર મેસેજિંગ થતું હતું એવી એપ્સમાં હવે રકમની પણ આપ-લે થઈ શકે છે. પહેલાં જેમાં માત્ર રકમની આપ-લે થતી હતી એવી એપ્સમાં હવે મેસેજિંગ પણ થઇ શકે...
આમ તો કમ્પ્યુટરમાં જાત ભાતની ગણતરીઓ કરવાની હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામને કોઈ ન પહોંચે. પરંતુ ક્યારેક પગમાંનો કાંટો કાઢવા માટે તલવાર કાઢવાની જરૂર ન હોય!જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે નાની મોટી ગણતરીઓ કરવાની થતી હોય તો એ કામ...
એન્ડ્રોઇડમાં ક્રોમ બ્રાઉઝરમાં વિવિધ ટેબમાં જુદી જુદી વેબસાઇટ્સ જોવી આમ તો સરળ છે, પરંતુ જ્યારે આપણે જુદી જુદી લિન્ક્સ પર ક્લિક કરીને સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી લઈએ ત્યાર પછી કામ થોડું મુશ્કેલ બનતું હતું. જેમ કે આપણે ઓપન કરેલી ટેબ્સમાંથી બિનજરૂરી ટેબ્સ બંધ કરવી હોય તો એ...
ઇન્ટરનેટ પરનાં વેબપેજીસમાંથી જોઈતી વધુ સહેલાઈ શોધવા માટે જાણો કેટલાક સ્માર્ટ રસ્તા. નાતાલની રજાઓમાં મનાલી જવું છે પણ ઠંડી કેવીક હશે, કે પછી ‘તાનાજી’ ફિલ્મ અમદાવાદ કે વડોદરામાં કયા મલ્ટીપ્લેક્સમાં રીલિઝ થવાની છે અથવા તો ભારત-બંગલાદેશની મેચ પહેલવહેલી વખત પિંક બોલથી...
ભારતમાં ફેસબુક કંપનીની માલિકીની વોટ્સએપ પર, મેસેજ જેટલી જ સરળતાથી રૂપિયાની આપલે કરી શકાય તેવી યુપીઆઈ આધારિત પેમેન્ટ સિસ્ટમ તદ્દન તૈયાર છે, પણ કાયદાકીય ગૂંચવણોને કારણે અટકી પડી છે, ત્યાં ફેસબુકે યુએસમાં ‘ફેસબુક પે’ સર્વિસ લોન્ચ કરી દીધી છે.ફેસબુક અને તેની માલિકીની...
પ્લે સ્ટોરમાંની ‘પ્લે પ્રોટેક્ટ’ નામની વ્યવસ્થાથી ફોનમાંની એપ્સ સ્કેન થતી રહે છે. આપણે વારંવાર વાંચીએ છીએ કે ગૂગલ પ્લે સ્ટોરમાં જોખમી એપ્સનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય રીતે પ્લે સ્ટોરની સિસ્ટમ એપ્સને તપાસ્યા પછી જ આપણને ડાઉનલોડ કરવા માટે ઓફર કરે છે, તેમ છતાં...
સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને મળતી મંજૂરીઓ વિશે તો આપણે જાગૃત થયા છીએ, પણ બ્રાઉઝર અને તેના દ્વારા વિવિધ સાઇટ્સને આપણે કેટલી મંજૂરી આપી દઈએ છીએ એ પણ જાણવા જેવું છે! સ્માર્ટફોનમાં આપણે પ્લેસ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એ એપ આપણી પાસે જાતભાતની પરમિશન માગે છે. મોટા...
ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત લેવડ-દેવડ લોકપ્રિય બની રહી છે અને તેમાં સરકારી ભીમ એપ ઉપરાંત ગૂગલ પે અને ફોન પે જેવી સર્વિસનો ઉપયોગ ખાસ્સો વધી રહ્યો છે. આવી એપ્સમાં તમે એક કરતાં વધુ બેન્ક ખાતા માટે યુપીઆઇ એડ્રેસ મેળવી શકો છો.જેમ કે તમે ગૂગલ પે...
નવી ટેક્નોલોજીના પ્રતાપે, હવે મહાસાગરોની સફાઈના પ્રયાસો પણ શક્ય બન્યા છે. થોડા સમય પહેલાં ચીનના પ્રમુખની ભારતની મુલાકાત દરમિયાન, વહેલી સવારે દક્ષિણ ભારતના દરિયા કિનારે પ્લાસ્ટિકની બોટલ્સ વીણતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ખાસ્સો વાયરલ થયો હતો. વડાપ્રધાનના આ...
તમે અંગ્રેજી ભાષાની ઠીક ઠીક સારી સમજ ધરાવતા હો, પણ તેની બારીક ખૂબીઓ સમજીને તમારા લખાણને વધુ સચોટ અને ભાષા પરની પકડને વધુ મજબૂત બનાવવા માગતા હો, તો તમારા માટે કામની છે આ વેબસર્વિસ.
યુએસ કે યુરોપ ભણવા જવું હોય તો ત્યાંનાં શહેરોને બરાબર ઓળખી લો - આ મજાની ગેમથી. આજકાલ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈને ત્યાં જ સ્થાયી થવાનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. તમે પણ આ જ પ્રવાહમાં તણાઈ રહ્યા હો, તો યુએસ-યુરોપ ભણવા જતાં પહેલાં, ત્યાંનું તમારું જીકે થોડું ચકાસી લેવું...
ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, પરંતુ ઓનલાઇન શોપિંગ કંપનીઝ સતત મોટી ખોટ કરી રહી છે! આમ થવાનાં ઘણાં કારણો છે, જેમાંનું એક આપણે સૌ ભારતીયોની એક ખાસ આદત પણ છે. હવે ઓનલાઇન પેમેન્ટની અનેક પદ્ધતિઓ પ્રચલિત થઈ હોવા છતાં બહુ મોટા પ્રમાણમાં ભારતીયો કેશ ઓન ડિલિવરી...
ટેક કંપની અને તેની સર્વિસીઝના ઉપયોગની દૃષ્ટિએ અત્યારે દુનિયા ઘણે અંશે બે ભાગમાં વહેંચાયેલી છે. ઓફિસમાં પીસી પર બહુ મોટા પ્રમાણમાં માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સનો ઉપયોગ થાય છે, જ્યારે સ્માર્ટફોનમાં ગૂગલની સર્વિસીઝનો (આમાં એપલના ડિવાઇસ અને સર્વિસીઝનો ઉપયોગ કરતા લોકો હજી...
‘સાયબરસફર’માં લાંબા સમયથી જોડાયેલા વાચકો જાણે છે કે આપણા ઓનલાઇન એકાઉન્ટ્સને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ ઘણી ઉપયોગી છે. તેમાં પણ મોબાઇલ નંબરમાં એસએમએસ મેળવવાને બદલે ગૂગલ ઓથેન્ટિકેટર જેવી એપમાં ટૂંકા સમય માટે આપોઆપ જનરેટ થતા પાસકોડનો ઉપયોગ કરવો હજી વધુ...
દુનિયાના અનેક દેશોની જેમ ભારતમાં પણ આપણા સૌ વિશે ગવર્નમેન્ટ એજન્સીઝ જુદી જુદી ઘણી રીતે ડેટા એકઠો કરતી રહે છે. સામાન્ય રીતે ત્રાસવાદ તથા રાષ્ટ્રની સલામતી સામેનાં અન્ય જોખમોની સમયસર બાતમી મેળવવા તથા તેનો સામનો કરવા માટે આ ડેટાનો ઉપયોગ થાય છે. ભારતમાં ટેલિકમ્યુનિકેશન,...
હવે આપણે એક એવા વિશ્વમાં જીવીએ છીએ, જેમાં આપણે ઘરની બહાર ડગ માંડીએ ત્યારથી સતત કોઈની આપણા પર નજર હોય છે! એમાં પણ જો આપણા હાથમાં સ્માર્ટફોન હોય (હવે કોના હાથમાં નથી હોતો?!) તો વળી બીજી અનેક રીતે પણ આપણી દરેક હિલચાલ પર કોઈ ને કોઈની ‘નજર’ હોય છે. ટેકનોલોજી જેમ વધુ...
‘સાયબરસફર’ના અંક ૯૩, નવેમ્બર ૨૦૧૯નો ક્વોન્ટમ કમ્પ્યુટરનો લેખ બહુ જ સરસ. કીપ ઇટ અપ! - સુનીલ મકવાણા, રાજકોટ નવી પેઢી તેમ જ જૂની પેઢી, બંનેને એક્સ્ક્લુઝિવ વર્ચ્યુઅલ વર્લ્ડ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વિશેની એ ટુ ઝેડ જાણકારી સુક્ષ્મ રૂપે પીરસતું એક ગુજરાતી સામયિક પણ હોઈ શકે...
આપણું વિશ્વ જેટલી ઝડપે ડેટા પેદા કરી શકે છે તેટલી ઝડપે તેનું પ્રોસેસિંગ કરી શકતું નથી. પરંપરાગત કમ્પ્યુટર્સની મર્યાદાનો જવાબ નિષ્ણાતોને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં દેખાય છે.
જુદી જુદી કેબ એપમાં, આપણી મુસાફરીની વિગતો સ્વજન સાથે લાઈવ કરવાની સગવડ હોય છે. આ સગવડ હવે ડાઇરેક્ટ ગૂગલ મેપમાં પણ ઉમેરાઈ છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં વિવિધ શહેરોમાં ઉબર, ઓલા જેવી એપ કેબ સર્વિસ ખાસ્સી લોકપ્રિય થવા લાગી છે. આંગળીના ઇશારે આપણા આંગણે ટેકસી પહોંચાડી...
જ્યારે ઇન્ટરનેટ અને ગૂગલની વિવિધ સર્વિસીઝ માત્ર પીસી કે લેપટોપ પૂરતી સીમિત હતી ત્યારે પણ ઇન્ટરનેટ પરની આપણી દરેક ગતિવિધિ ગૂગલ અને તેના જેવી બીજી અનેક કંપની ચોકસાઈથી ટ્રેક કરતી હતી. આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી અને લોકેશન ટ્રેક કરવાનું તદ્દન સરળ બન્યા પછી આપણું...
એક્સેલમાં ડેટાને સામાન્ય રીતે એન્ટર કર્યા પછી, તેને ‘એક્સેલ સમજી શકે તેવા’ ટેબલમાં ફેરવવામાં આવે તો આપણા ડેટાનો આપણે જુદી જુદી ઘણી રીતે, સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ. આગળ શું વાંચશો? એક્સેલમાં ડેટાને ટેબલમાં ફેરવવાના ફાયદા એક્સેલમાં ડેટા રેન્જને ટેબલમાં કેવી રીતે ફેરવી...
આગળ શું વાંચશો? ૧ : પ્લાનિંગ ૨ : નીડ ડોક્યુમેન્ટેશન ૩ : ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ ૪ : સોફ્ટવેર ડેવલપમેન્ટ ૫ : ટેસ્ટિંગ ૬ : ડિપ્લોયમેન્ટ ૭ : ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ એકાઉન્ટિંગ, સેલ્સ, બિઝનેસ મેનેજમેન્ટ વગેરેથી માંડીને ટિકિટ બુકિંગ, એન્ટરટેઇન્મેન્ટ કે મેન્યુફેક્ચરિંગ...
રોજેરોજ તમે બ્રાઉઝરમાં જે વેબપેજીસ જુઓ છે, તેની પાછળની બાજુએ તમે ક્યારેય ડોકિયું કર્યું છે? અહીં આપેલી રીતથી તમે ડોકિયું કરી શકશો અને વેબપેજમાં ફેરફાર પણ કરી શકશો! આજે એક જુદી જ વાત કરીએ! એવી વાત, જે વેબડેવલપર્સ માટે તો રમતવાત હશે, પણ આપણા જેવા, જેમણે બ્રાઉઝરમાં...
નવથી છની ઓફિસજોબ કે સતત રખડપટ્ટી કરાવતી નોકરી તમને કંટાળાજનક લાગતી હોય અને સામે પક્ષે મનમાં ક્રિએટિવિટી ભારોભાર છલકાતી હોય તો આ ક્ષેત્રમાં હવે જબરજસ્ત તકો છે. આગળ શું વાંચશો? ગેમ ડિઝાઇનરે ખરેખર શું કરવાનું હોય છે? ગેમ ડિઝાઇનમાં કરિયર કઈ રીતે શરૂ કરવી? ગેમ ડિઝાઇનર બનવા...
આપણે ગુજરાતીઓને ટેક્નોલોજીના સૌથી લેટેસ્ટ બઝવર્ડ તરીકે ‘બ્લોકચેઇન’માં વધુ રસ પડે એ વાત સમજી શકાય એવી વાત છે. આખરે, બ્લોકચેઇન ‘કરન્સી’ સાથે સંબંધિત ટેક્નોલોજી છે! હકીકતમાં બ્લોકચેઇનનો ઉપયોગ ડિજિટલ કે ક્રિપ્ટો કરન્સી પૂરતો સીમિત નથી, પણ આપણો રસ દેખીતી રીતે નાણાં જ હોય!...
હાલમાં તમે જેનો ઉપયોગ કરો છો, એ સ્માર્ટફોન કે પીસી ઉપરાંત, અન્ય સાધનોમાં, જુદી જુદી સર્વિસમાં તમે સાઇન-ઇન હોઈ શકો છો. જાણી લો તેમાંથી, દૂરબેઠાં સાઇન-આઉટ થવાની રીત. આગળ શું વાંચશો? જીમેઇલ ફેસબુક લિન્ક્ડ-ઇન પિન્ટરેસ્ટ ઇન્સ્ટાગ્રામ અને ટવીટર આજે આપણે સૌ ઇન્ટરનેટ પર...
ફોનનો ચાર્જિંગ કેબલ ડેટાની હેરફેર પણ કરી શકે છે એ ભૂલશો નહીં. આગળ શું વાંચશો? પબ્લિક ચાર્જિંગ કઈ રીતે જોખમી છે? વધુ પડતી ચિંતાની જરૂર નથી, પણ... લેખની શરૂઆતમાં જ સૂગ ચઢે એવો સવાલ પૂછવા બદલ માફ કરજો, પણ પૂછવો પડે તેમ છે - તમે કોઈને ઘેર એક-બે દિવસ માટે મહેમાન બન્યા હો...
મશીન લર્નિંગથી કેવા ચમત્કાર સર્જાઈ શકે છે એના ઘણાં ઉદાહરણ આપણી સામે આવવા લાગ્યાં છે. આવું વધુ એક ઉદાહરણ ટૂંક સમયમાં આપણને ગૂગલ ફોટોઝમાં મળશે અને તેનો આપણે લાભ પણ લઈ શકીશું. છેક મે ૨૯૧૮માં ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન ગૂગલે જાહેરાત કરી હતી કે તે ગૂગલ ફોટોઝ એપમાં બ્લેક...
સ્માર્ટફોન મળ્યા પછી આપણાં અનેક કામ ઘણાં સહેલાં બની ગયાં છે, જેમાંનું એક કામ છે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું કામ! આમ તો, કેમસ્કેનર એપ આ માટે સૌથી સારું પરિણામ આપતી હતી. તેની મદદથી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટનો ફોટો લીધા પછી, આપણે ફોટો લેવામાં કેમેરા ત્રાંસો રાખવાની ભૂલ...
ઇન્સ્ટાગ્રામ પર તમે માત્ર નજીકના, ગાઢ ફ્રેન્ડ્સ સાથે કનેક્ટેડ રહેવા માગતા હો તો હવે એ શક્ય બન્યું છે, પણ તેનું ઓટો-સ્ટેટસ ફીચર ધ્યાન આપવા જેવું છે. ઇન્સ્ટાગ્રામમાં હમણાં હમણાં બે રસપ્રદ ફેરફાર થયા છે. ઇન્સ્ટાગ્રામ કંપની ફેસબુકની માલિકીની છે, એટલે તેના આ બંને નવા...
નવી મેસેજિંગ એપ્સ સામે ટકી રહેવા ટવીટરે ફોટોશેરિંગ સહેલું બનાવ્યું સંખ્યાબંધ વિવાદો પછી પણ સોશિયલ મીડિયામાં ફેસબુક સદાબહાર છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ટિકટોકના જમાનામાં ટકી રહેવા માટે ટવીટરે સતત મહેનત કરવી પડે છે! તમે ટવીટર પર ખાસ્સા સક્રિય હો કે ન હો, સોશિયલ...
આપણે જ્યારે કોઈને પણ ફોન કરીએ ત્યારે ઘણા લોકોના ફોનમાં રિંગ સંભળાવાને બદલે કોઈ ગીત કોલર ટ્યૂન તરીકે સાંભળવા મળે છે. જુદી જુદી મોબાઇલ કંપની મ્યુઝિક એપ સાથે જોડાણ કરીને આ સર્વિસ ફ્રી આપવા લાગી છે. આપણે જિઓમાં કોલર ટ્યૂન સેટ કરવાની પદ્ધતિ જાણી લઈએ. જિયો કોલર ટ્યૂન સેટ...
હવે તમે પોતાના શહેરમાં હો કે કોઈ અજાણ્યા શહેરમાં, ગૂગલ મેપ્સમાં ‘પબ્લિક ટોઇલેટ્સ નીયર મી’ કે ‘ટોઇલેટ’ સર્ચ કરી શકો છો. ગૂગલ મેપ્સની આ સુવિધાનો ઉપયોગ કરીને ભારતમાં હવે રોજેરોજ અઢી લાખથી વધુ લોકો તેમની નજીકનું પબ્લિક ટોઇલેટ શોધવા લાગ્યા છે. ગૂગલે આ માટે ભારત સરકારના...
આપણા સ્માર્ટફોનમાંની એપ્સ અપડેટ કરવાના કેટલાક દેખીતા ફાયદા છે, એક તો એપમાં કંઈ નવા ફીચર ઉમેરાયા હોય તો તેનો આપણને લાભ મળે અને એથી પણ વિશેષ, એપમાં સલામતી બાબતે કોઈ ખામી સુધારી લેવાઈ હોય તો તેનો લાભ મળે. આનો સૌથી સહેલો રસ્તો પ્લેસ્ટોરમાં જઇને તમામ એપ્સ જ્યારે પણ અપડેટ...
લગભગ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટ્રોલિંગ’ એક મોટું દૂષણ છે. કોઈ વ્યક્તિ કોઈ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે એ પછી તેને ઉતારી પાડતી અનેક કમેન્ટસનો મારો શરૂ થઈ જાય એવું ટ્રોલિંગ ઘણા લોકોને સોશિયલ મીડિયાથી દૂર લઈ જતું હોય છે. ઇન્સ્ટાગ્રામમાં આ દૂષણનો સામનો...
તમારો કોઈ ગમતો ફોટોગ્રાફ પસંદ કરો અને તેમાં જુદાં જુદાં બેકગ્રાઉન્ડ બદલી જુઓ! તમે આ કામ સહેલાઈથી કરી શકો છો – કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના. દિવાળીના વેકેશનમાં ધારો કે તમે ભારતના કોઈ મજાના સ્થળે ફરવા ગયા. ત્યાં ખૂબ મજા કરી, ઘણા બધા ફોટોગ્રાફ લીધા અને પછી પરત આવ્યા....
વોટ્સએપ એપ ફેસબુકને વેચાઈ નહોતી ત્યાં સુધી તેનું કામ બહુ સીધું સાદું હતું - ફટાફટ અને બહુ સહેલાઈથી જુદા જુદા લોકો કે ગ્રૂપ્સ વચ્ચે મેસેજીસની આપલે કરવાનું કામ. ફેસબુકે તેને ખરીદ્યા પછી તેમાં સતત નવાં નવાં ફીચર્સનો ઉમેરો થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તેમાં, આપણી આંખને રાહત...
અત્યાર સુધી વાત પીસી/લેપટોપ અને ટેબલેટ/સ્માર્ટફોન પૂરતી સીમિત હતી, પછી તેમાં કન્વર્ટિબલ્સ ઉમેરાયા એટલે કે લેપટોપ અને ટેબલેટની ભેળસેળ જેવાં સાધનો માર્કેટમાં આવ્યાં અને હવે માઇક્રોસોફ્ટ કંપનીએ મોબાઇલ ડિવાઇસમાં એક નવી જ કેટેગરી ઉમેરી છે. વિન્ડોઝ ફોનના ક્ષેત્રે નિષ્ફળતા...
અમુક એપ અમુક પ્રકારનાં જ કામ કરે એવું હવે રહ્યું નથી. પેટીએમ પેમેન્ટ એપ હોવા છતાં, તેમાં મેસેજિંગ ઉમેરાયું, વોટ્સએપ મેસેજિંગ એપ છે તો તેમાં પેમેન્ટ આવી રહ્યું છે, હાઇકમાં પેમેન્ટ આવી ગયું છે, ગૂગલ પે પેમેન્ટ એપ છે અને તેમાં નોકરી પણ શોધી શકાશે, જસ્ટ ડાયલ માટે તો...
માઇક્રોસોફ્ટ કંપનીને આપણે તેના વિન્ડોઝ કે ઓફિસ પ્રોગ્રામથી જ ઓળખીએ છીએ પણ આ કંપની વિવિધ પ્રકારના કી-બોર્ડ અને અન્ય કમ્પ્યુટર એક્સેસરીઝ પણ બનાવે છે છે. માઇક્રોસોફ્ટે હમણાં યુએસબી કેબલથી પીસી સાથે કનેક્ટ થતા અને વાયરલેસ કી-બોર્ડની નવી રેન્જ લોન્ચ કરી છે. જેમ...
હું છેક શરૂઆતથી ‘સાયબરસફર’નો વાચક છું. આપનું મેગેઝિન ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે. આપના દરેક વાંચ્યા છે. અંક હાથમાં આવતાં જ વાંચી જવાની તાલાવેલી જાગે છે અને એક જ દિવસમાં મેગેઝિન વાંચી જાઉં છું. મેગેઝિન દ્વારા ખરેખર ખૂબ જ શીખવા મળ્યું છે. મારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ...
