વોટ્સએપમાં હવે મેસેજીસનો મારો વધવા લાગ્યો છે અને ‘બે ઘડી ગમ્મત’ પ્રકારના મેસેસ ઉપરાંત મહત્વના મેસેજનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આવા મેસેજ જોયા પછી તરત નહીં પણ થોડા સમય પછી તેના પર એક્શન લેવાનું હોય, તો એ મેસેજ અન્ય મેસેજના પ્રવાહમાં ખોવાઈ જાય એવું બની શકે છે.