ઉસકી શર્ટ મેરી શર્ટ સે જ્યાદા સફેદ કૈસે? વેકેશનમાં ફરીને આવેલા કોઈ મિત્ર તેમની ફેમિલી ટૂરના ફોટોગ્રાફ્સ તમને ઉત્સાહથી બતાવતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક તમને આવો વિચાર આવી જતો હશે.
એ તો દેખીતું છે કે મિત્રના ફોટોગ્રાફ્સની ક્લેરિટી તમે લીધેલા ફોટોગ્રાફ્સ કરતાં વધુ સારી હોય તો એમાં કોઈ ડિટર્જન્ટનો ફાળો નથી. ફોટોગ્રાફસની ક્લેરિટી ઘણી બાબતો પર આધારિત હોય છે. વ્યક્તિની પોતાની આવડત ઉપરાંત કેમેરા અથવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ અને લેન્સની ગુણવત્તાની તેમાં મોટી ભૂમિકા હોય છે.
આપણે ખાતે જો આ બધું નબળું હોય તો આપણે લીધેલા ફોટોગ્રાફ્સ સ્વાભાવિક રીતે અન્ય લોકોના ફોટોગ્રાફ્સ કરતાં ઉતરતી ગુણવત્તાના લાગવાના.
હવે એક નહીં, બે સારા સમાચાર છે.