દુનિયાભરમાં અને ભારતમાં અત્યારથી ફાઇવજી ટેકનોલોજી ગાજવા લાગી છે અને તેને સપોર્ટ કરતા ઘણા સ્માર્ટફોન પણ લોન્ચ થવા લાગ્યા છે. આમ છતાં, હમણાં હમણાં જ લોન્ચ થયેલા બે મહત્ત્વના સ્માર્ટફોનમાં ફાઇવજીનો સપોર્ટ આપવામાં આવ્યો નથી. આ બે ફોન છે ગૂગલનો પિક્સેલ ૪ અને વનપ્લસ ૭ટી....
આશાભર્યા નૂતન વર્ષમાં આપણે ઉમંગભેર પ્રવેશ કર્યો છે ત્યારે ફરી એક વાર, બિલકુલ બે અલગ અલગ છેડાના લેખો સાથેનો આ નવો અંક આપના હાથમાં મૂકતાં આનંદ થાય છે! એક તરફ, એક્સેલમાં ટેબલના બહેતર ઉપયોગની વાત છે - આપણા સ્તરે આપણે જે કંઈ ડેટા રોજબરોજ એકઠો કરીને એક્સેલમાં ઠાલવતા હોઈએ...
આજે બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિ છે. ગાંધીજીના જન્મનાં ૧૫૦ વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે કોઈ એમ કહે કે ‘‘ગાંધીજીએ સો વર્ષ પહેલાં, વોટ્સએપ, ઇ-કોમર્સ સાઇટ્સ, ન્યૂઝ એપ્સ, કેબ્સ એપ, ફૂડ ડિલિવરી એપ્સ, સોશિયલ મીડિયા વગેરેની કલ્પના કરી લીધી હતી’’ તો આપણને ચોક્કસ લાગે...
ફેસબુક કંપની મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને એકમેક સાથે જોડી દેશે એવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. ફેસબુકે આ દિશામાં હમણાં એક ડગલું માંડ્યું છે. વોટ્સએપ પર તેના યૂઝર્સ ૨૪ કલાક સુધી સૌને દેખાય એવી રીતે સ્ટેટસ મૂકી શકે છે. આ સ્ટેટસ હવે યૂઝર ઇચ્છે તો ફેસબુકના...
વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણો પડ્યો બોલ ઝીલે છે, પણ એ બધા વોઇસ કમાન્ડ રેકોર્ડ કરે છે અને અન્યને સંભળાવે પણ છે! અલબત્ત, ગૂગલ આસિસ્ટન્ટમાં હવે આપણને ડેટા પર વધુ અંકુશ મળશે. ‘‘હેલ્લો ગૂગલ, ઓપન કેમેરા…’’, ‘‘હેલો ગૂગલ, વોટ્સએપ ફલાણાં ધેટ આઇ વિલ બી લેટ ફોર મીટિંગ…’’, ‘‘એલેક્સા,...
અમને ‘સાયબરસફર’ના બધા લેખો વાંચવાની મજા આવે છે! તમારા સારા કામ બદલ આભાર. હું સમાજના દરેકને બધા મદદરૂપ સમાચાર શેર કરું છું. વર્ડમાં કર્સરનું સ્થાન રાખવા વિશેની માહિતી બહુ ઉપયોગી છે. હું એક ટ્રેનર છું અને આ ફીચરની ઘણી વાર જરૂર પડે છે. ‘ડકડકગો’ બહુ સારી સલામતી વ્યવસ્થા...
… જે કદાચ આ મહિને લોન્ચ થઇ જશે! આપણી દુનિયા ધીમે ધીમે ‘ક્રિપ્ટોકરન્સી’ તરફ વળી રહી છે! હજી હમણાં, જુલાઈ 2019ના અંકમાં આપણે વાત કરી હતી કે ફેસબુક તેની નવી ક્રિપ્ટોકરન્સી લાવી રહી છે. ‘લિબ્રા’ નામના આ નવા ચલણ વિશે આપણે વિગતવાર વાત કરી હતી, ત્યાં હવે સમાચાર આવ્યા છે કે...
ભારતમાં રૂપે કાર્ડનો ઉપયોગ વધારવા માટે સરકાર તરફથી સતત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટ્સની વ્યવસ્થા સંભાળતા નેશનલ પેેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ રૂપે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેકશન પર વેપારીઓ પાસેથે લેવામાં આવતો ચાર્જ ઘટાડવાની...
રકમની આપલે માટેની એપ ગૂગલ પેમાં, આપણને ગમતી નોકરી ક્યાં મળી શકે તેમ છે તેનાં સૂચન કરવામાં આવશે, અલબત્ત આપણને આ સુવિધા મળતાં કદાચ વાર લાગશે. આગળ શું વાંચશો? ગૂગલ પેમાં નોકરીનાં સૂચન કેવી રીતે મળશે? ઇન્ટનેટની દુનિયામાં એક રસપ્રદ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી...
આ અંકમાં સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને ઢાંકીને, આખો સ્ક્રીન રોકી લેતી કે નોટિફિકેશન શટરમાં ધરાર જાહેરાતો બતાવતી એપ્સ શોધીને કેવી રીતે દૂર કરી શકાય તેની વાત કરી છે. એ ઉપરાંત, તમારો અનુભવ હશે કે ફોનમાં ક્રોમ બ્રાઉઝર એપમાં સર્ફિંગ કરતી વખતે પણ આપણે વિવિધ સાઇટ્સ પર અનેક...
ક્યારેક ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા ગૂગલી સવાલો આવી જાય છે કે વાંચીને મજા પડી જાય અને સાથે સામો સવાલ પણ થાય કે વાચકો આવી ઝીણી વિગતો સુધી પહોંચ્યા કઈ રીતે?! કોઈ પણ ઇમેજની ફાઇલ .જેપીજી કે .જેપીઇજી કે .પીએનજી જેવા વિવિધ ફોર્મેટમાં સેવ થતી હોય છે એ તો આપણે જાણીએ છીએ...
ઇંગ્લિશમાં સારી લેખનકૌશલ અને પછી સારી લેખનશૈલી વિક્સાવવાના હેતુથી સર્જાયેલી આ વેબસાઇટ ઇંગ્લિશના ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બંને માટે ઉપયોગી છે. આજકાલ લોકોનું બધું લેખનકૌશલ સોશિયલ મીડિયા પરનાં સ્ટેટસ લખવામાં જ સમેટાઈ જાય છે અને સોશિયલ મીડિયાની પોતાની હોચપોચ (ખીચડી!) ભાષા...
ફરી એક વાર, દિવાળી નજીક આવી પહોંચી છે! આ દિવસોમાં તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હો અને બજેટનો ખાસ પ્રશ્ન ન હોય તો તમે ચોક્કસ સ્માર્ટફોનના કેમેરા બાબતે મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા હશો! સાથોસાથ એ પણ પ્રશ્ન સતાવતો હશે કે આખરે એક સ્માર્ટફોનમાં ત્રણ-ચાર કે પાંચ-સાત...
ફેસબુકને લાગે છે કે પોસ્ટને ‘અપૂરતી’ લાઇક્સ મળવાથી ઘણા લોકો ફેસબુકથી દૂર જતા જાય છે, આથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં લાઇક્સની સંખ્યા ન બતાવવાનું ટેસ્ટિંગ શરૂ થયું છે. આગળ શું વાંચશો? વોટ્સએપ સ્ટેટસ ફેસબુકમાં પણ શેર કરો જેમ આખા ઇન્ટરનેટનું અર્થતંત્ર આપણી...
જો તમને સ્માર્ટફોનમાં ફેસબુક એપનો જબરજસ્ત ઉપયોગ કરવાની ટેવ હોય તો તેની અસર બે રીતે વર્તાતી હશેઃ એક, તમારા ફોનની બેટરી ઝડપથી ઉતરી હશે અને બીજું, ફોનમાં મોબાઇલ ડેટાનું બિલ વધુ આવતું હશે! ફેસબુક એપમાં કેટલાંક સેટિંગ્સ કરીને આ બંને અસર ઘટાડી શકાય છે. એ માટે… ફેસબુક એપના...
મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે સાચવવા માટે ડિજિલોકર વ્યવસ્થા ઘણી ઉપયોગી થઈ શકે છે. સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૯ અંકમાં વાત કરી હતી કે ભારતમાં આપણા વિવિધ પ્રકારના ડેટાના જીવંત શેરિંગથી લોન મેળવવા જેવી બાબતો વધુ સરળ બનાવતી ‘સહમતી’ નામની એક પહેલ ટૂંક સમયમાં આવી રહી...
સ્માર્ટફોનના કેમેરાના મેગાપિક્સેલ વધારવાની હરીફાઈ તો ચાલુ જ છે, ત્યાં હવે સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા વધવા લાગી છે! કઈ રીતે કામ લાગે છે, આ વધારાના કેમેરા? આવો સમજીએ! આગળ શું વાંચશો? સ્માર્ટફોનના કેમેરામાં નવી રેસ સ્માર્ટફોનમાં કેમેરા: અવરોધ અને લાભ ફોટોગ્રાફીનો...
વાહન સંબંધિત દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપે સાચવવાની સગવડ આપતી આ એપ, વિચારની દૃષ્ટિએ ઘણી સારી છે, પણ અમલમાં હજી પ્રારંભિક અડચણો દેખાઈ રહી છે. ટ્રાફિક ચલણના મુદ્દે સામાન્ય નાગરિકો પોલીસ સાથે અને રાજ્યો કેન્દ્ર સાથે બાખડી પડ્યાં છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડમાં કરવામાં...
કોઈ પણ ટેબલમાંની આંકડાકીય માહિતીને ચાર્ટ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે તો તે માહિતી સમજવી ઘણી સરળ બની જાય છે. એક્સેલમાં ટેબલમાંના ડેટાને ચાર્ટ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવો બહુ સરળ છે, પરંતુ ઘણી વાર એવું પણ બને કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરતી...
જ્યારે તમે પીસી પર ઇન્ટરનેટ સર્ફિંગ કરી રહ્યા હો ત્યારે કોઈ પુસ્તક કે અન્ય કોઈ જાણકારી આપતી બાબતની પીડીએફ મળી આવે, તો સ્વાભાવિક છે કે તમને તેને ડાઉનલોડ કરવાનું મન થઈ જાય. આવી પીડીએફ ફાઇલની લિન્ક પર ક્લિક કરતાં બે વસ્તુ થઈ શકે છે. કાં તો એ ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ઓપન...
બહેતર કેમેરાવાળો સ્માર્ટફોન લેવાનું તમારું ફોકસ હોય તો આ જાણકારી ઉપયોગી થશે આગળ શું વાંચશો? મેગાપિક્સેલ ડેપ્થ ઓફ ફિલ્ડ ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) સેન્સર વ્હાઇટ બેલેન્સ આઇએસઓ એપર્ચર શટર સ્પીડ મેગાપિક્સેલ સ્માર્ટફોનમાં કેમેરા સંબંધિત વધુ ચર્ચાતો શબ્દ....
એક સર્ચ એન્જિન હોવા ઉપરાંત ગૂગલ એક એન્ટિવાયરસ પ્રોગ્રામ પણ છે એવું કોઈ કહે તો તમે માનો? માનવું મુશ્કેલ છે અને ટેકનિકલી, એ એન્ટિવાયરસ પ્રોગ્રામ છે પણ નહીં, પણ કામ એ વાયરસ શોધવાનું જ કરે છે! સ્વીકારવી ન ગમે એવી હકીકત એ છે કે કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ પરફેક્ટ હોતા નથી....
ફોનમાંની એપ્સ આપણને જાહેરાતો બતાવે એ સમજી શકાય એવું છે, પણ કેટલીક એપ માત્ર જાહેરખબર બતાવીને કમાણી કરવાના બદઈરાદાથી આપણા ફોનમાં ઘૂસે છે. આવી એપ કઈ રીતે શોધવી તે સમજાય તો જ તેને દૂર કરી શકાય. આગળ શું વાંચશો? આખો સ્ક્રીન રોકી લેતી એપ કેવી રીતે દૂર કરવી? પુશ નોટિફિકેશનમાં...
મોબાઇલ પર ફટાફટ ટાઇપ કરવાની લ્હાયમાં ભાષા શુદ્ધિ ક્યાંય ખોવાઈ ગઈ છે, પરંતુ જ્યારે ઔપચારિક એટલે કે ફોર્મલ કમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે જોડણી અને વ્યાકરણના નિયમોનું કાળજીપૂર્વક પાલન થાય એ જરૂરી છે. આખરે આપણી ભાષા જ આપણી ઓળખ ઊભી કરતી હોય છે. એટલે જ હવે જ્યારે બધુ...
ઓનલાઇન એકાઉન્ટ્સને વધુ સલામત બનાવવા માટે શક્ય હોય ત્યાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આમાં એક મુશ્કેલી છે. જો આ પદ્ધતિ ઓન કરતી વખતે આપણે માત્ર એક રીતે વેરિફિકેશન કોડ મેળવવાનું સેટિંગ રાખ્યું હોય અને કોઈ કારણસર એ રીતે વેરિફિકેશન કોડ મેળવી ન શકીએ...
ભારતમાં અત્યારે દરેક શહેરોમાં લગભગ દરેક ચાર રસ્તે લાગી ગયેલા કેમેરા અને મોટર વ્હિકલ એક્ટમાં આવેલા નવા ફેરફારોથી વાહનચાલકોમાં મેમો મળવાનો ફફડાટ ફેલાઈ ગયો છે, પરંતુ લાગે છે કે આ તો હજી ટ્રેલર છે! ભારત સરકાર ચીનને પગલે વિશ્વની સૌથી મોટી ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ્સમાંની એક...
એક સમાચાર મુજબ ભારતમાં ટેક્સ એસેસમેન્ટની સિસ્ટમમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ થશે. આ રીતે ટેક્સ એસેસમેન્ટમાં વ્યાપક સ્તરે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ભારત કદાચ વિશ્વનો પ્રથમ દેશ બનશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના જણાવ્યા અનુસાર,...
હમણાં ચાઇનીઝ ફોન મેન્યુફેકચરિંગ કંપની ઝાયોમીએ જાહેર કર્યું છે કે તેણે ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦ કરોડ સ્માર્ટફોન્સનું વેચાણ કર્યું છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી) તરફથી આ દાવાને સમર્થન મળ્યું છે. ભારતમાં આ આંકડે પહોંચનારી ઝાયોમી સર્વપ્રથમ બ્રાન્ડ છે. આનો...
આજના સમયમાં ફક્ત માર્કેટિંગ જોબ્સ માટે જ નહીં, નોકરીની અન્ય જગ્યાઓ પર પણ, કેટલીક ચોક્કસ ડિજિટલ બાબતોની સમજ તમને બીજા કરતાં ઘણા આગળ રાખી શકે છે. આગળ શું વાંચશો? સોશિયલ મીડિયા સર્ચ એન્જિન માર્કેટિંગ આંકડા અને માહિતીનું વિશ્લેષણ - એનેલિટિક્સ કન્ટેન્ટ માર્કેટિંગ ઈ-મેઇલ...
ઇમેજની સરખામણીમાં બનાવટી વીડિયો સર્જવા બહુ મુશ્કેલ છે, પણ હવે એ અશક્ય નથી. ગયા મહિને અમેરિકાના ટેકસાસ સ્ટેટમાં મોટા પાયે ઉજવાયેલા અને મોટા પાયે ગાજેલા ‘હાઉડી મોદી’ સમારંભ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતપોતાના ઉદબોધનમાં...
એપલ કંપનીએ તેની ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસનું નવું ૧૩મું વર્ઝન લોન્ચ કરી દીધું છે. મજાની વાત એ છે કે આ નવું વર્ઝન લોન્ચ થયાને હજી એક અઠવાડિયું પણ નહોતું થયું ત્યાં તેમાં ૧૩.૧નો અપડેટ પણ આવી ગયો છે! આઇઓએસ ૧૩ વિશે જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો પર ફટાફટ નજર ફેરવી લઇએઃ નવી...
ગયા મહિને અખબારો અને ન્યૂઝ સાઇટ્સ પર કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી, ભૂતપૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ, ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું નિધન, વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ અને સન્માન વગેરે મુદ્દાઓ એટલે બધા છવાયેલા રહ્યા કે લાંબા ગાળાની અસરો ધરાવતો અન્ય એક મુદ્દો, જે...
જેમ પેમેન્ટ માટે યુપીઆઇ વ્યવસ્થા લોકપ્રિય થઈ રહી છે, એમ લોન પ્રક્રિયા ઝડપી અને વધુ લાભદાયી બનાવતી ‘સહમતી’ નામની નવી વ્યવસ્થાના પણ લાંબા ગાળાના લાભ દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે એક વાત સતત સાંભળતા આવ્યા છીએ – ઇન્ટરનેટ પર આપણી દરેકે દરેક હીલચાલનું પગેરું...
આપણો વધુ ને વધુ સમય સ્માર્ટફોનના સ્ક્રીન સામે પસાર થતો હોવાની આડઅસર હવે ઘણા લોકો અનુભવવા લાગ્યા છે. તેનો સામનો કરવા માટે મોટા ભાગના ફોનમાં ડાર્ક મોડ અને બ્લુ લાઇટ ફિલ્ટર આવી ગયાં છે - તે કેટલાં ઉપયોગી છે તે વિશે મતમતાંતર છે, પણ પઅજમાયશ જરૂર કરી શકાય. આગળ શું વાંચશો? આ...
આજના ઇન્સ્ટન્ટ મેસેજિંગના યુગમાં પણ પ્રોફેશનલ કામકાજની બાબતે ઈ-મેઇલ હજી લોકપ્રિય છે. તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો કે અન્ય કોઈ મેઇલ સર્વિસનો, તેની નાની નાની વાતોની કાળજી તમારો અને બીજાનો કિંમતી સમય બચાવશે! સ્માર્ટ સોર્ટિંગ તમે જીમેઇલમાં સ્માર્ટ સોર્ટિંગ સુવિધાનો ઉપયોગ...
જો તમને જીમેઇલની સુવિધાઓ વધુ અનુકૂળ લાગતી હોય, પણ અન્ય મેઇલ સર્વિસ પણ ચાલુ રાખી હોય તો તેમાંના તમામ મેઇલ્સ જીમેઇલમાં લાવી શકાય છે. છેલ્લા ઘણા સમયથી વધુ ને વધુ લોકો ઈ-મેઇલ સર્વિસ માટે જીમેઇલનો ઉપયોગ કરવા લાગ્યા છે. ખાસ કરીને એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ જબરદસ્ત વધ્યા...
એન્ડ્રોઇડ અને આઇફોન લોક્ડ હોય ત્યારે પણ તેમાં આપણા સ્વાસ્થ્ય સંબધિત મહત્ત્વની માહિતી અને ઇમર્જન્સી કોન્ટેક્ટ અન્ય વ્યક્તિ જોઈ શકે તેવું સેટિંગ સમજીએ. ચોમાસુ વિદાય લઈ રહ્યું છે અને ફુલગુલાબી ઠંડીના ખુશનુમા દિવસો નજીક આવી રહ્યા છે. સૌની જેમ કદાચ તમને પણ વહેલી સવારે...
લોકપ્રિય ક્વિઝ શોમાં આપણે ઘેરબેઠાં ભાગ લઈને ઇનામ જીતી શકીએ છીએ, તેમ હેકર્સ આપણને આ શોને નામે લૂંટવાની ફિરાકમાં પણ છે. આગળ શું વાંચશો? હકીકત શું છે? ઇનામ કેવી રીતે મળે છે? હેકર્સ કેવી ટ્રિક અજમાવે છે? નમસ્કાર, મૈં અમિતાભ બચ્ચન, કૌન બનેગા કરોડપતિ સે બોલ રહા હૂં…!’’ જો...
રિલાયન્સ જિઓના ચેરમેન મુકેશ અંબાણીએ મોબાઇલ નેટવર્ક સર્વિસમાં જિઓથી ધમાલ મચાવ્યા પછી હવે તેમણે જિઓ ફાયબરથી નવેસરથી કેબલ બ્રોડબેન્ડ કનેકશન અને સાથોસાથ ડાયરેક્ટ ટુ હોમ ટીવી ઇન્ડસ્ટ્રીને ઉપરતળે કરી નાખવાની તૈયારીઓ કરી લીધી છે. તેમણે જિઓ ફાયબર સર્વિસને સપ્ટેમ્બર ૨૦૧૯થી...
સરસ મજાનો ઝરમર વરસાદ વરસતો હોય, તમે બાલ્કનીમાં મસાલા ચાની ચૂસકી લઈ રહ્યા હો અને બાજુમાં કોઈના ઘરમાંથી, રેડિયો પર તમારા કોઈ મનગમતા ગીતની આછી ટ્યૂન સાંભળવા મળે, તો એ આખું ગીત સાંભળવાની મનમાં કેવી કસક ઊઠે? આજના સમયમાં, સ્માર્ટફોન ઉઠાવો અને યુટ્યૂબ કે સાવન, ગાના જેવી કોઈ...
જો તમે તમારા કામકાજ માટે જીમેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારો અનુભવ હશે કે આપણને આવેલા ઈ-મેઇલ પર આપણે આગળ શું કામ કરવાનું છે તેની ટૂંકી નોંધ કરવાની સગવડ મળે તો બહુ ઉપયોગી થાય. કારણ સાદું છે. કોઈ આપણને ઈ-મેઇલ મોકલે ત્યારે જો તેમાં એ વિશેની પૂરતી ચોખવટ ન કરી હોય તો...
જો તમારે નિયમિત રીતે પીસી કે લેપટોપ પર કામ કરવાનું થતું હશે તો બીજા ઘણા લોકોની જેમ કદાચ તમને પણ ફાઇલ્સ કામચલાઉ ધોરણે ડેસ્કટોપ પર સેવ કરી લેવાની ટેવ હશે. પરંતુ એ ફાઇલ્સ પછી ડેસ્કટોપ પર કાયમ માટે ગોઠવાઈ જતી હોય છે! આ કારણે ધીમે ધીમે ડેસ્કટોપ પર ફાઇલ્સ, ફોલ્ડર્સના...
દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં એમેઝોનનાં જંગલોમાં દાવાનળની સંખ્યા અને વ્યાપ વધી રહ્યાં છે અને આખા વિશ્વને તેની દૂરગામી અસરોની ચિંતા થવા લાગી છે. સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પર દાવાનળની તસવીરો સાથે ક્લાઇમેટ ચેન્જ સામે આક્રોષ ઠાલવી રહ્યા છે, પણ આ તસવીરો બહુ જૂની હોવાનું...
