fbpx

આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં

By Himanshu Kikani

3

રોજિંદી ફિટનેસ જાળવવામાં મદદરૂપ થતી ગૂગલ ‘ફિટ’ એપનો નજીકનો પરિચય.

આગળ શું વાંચશો?

  • ગૂગલ ફિટ એપનાં મુખ્ય પાસાં સમજીએ

  • ગૂગલ ફિટ એપનો ઉપયોગ શરૂ કરીએ

  • દૈનિક પ્રવૃત્તિની નોંધ કેવી રીતે થશે?

  • ગૂગલ ફિટ સાથે અન્ય એપ્સ કનેક્ટ કરી શકાય

  • આપણાં લક્ષ્ય કેવાં હોવા જોઇએ?

  • ફિટ એપની બેટરી પર કેવી અસર થાય છે?

આપણી જિંદગી સ્માર્ટફોનને કારણે વધુ ને વધુ બેઠાડુ થતી જાય છે, પણ તેની સામે આ જ સ્માર્ટફોન આપણને શારીરિક રીતે વધુ સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત પણ કરી શકે છે!

તમે ફિટનેસના આગ્રહી હો તો તમારા સ્માર્ટફોનમાં ઉમેરવા માટે અલગ અલગ ઘણા બધા પ્રકારની ફિટનેસ એપ્સના વિકલ્પો મળે છે. કોઈ એપ આપણને નિયમિત રીતે ચાલવા માટે પ્રોત્સાહિત કરીને રોજે રોજ આપણે કેટલાં ડગલાં ચાલ્યા, કેટલું અંતર ચાલ્યા, એમ કરીને કેટલી કેલેરી બાળી વગેરે વિગતો ટ્રેક કરી આપે છે. તો કોઈ એપ આપણા રોજિંદા આહાર પર નજર રાખવામાં આપણને મદદ કરે છે.

કોઈ એપ આપણે નિશ્ચિત કરીએ એટલા સમય અંતરાલે આપણને પાણી પીવાનું યાદ અપાવે છે. ઘણી એપ સોશિયલ મીડિયાની ગરજ પણ સારે છે અને મિત્રો સાથે ફિટનેસ એક્ટિવિટી શેર કરવાની સગવડ આપે છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!