હજી આપણાં ઘણાં કમ્પ્યુટર્સ વિન્ડોઝ એક્સપી પણ ચાલી રહ્યાં છે, ત્યાં માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૭, ૮, ૮.૧ અને પછી ૯ને બાજુએ ધકેલીને સીધી વિન્ડોઝ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જોકે લોકો અને કંપનીઓ સુધી તે ૨૦૧૫માં જ પહોંચશે. અત્યારે કંપનીના વિન્ડોઝ ઇન્સાઇડર પ્રોગ્રામમાં સામેલ લોકો અને કેટલાક પસંદગીના આઇટી પ્રોફેશનલ્સને જ આ સિસ્ટમ તપાસવાની તક મળશે.