ફોન ધીમો પડી ગયો એવું લાગતું હોય કે કોઈ એપ વારંવાર ક્રેશ થઈને પજવતી હોય તો તેનું કારણ ‘કેશ’ હોઈ શકે છે. તેની નિયમિત સફાઈ જરૂરી છે. આપણા ઘરમાં કે બેન્ક એકાઉન્ટમાં કેશ જમા થાય એ ખુશીની વાત છે, પણ સ્માર્ટફોનમાં ‘કેશ’ જમા થાય એ તકલીફની વાત છે કારણ કે સ્માર્ટફોનમાં કેશનો...
હમણાં બહાર આવેલી વિગતો મુજબ, અસલી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી કેટલીક રેસિંગ ગેમ્સ, બનાવટી પ્લે સ્ટોર એપ ડાઉનલોડ કરવાનું સૂચવતી હતી અને પછી એડ્સ બતાવતી હતી. આગળ શું વાંચશો? બનાવટી એપ કેવી રીતે પારખશો? બાળકો પર નિશાન એન્ડ્રોઇડ ફોનમાં કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરવી હોય ત્યારે...
પીસી કે સ્માર્ટફોનમાં કોઈ મહત્ત્વનું કામ કરતાં કરતાં કંટાળો આવે ત્યારે લોકો થોડો બ્રેક લેવા માટે ફરી ઇન્ટરનેટને જ શરણે જતા હોય છે. આ ‘થોડો બ્રેક’ બહુ લાંબો ન બની જાય એ માટે... તમે અમદાવાદની પોળોમાં ક્યારેય ફુરસદે આંટો મારવા નીકળ્યા છો? આપણે રીલિફ રોડ કે માણેક ચોક જેવા...
આગળ શું વાંચશો? ગૂગલ સ્પ્રેડશીટમાં ડ્રોપડાઉન લિસ્ટ કેવી રીતે ઉમેરી શકાય? ઘણી વેબસાઇટ પર કોઈ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમારો અનુભવ હશે કે અમુક પ્રશ્નોના જવાબ માટેના બોક્સમાં એક ડ્રોપ-ડાઉન એરો જોવા મળે છે. તેને ક્લિક કરતાં આપણને સંભવિત જવાબોની એક યાદી જોવા મળે છે, જેમાંથી...
સ્માર્ટફોનમાં આંગળી ઇશારે કે વોઇસ કમાન્ડથી હાજર થઈ જતા ગૂગલ આસિસ્ટન્ટ પાસે આપણે ઘણાં કામ કરાવી શકીએ છીએ, જેમ કે ટેક્સી બુકિંગ માટે ભાડાં સરખાવી આપવાનું કામ! તમારે અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તાથી કાંકરિયા જવું હોય અને પોતાનું વાહન ન હોય, ચોમાસામાં પણ ધોમ તડકો હોય તો...
ચીનની અને હવે તો ભારતની પણ ટોચની ત્રણ ફોન મેન્યુફેકચરિંગ કંપની ઓપો, વિવો અને ઝાયોમી એક મેકના ફોનમાં યૂઝર્સ સહેલાઈથી ફાઇલ ટ્રાન્સફર કરી શકે તેવી સુવિધા વિકસાવી રહ્યા છે. સાદા શબ્દોમાં આ ત્રણ કંપનીમાંથી કોઈનો પણ ફોન ધરાવતી વ્યક્તિ આ જ કંપનીના અન્ય ફોનમાં કોઈ થર્ડ પાર્ટી...
નેધરલેન્ડસની એક સ્વૈચ્છિક સંસ્થાએ હમણાં એક સ્ફોટક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે વિશ્વની જાણીતી ટેક કંપનીઝ નવી ટેકનોલોજીની મદદથી કેવી રીતે વિશ્વમાં વ્યાપક હિંસાનું જોખમ વધારી રહી છે તેની વિગતો આપી છે. આ રિપોર્ટમાં વિશ્વની ૫૦ ટેક કંપનીની કામગીરી ત્રણ રીતે તપાસવામાં...
ભારતમાં ઓનલાઇન શોપિંગનો વ્યાપ મોબાઇલ્સ કે ફેશન એક્સેસરીઝથી વધીને હવે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સુધી વિસ્તરી ગયો છે. બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવી કંપની ઘર આંગણે કરિયાણા અને શાકભાજીની ડિલીવરી કરવા લાગી છે. આ કંપનીઝ સમારેલાં શાકભાજી સુદ્ધાં ડિલીવર કરે છે. એમેઝોન પર...
સમગ્ર વિશ્વની ટેક કંપનીઝ માટે ભારત સૌથી મોટું અને સૌથી ફેવરિટ બજાર બની રહ્યું છે. ચાઇનીઝ મોબાઇલ મેન્યુફેકચરિંગ કંપનીઝે ભારતીય માર્કેટને લગભગ સર કરી લીધું છે તો બીજી તરફ ગૂગલ, ફેસબુક, વોટ્સએપ વગેરે માટે પણ ભારત સૌથી મોટો યૂઝર બેઝ આપે છે. ઓનલાઇન શોપિંગ ક્ષેત્રે એમેઝોન...
હું ‘સાયબરસફર’ મેગેઝિનનો લાંબા સમયથી વાચક છું. ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર મેગેઝિનના દરેક અંક વાંચ્યા છે. અંક હાથમાં આવતાં જ વાંચી જવાની તાલાવેલી જાગે છે અને અેક જ દિવસમાં મેગેઝિન વાંચી જાઉં છું. ખરેખર ખૂબ જ શીખવા મળ્યું છે. મારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આનો...
છેલ્લાં એક દાયકાથી ૨.૫ અબજથી વધુ સાધનો સુધી પહોંચેલી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના નામકરણમાં હવે ફેરફાર થઈ રહ્યો છે. ગૂગલ દર વર્ષે પોતાની આ ઓપરેટિંગ સિસ્ટમનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરે છે. અત્યાર સુધી ગૂગલે દરેક વર્ઝનને કોઈ ને કોઈ ડેઝર્ટ એટલે કે મીઠી વાનગીનું નામ આપવાની...
રોજિંદી ફિટનેસ જાળવવામાં મદદરૂપ થતી ગૂગલ ‘ફિટ’ એપનો નજીકનો પરિચય. આગળ શું વાંચશો? ગૂગલ ફિટ એપનાં મુખ્ય પાસાં સમજીએ ગૂગલ ફિટ એપનો ઉપયોગ શરૂ કરીએ દૈનિક પ્રવૃત્તિની નોંધ કેવી રીતે થશે? ગૂગલ ફિટ સાથે અન્ય એપ્સ કનેક્ટ કરી શકાય આપણાં લક્ષ્ય કેવાં હોવા જોઇએ? ફિટ એપની બેટરી...
એકદમ ટૂંકો અને સાદો જવાબ આટલો જ હોઈ શકે - વધુ પડતી ગરમીને કારણે. જરા ટેકનિકલ ભાષા વાપરવી હોય તો એમ કહી શકાય કે ‘થર્મલ રનઅવે’ નામની પ્રક્રિયાને કારણે. પરંતુ એ તો દેખીતું છે કે ‘સાયબરસફર’ના વાચકને તદ્દન ટૂંકા કે સાદા જવાબમાં રસ ન હોય, એટલે આપણે જવાબમાં વધુ ઊંડા ઉતરીએ....
ફોટોઝ એપમાં હવે નબળા નેટ કનેક્શનમાં પણ ઝડપથી બેકઅપ લઈ શકાશે. ‘‘દરેક તસવીરમાં કંઈક મજાની સ્ટોરી છૂપાયેલી હોય છે...’’ આ વાત રોજેરોજ વોટ્સએપ, ફેસબુક કે ટવીટરમાં ઢગલાબંધ આવતી તસવીરો જોવાથી ન સમજાય કે ન સમજાય,. પોતાના પરિવાર કે મિત્રો સાથેની તસવીરો ફંફોસીએ ત્યારે ચોક્કસ...
નવા નવા ફોનની જાહેરાતો જોઈને આપણને નવો ફોન ખરીદવાનું મન થઈ આવે એ જુદી વાત છે, પણ ખરેખર ફોન જૂનો થયો કે નહીં એ જાણવા ફોનના હાર્ડવેર, સોફ્ટવેર બંને તપાસવાં પડે. આપણે વાત વાતમાં કહેતા હોઇએ છીએ કે ટેકનોલોજી બહુ ઝડપથી વિકસી રહી છે, પણ એની ખરેખર આપણા જીવન પર શી અસર થાય છે...
આપણા ફોટોગ્રાફ્સ ‘ચોરી લેતી’ ફેસએપની જેમ બધી એપ જોખમી બની શકે છે. આગળ શું વાંચશો? પહેલાં શું બન્યું? પછી શું બન્યું? હકીકત શું છે? ફોટો એક્સેસ પરમિશનનો મુદ્દો શો છે? ફેસએપની શરતોનો અંશઃ ઘરડા થવું કોઈને ગમતું નથી, એ તો સૌ જાણે છે અને સૌના મનની વાત છે, પણ ઘરડા થયા પછી...
એક્સેલમાં ડેટા એન્ટ્રીની ઝડપ અને ચોક્સાઇ બંને વધારવાં હોય તો આપણી ભૂલો સુધારવાની જવાબદારી પ્રોગ્રામના શિરે નાખી દો! સ્માર્ટફોન કે કમ્પ્યુટરના ઉપયોગમાં જો આપણે બે વાતનું ધ્યાન રાખી શકીએ તો આપણે ખરેખર તેના ‘પાવર યૂઝર’ કે ‘સ્માર્ટ યૂઝર’ બન્યા કહેવાઈએ. પહેલું ધ્યાન એ...
ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર યૂઝર્સ એટલે કે આપણા ડેટાના આધારે જ ચાલે છે. આપણું ટ્રેકિંગ હદ બહારનું વધી રહ્યું છે ત્યારે ‘ડકડકગો’ની મદદથી આપણી ઘણી પ્રાઇવસી જાળવી શકીએ છીએ. આગળ શું વાંચશો? ડકડકગોની શરૂઆત ડકડકગોનો ઉપયોગ કઈ રીતે થઈ શકે જો તમે ફ્લેટમાં રહેતા હો તો બાલકની તો...
આજના ટેક્નોલોજી યુગમાં, નોકરી માટે પહેલાં ફોન પર જ ઇન્ટરવ્યૂ લેવાનું વલણ વધી રહ્યું છે, ત્યારે આવા ઇન્ટરવ્યૂ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણી લો. આગળ શું વાંચશો? ઇન્ટરવ્યૂ લેનાર વિશે જાણો કઈ માહિતી ફરી તપાસવી? કંપની વિશે જાણો ઇન્ટરવ્યૂ પહેલાં જ વિવિધ બાબતો નક્કી...
સોશિયલ મીડિયા પર બીજાનું ધ્યાન ખેંચવા માટે અને એ જ કારણસર એડવર્ટાઇઝિંગમાં એક અનોખા પ્રકારના મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. આગળ શું વાંચશો? સિનેમાગ્રાફ શું છે? સિનેમાગ્રાફ કેવી રીતે બનાવી શકાય? જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટવીટર પર ખાસ્સા એક્ટિવ હશો તો ક્યારેક ને...
માઇક્રોસોફ્ટે રજૂ કરેલા નવા ડેમો મુજબ, કોઈ વ્યક્તિ હોલોગ્રામ સ્વરૂપે વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચીને, પોતે જાણતી ન હોય એવી ભાષામાં વાતચીત કરી શકે છે! હમણાં જોરદાર ગાજેલી ‘એવેન્જર્સ એન્ડગેમ’ જેવી મૂવીઝમાં માર્વેલ સુપરહીરોઝને હવામાં જ મોનિટરની જેમ ડેટા એક્સેસ કરતા...
આપણે કેવા વિરોધાભાસો વચ્ચે જીવી રહ્યા છીએ એનાં બે સ્પષ્ટ ઉદાહરણ આ અંકમાં તમને જોવા મળશે! એક તરફ ગૂગલ ફિટ જેવી સર્વિસ છે, જેની મદદથી આપણે આપણી રોજબરોજની શારીરિક ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓની આપોઆપ (અથવા જાતે, પણ સરળતાથી) નોંધ રાખીને સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. આ એપ આપણે...
ગૂગલ ફિટ આપણા ફોનમાંના વિવિધ સેન્સર્સ જેમ કે એક્સેલરોમીટર, સ્ટેપ કાઉન્ટર, સિગ્નિફિકન્ટ મોશન કાઉન્ટર તથા જીપીએસ આધારિત લોકેશન ટ્રેકિંગ વગેરેની મદદથી આપણાં પગલાં માપી શકે છે. આ એપનું અલ્ગોરિધમ એટલું સ્માર્ટ છે કે આપણે ચાલવાને બદલે સાઇકલ, બાઇક કે કારમાં ક્યાંય જઈ રહ્યા...
મોબાઇલ માર્કેટમાં એક તરફ વધુ ને વધુ પાવરફૂલ મોબાઇલ લોન્ચ થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ વિશ્વના વિકસિત દેશોમાં એક બહુ મોટો વર્ગ એવો પણ છે, જે હવે મોબાઇલ યુગમાં પ્રવેશી રહ્યો છે. આ વર્ગના લોકો શરૂઆતમાં પ્રમાણમાં ઘણા સસ્તા અને પરિણામે નબળાં સ્પેશિફિકેશનવાળા ફોન ખરીદે છે....
તાજેતરમાં એચડીએફસી બેન્કે પોતાના ઓનલાઇન બેન્કિંગ યૂઝર્સને યુપીઆઈ વ્યવસ્થાનો ગેરલાભ લઇને એકાઉન્ટમાંથી નાણાં સેરવી લેવાના નવા કૌભાંડ સામે ચેતવ્યા છે. અહેવાલો અનુસાર બેન્કે પોતાના યૂઝર્સને જાણ કરી છે કે તેઓ પોતાના મોબાઇલમાં ‘એનીડેસ્ક’ જેવી રિમોટ ડિવાઇસ કન્ટ્રોલ એપ્સ...
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેર અને મહારાષ્ટ્ર રાજ્ય એટીએમ ફ્રોડની દૃષ્ટિએ પણ દેશમાં પહેલા નંબરે છે. ૨૦૧૮-૧૯ના આંકડા અનુસાર એટીએમ ફ્રોડના કુલ ૯૮૦ કિસ્સાઓમાંથી સૌથી વધુ ૨૩૩ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. દિલ્હી અને તમિલનાડુ ત્યાર પછી ૧૭૯ અને ૧૪૭ કેસ સાથે બીજા અને...
અમેરિકા અને ઉત્તર કોરિયા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો? તો કયા દેશના કયા અમુબોમ્બથી કેટલી જાનહાનિ થઈ શકે એનો ખાસ્સો સચોટ અંદાજ આપણે જાણી શકી છીએ. આગળ શું વાંચશો? અમેરિકાનાં અણુશસ્ત્રોની યાદી ઇન્ટરએક્ટિવ ડેટા વિઝ્યુઅલાઇઝેશન્સ ન્યૂકમેપ મિસાઇલમેપ અમેરિકન...
મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમ છેલ્લા થોડા સમયથી પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવાની મથામણ કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમ માટેની સર્વિસ શરૂ કર્યા પછી હવે પેટીએમ લોકોને ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન પણ આપશે.આ અગાઉ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક, પેટીએમ પોસ્ટ પેઇડ...
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (ડીઓટી)એ ભારતમાં ફોનની ચોરી અટકાવવા તથા નકલી સેલફોનનું દૂષણ ડામવા માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ‘સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર’ નામનો આ પ્રોજેક્ટ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.આ...
‘સાયબરસફર’ મેગેઝિનથી ઇમ્પ્રેસ થઈ જવાય એવું છે. લેખોનું બહુ સારું કલેક્શન થાય છે. લવાજમનું રોકાણ કર્યાનો આનંદ અને એનું પૂરેપૂરું મૂલ્ય મળે છે! - હર્ષિલ ઠક્કર, વડોદરા ‘સાયબરસફર’ના જૂન ૧, ૨૦૧૯ અંકમાં, ‘‘તમે કેટલું વાંચો છો?’’ લેખ સાથે હું પૂરેપૂરો સંમત છું. આજની પેઢીએ...
[alert-note] અપડેટઃ આ લેખમાં જે એપની વાત કરી છે તેનો ‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૮ અંકમાં વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૯માં ગૂગલે જાહેર કર્યું કે તેણે આ એપ ખરીદી લીધી છે.[/alert-note] જો તમે વિદ્યાર્થી, શિક્ષક, તમારા સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં...
માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે સંખ્યાબંધ પેજિસ ધરાવતા કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હોઇએ ત્યારે ટેક્સ્ટ એડિટિંગની કેટલીક ખાસ પ્રકારની ખાસિયતો જાણતા હોઇએ તો આપણું કામ ઘણું સહેલું બની શકે છે તેમ જ, સમય બચવાની સાથોસાથ આપણા કામમાં ચોક્સાઈ વધી શકે છે.તમારો અનુભવ હશે કે...
ધારો કે તમે ખાસ્સી મહેનત કરીને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. પરંતુ ધમાકેદાર પ્રેઝન્ટેશન તૈયાર કરવાના ઉત્સાહમાં તમે પ્રેઝન્ટેશનની ફાઇલને થોડા થોડા વખતે સેવ કરવાનું ભૂલી ગયા. હવે બનવા જોગ પાવર સપ્લાયમાં ઊંચ-નીચ થઇ કે બીજા ગમે તે કારણસર તમારું...
‘‘અમે માનીએ છીએ કે આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ એક કલાકાર છે અને પોતાનું કલાત્મક પાસું તપાસવાનો અને વિશ્વ સાથે શેર કરવાનો સૌથી સારો રસ્તો ફોટોગ્રાફી છે’’. જો તમે આ વાત સાથે સહમત થતા હો તો તમને ગમે તેવી એક વેબસાઇટ છે https://photzy.com. સમગ્ર વિશ્વમાં પથરાયેલા અને...
જીએસટી આવ્યા પછી, જો આપણે જીએસટી નંબર ધરાવતા હોઇએ તો આપણે જે જે જગ્યાએ જીએસટી ચૂકવ્યો હોય તેની રસીદો સાચવવાની ઝંઝટ વધી ગઈ છે. કારણ કે આપણે ચૂકવેલો જીએસટી આપણા જીએસટી રીટર્નમાં બાદ મેળવવાનો હોય છે. તમે જીએસટી નંબર ન ધરાવતા હો તો પણ ઘરના સામાન્ય હિસાબ કિતાબ જાળવવા માટે...
ઇન્ટરનેટ માહિતીનો મહાસાગર છે અને એ જ તેની સૌથી મોટી તકલીફ છે. આપણને જોઇતી માહિતી શોધવામાં ગૂગલ ઘણે ઘણે અંશે મદદરૂપ થાય છે તેમ છતાં ઘણું બધું કન્ટેન્ટ, જે આપણને ઉપયોગી થઈ શકે તેમ હોય તે આપણી નજરથી દૂર રહી જાય છે. તેનું કારણ એ છે કે આપણે એ જ વસ્તુ સર્ચ કરી જ શકીએ છીએ...
ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યા પછી અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા હતી પરંતુ છેલ્લી ઘડીએ અમેરિકન પ્રમુખે ઇરાન પરનો વાસ્તવિક હુમલો અટકાવ્યો. પરંતુ હવે બહાર આવી રહેલી વિગતો અનુસાર અમેરિકન પ્રમુખે ઇરાન પરના સાયબર હુમલાને લીલીઝંડી આપી દીધી હતી. એવું...
તમને કદાચ યાદ હશે કે આપણે ‘સાયબરસફર’ના જુલાઈ ૨૦૧૮ અંકમાં વાત કરી હતી કે ગૂગલ કંપની રિચ કમ્યુનિકેશન સર્વિસિસ (આરસીએસ) તરીકે ઓળખાતી ટેકનોલોજીની મદદથી એસએમએસમાં પ્રાણ ફૂંકવાની કોશિષ કરી રહી છે. અત્યારે વોટ્સએપ, મેસેન્જર વગેરે સર્વિસમાં સામેની વ્યક્તિ પણ એ જ એપનો ઉપયોગ...
ભારતમાં જૂની વસ્તુ ઓનલાઇન વેચવાનું વલણ વધ્યું છે અને ઓનલાઇન રકમની આપલે સહેલી અને લોકપ્રિય બની રહી છે, તેમ તેમ ઠગો તેનો લાભ લેવાના નવા રસ્તા અપનાવવા લાગ્યા છે. એક તરફ ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટની સગવડ લોકપ્રિય થતી જાય છે. બીજી તરફ, ઘરમાં...
એક્સેલમાં આપણે ડેટા ટેબલને વિવિધ પ્રકારના ચાર્ટ સ્વરૂપે બતાવી શકીએ છીએ એ તો આપણે જાણીએ છીએ. એક્સેલમાંથી ચાર્ટને વર્ડમાં લાવી શકાય એ પણ આપણે જાણીએ છીએ, પણ વર્ડમાં જ ડેટા ટેબલમાંથી ચાર્ટ બનાવવો હોય તો? એ પણ શક્ય છે! એ માટે વર્ડમાં કોઈ ડેટા સાથેનું ટેબલ તૈયાર કરો. તેને...
તરકટી ઈ-મેઇલ મોકલીને આપણને સકંજામાં લેવાની રીત જૂની છે, પણ તેમાં નવી નવી તરકીબો ઉમેરાઈ રહી છે. એક ઓનલાઇન ક્વિઝનો લાભ લઈને તમે આ બાબતની તમારી સમજ કેટલી ધારદાર છે તે તપાસી શકો છો. આગળ શું વાંચશો? ફિશિંગ સમજાવતી ક્વિઝ જોખમી યુઆરએલ કેવી રીતે પારખશો? તરકટી ઈ-મેઇલ્સ...
