વોટ્સએપ, ફેસબુક કે ગૂગલ – કોને કેટલી માહિતી આપવી એ આપણે જ નક્કી કરવાનું છે.
થોડાં વર્ષ પહેલાં આપણે ગૂગલ સર્ચ એન્જિનમાં કશું પણ સર્ચ કરતા હતા ત્યારે એ બધું ગૂગલ યાદ રાખશે કે આપણી પ્રાઇવસી જોખમાશે એવી ઝાઝી ચિંતા આપણે કરતા નહોતા. પરંતુ વખત જતાં, પ્રાઇવસીના મુદ્દે જાગૃતિ આવતી ગઈ અને આપણને તેની ચિંતા પણ થવા લાગી છે.
પરંતુ હવે ઇન્ટરનેટની ટેક્નોલોજી જે દિશામાં વિકસી રહી છે એ જોતાં આપણી પાસે બે જ વિકલ્પો રહેવાના છે – કાં તો, પ્રાઇવસીની ચિંતા ભૂલીને જે સર્વિસનો લાભ મળે છે તે લો, અથવા ઇન્ટરનેટનો કોઈ પણ રીતે લાભ લેવાનું જ ભૂલી જાઓ!