રિલાયન્સ જિઓ સ્માર્ટફોન ક્ષેત્રે પોતાની આગવી ઇકોસિસ્ટમ ઊભી કરી રહી છે. કંપનીએ હમણાં જિઓહેલ્થહબ નામે એક એપ લોન્ચ કરી છે જેમાં આપણે આપણા સ્વાસ્થ્ય સંબંધિત તમામ ડેટા જેમ કે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન્સ, લેબ રિપોર્ટસ વગેરે અપલોડ કરી શકીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે ડોકટર કે પરિવાર સાથે સલામત રીતે શેર કરી શકીએ છીએ.