જો તમે વ્યસ્ત એક્ઝિક્યુટિવ હો તો તમારું કામ ચોક્કસ પણે મોબાઇલ અને ડેસ્કટોપ વચ્ચે વહેંચાયેલું રહેતું હશે. ઘણી વાર એવું પણ બનતું હશે કે તમારે ડેસ્કટોપમાં કંઇક કોપી કરીને તેને મોબાઇલમાં વોટ્સએપમાં પેસ્ટ કરીને આગળ મોકલવાનું થાય. આવી સ્થિતિનો એપલ બહુ સરસ ઉપાય આપે છે....
અમદાવાદના બે યુવાનોએ ક્રિકેટ માટેના પ્રેમને સ્ટાર્ટઅપમાં ફેરવીને, લોકલ મેચના સ્કોરને પણ ડિજિટલ બનાવતી અને ખેલાડીને પોતાની ગેમ તપાસવા/સુધારવામાં મદદ કરતી એપ વિક્સાવી છે. ભરબપોરે બિલ્ડિંગનો છાંયો શોધીને તૂટલું ફૂટલું બેટ લઈને ‘મેદાન’માં ઊતરતો ટાબરિયો હોય કે પછી રોજ...
અરે, હજી હમણાં તો એટીએમમાંથી આટલા હજાર લાવ્યા હતા, આટલી વારમાં બધા ખર્ચાઈ પણ ગયા? રૂપિયા ક્યાં ગાયબ થાય છે એ ખબર પણ પડતી નથી!’’ આવો ડાયલોગ લગભગ દરેક ઘરમાં, અવારનવાર બોલાતો હશે, પછી આવક ભલે ગમે તેટલી હોય! આપણને ખબર પણ ન પડે એ રીતે રૂપિયા ગાયબ થવાનાં બે કારણ હોઈ શકે, એક...
ઘણા લોકો આપણને મોકલેલો ઈ-મેઇલ આપણે ઓપન કર્યો કે નહીં તેનું ટ્રેકિંગ કરતી સર્વિસની મદદ લેતા હોય છે. તમે ઇચ્છો તો તેમને એમ કરતાં રોકી શકો, આ રીતે… આગળ શું વાંચશો? ઈ-મેઇલ ટ્રેકિંગ કેવી રીતે કામ કરે છે? ટ્રેક થતા ઈ-મેઇલ કેવી રીતે પારખવા? ઈ-મેઇલ ટ્રેકિંગ રોકવાનો સહેલો...
આ એપની મદદથી તમે બાળકને ડ્રોઇંગ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) કે મશીન લર્નિંગ કેવી રીતે કામ કરે છે એ પણ શીખવી શકશો! ફિલ્મ ‘તારે ઝમીં પર’ યાદ છે? ફિલ્મના અંતે, સ્કૂલના એમ્ફીથિયેટરમાં યોજાયેલી પેઇન્ટિંગ કોમ્પિટિશન યાદ કરો. હવે, ઇશાન કે તેના ‘રામ શંકર નિકુંભ’...
મોબાઇલમાં સેલ્ફી લેવાની સગવડે આપણને સૌને નવેસરથી પોતાના પ્રેમમાં પાડી દીધા છે, પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે સેલ્ફીને બિલકુલ અલગ એંગલથી જોઈ શકે છે. આવી એક વ્યક્તિ છે નિર્મિત નિશિથ વૈશ્નવ. નિર્મિતભાઈ પંદરેક વર્ષથી ગુજરાતી અને હિન્દી થિએટર, ટીવી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી...
આજના સમયમાં નોકરી આપનાર, દરેક ઉમેદવારના બાયોડેટા તપાસવા માટે બહુ મર્યાદિત સમય ફાળવતા હોય છે. એટલા ટૂંકા સમયમાં એમનું ધ્યાન ખેંચતાં આવડવું જોઈએ. રિઝ્યૂમ કે બાયોડેટા... ભલભલાને ડરાવનારા શબ્દો છે. કારણ એ કે જો તમે તાજા જ કોલેજમાંથી બહાર નીકળ્યા હો, તો રેઝયુમેમાં લખવા...
વોટ્સએપ પેમેન્ટ ભલે અટવાઈ ગયું, તેમાં આર્થિક લેવડદેવડના નવા રસ્તા શોધાવા લાગ્યા છે! ફોન રિચાર્જ કરવો, લાઇટનાં બિલ ભરવાં, ઇન્સ્યોરન્સનાં પ્રીમિયમ ભરવાં વગેરે બધાં કામ હવે બહુ સહેલાઈથી ઓનલાઇન થઈ શકે છે. એ માટે આપણે પેટીએમ કે ફોન પે કે યુપીઆઈ જેવી કોઈ એપની મદદ લેવી પડે એ...
વર્લ્ડકપ ફીવર વચ્ચે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની વારંવાર આપણને યાદ અપાવે છે કે ‘યે ગેમ હૈ મહાન’. ક્રિકેટ માટેની આ વાત ચોક્કસ સાચી, પરંતુ આ લાઇન જે એપ માટે ઉપયોગમાં લેવામાં આવી છે તેને માટે મહાન શબ્દ વાપરવામાં મુશ્કેલી થાય એમ છે. ડ્રીમઇલેવનની સફળતાને પગલે આપણા દેશમાં...
ફેક ન્યૂઝ ફેલાવવામાં ફોટોશોપનો દુરૂપયોગ વધી રહ્યો છે ત્યારે એડોબ કંપનીએ તેનો સામનો કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડી છે. જ્યારે પણ લીલો ઝંડો ફરકાવતા નરેન્દ્ર મોદી કે ગાંધીજીને બદલે ઔરંગઝેબની તસવીરવાળી રાહુલ ગાંધીની ઓફિસની તસવીર આપણને વોટ્સએપમાં મળે ત્યારે હવે...
જો ‘સાયબરસફર’નો મે-૨૦૧૯નો અંક મેં ગુમાવ્યો હોત તો ઘણી માહિતીથી અજાણ રહી ગયો હોત, ઘણો ઘણો આભાર! - દર્શન મારુ, વડોદરા ‘સાયબરસફર’ના લેખો જોરદાર હોય છે. હવે લાઇ-ફાઇ ટેક્નોલોજી વિશે પણ એક વિગતવાર લેખ આપશો. - અજ્ઞાત વાચકમિત્ર હું તમારા ‘સાયબરસફર’ના અભિયાન કે જેમાં તમે...
આપણને ગૂગલ કેટલી હદે ટ્રેક કરી શકે છે એનું એક નવું ઉદાહરણ સામે આવ્યું છે, જે આમ તો જૂનું છે! થોડા સમય પહેલાં મોબાઇલમાં ‘ગૂગલ નાઉ’ નામની સર્વિસમાં આપણે કંઈ પૂછીએ નહીં તો પણ, આપણે કામની હોય શકે તેવી માહિતી સામે ચાલીને દર્શાવવામાં આવતી હતી. હવે ગૂગલ નાઉની મોટા ભાગની...
ભારતમાં એપલની પહોંચ હજી બહુ મર્યાદિત હોવાથી એપલે તેની ઓએસના નવા વર્ઝનમાં, ભારતીય યૂઝર્સને રીઝવવાનો પ્રયાસ કર્યો છે! આગળ શું વાંચશો? ભારતીય યૂઝર્સ માટેના ફેરફારો ઓએસમાં અન્ય નવી સુવિધાઓ આપણે ગયા મહિનાના ‘સાયબરસફર’ અંકમાં એન્ડ્રોઇડના ૧૦મા વર્ઝનમાં આવી રહેલા મોટા...
જુદી જુદી ઓનલાઇન કંપનીઝ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે વાસ્તવિક રીટેઇલ મોલ્સમાં પણ ટેકનોલોજી કામે લગાડવાની હરીફાઈ શરૂ થઈ છે. એમેઝોન કંપનીએ ‘એમેઝોન ગો’ નામે એવા રીટેઇલ સ્ટોર્સ શરૂ કર્યા છે. લોકો સ્ટોરમાં પ્રવેશીને શેલ્ફ પરથી જુદી જુદી ચીજવસ્તુઓ ઉઠાવીને આરામથી...
લાંબા સમયની અટકળો પછી છેવટે ગયા મહિને ફેસબુકે તેની આગવી ‘ક્રિપ્ટોકરન્સી’ની જાહેરાત કરી. અખબારોમાં આ સમાચાર થોડા-ઘણા ચમક્યા અને પછી ભૂલાઈ ગયા કારણ કે આખરે આ નવા પ્રકારની કરન્સી આવતા વર્ષના મધ્ય સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે. ક્રિપ્ટોકરન્સીની વાત નીકળે ત્યારે આપણા મનમાં...
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની વ્યવસ્થા નાના બિઝનેસીસ માટે વધુ સરળ બનાવવા માટે જીએસટી નેટવર્ક તરફથી રૂા. ૧.૫ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને માટે ફ્રી એકાઉન્ટિંગ અને બિલિંગ સોફ્ટવેર આપવાની શરૂઆત કરવામાં આવી છે. જીએસટી...
તમે એપલના સફારી કે ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો તો જાણતા હશો કે તેમાં લાંબા સમયથી રીડર ફ્રેન્ડલી રીડિંગ મોડની સુવિધા ઉપલબ્ધ છે. આપણે કોઈ વેબસાઇટ પર કોઈ વેબ આર્ટિકલ વાંચી રહ્યા હોઈએ ત્યારે સામાન્ય રીતે એ વેબ પેજ પર આપણને જે કન્ટેન્ટમાં રસ હોય તેના ઉપરાંત ઘણા બધા...
ભારત સરકારે આધાર વ્યવસ્થામાં નવા સુધારા સૂચવતો ખરડો લોકસભામાં રજૂ કર્યો છે. ભારતની લગભગ તમામ વસતીને આગવી ઓળખ આપવાની વિશાળ અને લાંબી કવાયત પછી આધારની વ્યવસ્થા કાયદાકીય ગૂંચવણો અને ખાસ કરીને ડેટાની સલામતી તથા પ્રાયવસીના મુદ્દે અટવાઈ પડી છે. આધાર આધારિત વેરીફિકેશનથી...
શાળામાં કે ઘરમાં નાના બાળકોને પૃથ્વી પરની અક્ષાંશ-રેખાંશ રેખાઓનો કન્સેપ્ટ સમજાવવો હોય તો હવે પેલા જૂના અને જાણીતા પૃથ્વીના ગોળાની મદદ લેવી જરૂરી રહી નથી. પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ અર્થની વેબસાઇટ પર જઇને અથવા મોબાઇલમાં ગૂગલ અર્થની એપમાં પૃથ્વીના ગોળા પર...
છેલ્લા થોડા સમયથી ઝાયોમી અને એમઆઈ ફોનમાં કંપનીએ યૂઝર્સને જાહેરાતો બતાવવાનું શરૂ કરતાં ફોન યૂઝર્સમાં ખાસ્સો વિરોધ જાગ્યો હતો. આ કંપનીની પોતાની એપ્સમાં જાહેરાત જોવા મળે એ તો હજી કદાચ સમજી શકાય પણ કંપનીએ ફોનની સેટિંગ્સ એપમાં પણ પોતાની જાહેરાતો બતાવવાનું શરૂ કર્યું હતું....
એપ કેબ સર્વિસ ઉબરનો લાભ લેતી વખતે તમને જાત ભાતના ડ્રાઇવર્સનો ભેટો થતો હશે. કોઈ માથું પકવી નાખે એટલા વાતોડિયા હોય તો કોઈ તેમની સૌમ્ય રીતભાતથી આપણું દિલ જીતી લે અને આપણને થાય કે ભવિષ્યની કોઈ ટ્રીપમાં એ જ ડ્રાઇવર ફરી મળે તો સારું. મળી રહેલા સમાચાર અનુસાર ઉબર એવું એક ફીચર...
એક્સેલમાં કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિવિધ પ્રકારની ગણતરી બહુ ઝડપથી થઈ શકે છે. વાત સાદા સરવાળાની હોય કે પછી અત્યંત જટિલ ગણતરીઓની, એક્સેલ બધું કામ આંખના પલકારામાં કરી શકે છે. એમાં પણ જો આપણે કેટલાક શોર્ટકટ બરાબર જાણતા હોઇએ તો આપણું કામ હજી વધુ ઝડપી બની...
[vc_row][vc_column width="2/3"][vc_column_text] આ વર્ષમાં એન્ડ્રોઇડનું ૧૦મું વર્ઝન (ક્યુ) આવી રહ્યું છે અને એ સાથે, વિશ્વમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનની સંખ્યા અઢી અબજ કરતાં વધી જવાની શક્યતા છે! હાલમાં જ તમે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદ્યો હશે તો...
વિશ્વની અગ્રણી જોબ-સર્ચ સાઇટ ગ્લાસડોરે ગયા વર્ષે દુનિયાની એવી ટોચની કંપનીઓની યાદી બનાવી, જે નવા ટેલેન્ટને આવકારતી હતી, પણ એ કંપનીમાં નોકરી મેળવવા ઉમેદવાર પાસે કોઈ કોલેજની ડિગ્રી હોવી અનિવાર્ય નહોતી. આ કંપનીઓની યાદીમાં ગૂગલ, એપલ અને આઇબીએમ પણ સામેલ છે. કદાચ આ જ...
નવા સમયની ‘નોલેજ ઇકોનોમી’માં તમારી ડિગ્રી નહીં, વિષયની સમજ અને ખરી આવડત જ કામ લાગશે. બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, વોરેન બફેટ, જેફ બેઝોઝ, અને લેરી પેજ - આ પાંચ નામ અત્યારે સફળતા, સિદ્ધિ અને વૈભવના પર્યાય ગણાય છે. આ પાંચેય જણ દુનિયાની સૌથી મોટી પાંચ કંપનીઓ - માઇક્રોસોફ્ટ,...
રોજબરોજના કામને એકમેક સાથે સાંકળતા જીમેઇલના સાઇડબારનો તમે ઉપયોગ કરો છો? તમે કદાચ નોંધ્યું હશે કે આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા પછી આપણે અગાઉના સમય કરતાં વધુ વ્યસ્ત થઇ ગયા છીએ! કારણ દેખીતું છે - હવે આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે અને ગમે તે કામ કરી શકીએ છીએ. કરવા...
તમને ક્યારેય તમારા જીમેઇલ એકાઉન્ટનું યૂઝરનેમ બદલવાની જરૂર લાગી છે? ઈ-મેઇલમાં ઈ-મેઇલ એડ્રેસ અને યૂઝરનેમ એ બંને જુદી જુદી બાબત છે. માની લો કે તમે કોઈ નાનો બિઝનેસ શરૂ કર્યો છે. એને માટે જીમેઇલમાં એકાઉન્ટ ખોલાવતી વખતે તમે કદાચ ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ તરીકે પોતાનું...
તમને કદાચ યાદ હશે કે ગયા વર્ષે (૨૦૧૮માં) ફેસબુકની સલામતી વ્યવસ્થામાં એક ગંભીર ખામી બહાર આવ્યા પછી ફેસબુકે લોકો પોતાની પ્રોફાઇલ ‘વ્યૂ એઝ પબ્લિક’ સ્વરૂપે જોઈ શકે એવી વ્યવસ્થા બંધ કરી દીધી હતી. આ ફીચરની મદદથી આપણે એ જોઈ શકતા હતા કે ફેસબુકના અન્ય યૂઝર્સ અને આપણા ફ્રેન્ડ ન...
જો તમારી પાસે ચાઈનીઝ મોબાઈલ કંપની હુવેઈનો સ્માર્ટફોન હશે તો ગૂગલ અને હુવેઈ વચ્ચેના ગજાગ્રહના સમાચારથી તમે ચિંતામાં મુકાયા હશો. હુવેઈ કંપની યુએસની રાષ્ટ્રીય સલામતી વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી રહી હોવાનું જણાતાં યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે આ કંપનીને પ્રતિબંધિત કંપનીઓની...
‘નવી ટેક્નોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરવામાં આપણા નરેન્દ્રભાઈને કોઈ ન પહોંચે’ આ વાત સાચી ઠરાવતાં ટવીટર પર ભાજપે દરેક વ્યક્તિને પોતાને વ્યક્તિગત જવામ મળ્યાનો સંતોષ આપ્યો! ગયા મહિને, ‘ફિર એક બાર, મોદી સરકાર’નો નારો સાચો સાબિત થયો તેની પાછળ અનેક સ્તરનાં નાનાં-મોટાં કારણો ...
છેલ્લા થોડા સમયમાં ભારતમાં ‘પ્લેયર અનનોન્સ બેટલ ગ્રાઉન્ડ્સ’ એટલે કે પબજી ગેમ જેટલી ઝડપથી લોકપ્રિય થઈ છે એટલી જ ઝડપથી વિવાદાસ્પદ પણ બની છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકાયો હતો અને તેના સંદર્ભ અમુક યુવાનોની ધરપકડ પણ થઈ હતી. આ પ્રતિબંધ પણ પબજી...
મારો કમ્પ્યુટરનો ઉપયોગ હવે તદ્દન ઘટી ગયો છે અને લગભગ બધું જ સર્ફિંગ હવે સ્માર્ટફોન પર જ થાય છે. ફોન રાતદિવસ હાથમાં રહેતો હોવા છતાં, તેમાંની ઘણી બાબતો અજાણી હોય છે અને જાતે એને જાણવા-સમજવાનો સમય હોતો નથી. ‘સાયબરસફર’માંથી ઘણી જાણકારી મળી જાય છે. અભિનંદન! - ધીરેન્દ્ર...
માઇક્રોસોફ્ટ વર્ડની ઘણી બધી ખૂબી એવી છે જે આપણું કામ સરળ અને ઝડપી બનાવે છે, પરંતુ અમુક સંજોગોમાં તે આપણને નડી પણ શકે છે. આવી કેટલીક બાબતો અને તેના ઉપાય જાણી લો! માઈક્રોસોફ્ટ વર્ડ ઘણા બધા પ્રકારની ખૂબીઓ ધરાવતો પ્રોગ્રામ છે. તેમ છતાં તેમાં કામ કરતી વખતે ઘણીવાર અકળામણ...
બુકિંગ માટે ફ્લાઇટ સર્ચ કરીને તમે પોતે તેનું ભાડું વધારતા હો એવું બની શકે છે! આમ તો વેકેશન પડે એ પહેલાંથી આપણાં મનમાં ક્યાંક ફરવા જવાનો સળવળાટ શરૂ થઇ જાય છે. એ સમયે જો ફ્લાઇટ કે રેલવે બુકિંગ કરવા માટે આંગળીઓમાં પણ સળવળાટ ન જાગે તો પછી છેલ્લી ઘડીએ બુકિંગ કરાવતી વખતે...
કેરળ સરકારના શિક્ષણ વિભાગ હેઠળ રચાયેલી એક કંપનીએ હમણાં એક મોટો નિર્ણય લઇને કેરળની શાળાઓના કમ્પ્યુટર્સમાં પ્રોપ્રાઇટરી એપ્લિકેશન્સ અને ઓપરેટિંગ સિસ્ટમ્સ (સાદા શબ્દોમાં માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ્સ!)ને સ્થાને લિનક્સ આધારિત ઓપન સોર્સ ઓપરેટિંગ...
વોટ્સએપમાં ચેટિંગ કરવું સાવ સહેલું છે, પણ તેમાંનાં ગ્રૂપ્સ સંભાળવાં જરા મુશ્કેલ છે! વોટ્સએપ હવે આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. આપણી દરેક સવાર વોટ્સએપ સાથે પડે છે અને વોટ્સએપના મેસેજ જોતાં જોતાં જ રાત્રે આંખો ઘેરાય છે. નજીકના મિત્રો અને સ્વજનોના સાથેના વન-ટુ-વન ચેટિંગ...
અનેક રીતે ઉપયોગી હોવા છતાં, ઇન્ટરનેટ બાળકો માટે સલામત નથી. તેની આ ખામીના ઉપાય તરીકે એક નવા પ્રકારનું સર્ચ એન્જિન વિક્સાવવામાં આવ્યું છે. આગળ શું વાંચશો? કિડલ શું છે? કિડલ ખરેખર ઉપયોગી થાય? સાયબરસફર‘માં વારંવાર એક વાત, ગાઇ વગાડીને કહેવામાં આવે છે કંઈક નવું શીખવું હોય,...
આગળ શું વાંચશો? સ્ટોરેજ વિશેની ગૂંચવણો નવા સ્માર્ટફોનમાં ડાઉનલોડ ફોનની મેમરીમાંના ફોટો ડિલીટ કરવા આમ તો આ સવાલ ન થવો જોઈએ કેમ કે આપણા તમામ ડિજિટલ ફોટોઝને ખરેખર લાંબા સમય માટે સલામત રીતે સાચવવા માટે ગૂગલની ફોટોઝ સર્વિસ શ્રેષ્ઠ હોવા વિશે લગભગ બધા નિષ્ણાતો એક મત છે! આથી,...
ફેસબુક અને ટવીટર પછી હવે વધુ એક ટેક જાયન્ટ ગૂગલે સ્વીકાર્યું છે કે તેના કેટલાક યૂઝર્સના પાસવર્ડ પણ, અસલામત રીતે પ્લેઇન ટેક્સ્ટમાં સેવ થયા હતા. સામાન્ય રીતે જુદી જુદી વેબસર્વિસ દ્વારા પોતાના યૂઝર્સના પાસવર્ડ ‘હેશ’ તરીકે ઓળખાતા એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સેવ કરવામાં આવે છે...
આપણા ઓનલાઇન એકાઉન્ટ્સ અસલામત બનવાનું એક કારણ એ હોય છે કે તે સર્વિસ પાસે આપણા પાસવર્ડની કોપી હોય છે. ઝીરો-નોલેજ ટેક્નોલોજી તેનો ઉપાય આપે છે. આગળના લેખમાં ‘કીપર પાસવર્ડ મેનેજર’ સર્વિસ વિશેની વિગતો જાણીને તમે કીપરની વેબસાઇટ પર પહોંચીને થોડાં થોડાં ખાંખાંખોળાં કરશો તો...
કોઈ એપ તદ્દન સુરક્ષિત નથી, આપણે ફક્ત સાવચેત રહી શકીએ. આગળ શું વાંચશો? ખરેખર શું બન્યું છે? હવે આપણે શું કરવું? આખી વાતનો સાર શું છે? ક્વિક નોટ્સ: વોટ્સએપમાં ડેટાની સલામતી ગયા મહિને આખો દેશ ચૂંટણીનાં પરિણામોની ધમાધમમાં પડ્યો હતો, ત્યારે નવી દિલ્હીના સરકારી અધિકારીઓ...
