દેશના ૬૦ ટકા નવા એન્જિનીયર્સને નોકરી મળતી નથી, કેમ?
આગળ આપેલા આંકડા, જરા વધુ ધ્યાનથી વાંચજો, ચાનો કપ હાથમાં હોય તો બાજુએ મૂકીને વાંચજો :
- ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના તાજા રિપોર્ટ પ્રમાણે, દેશમાં દર વર્ષે બહાર પડતા આઠ લાખ એન્જિનીયર્સમાંથી ૬૦ ટકાથી વધુને નોકરી મળતી નથી.
- કોગ્નિઝન્ટ ટેક્નોલોજીસ નામની એક મોટી આઇટી કંપનીએ ભારતમાં એક સાથે ૬,૦૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે વાર્ષિક પર્ફોર્મન્સ અપ્રેઇઝલમાં આ લોકોની કામગીરી કંપનીની અપેક્ષા મુજબની નથી (બીજાં કારણ પણ હોઈ શકે છે).
- બીજા એક અહેવાલ મુજબ, ભારતમાં આ વર્ષે આઇટી કંપનીઝ અગાઉ કરતાં પૂરા ૪૦ ટકા ઓછા લોકોને નોકરી પર લે તેવી શક્યતા છે.