તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય, કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન પાર્લર હોય, ઝેરોક્સ શોપ હોય, નાનું રેસ્ટોરાં હોય, બ્યુટી પાર્લર હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હો… તો તમને નવા કસ્ટમર કે ક્લાયન્ટ કેવી રીતે મળે? છાપાં ભેગાં લીફલેટ વહેંચવાં, ટચૂકડી જાહેરખબરો કરવી વગેરે જૂની પદ્ધતિઓ ઉપરાંત ઓનલાઇન માર્કેટિંગનો પણ તમે લાભ લઈ શકો છો – જો તમારી એક વેબસાઇટ હોય!
સામાન્ય રીતે નાના બિઝનેસ માટે પોતાની વેબસાઇટ બનાવવી એ ઘણું મુશ્કેલ કામ છે. બ્લોગર, વર્ડપ્રેસ વગેરે પ્લેટફોર્મ પર આ કામ પ્રમાણમાં સહેલું બન્યું છે પણ કોઈ પ્રકારની ટેકનિકલ જાણકારી ન હોય તો તમારે રૂપિયા ખર્ચીને કોઈ પાસે જ વેબસાઇટ બનાવડાવવી પડે. એટલે જ, ગૂગલ અને કેપીએમજી કંપનીએ કરેલા એક સર્વેક્ષણમાં તારણ નીકળ્યું છે કે ભારતના પૂરા 32 ટકા નાના બિઝનેસની ઇન્ટરનેટ પર કોઈ હાજરી નથી.