ગયા અંકમાં આપણે ગૂગલની ફ્રી પાસવર્ડ મેનેજર સર્વિસ વિશે વિગતવાર જાણ્યું હતું. તેના અનુસંધાનમાં વડોદરાના એક વડીલ વાચક મિત્રે આવી બીજી એક સર્વિસના તેમના અનુભવો લખી મોકલ્યા છે. પાસવર્ડ આપણા જીવનનો એક અંતરંગ હિસ્સો બની ગયા છે એ ધ્યાનમાં રાખીને, ‘સાયબરસફર’માં પાસવર્ડની...
અગાઉ આપણે પીસી પર ગૂગલ.કોમ પેજ ઓપન કરીને તેમાં કંઈ પણ સર્ચ કરતા તો આખો સ્ક્રીન ભરીને જુદી જુદી સાઇટ્સ પર લઇ જતાં સર્ચ રિઝલ્ટ્સ આપણને જોવા મળતાં હતાં. સ્માર્ટફોન આવ્યા પછી મોબાઇલ પર સર્ચ રિઝલ્ટ્સમાં ધરખમ ફેરફારો થયા છે. હવે આપણે મોબાઈલમાં ગૂગલ પર કંઈ સર્ચ કરીએ તો...
તમે માઇક્રોસોફ્ટ એક્સેલ અને ગૂગલ શીટ્સ પ્રોગ્રામની સરખામણી કરી છે? એક્સેલ પાર વગરના ફીચર્સ ધરાવતો પ્રોગ્રામ છે, પરંતુ ગૂગલ શીટ્સ પ્રોગ્રામ પણ ધીમે ધીમે તેની ઘણી નજીક પહોંચી રહ્યો છે. જો તમે એક્સેલના પાવરયૂઝર હો તો જુદા જુદા લોકો સાથે શેરિંગ માટે કે ફાઇલ્સને ગમે તે...
ધીમે ધીમે આપણને સૌને એવી આદત પડવા લાગી છે કે આપણે કોઈ પણ સ્થળે જવાનું હોય ત્યારે રસ્તામાં કેટલો ટ્રાફિક નડશે એ આપણે ગૂગલ મેપ્સ ઓપન કરીને તપાસી લઈએ છીએ. ખાસ કરીને, ઘરથી ઓફિસ વચ્ચેની દૈનિક મુસાફરી મેપ્સથી વધુ સહેલી બની શકે છે. એ માટે ગૂગલ મેપ્સ ઓપન કરો અને તેમાં નીચેની...
ગૂગલે તેના દરેક વર્ઝનમાં એક નાની-અમથી રમૂજ કે ગેમ જેવું કંઈક મૂકવાનો રિવાજ પાળ્યો છે (ટેક જગતમાં આવી રમૂજ-કરામતોને ‘ઇસ્ટર એગ્સ’ કહે છે). જો તમારી પાસે હજી બાવા આદમના સમયનો જિંજરબ્રેડ (એન્ડ્રોઇડ ૨.૩) વર્ઝનનો હોય અને હજી ચાલતો હોય તો તેમાં ફોનના સેટિંગ્સમાં જાઓ, તેમાં...
માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે બની શકે કે તમારે તેમાં ખાસ્સા મોટાં ટેબલ કે ચાર્ટ સામેલ કરવાના થાય. સામાન્ય રીતે આપણે વર્ડના ડોક્યુમેન્ટમાં એ-૪ સાઇઝ અને પોટર્રેઇટ ઓરિએન્ટેશન (સાદા શબ્દોમાં ઊભું પેજ!) વિકલ્પ પસંદ કરતા હોઇએ છીએ. પરંતુ જરૂરિયાત...
પીસી કે લેપટોપમાં તમે વિન્ડોઝ એક્સપ્લોરરમાં કોઈ ફોલ્ડરમાંની તમારી ફાઈલ્સ જુદી જુદી રીતે સોર્ટ અને ગ્રૂપ કરી શકો છો. આ તમે કદાચ તમે જાણતા તો હશો પણ તેનો પૂરો ઉપયોગ નહીં કરતા હો. ધારો કે તમે તમારા કોઈ ક્લાયન્ટ માટેનાં તમામ કામ અલગ અલગ ફાઇલ્સમાં કરતા હો અથવા અન્ય કોઈ...
આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ. સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા...
છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઉથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતાં મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ. તમે જાણતા...
આપણી દુનિયા કેવા બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગઈ છે! એક તરફ, એક આખી પેઢી એવી છે, જે સ્માર્ટફોનનો ખપપૂરતો ઉપયોગ તો કરી લે છે, પણ અંદરખાને અફસોસ કરે છે કે પોતે આ જાદુઈ જિનનો પૂરો ઉપયોગ જાણતા નથી. તો બીજી બાજુ, એવી પણ એક પેઢી છે જે સ્માર્ટફોનનો ખરેખર રમતની જેમ ઉપયોગ કરે છે...
એકદમ રસપ્રદ શૈલીમાં તરોતાજા વિષયો ઉપરના લેખો આપો છો એ માટે ધન્યવાદ. - પાર્થ પંડ્યા ‘સાયબરસફર’ દરેક લેખ સાથે, તેને સંબંધિત અન્ય માહિતી આપતી વેબસાઇટ, વીડિયો વગેરેની લિંક પણ આપો તો તમારી મહેનત વધુ લેખે લાગશે કારણ કે રસાળ શૈલીને કારણે લેખ પૂરો કર્યા પછી એ વિશે વધુ ને વધુ...
અનેક પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવવો હોય, તો ગૂગલની પાસવર્ડ મેનેજર સર્વિસ બહુ કામની છે, પણ અમુક કાળજી ન રાખો તો બહુ જોખમી પણ બની શકે! આજના સમયમાં સંખ્યાબંધ ઓનલાઇન એકાઉન્ટસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ માટે પોતાના દરેક એકાઉન્ટના પાસવર્ડ યાદ રાખવા અશક્ય છે....
સૌથી પહેલી વાત - ગૂગલ પાસવર્ડ સર્વિસનો માત્ર એ જ સાધનમાં લાભ લો, જેનો માત્ર તમે પોતે અથવા પરિવારના સભ્યો ઉપયોગ કરતા હોય. ગૂગલ પાસવર્ડ સર્વિસનો મોબાઇલ અને પીસી બંનેમાં લાભ લઈ શકાય છે, તેમાંથી મોબાઇલમાં તેનો ઉપયોગ સલામત છે, જ્યારે પીસીમાં તે જોખમી બની શકે છે. કઈ રીતે, એ...
માઇક્રોસોફ્ટ વર્ડ આપણને એક કે તેથી વધુ ડોક્યુમેન્ટને જુદી જુદી ઘણી રીતે જોવાની સુવિધા આપે છે, જે આપણું કામ સરળ અને ઝડપી બનાવી શકે છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે તમારું કામ સરળ બનાવવા માટે તમે ડોક્યુમેન્ટને જુદી જુદી ઘણી રીતે...
ઇન્સ્ટન્ટ મેસેજિંગ સામેની હરીફાઇમાં ટકી રહેવા જીમેઇલમાં એક પછી એક નવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે, આ લેટેસ્ટ ફીચર ઇ-માર્કેટિંગ કરતી કંપનીઝને વધુ કામ લાગે તેમ છે. પાંચ-દસ વર્ષ પહેલાં આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા અને આજે જે રીતે કરીએ છીએ એ બંનેમાં બહુ મોટાં...
આગળ શું વાંચશો? યુપીઆઈ પર નવા ચાર્જ ભારતમાં યુપીઆઈનો પ્રસાર યુપીઆઈ આધારિત પેમેન્ટમાં જબરજસ્ત ઉછાળો આવ્યા પછી બેન્ક્સ અત્યાર સુધી મફત રહેલી આ સુવિધા પર ચાર્જ લેવાનું શરૂ કરશે. બે અઢી વર્ષ પહેલાં ભારતમાં અચાનક જાહેર થયેલી નોટબંધીને પગલે ઓનલાઇન પેમેન્ટને અણધાર્યો વેગ...
નીચેની તસવીરમાં દેખાતો કિશોર કે યુવાન હવે ઘર ઘરમાં જોવા મળે છે. સ્માર્ટફોન, લેપટોપ અને હેડફોનમાં પરોવાયેલા રહેતાં બાળકો અને કિશોરો તેમની આસપાસની વાસ્તવિક દુનિયાથી અલિપ્ત રહે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિને કારણે તેમને ઘણી જુદી જુદી રીતે કાયમી નુકસાન થઈ રહ્યું છે....
ખુશી કે માહિતી આપવાને નામે છેતરપિંડી કરતી એપ્સ/સાઇટ્સ વારંવાર પ્લે સ્ટોરમાંથી દૂર કરાય છે, છતાં... આગળ શું વાંચશો? સેલ્ફીને બ્યુટીફૂલ બનાવતી આપતી એપ્સ અવાજની જાસૂસી કરતી એપ્સ સરકારી યોજનાઓ સંબંધિત એપ્સ/વેબસાઇટ્સ આ દૂષણનો ઉપાય શું? ગૂગલે પ્લે સ્ટોરમાંથી દૂર કરેલી ફોટો...
ઘણી વાર ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા રસપ્રદ સવાલો આવી પડે છે કે એ વાંચીને ખરેખર ખુશાલી થાય! કમ્પ્યુટરનો ઉપયોગ કરતા સરેરાશ લોકો નોટપેડ સુધી પહોંચતા જ નથી ત્યારે નોટપેડ અને વર્ડપેડ વચ્ચેનો તફાવત જાણવાની જિજ્ઞાસા દર્શાવે છે કે હવે લોકો રોજબરોજની ટેકનોલોજીમાં ખરેખર ઊંડા...
વેબ કે એપ ડેવલપમેન્ટમાં ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો ગિટહબ પરનો તમારો પ્રોફાઇલ જોરદાર બાયોડેટાની ગરજ સારશે અને તમારું કામ પણ સરળ બનાવશે જો તમે પ્રોગ્રામર કે ડેવલપર હો અથવા તો બનવાની દિશામાં આગળ વધી રહ્યા હો તો તમે ‘ગિટહબ’ શબ્દ જરૂર સાંભળ્યો હશે. એ સિવાય તમે તમારી...
લેસર મેપિંગ અને ગેમિંગ ડિટેઇલિંગથી કેથેડ્રલનું અગાઉનું સ્વરૂપ ચોક્સાઈથી જાણી શકાશે! ગયા મહિને ફ્રાન્સ રાજધાની પેરિસમાં ઐતિહાસિક નોત્ર-દામ કેથેડ્રલમાં ભીષણ આગ લાગી, જેમાં આઠમી સદીની આ અતિ પ્રાચીન ઇમારતને વ્યાપક નુકસાન થયું. આ પ્રાચીન ઇમારતનું ધાર્મિક મહત્ત્વ એટલું બધું...
તમને એનિમેશનમાં રસ બે રીતે હોઈ શકે, એક, મજાની એનિમેશન મૂવીઝ જોવામાં તમને રસ હોય અથવા તમને પોતાને એનિમેશન ક્રિએટ કરવામાં રસ હોય! હજી એક ત્રીજા પ્રકારનો રસ પણ હોઈ શકે - એનિમેશનની મદદથી, જાતભાતની બાબતો વિશે વધુ જાણવાનો રસ! આ ત્રણેય બાબતમાંથી કોઈ એકમાં પણ તમને રસ હોય તમને...
વોટ્સએપમાં તમે જાણતા હશો તેમ કોઈ મિત્ર સાથેની ચેટમાં કે ગ્રૂપમાંની ચેટમાં કોઈ એક મેસેજના સંદર્ભમાં તમારે જવાબ વાળવો હોય ત્યારે એ મેસેજનો સંદર્ભ આપી શકાય છે. એ માટે આપણે એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સિલેક્ટ કરીએ એટલે મથાળે ડાબી તરફ જતા તીરની નિશાની મળે તેને ક્લિક...
પીસી કે લેપટોપમાં કામ કરતી વખતે ક્યારેક નાની નાની ભૂલો આપણને લાંબા સમય સુધી નડી શકે. જેમ કે ક્યારેક એવું બને કે તમે બ્રાઉઝર ઓપન કરીને કોઈ વેબસસર્વિસમાં તમારા યૂઝરનેમ-પાસવર્ડ આપીને લોગ-ઇન થવાનો પ્રયાસ કરી રહ્યા હો, તમને તમારો પાસવર્ડ બરાબર યાદ હોય, તમને ખાતરી હોય કે...
પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે ઘણી વાર એવું બને કે આપણે જુદી જુદી ટેક્સ્ટ ફ્રેમ કે ઓબ્જેક્ટને કોપી કરીને અન્ય કોઈ જગ્યાએ પેસ્ટ કરવાની જરૂર પડે એટલે કે આપણે જુદી જુદી બાબતોને ડુપ્લિકેટ કરવાની જરૂર પડે. આમ કરવાનો એક રસ્તો એ છે કે આપણને જે બાબત ડુપ્લિકેટ...
જ્યારે આપણે એક્સેલમાં કોઈ કોરી સ્પ્રેડશીટ ઓપન કરીએ ત્યારે તેમાં દરેક સેલની ઊંચાઈ અને પહોળાઈ નિશ્ચિત હોય છે. પછી તેમાં ટેક્સ્ટ કે નંબર્સ ઉમેરીએ એ મુજબ રોની ઊંચાઈ વધે અને કોલમની પહોળાઈ વધે. જો તમે કોલમની પહોળાઈ નિશ્ચિત રાખવા માગતા હો પણ અમુક સેલમાં કોલમની પહોળાઈ કરતાં...
લેપટોપમાં માઉસનું કામ આપતું ટચપેડ એક એવી સુવિધા છે જે ઘણા લોકોને એકદમ માફક આવી જાય છે, તો ઘણા લોકોને માઉસ વિના ચાલતું નથી. આવા લોકો લેપટોપ સાથે રોજિંદું માઉસ કનેક્ટ કરીને કામ કરવાનું પસંદ કરે છે. આ રીત તો સહેલી છે, પણ માઉસ કનેક્ટ કર્યા પછી પણ ટચપેડ ઇનેબલ રહે તો ભૂલથી...
અત્યાર સુધી આપણે પીસીમાં પેનડ્રાઇવ એટેચ કરી હોય તો કામ પૂરું થયા પછી તેને અનપ્લગ કરતી વખતે એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું પડતું હતું. એ માટે આપણે સ્ક્રીન જમણી તરફ નીચેની બાજુએ પેનડ્રાઇવની નિશાની પર ક્લિક કરીએ, પછી સિસ્ટમ આપણને કહે કે પેનડ્રાઇવ પીસીમાંથી દૂર કરવી...
આપણી ડિજિટલ દુનિયા કેટલી ગૂંચવણભરી બની ગઈ છે, એનું સાવ સાદું ઉદાહરણ એટલે પાસવર્ડ. આપણી માહિતી ખાનગી રાખવા પાસવર્ડ જરૂરી છે અને એને પણ ખાનગી રાખવા, એ વધુ ઝંઝટનું કામ છે! ઇન્ટરનેટ પર ઠીક ઠીક સક્રિય કોઈ પણ વ્યક્તિ પોતાના બધા પાસવર્ડ યાદ રાખી શકે એ હવે અશક્ય છે. જો તમારા...
આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. તમે આ વાંચી રહ્યા છો એ આજની તારીખે તમે કેટલાં વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસના થયા એ ગણવું હોય તો માથું કેટલી વાર ખંજવાળવું...
એમેઝોન એલેક્ઝા, એપલ સિરી, ગૂગલ આસિસ્ટન્ટ અને માઇક્રોસોફ્ટ કોર્ટના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ (વીએ) તરીકે આપણું કામ સરળ બનાવે છે. જો તમે આવા વીએ ધરાવતા ડિવાઇસનો ઉપયોગ કરતા હો તો વીએને વિવિધ પ્રકારના વોઇસ કમાન્ડ આપીને તેની પાસે જાત ભાતના કામ કરાવી શકો. અત્યાર સુધી આ બાબતે ખરા...
ટીવી પર સ્માર્ટ ડિવાઇસને ગમતાં ગીતની ફરમાઈશ કરતાં દાદીમાને જોઇને ઘણા લોકો પોતાના ઘરમાં એવાં સ્માર્ટ સ્પીકર્સ વસાવવા લાગ્યા છે, તો ઘણા લોકો એ વાતે ખચકાઈ રહ્યા છે કે આવા સ્પીકર્સને ઘરમાં લાવવાથી તેમના ઘરની વાત ખાનગી રહેશે નહીં. તેમનો આ ડર ખોટો નથી. હવે બહાર આવી રહ્યું...
ઓનલાઇન પેમેન્ટ બાબતે અત્યારે ભારતમાં ગૂગલ પે, પેટીએમ અને ફોન પે વચ્ચે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. આ ત્રણેયનો આધાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) છે અને યુપીઆઈની શરૂઆત જેનાથી થઈ તે ભીમ એપ આ રેસમાં પાછળ રહી ગઈ છે. ગૂગલ પે હમણાં વિવાદમાં સપડાઈ છે કારણ કે તેણે જરૂરી...
જો તમે આઇફોનનો ઉપયોગ કરતા હો તો જાણતા હશો કે તેમાં થ્રી-ડી ટચની એક મજાની સુવિધા છે. ફોનના સ્ક્રીન પર સામાન્ય કરતાં જરા વધુ પ્રેસ કરવાથી આપણને જુદા જુદા એકશનના વિકલ્પ મળે છે. આ સુવિધા હવે એન્ડ્રોઇડમાં પણ આવી રહી છે. અલબત્ત એન્ડ્રોઇડના નવા ક્યૂ વર્ઝનથી. એન્ડ્રોઇડમાં આ...
મલ્ટિમીડિયા મેસેજિંગ એપ સ્નેપચેટનો હવે ગુજરાતી, હિન્દી, મરાઠી અને પંજાબી ભાષામાં પણ ઉપયોગ થઈ શકશે. સ્નેપચેટે ગયા વર્ષે ૧૦ સ્થાનિક પબ્લિશર્સ સાથે મળીને ભારતીય યૂઝર્સને લોકલ કન્ટેન્ટ આપવા માટે ‘ડિસ્કવર ઇન ઇન્ડિયા’ નામનું ફીચર લોન્ચ કર્યું હતું. દેખીતું છે કે ભારતમાં...
એક વેબસાઇટ પર નોંધાયેલો કિસ્સો, ઘણા માટે ચિંતાજનક બની શકે તેવો છે હમણાં એક વેબસાઇટ પર નોંધાયેલો એક કિસ્સો સાચો હોય તો ઘણા માટે ચિંતાજનક બની શકે તેવો છે. એ સાઇટના દાવા મુજબ, આ કિસ્સા વિશે મુંબઈના બોરિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે. બન્યું એવું કે એક...
જો તમારી પાસે પીસી/લેપટોપ અને સ્માર્ટફોન બંને હશે તો તમારો અનુભવ હશે કે તમારી ડિજિટલ લાઇફ આ બંને ડિવાઇસ વચ્ચે વહેંચાયેલી રહે છે. ખરેખર તો, આપણી જિંદગી હવે મોબાઇલ,પીસી કે લેપટોપ, ટીવી વગેરે સ્ક્રીનમાં વહેંચાઈ ગઈ છે. આમાં કિન્ડલ કે મૂવી સ્ક્રીન પણ ઉમેરી શકાય, પરંતુ...
જો તમે તમારી કંપનીનું બ્રોશર કે વેબસાઇટ ડિઝાઇન કરવાનું કામ કોઈ પ્રોફેશનલ કંપનીને સોંપ્યું હશે તો એવી પૂરી શક્યતા છે કે એમના તરફથી તમને ડિઝાઇનના જે નમૂના આપવામાં આવે તેમાંની ટેકસ્ટ Lorem Ipsomથી શરૂ થતી હશે. ઇન્ટરનેટ પર તમે બ્લોગનાં ટેમ્પલેટ્સ શોધી રહ્યા હો તો તેમાં પણ...
જીમેઇલમાં જુદા જુદા અનેક ઉપયોગી ફીચર્સ હોવા છતાં એક ખોટ લાંબા સમયથી હતી - મેઇલને શિડ્યુલ કરવાની સુવિધા. અત્યાર સુધી જીમેઇલમાં મેઇલ કંપોઝ કર્યા પછી આપણે તેને કાં તો તરત ને તરત સેન્ડ કરી શકીએ છીએ અથવા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકીએ છીએ. પરંતુ ડ્રાફ્ટ તરીકે સેવ કર્યા પછી કોઈ...
સ્માર્ટફોનમાં આપણે ઇન્સ્ટોલ કરેલી દરેક એપમાં સમયાંતરે નવાં ફીચર્સ ઉમેરાતાં હોય છે કે તેમાં ધ્યાનમાં આવેલી ખામીઓ સુધારવામાં આવતી હોય છે. આ બધું આપણને અપડેટ સ્વરૂપે મળે છે. આથી આપણે ઇન્સ્ટોલ કરી એપ્સને નિયમિત રીતે અપડેટ કરવી હિતાવહ છે. એમ કરવા માટે આપણે વારંવાર પ્લે...
જો તમે આઇફોનમાં જીમેઇલ એપનો ઉપયોગ કરતા હો તો તમારે માટે ખુશખબર છે. એન્ડ્રોઇડ યૂઝર્સને લાંબા સમયથી મળતી સ્વાઇપ જેસ્ચર્સને કસ્ટમાઇઝ કરવાની સુવિધા હવે આઇફોન યૂઝર્સને પણ મળશે. અત્યાર સુધી આઇફોનમાં જીમેઇલ એપમાં તમે ઇમેઇલને ડાબી કે જમણી તરફ સ્વાઇપ કરો તો ઇમેઇલ ડીલિટ થતો...
