જૂના ડબ્બા જેવા મોનિટર કરતાં સ્ટાઇલિશ લાગતા ફ્લેટ સ્ક્રીન અક્ષરો સ્પષ્ટ રીતે ડિસ્પ્લે કરવાની બાબતે નબળા છે. જોકે ‘ક્લિર ટાઇપ’ ટેક્નોલોજીથી આપણે આ ખામી સુધારી શકીએ છીએ.
તમારે રોજેરોજ પર્સનલ કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરવાનું થાય છે? રોજબરોજનાં, ખાસ કરીને ઇન્ટરનેટ પર આધારિત મોટા ભાગનાં કામકાજ હવે સ્માર્ટફોન પર થઈ જાય છે, પણ જેમણે કન્ટેન્ટનો ફક્ત ઉપયોગ નથી કરવાનો પણ અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ સર્જવાનું પણ છે એ લોકો માટે તો હજી પણ પીસી જ વધુ ઉપયોગી છે.
જો તમે પણ પીસી પર કામ કરતા હો તો તમારું મોનિટર જૂના ડબ્બા જેવું સીઆરટી (કેથોડ રે ટ્યૂબવાળું) મોનિટર હશે અથવા લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ધરાવતો, એલસીડી ફ્લેટ સ્ક્રીન હશે. આ ફ્લેટ સ્ક્રીન ઓછી જગ્યા રોકે, સ્ટાઇલિશ છે, વધુ પહોળાઈ ધરાવે છે, વજનમાં હળવા છે, એ બધા ફાયદા ખરા, પણ તેમાં એક ખાસ પ્રકારની ખામી છે. આ સ્ક્રીન પર અક્ષરો સ્પષ્ટ ન દેખાય એવું બની શકે છે. આ તકલીફ ફ્લેટ સ્ક્રીનવાળા મોનિટર અને લેપટોપ બંનેમાં હોઈ શકે છે, કારણ કે બંનેની ડિસ્પ્લે ટેક્નોલોજી એક જ છે.
પહેલી નજરે આપણને લાગે કે ફ્લેટ સ્ક્રીન એ તો સીઆરટી મોનિટર પછી વિક્સેલી ટેક્નોલોજી છે તો એ તો પહેલાં કરતાં વધુ સારી જ હોવાની.
તો પછી એલસીડી સ્ક્રીનમાં તકલીફ શી છે? એ સમજવા માટે પહેલાં આપણે બંને સ્ક્રીનમાં ડિસ્પ્લે કેવી રીતે સર્જાય છે એ સમજવું પડે.
આગળ શું વાંચશો?
- તમારા કમ્પ્યુટરમાં ક્લિયર ટાઇપની સુવિધા કેવી રીતે તપાસશો?