fbpx

ડ્રાઇવરનો દોસ્ત : એન્ડ્રોઇડ ઓટો

By Himanshu Kikani

3

ચાલુ વાહનને તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વિના છૂટકો ન હોય, તો એન્ડ્રોઇડ ઓટોનો લાભ હવે મોંઘી-નવી કાર્સ પૂરતો સીમિત નથી. હવે એક એપ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

આજુઓ, આનો ધીરુભાઈ અંબાણી કરતાં પણ મોટો બિઝનેસ છે, એટલે વાહન ચલાવતી વખતે પણ એના કાનેથી મોબાઇલ છૂટતો નથી. રસ્તે જતાં કોઈ વ્યક્તિને જોખમી રીતે બાઇક પર કે કારમાં મોબાઇલનો ઉપયોગ કરતા જોઈને તમને પોતાને આવો વિચાર આવ્યો હશે કે બીજાને આવી રીતે ઉભરો ઠાલવતા જોયા હશે.

વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ચોક્કસ જોખમી છે અને એટલે જ મોબાઇલમાં હવે બાઇક મોડ જેવી સુવિધા આવવા લાગી છે, જે ચાલુ વાહને મોબાઇલની ઘણી સગવડ ફરજિયાત બંધ કરી દે છે.

આની સામે એ પણ હકીકત એ છે કે આપણે ટાટા, બિરલા કે અંબાણી નથી એટલે જ આપણે ક્યારેક ચાલુ વાહને, થોડું જોખમ વહોરીને પણ કેટલીક વાત કરી લેવી જરૂરી બનતી હોય છે. ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ ફક્ત વાતચીત પૂરતો સીમિત નથી.

અજાણી જગ્યાએ સરળતાથી પહોંચવા માટે મેપ્સમાં નેવિગેશન અને સ્માર્ટફોનમાં સ્ટોર કરેલાં અસંખ્ય ગમતાં ગીતો માણવા માટે પણ કારમાં મોબાઇલનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને કારમાં આપણે એકલા જ જઈ રહ્યા હોઈએ ત્યારે આ બધી વાતે મોબાઇલ ઉપયોગી થાય છે, પણ તેમાં જોખમ તો ચોક્કસ રહે છે.

આ સ્થિતિમાં, ચાલુ વાહને મોબાઇલની ઉપયોગિતા અને જોખમ બંને વચ્ચે સંતુલન સાધવાનો એક રસ્તો એટલે એન્ડ્રોઇડ ઓટો.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!