તમારો અનુભવ હશે કે તમને કોઈએ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ મોકલ્યું હોય અને તેને તમારે એડિટ કરવાનું હોય, ત્યારે જો તમને ડોક્યુમેન્ટ મોકલનારી વ્યક્તિ પરફેકશનની આગ્રહી ન હોય તો બની શકે કે તેણે ટાઇપિંગમાં સંખ્યાબંધ અને ખાસ તો, એક જ પ્રકારની ભૂલો વારંવાર કરી હોય. જેમ કે...
જૂનાપુરાણા એસએમએસ સ્માર્ટ બનવા લાગ્યા છે અત્યારે ભારતમાં વોટ્સએપનો સૂરજ બરાબર મધ્યાહ્ને તપી રહ્યો છે અને તે અસ્ત થવા તરફ ગતિ કરી રહ્યો હોય એવા કોઈ જ અણસાર અત્યારે તો દેખાઈ રહ્યા નથી. પરંતુ જ્યારે વોટ્સએપનો આ સૂરજ હજી ઊગ્યો જ નહોતો ત્યારે આપણા સૌની આંગળીઓ પર એસએમએસનું...
તો તમારે ઇંગ્લિશની અટપટી બાબતોની ઊંડી સમજ આપતો આ બ્લોગ જોવા જેવો છે આ વખતે ફરી એક વાર, પહેલાં કેટલાક પ્રશ્નોનો મારો! પણ ચિંતા ન કરશો, આ વખતે આ દરેક સવાલના જવાબ ક્યાંથી મળશે એ પણ કહીશું. ‘‘I feel bad’’ એમ કહેવું જોઇએ કે પછી ‘‘I feed badly’’? ‘‘who’’ ને બદલે ‘‘whom’’ નો...
એપલે પોતાનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે, જે અનેક રીતે નવા ચીલા ચાતરે છે ઘર આંગણે, આપણા દેશમાં કેશલેસ પેમેન્ટ ક્ષેત્રે બેન્ક કાર્ડ્સ અને મોબાઇલ વોલેટ્સ બંનેને યુપીઆઇ તરફથી જબરદસ્ત સ્પર્ધા મળી રહી છે. પેટીએમ, ફોનપે અને ગૂગલ પે વચ્ચે ગળાકાપ હરીફાઇ છે ત્યાં, ચાઇનીઝ...
આ અને આવતા મહિનામાં, આપણા મન પર ભારતની ચૂંટણીનું મહાભારત છવાયેલું રહેવાનું છે. નિષ્ણાતો કહે છે કે ચૂંટણી એ લોકશાહી જાળવવાનો સૌથી સારો રસ્તો નથી, પણ અત્યારે તેનાથી વધુ સારો રસ્તો પણ કોઈ નથી! આ ખામી ઓછી હોય તેમ, રાજકીય નેતાઓ અને પક્ષો ચૂંટણી પ્રથાને વધુ ને વધુ દૂષિત કરી...
ભારતમાં વધુ એક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ એપ લોન્ચ થઈ છે. ચાઇનીઝ મોબાઇલ કંપની ઝાયોમીએ ‘એમઆઇ પે’ નામે આ સર્વિસ લોન્ચ કરી છે. કંપનીએ ભારપૂર્વક કહ્યું છે કે તેણે પેમેન્ટ એપનો ડેટા ભારતમાં સ્ટોર કરવાની જરૂરિયાતનું પાલન કર્યું છે અને એમઆઇ પે એપને...
‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં એ બદલ ખૂબ ખૂબ અભિનંદન! છેક શરૂઆતથી જોડાયેલ છું, પણ પત્ર ક્યારેય નથી લખ્યો. હા રૂબરૂમાં ઘણી વાર ચર્ચા કરી છે. દરેક અંકમાં જાદુઈ પિટારામાંથી કંઈક અદ્ભુત જાણવા મળી જાય છે. આવું સરસ મેગેઝિન ઇંગ્લિશમાં પણ ઉપલબ્ધ નથી. અત્યાર સુધીમાં એક્સેલ...
એક તરફ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં વિવિધ શહેરોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ યુએસમાં ગૂગલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. ગયા મહિને યુએસમાં યોજાયેલી ગેમ ડેવલપર્સ કોન્ફરન્સમાં ગૂગલે ‘સ્ટેડિયા’ નામે એક નવું ગેમિંગ પ્લેટફોર્મ...
પેટીએમનાં હવે એટીએમ પણ શરૂ થાય એવી શક્યતા છે. મોબાઇલ વોલેટ તરીકે ભારતમાં સૌથી વધુ સફળ પેટીએમ યુપીઆઈ પેમેન્ટ અને પેમેન્ટ્સ બેન્કથી પોતાનો વ્યાપ વધારી રહી છે અને હવે પેટીએમ કંપની ટાટા કમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ કંપનીના સાથમાં દેશભરમાં ૧૦૦૦ જેટલાં એટીએમ...
વોટ્સએપનું સ્ટેટસ ફીચર ધીમે ધીમે વધુ ને વધુ લોકપ્રિય બનતું જાય છે. આ ફીચરનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્ટેટસ તેના કોન્ટેક્ટસના તમામ લોકોને એક સાથે બતાવી શકે છે, જે ૨૪ કલાક માટે એક્ટિવ રહે છે. અલબત્ત આ સ્ટેટસ ‘છેલ્લા તે પહેલા’ના નિશ્ચિત ક્રમમાં જ બતાવવામાં આવે...
ટેક્નોલોજી જગતમાં ‘ઓપન સોર્સ’ શબ્દ અસાધારણ મહત્ત્વનો છે. ઓપન સોર્સ શબ્દ સામાન્ય રીતે એવી ટેક્નોલોજી કે સોફ્ટવેર માટે વપરાય, જેનો સોર્સ કોડ સૌ કોઈ માટે ઉપલબ્ધ હોય, જેની મદદથી ડેવલપર્સ એ ટેક્નોલોજી કે સોફ્ટવેરમાં પોતાની રીતે ફેરફારો કરી શકે અને તેને વધુ વિક્સાવી શકે....
ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યો છે ત્યારે શું સાચું અને શું ખોટું એ પહેલી નજરે ન પરખાય તો તમે કેટલીય વેબસાઇટ્સ અને કેટલાંક ખાસ ટૂલ્સની મદદથી હકીકત જાણી શકો છો. આગળ શું વાંચશો? ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે? ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા? પુલવામા...
અગાઉ ફક્ત આઇફોન યૂઝર્સને એવી સગવડ હતી કે તેઓ ફેસબુક એપનો ઉપયોગ ન કરતા હોય, ત્યારે લોકેશન ટ્રેકિંગ બંધ રાખી શકે. હવે આ સુવિધા એન્ડ્રોઇડ યૂઝર્સને પણ મળી છે. ફેસબુક પર આપણી જાસૂસી કરવાનો અવારનવાર આરોપ મુકાય છે, પરંતુ હમણાં કંપનીએ આપણી પ્રાઈવસી સંબંધિત પ્રમાણમાં સારું કહી...
માઇક્રોસોફ્ટ કંપનીએ એક એવી એપ વિક્સાવી છે જે દૃષ્ટિની તકલીફ ધરાવતી વ્યક્તિને જુદી જુદી અનેક રીતે મદદરૂપ થઈ શકે છે, અલબત્ત અત્યારે આ એપ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ છે તમે અત્યારે આ લેખ વાંચી શકો છો, એનો અર્થ એવો છે કે આ લેખમાં જેની વાત કરી છે એ એપની તમને જરૂર નથી! તેમ છતાં...
તમારા પીસીના ક્રોમ બ્રાઉઝરમાં એક મહત્ત્વનું એક્સ્ટેન્શન આજે જ ઉમેરી લો. તમે કેટલાક આળસુ છો? તોછડો સવાલ વાંચીને અકળાશો નહીં. આગળ વાંચશો તો તમે પણ ખુલ્લા દિલે સ્વીકારશો કે કદાચ તમે પણ અડધી દુનિયાની જેમ આ એક ચોક્કસ બાબતે તો આળસુ જ છો! સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટને...
હવે સૌના મોબાઇલમાં બેન્કિંગ એપ્સ પહોંચી ગઈ હોવાથી હેકર્સ તેના સુધી પહોંચવા જુદા જુદા કેટલાય રસ્તા અપનાવવા લાગ્યા છે - આપણા માટે સાવચેતીમાં જ સાવધાની છે. આગળ શું વાંચશો? ફિશિંગ બનાવટી એપ્સ એપનું હાઇજેકિંગ કીલોગર્સ ‘મેન ઇન ધ મીડલ’ સિમ સ્વેપિંગ ફેબ્રુઆરી ૨૦૧૯ના અંકમાં...
હેકર્સની જોખમી એપ ફોનના સત્તાવાર એપ સ્ટોરમાં પાસ ન થઈ શકતી હોય તો તે સોશિયલ સાઇટ્સ કે અન્ય રીતે આપણા ફોનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. તેને અટકાવવા નિશ્ચિત પગલાં લેવાં જરૂરી છે. આગળના લેખમાં આપણે જાણ્યું તેમ, હેકર્સ જુદી જુદી ઘણી રીતે આપણી બેન્કિંગ એપ્સના આઇડી-પાસવર્ડ...
ફોનમાંની ઘણી એપ્સ માટે આપણા ફોનમાં આવતા મેસેજ વાંચવા જરૂરી હોય છે, પણ અમુક એપને આવી મંજૂરી અજાણતાં આપી દીધી હોય તો તે જોખમી બની શકે. આ અંકમાં આગળના લેખમાં આપણે જાણ્યું કે હેકર્સ કોઈક રીતે આપણી બેન્કિંગ એપ્સના આઇડી-પાસવર્ડ મેળવ્યા પછી, આપણા ફોનમાં આવતા ઓટીપી જાણવાની...
વેકેશનના માહોલમાં, આવો જાણીએ ભારતીય રેલવેની જુદી જુદી સગવડ આપતી એપ્સ વિશે. આગળ શું વાંચશો? આઇઆરસીટીસી રેલ કનેક્ટ આઇઆરસીટીસી ટુરિઝમ ફૂડ ઓન ટ્રેક મેનૂ ઓન રેલ્સ આઇઆરસીટીસી એર મહારાજાઝ એક્સપ્રેસ ભારત અને ભારતીય રેલવે અભિન્ન છે. ભારતની ઓળખ મેળવવી હોય તો રેલવેમાં મુસાફરી...
આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે...
પ્રિન્ટ કમ્યુનિકેશનમાં ટાઇપોગ્રાફી એક બહુ મહત્ત્વનું પાસુ છે. કોઈ પણ ડિઝાઇન કે લખાણમાં વપરાયેલા શબ્દો કે અક્ષરોના મરોડ ઘણું બધું કહી જતા હોય છે. ટાઇપોગ્રાફી માત્ર ડિઝાઇનર કે આર્ટિસ્ટનો વિષય છે એવું માનવાની ભૂલ કરશો નહીં. નોકરી મેળવવા માટે બાયોડેટા મોકલનાર ઉમેદવાર જો...
આપણો ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ એટલે આપણી આખી ડિજિટલ દુનિયાનું તાળું. આ તાળું જેટલું મજબૂત એટલું આપણી સામેનું જોખમ ઓછું. આ વાત આપણે બધા સમજીએ છીએ. છતાં તેને લગતી બે-ત્રણ મહત્ત્વની વાત ભૂલી જઈએ છીએ. પહેલી વાત, ટુ-સ્ટેપ વેરિફિકેશન પદ્ધતિનો લાભ લેવો, જેથી માત્ર પાસવર્ડ...
હવે તમે ગૂગલ ડ્રાઇવમાં ડોક્સમાં, ઇંગ્લિશમાં કોઈ લખાણ લખશો ત્યારે સિસ્ટમ આપોઆપ તેમાં વ્યાકરણને લગતી ભૂલો પકડીને તેને સુધારવાના વિકલ્પો સૂચવશે. ઇંગ્લિશમાં ગૂંચવણો ઘણી છે! સાવ સાચું કહો - ઇંગ્લિશમાં કંઈ પણ લખતી વખતે તમે ક્યારેય કોઈ ભૂલ કરતા નથી એવું તમે પૂરા વિશ્વાસથી...
જો તમે પીસી પર કે મોબાઇલમાં જીમેઇલનો જોરદાર ઉપયોગ કરતા હો તો તમારા જીમેઇલ એકાઉન્ટમાં મેઇલ્સની સંખ્યા હજારોમાં હશે (નોટિફિકેશન કે ફોરમ કે પ્રમોશનલ મેઇલ્સને બાદ કરીએ તો પણ!). આવી સ્થિતિમાં ઘણી વાર અગાઉ આવેલા મહત્ત્વના મેસેજ ફરી વાર શોધવા મુશ્કેલ બની જતા હોય છે. જો તમે...
સ્માર્ટફોનમાં આપણને સૌને કોઈ પણ ઇમેજ વધુ મોટી કરીને જોવા માટે બે આંગળીથી પિન્ચ આઉટ કરવાની ટેવ છે. એ માટે આપણે એક હાથમાં સ્માર્ટફોન પકડીને બીજા હાથની આંગળીઓની મદદ લેવી પડે. પરંતુ ક્યારેક એવું બને કે આપણે એક હાથે જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈએ (માની લો કે ત્યારે બીજા...
ફેસબુક પર તમે જુદા જુદા મિત્રો તરફથી અવનવી મજાની ઇમેજિસ જોઇને દિવસ આખાનો કંટાળો કે ઓફિસનો થાક દૂર કરતા હશો. આવું કંઈ ગમતું મળી જાય તો મિત્રો સાથે ગમતાનો ગુલાલ કરવાનું મન થાય અને તમે તેને ફોરવર્ડ કરી શકો. અલબત્ત આ બધું પહેલાં જોવા મળે, પછી દિલને સ્પર્શે અને પછી શેર...
મોબાઈલમાં ઘણી વાર આપણે સ્ક્રીનશોટ લેવાના થતા હોય છે. જેમ સ્ક્રીનશોટ લેવાનાં કારણ જુદાં જુદાં હોય તેમ લગભગ દરેક મોબાઇલે સ્ક્રીનશોટ લેવાની પદ્ધતિ જરા જરા જુદી હોય છે. મોટા ભાગના સ્માર્ટફોનમાં પાવર બટન અને વોલ્યૂમ બટન એક સાથે પ્રેસ કરીને સ્ક્રીનશોટ લઈ શકાય છે. કેટલાક...
ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર, ઇન્ટરનેટ પર આપણી જાસૂસીના આધારે ચાલે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ, વાંચીએ, ખરીદીએ, શેર કરીએ, લાઇક કરીએ એ બધાની રજે રજેની માહિતી સાચવવામાં આવે છે અને પછી એ મુજબ માત્ર આપણને ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવવામાં આવે છે. આપણી આવી જાસૂસી કરવાની...
હમણાં ટવીટરે તેના ઇન-એપ કેમેરામાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ટવીટર એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હો, તો હવે તમે આ એપ ઓપન કરી, સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ સ્વાઇપ કરો તો એપમાંની કેમેરા સર્વિસ એક્ટિવેટ થશે (આ સુવિધા હજી રોલ-આઉટ થાય છે, એટલે કદાચ તમારે થોડી રાહ જોવી...
માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ કરતી વખતે ક્યારેક એવી જરૂરિયાત ઊભી થાય કે આપણે એક ફાઇલમાં બીજી ફાઇલની ટેક્સ્ટ ઉમેરવાની થાય. બીજી ફાઇલની માત્ર અમુક ટેક્સ્ટ પહેલી ફાઇલમાં ઉમેરવાની હોય તો તો જે ટેક્સ્ટ ઉમેરવાની છે તેને કોપી કરીને પહેલી ફાઇલમાં પેસ્ટ કરવી એ જ સૌથી સહેલો રસ્તો...
પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવું પ્રમાણમાં સહેલું છે. આપણે એક પછી એક સ્લાઇડ ઉમેરતા જઈએ અને તેમાં જોઇતી ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો, ઓડિયો વગેરે ઉમેરતા જઇએ એટલે આપણું પ્રેઝન્ટેશન તૈયાર! મુશ્કેલી ત્યારે શરૂ થાય જ્યારે આપણે આ પ્રેઝન્ટેશનને બીજા સાથે શેર કરવાનું હોય....
ગૂગલ પ્લે સ્ટોર એપમાં તમે વિવિધ એપ્સ તપાસી રહ્યા હો ત્યારે કેટલીક એપ્સ એવી મળે જે તમને ખરેખર ઉપયોગી થશે કે કેમ તેની ખાતરી ન હોય. આપણે ફક્ત તેની અજમાયશ કરવાની હોય. જો એપની સાઇઝ ઘણી વધુ હોય તો આપણે આવી અજમાયશ ટાળીએ. આના ઉપાય તરીકે પ્લે સ્ટોરમાં હવે ‘ઇન્સ્ટન્ટ એપ્સ’...
તમે તાજમહાલ તો જોયો હશે. પણ ક્યાંથી? નેચરલી, તેની સામે ઊભા રહીને અથવા તો જ્યાં બધા પ્રવાસીઓ પહોંચી શકે છે એ તાજના પહેલા મજલા પર ઊભા રહીને. પણ તાજના ગુંબજ પર ચઢીને - જ્યાં પ્રવાસીઓને જવાની મનાઈ છે - ત્યાંથી તાજનું મુખ્ય પ્રવેશદ્વાર, એની આસપાસનો બગીચો, દૂર ક્ષિતિજ સુધી...
સ્પોટિફાય અને યુટ્યૂબ મ્યુઝિકના આગમનથી ઓનલાઇન મ્યુઝિક સ્ટ્રીમિંગમાં હરીફાઈ વધી ભારતમાં મ્યુઝિક એપ્સના ફિલ્ડમાં ઘોંઘાટ વધી રહ્યો છે! હજી હમણા સુધી ગાના, વિંક, જિઓસાવન, કે હંગામા મ્યુઝિક જેવી મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્સનો દબદબો હતો, પણ હવે તેમને સ્પોટિફાય અને યુટ્યૂબ...
દુનિયાના પ્રવાહોથી માહિતગાર રહેવા માટે, તમે રોજની 10 મિનિટ ફાળવી શકો? પુલવામામાં આતંકી હુમલા પછી, સેના અને સરકારે પાકિસ્તાન પર વળતો હુમલો કરવામાં થોડું મોડું કર્યું હોત તો ભારતની ન્યૂઝ ચેનલ્સના એન્કર્સ અને ડિબેટના પેનલિસ્ટ્સે પાકિસ્તાન પર હુમલો કરી દીધો હોત... વોટ્સએપ...
સિમેન્ટેક નામની જાણીતી સાયબર સિક્યોરિટી કંપનીએ વર્ષ ૨૦૧૮ માટેનો ઇન્ટરનેટ સિક્યોરિટી થ્રેટ રિપોર્ટ હમણાં પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટ મુજબ મોબાઇલમાં માલવેરના ઇન્ફેકશનની દૃષ્ટિએ ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. રેન્સમવેર એટેકના મામલે પણ ભારત વિશ્વમાં બીજા નંબરે છે....
વોટ્સએપમાં અપમાનજનક, વાંધાજનક, બદનક્ષીભર્યા ધમકીભર્યા કે બિભત્સ મેસેજીસ આવે તો હવે તેનો સામનો કરવા માટે સરકારની મદદ લઈ શકાશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (ડોટ)ના જણાવ્યા અનુસાર, વોટ્સએપમાં આવા મેસેજ મેળવનારી વ્યક્તિ તેના ફોનનંબર સાથેના સ્ક્રીનશોટ...
ડિજિટલ વીમા વિશેનો લેખ ખૂબ સરસ અને જરૂરી જ્ઞાન આપતો લેખ છે. સાંપ્રત અને ભાવિ જીવનશૈલીને ધ્યાનમાં લેતાં આ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો લેખ છે. ખૂબ અભિનંદન. - વિજય ત્રિવેદી, અમરેલી ખૂબ ધન્યવાદ, મગજમાં ચાલતા મુદ્દા પર ‘સાયબરસફરે’ ખૂબ જ સરસ વિચાર રજૂ કર્યો. -રૂચી ચૌહાણ,...
‘સાયબરસફર’માં આપણે વારંવાર વાત કરી છે કે જુદી જુદી સાઇટ્સ કે એપ્સમાં ઉપલબ્ધ સોશિયલ સાઇન-ઇનની સગવડ બેધારી તલવાર છે. મોટા ભાગની સાઇટ્સ/એપ્સમાં આપણે કાં તો નવું યૂઝરનેમ અથવા પોતાનું ઈ-મેઇલ એડ્રેસ નક્કી કરી, એ સર્વિસ માટે કોઈ નવો જ પાસવર્ડ નક્કી કરીને પોતાનું એકાઉન્ટ...
રિલાયન્સ જિઓએ પોતાના યૂઝર્સને વીઓએલટીઇ પર ગ્રૂપ કોન્ફરન્સ કોલની સગવડ આપી છે. આ માટે પ્લે સ્ટોરમાં એક એપ ઉપલબ્ધ કરવામાં આવી છે. માત્ર એન્ડ્રોઇડ પર અને માત્ર જિઓના સબસ્ક્રાઇબર્સ માટેની આ ‘જિઓ ગ્રૂપ ટોક’ એપની મદદથી એક સમયે એક સાથે ૧૦ લોકો એકબીજા સાથે વાતચીત કરી શકે તેવી...
એન્ડ્રોઇડ ફોનમાં એન્ક્રિપ્શનની એવી વ્યવસ્થા હોય છે કે ફોનમાંનો ડેટા એક વાર એન્ક્રિપ થયા પછી જો કોઈ બીનઅધિકૃત વ્યક્તિ તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે તો તે ડેટા વાંચી શકે નહીં. ફોનનો માલિક જ્યારે જ્યારે પોતાનો પાસવર્ડ આપીને ફોન ઓન કરે ત્યારે તેમાંનો ડેટા ડીક્રિપ્ટ થાય છે...
આમ તો આપણે એવું માનીએ કે ફેસબુકમાં આપણે મૂકેલી કોઈ પોસ્ટ, ફોટો કે કમેન્ટ વગેરે આપણે ડિલીટ કરીએ તો એ ખરેખર ડિલીટ થતું હશે, પણ એ અર્ધસત્ય છે. ફેસબુકની સ્પષ્ટતા અનુસાર આપણે ફેસબુક પર શેર કરેલું જે કંઈ ડિલીટ કરીએ તે ફેસબુકની સાઇટ પરથી ડિલીટ થાય છે. પરંતુ એ પછીના જ...
