ગયા મહિને અખબારોમાં સમાચાર ચમક્યા હતા કે લંડન આઇ, સિંગાપોર ફ્લાયર, આઇ ઓફ એમિરેટ્સ કે ન્યૂ યોર્ક વ્હીલને પગલે અમદાવાદ રીવરફ્રન્ટમાં પણ, ૬૭ મીટર ઊંચી પતંગ હોટલની બાજુમાં ૧૩૫ મીટર ઊંચું જાયન્ટ વ્હીલ (તળપદી ગુજરાતી ભાષામાં એને ‘ફજેતફાળકો’ કહેવાય!) તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કર્યું હતું, પણ એમાં ફક્ત એક કંપનીએ રસ બતાવ્યો છે.