સવાલ મોકલનાર : કિશોર ગગલાણી, પોરબંદર
રેન્સમવેરના હુમલા પછી ‘ફાયરવોલ’ શબ્દ થોડો વધુ ચર્ચામાં આવ્યો છે, પરંતુ છેલ્લાં ૧૩ વર્ષથી વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમના દરેક વર્ઝનમાં આ ઉપયોગી સેફ્ટી ટૂલ સામેલ રહ્યું છે.
આ ટૂલ ચૂપચાપ પોતાનું કામ કરતું હોવાથી એ આપણી નજરમાં આવતું નથી પણ એ આપણા માટે ઘણું ઉપયોગી છે.
આપણે વિન્ડોઝ ફાયરવોલને વધુ જાણીએ છીએ, પણ આપણા કમ્પ્યુટર માટે બે પ્રકારની ફાયરવોલ ઉપલબ્ધ હોય છે, એક છે હાર્ડવેર અને બીજી છે સોફ્ટવેર.
આપણા પીસી અને બ્રોડબેન્ડ રાઉટર વચ્ચે એક વધારાનું ઇલેક્ટ્રોનિક સાધન મૂકવામાં આવે ત્યારે તે હાર્ડવેર ફાયરવોલ કહેવાય છે અને સોફ્ટવેર ફાયરવોલ, પીસીમાં આવતા જતા ઇન્ટરનેટ ટ્રાફિકનું નિયમન કરે છે. આવું સૌથી જાણીતું ટૂલ છે વિન્ડોઝ ફાયરવોલ.