શહેરમાં કોઈ પણ સ્થળે આવનજાવન માટે ઉબર કે ઓલા જેવી એપ કેબ હવે અત્યંત અનુકૂળ અને સગવડભર્યો રસ્તો છે. આંગળીના ઇશારે ઘરઆંગણે આવી પહોંચતી કેબ સર્વિસમાં મુસાફરીને વધુ સલામત બનાવતા વિકલ્પો પણ ઉમેરાય છે. પરિવારના વડીલોને એકલા રેલવે સ્ટેશને મોકલવા કે સંતાનોને ટ્યૂશન ક્લાસમાં...
બે ઘડી રિલેક્સ થવામાં મદદ કરતી એપ. એપનો કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. એક તરફ એક કે તેથી વધુ એનર્જી સોર્સ આપવામાં આવ્યા છે અને બીજી તરફ બેટરી આપવામાં આવી છે. એનર્જી સોર્સને બેટરીથી ચાર્જ કરવા માટે આપણે બંને વચ્ચેની સર્કિટ પૂરી કરવાની છે. એ માટે સર્કિટના માર્ગમાં વિવિધ...
જીમેઇલની એપમાં હમણાં આવેલા ફેરફાર મેઇલ્સના આપણા ઉપયોગ અને ઈ-મેઇલ માર્કેટિંગ, બંને પર મોટી અસર કરશે. છેલ્લા ઘણા સમયથી ગૂગલ તેની વિવિધ સર્વિસના વેબવર્ઝન (એટલે કે પીસી/લેપટોપ કે મોબાઇલમાં બ્રાઉઝરમાં આપણે જેનો ઉપયોગ કરીએ તે) અને સ્માર્ટફોન માટેની એપ્સમાં એક સરખો અનુભવ...
ઇન્ટરનેટ અને ડેટા ટેક્નોલોજીનો ઉપયોગ આપણને દેખાય છે એટલો સીમિત નથી. આખી દુનિયાના મહાસાગરોમાં ચોરીછૂપીથી માછીમારી કરતાં જહાજોને પકડી પાડવામાં પણ તે ઉપયોગી છે. પશ્ર્ચિમમાં એશિયા -ઓસ્ટ્રેલિયા અને પૂર્વમાં અમેરિકા વચ્ચે પારાવાર ફેલાયેલા વિશ્વના સૌથી વિશાળ અને સૌથી ઊંડા...
આપણે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કોઈ પણ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે બ્રાઉઝર દ્વારા અનેક પ્રકારની કૂકીઝ (એક પ્રકારની ફાઇલ) આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ થાય છે. આ ફાઇલ્સ કે કૂકીઝનો હેતુ બહુ સ્પષ્ટ હોય છે - જે તે વેબસાઇટ પરની અથવા ત્યાર પછીની બીજી સાઇટ્સ પરની...
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એન્ડ્રોઇડ આપોઆપ તેનો શોર્ટકટ આપણા ફોનના હોમ સ્ક્રીન પર મૂકી દે છે. આ સુવિધા એક રીતે કામની છે કેમ કે એપ ઇન્સ્ટોલ થયા પછી આપણે ફોનમાં તેને શોધવા જવાની જરૂર ન રહે અને હોમ સ્ક્રીન પર તે હાથવગી રહે....
ઇન્ટરનેટને કારણે હવે આપણા કામકાજની કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા જુદા જુદા લોકો એક જ પ્રોજેક્ટ પર સહેલાઇથી કામ કરી શકે છે. સવાલ ફક્ત પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરીને આપણી વ્યસ્તતા અને મોકળાશ વચ્ચે સંતુલન સાધવાનો હોય છે....
આપણી દુનિયા હવે સ્માર્ટફોનના નાના સ્ક્રીનમાં સમેટાઈ રહી છે, પણ હજી પણ બહુ મોટો વર્ગ એવો છે જેણે પોતાનું ઘણું ખરું કામ પીસી કે લેપટોપ પર કરવાનું થાય છે. પીસી ખરીદવાનો સમય હવે લગભગ પાછળ રહી ગયો છે. કોલેજમાં એજ્યુકેશન કે ઓફિસ વર્ક માટે લેપટોપ હવે અનિવાર્ય બનવા લાગ્યાં છે...
તમારો એન્ડ્રોઇડ ફોન બીજા કોઈના હાથમાં હોય તો એ તેમાં વોટ્સએપ ઓપન કરીને તમારા મેસેજીસ વાંચી શકે છે. હજી હમણાં સુધી આઇફોનમાં પણ આવું જ હતું. હવે આઇફોન પૂરતી સ્થિતિ બદલાઈ છે. ગયા મહિને વોટ્સએપ કંપનીએ આઇફોન માટેની તેની એપમાં, યૂઝર્સ પોતાની વોટ્સએપ એપને ટચ આઇડી કે ફેસ આઇડી...
બે વર્ષ પહેલાં અણધારી આવી પડેલી નોટબંધી ભારત અને ભાજપ બંનેને કેટલી ફળશે એ તો આગામી ચૂંટણીમાં ખબર પડશે, પણ એક વાત નક્કી કે તેના કારણે ભારતમાં ઓનલાઇન પેમેન્ટને ખાસ્સો વેગ મળ્યો છે. તેનો લાભ લેવામાં પેટીએમ કંપનીએ સૌથી વધુ ચપળતા દાખવી છે. નોટબંધી વખતે તેણે મોટા પાયે...
તમે કોઈ એક વાતને જુદા જુદા કેટલા દૃષ્ટિકોણથી જોઈ તપાસી શકો છો? અથવા કોઈ એક મુદ્દાના તમે કેટલાં પાસાં કલ્પી શકો છો? રોજિંદી જિંદગીમાં આપણો દૃષ્ટિકોણ જેટલો વ્યાપક એટલો આપણને વધુ લાભ. તમારે એક જ વાતને અનેક રીતે જોવા સમજવાની ક્ષમતા વિકસાવવી હોય તો ફોનમાં ઇન્સ્ટોલ કરો...
તમારા એપલ આઇફોનને તમે ફિંગર પ્રિન્ટ કે ફેસ આઇડીથી અનલોક કરી શકો છો, પરંતુ ફોનને જડબેસલાક રીતે લોક કરવા માટે પાસકોડ સૌથી વધુ સલામત ગણાય છે. ફોનમાં સામાન્ય રીતે ચાર આંકડાનો પાસકોડ આપી શકાતો હતો પરંતુ આઈઓએસ૯ વર્ઝનથી પાસકોડને વધુ સલામત બનાવવા માટે છ આંકડાનો પાસકોડ આપવો...
રિલાયન્સ જિઓએ મફત કોલિંગથી ખળભળાટ મચાવી દીધા પછી, હવે અન્ય કંપનીઝ પણ વીઓએલટીઇ ટેક્નોલોજી અપનાવીને તેની સર્વિસ વિસ્તારી રહી છે. ભારતના મોબાઇલ માર્કેટમાં અત્યાર સુધી વધુને વધુ ક્સ્ટમર્સને પોતાની તરફ ખેંચવા માટે, વધુ ને વધુ સસ્તા પ્લાનનો જંગ ચાલી રહ્યો હતો. હવે આ યુદ્ધ...
હવે સ્માર્ટફોનમાં ઈ-મેઇલનો ઉપયોગ વધી ગયો છે ત્યારે આપણા ઈ-મેઇલ્સની સ્માર્ટફોન પર થતી અસર પર નજર રાખવા જેવી છે. સ્માર્ટફોનમાંની ઈ-મેઇલ એપ સાથે સિન્ક થતા આપણા ઇમેઇલમાં ભારે એેટેચમેન્ટ્સ હોય તો લાંબા ગાળે તેની અસર સ્માર્ટફોનના પર્ફોર્મન્સ પર થઈ શકે છે. મોટા ભાગે એવું...
આજના ડિજિટલ સમયમાં આપણે અનેક પ્રકારના ફાઇલ ફોર્મેટસાથે કામ કરવાનું થતું હોય છે. ઘણી વાર એવું બને કે આપણને કોઈ વર્ડ, એક્સેલ ફાઇલ મળી હોય અને તેની આપણે પીડીએફ બનાવવાની હોય અથવા જેપીજી ઇમેજમાંથી પીડીએફ બનાવવાની હોય કે પીડીએફમાંથી માત્ર ટેકસ્ટ જોઇતી હોય. અથવા એવું પણ બની...
‘સાયબરસફર’ના જાન્યુઆરી, ૨૦૧૮ અંકમાં આપણે અમદાવાદના જિમિત જયસ્વાલ નામના એક યુવાનના અભ્યાસ સંઘર્ષની વાત કરી હતી. પરિવારની બહુ સાધારણ આર્થિક સ્થિતિ અને રોજિંદા અભ્યાસમાં ખુદ પોતાની નબળી સ્થિતિ જેવા પડકારો વચ્ચે, જિમિતે કાંકરિયાની પાળે કે રસ્તાની ફૂટપાથ પર બેસી, રિલાયન્સ...
તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે કંઈક આવું બની શકે... તમારે ડોક્યુમેન્ટમાંની કોઈ ટેક્સ્ટને તેની જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ ખસેડવી છે. એટલે કે તમે એ ભાગને સિલેક્ટ કરી, Ctrl+Xથી કટ કરશો અને પછી Ctrl+Vથી બીજી જગ્યાએ પેસ્ટ કરશો. પણ આવી...
એકદમ ટૂંકો જવાબ એવો હોઈ શકે કે ફોર્મ્યુલા એટલે એક્સેલમાં આપણે પોતે નક્કી કરેલું સમીકરણ કે ગણતરી. જ્યારે ફંકશન એટલે એક્સેલે પોતે વિકસાવેલી ગણતરી. ફંક્શનને કારણે, આપણે પોતે ફોર્મ્યુલા વિચારવાની કે તૈયાર કરવાની ઝંઝટમાં પડવું ન પડે, ફક્ત એક-બે ક્લિકમાં રેડીમેડ ફંક્શનનો...
હવે તમે ઇચ્છો તો તમારા ફોનને એક પણ વાર આંગળી અડાડ્યા વિના તેનો ઉપયોગ કરી શકો છો. અમુક લોકો માટે આ સુવિધા ખરેખર વરદાનરૂપ બની શકે છે. માની લો કે તમે તમારી ઓફિસમાં પીસી કે લેપટોપ પર કોઈ ખાસ ફાઇલ પર કામ કરી રહ્યા છો. એ જ સમયે તમારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી કોઈ...
આપણે કોઈ સ્થળે જવું હોય અને તેનો રસ્તો ખબર ન હોય તો હવે આપણી મદદ કરવા માટે ગૂગલ મેપ્સ તદ્દન હાથવગા હોય છે. ફોનમાં મેપ્સ એપ ઓપન કરો, હોમ સ્ક્રીન પર ડિરેકશન સૂચવતા ‘ગો’ બટન પર ક્લિક કરો અને તમારા લોકેશનથી જ્યાં જવું હોય તે ડેસ્ટિનેશન લખતાં એપ આપણને કાર, ટુ વ્હિલર,...
પીસીમાં બ્રાઉઝરમાં ટેબની સગવડ મળવાને કારણે આપણું બ્રાઉઝિંગ બિલકુલ બદલાઈ ગયું છે. હવે આપણે અલગ અલગ વેબસાઇટ અલગ અલગ વિન્ડોમાં ખોલવાની જરૂર રહી નથી. પરંતુ ઘણી વાર એવું બની શકે કે આપણે કોઈ ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે તેના પેટા વિષયો મુજબ આપણે...
સ્વીગી અને ઝોમેટો જેવી ફૂડ એપ્સની લોકપ્રિયતા સતત વધતી રહી છે ત્યારે ઘણા લોકોને તેને સંબંધિત કેટલીક પાયાની મૂંઝવણો રહે છે. આવી સર્વિસની એપ ડાઉનલોડ કરીને આપણે મનગમતી રેસ્ટોરાંમાંથી મનગમતું ફૂડ ઓર્ડર કરી શકીએ છીએ. આપણે એપને ઓર્ડર આપ્યા પછી, આપણો ઓર્ડર રેસ્ટોરાંને પહોંચી...
ફેસબુકની પોતાની ટર્મ્સ એન્ડ કંડિશન્સ મુજબ, ફેસબુક પર એકાઉન્ટ ખોલાવતી દરેક વ્યક્તિએ પોતાના અસલી નામનો ઉપયોગ કરવો ફરજિયાત છે (જેને ઘણા લોકો ઘોળીને પી જાય છે અને ફેસબુક તે ચલાવી લે છે તે જુદી વાત છે!). આથી, કાયદેસર રીતે એક જ વ્યક્તિ ફેસબુક પર બે એકાઉન્ટ ધરાવી શકે નહીં. એ...
મેથના કન્સેપ્ટસ જરા જુદી રીતે શીખવતી આ સાઇટમાં શિક્ષકો અને વાલીઓને ખાસ રસ પડશે. માર્ચ મહિનો આવતાં ઘણા લોકોને પરીક્ષાઓ માથે હોવાથી સંતાનોના અભ્યાસમાં મદદરૂપ થવાનું ટેન્શન થવા લાગતું હોય છે. ટેક્નોલોજીના આજના સમયમાં સંતાનોના અભ્યાસમાં મદદરૂપ થવું બહુ મુશ્કેલ નથી, તેમ...
આજકાલ કોલેજમાં પહોંચતા વિદ્યાર્થી, ખાસ કરીને એન્જિનીયરિંગના વિદ્યાર્થી માટે લેપટોપ અનિવાર્ય થઈ ગયું છે. આવો જાણીએ તેની ખરીદી વખતે મૂંઝવતા સવાલોના જવાબો. અગાઉના સમયમાં, પરીક્ષાઓ નજીક હોય ત્યારે છોકરાં સારી રીતે, ઉત્સાહથી ભણે એ માટે વડીલો કહેતા કે સારું પરિણામ આવશે, તો...
ઘણી વાર, ઘણી બાબતમાં એવું થતું હોય છે કે એ બાબતનો આપણને ભરપૂર લાભ મળી શકે તેમ હોય, છતાં આપણે પોતે લેતા ન હોઈએ! કમ્પ્યુટર, સ્માર્ટફોન કે આખા ઇન્ટરનેટમાં આવી પાર વગરની બાબત છે. એ જ રીતે, ઘણી બાબત એવી પણ હોય છે કે તે મળ્યા પછી આપણને લાગે કે આના વગર આટલા વખત સુધી આપણું...
મોબાઇલથી માનવમગજને નુક્સાન એ લાંબા સમયથી ચર્ચા અને ચિંતાનો વિષય રહ્યો છે. ‘સાયબરસફર’ના એપ્રિલ, ૨૦૧૪ અંકમાં આપણે એ વિશે વિગતવાર વાત કરી હતી (તમારા મોબાઇલની સાર વેલ્યુ કેટલી છે?) આજના સમયમાં મોટા ભાગના લોકો માટે તેમનો ફોન ચોવીસે કલાક, ખરા અર્થમાં હાથવગો રહેતો હોય છે....
આપણી ગેરહાજરીમાં સ્વજનોની મુશ્કેલી ઓછી કરવા કેટલાંક પગલાં અત્યારથી જ લેવા જેવાં છે. આજ (ફેબ્રુઆરી 07, 2019)નાં અખબારોમાં સમાચાર છે કે કેનેડાની એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીના એકમાત્ર ડિરેક્ટરનું અચાનક અવસાન થયું, કંપનીના સૌથી અગત્યના પાસવર્ડની માત્ર તેમને ખબર હતી,...
તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં અવારનવાર કામ કરવાનું થાય છે? તમારે વર્ડ પાસેથી ફટાફટ કામ લેવાની કેટલીક ખાસ અને સ્માર્ટ રીત જાણવી જોઈએ! માની લો કે તમે કોઈ ફાઇલ-૧ ઓપન કરીને તેમાં કામ કરી રહ્યા છો. આ ફાઇલ ફોલ્ડર-એમાં છે. હવે માની લો કે તમારે કોઈ ફાઇલ-૨ ઓપન કરવાની થઈ. આ ફાઇલ...
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે આપણે અવારનવાર કંઇક ને કંઇક સાંભળીએ છીએ. આ સ્પેસ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને આપણે દર સેકન્ડે અપડેટ થતા નક્શા પર પર તેનું સ્થાન ‘લાઇવ’ જોઈ શકીએ છીએ. એ તો ઠીક, નરી આંખે પણ, નાના પ્રકાશિત ઝબકારા સ્વરૂપે તેને આકાશમાં ગતિ...
વિજ્ઞાનની જનેતા જિજ્ઞાસા છે. ‘આમ કેમ? જેમ છે, તેને બદલે કંઈક જુદું હોત તો?’ એવા સવાલોમાંથી જ અનેક નવી શોધ શક્ય બને છે અને આપણી દુનિયા સમૃદ્ધ બને છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પોતાની કલ્પનાને બિલકુલ છૂટો દોર આપી શકીએ. વિચાર કરો, આપણી પૃથ્વી પર પ્લાસ્ટિક હોત જ...
જીમેઇલમાં જો તમે લેબલની સુવિધાનો ઉપયોગ કરતા હશો તો લેબલ અને ફોલ્ડર વચ્ચેનો તફાવત બરાબર જાણતા હશો. કમ્પ્યુટરા ફોલ્ડરમાં કોઈ એક ફાઇલ ફક્ત એક ફોલ્ડરમાં રાખી શકાય. એક જ ફાઇલને બે ફોલ્ડરમાં મૂકવી હોય તો આપણે તેની કોપી કરવી પડે. જ્યારે જીમેઇલમાં લેબલ એવી સુવિધા છે જેમાં કોઈ...
સ્માર્ટફોનમાંની ઘણી એપ્સ આપણું લોકેશન જાણે તો આપણને વધુ ઉપયોગી માહિતી આપી શકે છે. પરંતુ બધી એપને તેની મંજૂરી આપવી જરૂરી નથી. તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી કઈ કઈ એપ્સ તમારું લોકેશન જાણી શકે છે એ એક વાર તપાસી જોવું હોય તો... સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં એપ્સમાં જાઓ....
ગેમિંગ Lines - Physics Drawing Puzzle સ્માર્ટફોનમાં કાર કે બાઇકની રેસિંગ એપ્સની તો ભરમાર છે, એમાં તમે કંઈક ‘હટકે’ ગેમ શોધતા હો તો આ એપ ગમશે. એપ ઇન્સ્ટોલ કરતાં એક નાનું ટ્યુટોરિયલ બતાવવામાં આવશે. ગેમનો કન્સેપ્ટ એવો છે કે જુદાં જુદાં લેવલમાં, અલગ અલગ રૂટ બતાવવામાં આવશે,...
એજ્યુકેશન Beaker રસાયણશાસ્ત્રના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મજા પડી જાય, પણ એમના સિવાયના લોકોને, બીજાની મદદ વિના શરૂઆતમાં કદાચ કંઈ ન સમજાય એવી એપ! નવી ટેકનોલોજીથી કેવી નવી સંભાવનાઓ ખૂલી જાય છે એ પણ બતાવતી આ એપ, તમારા સ્માર્ટફોનના સ્ક્રીનને એક બીકર (કાચનું પાત્ર)માં...
એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો હવે આપણે લગભગ પીસી જેટલો જ ઉપયોગ કરવા લાગ્યા છીએ, જે ધારીએ એ એન્ડ્રોઇડમાં થઈ શકે. જોકે કેટલાંક કામ એવાં છે જે પીસીમાં સહેલાઈથી થઈ શકે, પણ એન્ડ્રોઇડમાં કરવા માટે આપણા જરા મગજ કસવું પડે. જેમ કે ઝીપ ફાઇલને અનઝીપ કરવાનું કામ! પીસીમાં સંખ્યાબંધ...
અત્યાર સુધી સ્માર્ટફોનમાં એ ઇન્સ્ટોલ કરતી વખતે ફોનમાંની સ્પેસ ઓછી પડે તો આપણે ફોનના સેટિંગ્સમાં જઇને ફોનમાં કેટલી સ્પેસ ભરાઈ ગઈ છે એ તપાસવું પડતું હતું અને પછી એપ્સમાં જઇને બિનજરૂરી એપ્સ દૂર કરીને જગ્યા કરવી પડતી હતી. હવે આ બધું ગૂગલ પ્લે સ્ટોરમાં જ ઉમેરાઈ ગયું છે....
ફેસબુક તેની ફોટો-શેરિંગ એપ ‘મોમેન્ટ્સ’ બંધ કરી રહી છે. આ એપ ૨૦૧૫માં લોન્ચ થઈ હતી. આ એપ આપણા ફોટોગ્રાફ્સ ફેસબુક પર અપલોડ કર્યા વિના ડાયરેક્ટલી આપણા ફેસબુક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની સગવડ આપતી હતી. આ એપ ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૯ પછી આપણે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકીશું નહીં....
વોટ્સએપ સામે તેના જેવી જ મેસેજિંગ એપ લોકપ્રિય બનાવવાના ગૂગલના કોઈ પ્રયાસ સફળ રહ્યા નથી. પરંતુ તેની વીડિયો કોલિંગ માટેની ડ્યૂઓ એપ વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસ સામે થોડી ટક્કર આપી રહી હોય તેવું લાગે છે. ઘણાં લોકો હવે સાદા કોલ કરવાને બદલે વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસનો...
ભારત સરકાર અને વિદેશની ટેક્નોલોજી કંપનીઝ વચ્ચે, ડેટા સ્ટોરેજની બાબતે રીતસર જંગ ચાલી રહ્યો છે. ભારત સરકારનો આગ્રહ છે કે તમામ કંપનીઝે ભારતીય યૂઝર્સનો ડેટા ભારતમાંના ડેટા સેન્ટર્સમાં જ સ્ટોર કરવો જરૂરી છે. આ જંગમાં, ટ્રુકોલર કંપનીએ નમતું જોખ્યું હોવાના ખબર છે. આ સ્વીડિશ...
