કમ્પ્યુટરમાં એક એવી ખાસિયત હોય છે જેનો તમે અનુભવ તો કરતા હશો, તેમ છતાં તમે કદાચ એના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. વાત છે કોપી કરેલી ટેક્સ્ટનું ફોર્મેટિંગ પણ કોપી કરવાની ખાસિયત.
બાળકોના સ્કૂલના પ્રોજેક્ટ માટે વિકિપીડિયામાંથી ટેકસ્ટ કોપી-પેસ્ટ કરતી મમ્મીઓને કે ઓફિસમાં અલગ અલગ વેબસાઇટ્સ પરથી કન્ટેન્ટ કોપી કરીને ‘નવો’ રિપોર્ટ તૈયાર કરવા મથતા એક્ઝિક્યુટિવ્સને કમ્પ્યુટરની આ ખાસિયત પજવતી પણ હશે!
સૌથી સહેલું ઉદાહરણ લઈએ તો વિકિપીડિયામાં કોઈ પણ આર્ટિકલ ઓપન કરો અને તેમાંની કોઈ ટેકસ્ટ કોપી કરો. હવે તેને વર્ડના બ્લેન્ક ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરો અથવા જીમેઇલના કંપોઝ બોક્સમાં પેસ્ટ કરો. તમે જોશો તેમ વિકિપીડિયામાં લેખમાં દરેક વાક્યે ત્રણ-ચાર શબ્દોને હાયપર લિન્ક આપેલી હોય છે.