સરસ કન્ટેન્ટ અને સરસ પ્રેઝન્ટેશન. એક્સેલની તમામ ફોર્મ્યુલાઓ વિશે એક સ્પેશિયલ એડિશન કરો. - વિવેક નાણાવટી, અમદાવાદ ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૯ અંકમાં ડેવલપર બનવા વિશે બહુ સરસ સમજ આપી છે. - ધર્મરાજકુમાર હરેશભાઈ પટેલ, આણંદ ‘સાયબરસફર’ દ્વારા સમય, માગ અને જરૂરિયાત મુજબનું...
વોટ્સએપમાં આપણા મેસેજ સંબંધિત બ્લૂ કે ગ્રે ટીકના અર્થ આપણે બરાબર સમજીએ છીએ, પણ ફેસબુકની મેસેન્જર એપમાં આવતી આવી નિશાનીઓના અર્થ પણ જાણી લેવા જેવા છે... તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ચાલુ ન હોય ત્યારે મેસેન્જર એપ ઓપન કરી કોઈને મેસેજ મોકલો ત્યારે મેસેજની બાજુમાં એક ખાલી...
વોટ્સએપમાં આપણા પર આવેલા મેસેજિસમાં કઈ ચેટ સ્ટોરેજમાં કેટલી જગ્યા રોકે છે તે જોવું છે? એ માટે, ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં ‘ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેજ’માં જાઓ. અહીં અલગ અલગ ગ્રૂપ અને વ્યક્તિઓ સાથેની ચેટને કારણે કેટલી જગ્યા રોકાય છે તે સૌથી વધુથી ઘટતા ક્રમમાં જોઈ શકાશે....
યુટ્યૂબમાં અનેક વિષયોની ખાસ્સી ઊંડાણભરી સમજ આપતા વીડિયોઝનો ખજાનો પડ્યો છે, પણ ક્યારેક મુશ્કેલી એ થાય કે આ વીડિયોમાં ઓડિયોની ક્વોલિટી બહુ સારી ન હોય અથવા તો તેના ઉચ્ચારો આપણને ન સમજાય એવા હોઈ શકે છે. આ ફક્ત આપણી નહીં, દુનિયાભરના લોકોની સમસ્યા છે અને યુટ્યૂબે તેનો ઉપાય...
બહુ ઓછા શબ્દોમાં ઘણું કહેવાની સગવડ આપતી ટવીટર સર્વિસ પર સામાન્ય લોકો કરતાં સેલિબ્રિટિઝ વધુ એક્ટિવ છે, કદાચ એટલે તમને એમાં સક્રિય થવાની બહુ ઇચ્છા ન થતી હોય, પરંતુ તમે ફક્ત એક વાચક તરીકે ટવીટરનો ઉપયોગ કરીને પણ તેમાંથી ઘણું મેળવી શકો. સેલિબ્રિટિઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રની...
એક્સેલમાં જ્યારે આપણે કોઈ પણ રો કે કોલમમાં એકસરખી પેટર્ન મુજબ ડેટા ફિલ કરવાનો હોય ત્યારે ઓટોફિલ સુવિધા બહુ કામ લાગી શકે છે, જે ફોર્મેટ અને ફોર્મ્યુલા કોપી કરવા તથા લિસ્ટ, તારીખ, નંબર્સ વગેરે ઝડપથી એન્ટર કરવા માટે ખાસ ઉપયોગી છે. ઓટોફિલ જાણીતી, નિશ્ચિત પેટર્નને આપોઆપ...
ઇન્ટરનેટ પર ફાઇલ્સની આપ-લે ઘણી સહેલી બન્યા પછી યુએસબી પેનડ્રાઇવનો ઉપયોગ હવે થોડો ઘટી રહ્યો છે. આમ છતાં ઘણા સંજોગમાં એવું બની શકે કે આપણે કોઈ મિત્ર કે ઝેરોક્ષ શોપના કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરવા માટે આપણી પેનડ્રાઇવ આપવી પડે. આપણે પોતાના કમ્પ્યુટરમાં નિયમિત રીતે અપડેટ કરેલ...
તમારી પાસે વિન્ડોઝ-૧૦ પીસી કે લેપટોપ છે? તેમાં બે કે ચાર જીબી જેટલી, આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે અપૂરતી ગણાય તેટલી રેમ છે? પરિણામે પીસી/લેપટોપ સતત ધીમું ચાલતું હોવાની તમારી ફરિયાદ છે? કમ્પ્યુટરની સિસ્ટમ પ્રોપર્ટીઝમાં ફક્ત એક સેટિંગ બદલીને તમે કમ્પ્યુટરને ઠીક ઠીક ઝડપી...
બર્થ ડે પાર્ટી કે ફેમિલી ટૂરના ઢગલાબંધ ફોટોગ્રાફ લીધા? સરસ, તમે ઇચ્છો તો તેમાંથી પસંદગીના ફોટોગ્રાફ્સની સરસ મૂવી પણ બનાવી શકો છો! જો તમે સ્માર્ટફોનથી આ ફોટોઝ લીધા હશે, ફોનમાં ગૂગલ ફોટોઝ એપ હશે, ફોટોઝનો ઓટોમેટિક બેકઅપ અને આસિસ્ટન્ટ ફીચર ઓન રાખ્યાં હશે, તો પૂરી શક્યતા...
દુનિયા ધીમી પણ મક્કમ ગતિએ વાયરલેસ બનવા તરફ આગળ વધી રહી છે, પણ અત્યારે તો આપણે કેબલનો કકળાટ સહન કર્યા વિના છૂટકો નથી! આવો જાણીએ આજની ડિજિટલ દુનિયામાં આપણો કેવા અલગ અલગ પ્રકારના કેબલ્સ સાથે પનારો છે? USB (Universal Serial Bus) આજના ડિજિટલ સમયમાં સૌથી વધુ રીતે ઉપયોગમાં...
તમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર ગમે કે નહીં? આ સવાલના જવાબનો આધાર, ઘણે અંશે, તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર છે. આ બંને વિષયો સ્કૂલમાં ભણ્યાને વર્ષો વીતી ગયાં હોય અને હવે તમારા રોજિંદા જીવનમાં બંને વિષયનું કોઈ ખાસ મહત્ત્વ દેખાતું ન હોય (હોય તો ખરું, પણ દેખાતું ન હોય!) તો...
સવાલ મોકલનાર : નીરવ મહેતા, મુંબઈ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં કોઈ રસપ્રદ એપ જુઓ એટલે તેને ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટોલ બટન ક્લિક કરો, પણ સ્ક્રીન પર સતત ‘ડાઉનલોડ પેન્ડિંગ’નો મેસેજ આવ્યા કરે, એવું ઘણા લોકો સાથે થતું હોય છે. આપણને એ ગેમ કે એપ ફટાફટ ઇન્સ્ટોલ કરીને તેના પર હાથ...
સ્માર્ટફોન યૂઝર્સની દુનિયા બે પ્રકારના લોકોમાં વહેંચાયેલી છે - આઇફોન યૂઝર્સ અને એન્ડ્રોઇડ યૂઝર્સ! એન્ડ્રોઇડના યૂઝર્સનું પ્રમાણ હવે ઘણું વધુ છે, છતાં થેન્ક્સ ટુ સ્ટીવ જોબ્સ, આઇફોન એક આઇકોનિક બ્રાન્ડ છે! કદાચ એ જ કારણે એન્ડ્રોઇડ યૂઝર્સને ‘આઇફોનમાં એવું તે શું હોય છે?’ એ...
ફેસબુકમાંથી ડેટાની ચોરી આખી દુનિયામાં ચર્ચાનો વિષય કેમ બને છે એ જાણવા માટે, ફેસબુક આપણી પ્રવૃત્તિઓ વિશે અને આપણા પોતાના વિશે કેટલું જાણે છે એ આપણે પોતે જાણવું જરૂરી છે! પંદર વર્ષ પહેલાં, જ્યારે દુનિયાએ ફેસબુકનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે અમેરિકામાં ફેસમેશ.કોમ...
ભારતમાં નોટબંધીને પગલે અચાનક ચલણમાં આવી ગયેલા મોબાઈલ વોલેટ્સ હવે તેની સામેના અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં કાર્યરત તમામ મોબાઇલ વોલેટ્સને તેના તમામ કસ્ટર્મસ માટે નો-યોર-કસ્ટમર્સ (કેવાયસી) પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૧૯ના...
તમે જાણો છો તેમ વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ બિલકુલ તૈયાર છે, પણ ડેટાની સલામતીના મુદ્દે વાત અટવાઈ પડી છે. હવે એમાંના એક અવરોધ દૂર કરવા ટૂંક સમયમાં વોટ્સએપમાં એપ ઓપન કરતી વખતે ફિંગરપ્રિન્ટથી આપણી ઓળખ સાબિત કરવી પડે એવી સગવડ ઉમેરાઈ જશે. વોટ્સએપની આઇઓએસ એપમાં...
મોબાઇલ ફોન આપણી ઓળખ સાબિત કરવા માટે બન્યા નથી, પણ ટેક્નોલોજી જગતે એવી કોશિશ કરતાં, હવે નવા પ્રકારની છેતરપીંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. કલ્પના કરો કે તમે એક સરસ મજાનો નવો નક્કોર સ્માર્ટફોન ખરીદ્યો. હવે લગભગ તમામ નવા સ્માર્ટફોનમાં નેનો અથવા માઇક્રો સિમ કાર્ડ જરૂરી હોય છે...
નવા ચાર્જનું માળખું તમને ગૂંચવી રહ્યું હોય તો ટ્રાઇએ આપેલી વેબસર્વિસ તપાસી જુઓ આગળ શું વાંચશો? શું ફેર થઈ રહ્યો છે? નવા નિયમો મુજબની સ્થિતિ... નવું માળખું કેવું છે? ટ્રાઇની ઉપયોગી વેબ એપ્લિકેશન પસંદગી ‘ઓપ્ટિમાઇઝ’ કરો ભારતમાં લાંબા સમયથી ટીવી ક્ષેત્રે અરાજકતા હતી. એક...
આ અંકથી આપણી સહિયારી ‘સાયબરસફર’ આઠમા વર્ષમાં પ્રવેશ કરે છે! જાન્યુઆરી ૨૦૦૮માં અખબારની પૂર્તિમાં એક ખૂણામાં એક નાનકડી કોલમ તરીકે સફરનો પ્રારંભ થયો એ સમયે સ્માર્ટફોન તો દૂરની વાત હતી, પણ કમ્પ્યુટરનો ઉપયોગ પણ આજના જેટલો સર્વવ્યાપક નહોતો. વિષય જરા અઘરો હોવા છતાં આપણા...
વકીલાત અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરી શકો તો આ ક્ષેત્રે આગળ વધવાની ઉજળી તકો છે સવારે છાપું હાથમાં લો ત્યારે અચૂક એવા કોઈક સમાચાર વાંચવા મળે જે ઇન્ટરનેટ કે સાયબર વર્લ્ડમાં ગુનાખોરીને લગતા હોય. સોશિયલ મીડિયા પર કોઈની બદનક્ષી કરવામાં આવી હોય, વેબસાઇટનું હેકિંગ થયું હોય...
જાન્યુઆરી 25, 2019ના રોજ અમેરિકન ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ તેમની માલિકીની અને ઇન્ટરનેટ પરની અત્યારની સૌથી લોકપ્રિય ત્રણ મેસેન્જિંગ એપ્સ - વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર - ત્રણેયને એકમેકમાં ભેળવી...
[vc_row][vc_column width="2/3"][vc_column_text]આજના ટેક્નોલોજી યુગમાં ડેવલપર્સની ચોતરફ બોલબાલા છે. પરંતુ તેમાં કારકિર્દી માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ કઈ દિશાઓ તપાસવી એની તમને મૂંઝવણ હોય તો ઉપયોગી થશે આ માર્ગદર્શન. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર...
[vc_row][vc_column width="2/3"][vc_column_text]ફેસબુકની તમારી તમામ પ્રવૃત્તિ અને ડેટા, આમ તો તમે ફેસબુક પર જોઈ શકો છો, પણ તેને એક ફોલ્ડર સ્વરૂપે ડાઉલોડ કરીને તપાસશો તો તેમાંથી ઘણી નવી વાતો જાણી શકશો. આગળ શું વાંચશો? ફેસબુક પરનો ડેટા તપાસવો કેમ જરૂરી છે? લેપટોપ કે...
[vc_row][vc_column][vc_column_text]વર્ડમાં સાદા ડોક્યુમેન્ટમાં તો પેજને નંબર આપવાનું કામ સહેલું છે, પણ મોટા અને અલગ અલગ સેક્શન્સ ધરાવતા ડોક્યુમેન્ટમાં આ કામ થોડું મુશ્કેલ બની શકે છે. જાણો તેની એ-ટુ-ઝેડ માહિતી. માઇક્રોસોફટ વર્ડનો તમે તમારા કામકાજમાં ઠીક ઠીક ઉપયોગ કરતા...
[vc_row][vc_column width="2/3"][vc_column_text]જેના હાથમાં સ્માર્ટફોન હોય અને છતાં વોટ્સએપનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ હવે શોધવી મુશ્કેલ છે! દાદા-દાદી અને નાના-નાની સુદ્ધાં હવે વોટ્સએપ પર એક્ટિવ થવા લાગ્યાં છે. આ એપનો દિવસ-રાત ઉપયોગ થતો હોવા છતાં, તેનાં કેટલાંક...
પરીક્ષાની મોસમ નજીક આવતાં જ સ્વાભાવિક રીતે, વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં કારકિર્દી વિશેનો ઉચાટ વધે છે. અત્યારે જે રીતે ચોતરફ આઇટીની બોલબાલા ચાલી રહી છે એ જોતાં આઇટીમાં કરિયરનાં સ્વપ્નો ઘણી આંખોમાં અંજાયેલાં હોય છે, પણ આ ક્ષેત્રમાં ખરેખર કેવી તકો છે, કેવી તૈયારીઓ કરવી...
આપણી વાસ્તવિક જિંદગીની સાથોસાથ ડિજિટલ લાઇફ પણ અંગત અને વ્યાવસાયિક એમ બે ભાગમાં વહેંચાયેલી છે. બંને વચ્ચે સંતુલ રાખવા માટે ક્રોમની આ સુવિધા અપનાવવા જેવી છે... આ લેખમાં આગળ વધતાં પહેલાં નીચેના સવાલોના જવાબ આપો: તમે તમારા અંગત ઉપયોગ માટે અને કામકાજના ઉપયોગ માટે અલગ અલગ...
એક્સેલમાં કામ કરતી વખતે તેની ગ્રિડના એકના એક ભૂખરા-ગ્રે રંગથી કંટાળી ગયા છો? તમે ઇચ્છો તો ગ્રિડનો રંગ બદલી શકો છો. એ માટે... એક્સેલ ઓપન કરો. ફાઇલ પર ક્લિક કરીને ‘ઓપ્શન્સ’માં જાઓ (એક્સેલના વર્ઝન અનુસાર અહીં સુધી પહોંચવાની રીત થોડી જુદી હોઈ શકે છે). ઓપ્શન્સમાં...
[vc_row][vc_column width="2/3"][vc_column_text]આગળ શું વાંચશો? અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ફોન્ટમાં તફાવત ક્યાં છે? યુનિકોડ ફોન્ટથી શું ફેર થયો? વિવિધ ફોન્ટને એકબીજામાં કન્વર્ટ કરી ન શકાય? તમારે કયા ફોન્ટ પસંદ કરવા જોઈએ? સવાલ મોકલનાર : શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યા,...
મહત્ત્વના ઇમેલ્સ ફિલ્ટર કરીને તેના પર નિશ્ચિત એક્શન સેટ કરશો તો ઘણાં કામ સરળ બની જશે. રોજબરોજના સામાન્ય કમ્યુનિકેશન માટે આપણે સૌ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ તરફ વળી ગયા છીએ, પરંતુ ઘર કે ઓફિસના કામકાજ સંબંધિત ઘણી બાબતો માટે લાગે છે કે ઈ-મેઇલ સદાબહાર છે. એવું કહી શકાય...
તમારે પોતાને માટે અને પરિવારનાં બાળકો માટે ફોનમાં ઇન્સ્ટોલ કરો ક્યુરિયોસિટી! માણસની જિજ્ઞાસા તેને જીવતો રાખે છે. કબૂલ, મંજૂર? તો વાંચો બીજું સનાતન સત્ય - એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. ફરી, કબૂલ ને મંજૂર? તો હવે એ કહો કે નરસિંહ મહેતા કહી ગયા એમ, ‘વૃક્ષમાં બીજ તું,...
નવા વર્ષને આવકારીએ, કંઈક અજાણી, અવનવી માહિતી સાથે. એક વર્ષનો અંત આવે અને નવા વર્ષને આવકારીએ એ સાથે, થોડા સમય માટે કેલેન્ડરમાં આપણો રસ નવેસરથી જાગૃત થાય છે! વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆતમાં, કેલેન્ડરમાં જાતભાતની બાબતોમાં તમને પણ રસ પડતો હોય તો આ એક સાઇટ તમારે જોવા...
લોકશાહી દેશની સંસદની વેબસાઇટ કેવી હોવી જોઈએ એ સમજવા આ સાઇટ જોવી રહી! આપણો ગણતંત્ર દિવસ નજીકમાં જ છે. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે ભારતીય સંસદનું શિયાળુ સત્ર પૂરું થવામાં હશે. હવે બધા સાંસદો અને રાજકીય પક્ષોનું ધ્યાન લોકસભાની આગામી ચૂંટણી પર કેન્દ્રિત છે. થોડા...
વર્ષ ૨૦૧૮ના અંત સાથે નોન-સીટીએસ ચેક અને મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડનો પણ અંત છેલ્લાં થોડાં વર્ષોથી ટેકનોલોજીની દૃષ્ટિએ આપણી બેન્કિંગ વ્યવસ્થામાં બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે. આરટીજીએસ, આઇએમપીએસ વગેરે લાંબા સમયથી બેન્કિંગ વ્યવસ્થાનો ભાગ હોવા છતાં તેનો ઉપયોગ છેલ્લાં થોડાં...
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે તેના ૫૦-૭૦ લાખ ફોટોને ડિજિટલ બનાવવાનું શરૂ કર્યું છે બે ઘડી મન શાંત કરીને આ સવાલનો જવાબ આપો - તમારી પાસે તમારા પરિવારના કેટલાક ફોટોગ્રાફ્સ હશે? સાવ કાચો અંદાજ માંડો તો પણ આંકડો હજારમાં તો હશે જ. એમાંના ઘણા હાર્ડ કોપી સ્વરૂપે હશે અને જે...
હમણાં તમે અખબારોમાં માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો જોઈ હશે. એ પહેલાં, ગૂગલની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો પણ આવતી હતી. ક્લાઉડ કમ્પ્યુટિંગની સર્વિસ આપતા ત્રીજા મોટા ગજાના ખેલાડી - એમેઝોન વેબ સર્વિસીસ વિશે તો આપણે ખાસ જાણતા નથી. પરંતુ હકીકત એ છે કે આ ત્રણેય...
આ અંકમાં અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે પોતાની પાસેના ૫૦-૭૦ લાખ ફોટોગ્રાફ્સની હાર્ડ કોપીનો ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવાનું કામ આરંભ્યું છે એ લેખના સંદર્ભે એક સવાલ - આ કામગીરીને ફોટોગ્રાફ્સનું ‘ડિજિટાઇઝેશન’ કહેવાય કે ‘ડિજિટલાઇઝેશન’?! મોટા ભાગે આ પ્રકારની કામગીરી...
સ્માર્ટફોનથી ફોટોગ્રાફી અત્યંત સહેલી બની છે, પરંતુ આપણા ડિજિટલ ફોટોઝને સાચવવાની પળોજણ વધી છે! જો તમે ‘સાયબરસફર’ના જૂના વાચક હશો તો તમે જાણતા હશો કે આપણે છેક જુલાઈ ૨૦૧૫માં આપણા ડિજિટલ ફોટોઝના એક કાયમી સરનામા તરીકે ગૂગલ ફોટોઝ વેબસર્વિસનો વિગતવાર પરિચય મેળવ્યો હતો. એ...
આગળ શું વાંચશો? વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ થવાની શક્યતા વોટ્સએપમાં ક્રિપ્ટોકરન્સીનો વિચાર નંબર પોર્ટેબિલિટી ઝડપી બની મોબાઇલ ફોનના એસેમ્બલિંગમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે ગૂગલની વધુ એક સર્વિસ બંધ થાય છે નોકિયા ૮.૧ લોન્ચ થયો વનપ્લસ કંપની ટીવી...
હું છેલ્લા બે વર્ષથી નિયમિત ‘સાબરસફર’ મેગેઝિન વાંચું છું તથા ‘સાયબરસફર’ દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકો પણ વાંચું છું. તેમાં આવરી લેવામાં આવતા વિવિધ વિષયો ખૂબ જ નવીનતમ હોય છે અને સરળ ભાષામાં સમજાવામાં આવે છે. જેથી એક એવી વ્યક્તિ જેને ટેક્નોલોજીનું જ્ઞાન નથી, તેવા બિન...
અહીં 2019ના લેખો આવશે.આ ટ્રાયલ છે.
ઇન્ટરનેટને નેટ એટલે કે ગજબની અટપટી રીતે ગૂંથાયેલું જાળું કેમ કહે છે એ વધુ એક વાર, ગયા મહિને પ્રકાશમાં આવ્યું - આ વખતે દુનિયાભરના અસંખ્ય લોકોની ફેવરિટ સોશિયલ સાઇટ ફેસબુકને કારણે! ફેસબુકના યૂઝર્સનો ડેટા ચોરી થયો અને બનાવટી, ફેક ન્યૂઝનો મારો ચલાવીને, અમેરિકાના વર્તમાન...
તમે કોઈ કામમાં વ્યસ્ત હો અને ત્યારે તમારે એન્ડ્રોઇડ ફોન ગૂંજી ઉઠે, તો તમે શું કરો છો? તમે એ કોલ રીસિવ કરવા ન માગતા હો, તો ફોનના સ્ક્રીન પર દેખાતા કોલ બટનને ડાબી તરફ સ્વાઇપ કરીને કોલ રીજેક્ટ કરતા હશો, બરાબર? પરંતુ કોલ કરનાર વ્યક્તિ મહત્વની હોય અને તમે એમને જણાવવા માગતા...