‘નકશામાં જોયું તે જાણે ન કશામાં જોયું!’ આપણી આ ગુજરાતી કહેવત યાદ રાખીને આ વખતની કવરસ્ટોરી વાંચવાની ભલામણ કરું છું! કેમ? એટલા માટે કે નકશાઓમાં આવેલી ડિજિટલ ક્રાંતિથી આપણી આખી દુનિયા ભલે બદલાઈ રહી હોય, દૂર દૂર સુધી વિસ્તરતા પહાડો પર સરકતાં વાદળાં બારીમાંથી જોવામાં કે...
હજી દસ વર્ષ પહેલાં જે માત્ર કાગળ કે કાપડ પર જોવા મળતા હતા એ નકશાએ આજે આપણા ડેસ્કટોપ કે મોબાઇલ ડિવાઇસમાં બિલકુલ નવો ડિજિટલ અવતાર મેળવ્યો છે અને હવે એ એકદમ ઝડપથી આપણી દુનિયા બદલી રહ્યા છે. આગળ શું વાંચશો? ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવું કઈ રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ માની લો કે...
ગૂગલ મેપનો ઉપયોગ આમ તો તદ્દન સરળ છે, પણ તેમાં એટલી બધી સુવિધાઓ છે કે ક્યારેક તેનો નવોસવો ઉપયોગ કરનારી વ્યક્તિ ગૂંચવાઈ શકે છે. અહીં ડેસ્કટોપ પર ગૂગલ મેપ્સમાં જોવા મળતો સામાન્ય ઇન્ટરફોસ અને તેનાં દરેક પાસાંની માહિતી આપી છે. આપણા દેશ અનુસાર, આમાંની કેટલીક બાબતો બદલાઈ શકે...
ગૂગલ મેપ્સનો ડેસ્કટોપ પર ઉપયોગ કરતા હોઈએ કે મોબાઇલમાં, તેમાં સર્ચ કરવાની કેટલીક પ્રાથમિક સમજ મેળવી લઈએ તો આપણું કામ સહેલું બને છે. ખાસ કરીને સર્ચ પેનલમાં જે રીઝલ્ટ મળે છે તેમાં કઈ કઈ માહિતી મળે છે તે સમજી લેવું જરુરી છે. આગળ શું વાંચશો? બિઝનેસ એડ્રેસ રોડ અને...
જીપીએસ નેવિગેશન માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસ પર મળતી સુવિધા. આ સગવડ ધરાવતા સ્માર્ટફોન સાથે તમે કારમાં જતા હો તો જ્યાં પહોંચવું હોય તેના દરેક વળાંકની માહિતી મળી રહે (આગળ વાંચો વિગતવાર લેખ). માય મેપ્સ ગૂગલ મેપ્સમાં તમે તમારી પસંદના નકશા બનાવીને મિત્રો સાથે શેર કરી શકો છો....
ગૂગલ મેપ્સમાં જગતની કેટલીક ઇમેજીસ એકઠી થઈ હશે? ગૂગલ મેપ્સમાં સેટેલાઇટ, પ્લેન કે રસ્તા પરથી થયેલી ફોટોગ્રાફીની મદદથી ખરેખર પાર વગરની ઇમેજીસ એકઠી કરવામાં આવી છે. આંકડાની રીતે જોઈએ તો ૨૦ પેટાબાઇટ્સથી વધુ, એટલે કે ૨૧૦ લાખ જીબી. આપણા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની ક્ષમતા માંડ...
વેલેન્ટાઇન ડે વીત્યાને ભલે બે મહિના થઈ ગયા હોય, આપણે એના સંદર્ભે વાત કરીએ. તમે પતિ, પત્ની કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડને અગાઉ ક્યારેય ન ગયા હોય એવી કોઈ સરસ મજાની રેસ્ટોરાંમાં લઈ જઈને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું હોય, ઝાંખા અજવાળામાં ધીમા અવાજે મીઠી ગુસપુસ કરવાનાં સપનાંય...
જો હાથમાં સ્માર્ટફોન હોય તો અમદાવાદની એએમટીએસ બસના સ્ટેન્ડ પર વાસણા કે મણીનગર જવા માટે કઈ બસ કેટલા વાગે, ક્યાંથી મળશે એ જાણવા ફાંફાં મારવાં નહીં પડે. આ બધું જ તમને કહેશે ગૂગલ મેપ્સ. આગળ શું વાંચશો? મેપ્સમાં નેવિગેશન શું છે આ જીપીએસ? ધારો કે તમને કોઈ સારી કંપનીમાં...
કમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલ એટલે તેની ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય. અહીં પહોંચીને આપણે વિવિધ રીતે કમ્પ્યુટરની રીત-ભાત અને આપણી સગવડતા નક્કી કરી શકીએ છે. આગળ શું વાંચશો? સિસ્ટમ એન્ડ સિક્યુરિટી નેટવર્ક એન્ડ ઈન્ટરનેટ હાર્ડવેર એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ્સ યુઝર એકાઉન્ટ એન્ડ ફેમિલિ...
સમય કેવો બદલાઈ રહ્યો છે, હજી થોડાં વર્ષ પહેલાં ફિલ્મ અને ટીવી સિવાયના કોઈ સ્ક્રીન આપણી સામે નહોતા તોય ગાડું ચાલતું હતું અને હવે ઘરમાં, ઓફિસમાં, મુસાફરીમાં જેટલા સ્ક્રીન હોય એટલા ઓછા પડે છે! અલબત્ત, એ સાથે આપણી સગવડો વધી છે અને કાર્યક્ષમતા પણ વધી છે. આ અંકમાં, પીસી -...
દિવાળીનો અંક ખરેખર સુંદર છે. દરેક અંકની જેમ જ કવર સ્ટોરી ખૂબ સુંદર છે. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના કમ્પ્યુટર વિશે સરળતાથી અને દરેકને પાકી સમજ મળે તે રીતે કરેલું નિરુપણ વાંચીને ઘણું એવું જાણવા મળ્યું જેના વિશે અત્યાર સુધી કન્ફ્યુઝન જ હતું. તેમાં પણ ક્રોમબુક વિશે...
આવી રહ્યો છે ભારતનો પહેલો ઓક્ટાકોર પ્રોસેસરવાળો સ્માર્ટફોન અત્યાર સુધી આપણે ડ્યુલ કોર કે ક્વોડકોર પ્રોસેસરવાળા સ્માર્ટફોન જોયા છે, પરંતુ હવે ઇન્ટેક્સ કંપનીએ ભારતનો પહેલો ૧.૭ ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર (એટલે કે આઠ કોર ધરાવતું)નું પાવરફૂલ પ્રોસેસર ધરાવતો ફોન લોન્ચ કર્યો છે. આ...
થોડા સમય પહેલાં, આપણા બીઝી દિવસનો થોડો સમય ઓફિસમાં કે ઘરમાં કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર થતો હતો. પછી લેપટોપ આવ્યાં, પરિણામે ઘરથી ઓફિસની સફર દરમિયાન કે એરપોર્ટ પર કે બહારગામ જતી વખતે લક્ઝરી કોચમાં પણ આપણો ફુરસદનો સમય લેપટોપના સ્ક્રીન સામે ખચર્વિા લાગ્યો. પછી...
સ્માર્ટફોનથી આપણું ઘણું બધું કામ ફટાફટ થઈ જાય છે, આપણે ઇચ્છીએ ત્યારે આપણું કામ કરી શકીએ છીએ એ બધી વાત સાચી, પણ એ તો હકીકત છે કે આપણને આપણું રોજિંદું કામકાજ મોટા સ્ક્રીન પર, મોટા કી-બોર્ડ પર કરવામાં જ મજા આવે છે. આગળ શું વાંચશો? ફોનને પીસી સાથે કનેક્ટ કરો, આ રીતે.....
ક્યારેક એવા સંજોગ ઊભા થઈ શકે છે, જ્યારે આપણે લેપટોપમાં જ નેટ સર્ફિંગ કરવું જરુરી બની જાય. તમે આ માટે અલગ ડોંગલ ખરીદ્યું ન હોય તો સ્માર્ટફોનથી લેપટોપમાં નેટનો લાભ લઈ શકો છો. આગળ શું વાંચશો? ટીધરિંગનો અલગ ચાર્જ હોઈ શકે? આટલું ધ્યાનમાં લેશોઃ સ્માર્ટફોનમાં લેવાનાં પગલાં...
સચીન તેંડુલકરને ૧૧ વર્ષની ઉંમરે પિતાએ છૂટો દોર આપ્યો હતો, ‘ચેઝ હોયર ડ્રીમ્સ, વિધાઉટ શોર્ટકટ્સ’. તેા કોચે પણ સચીનને ક્યારેય ‘વેલ પ્લેડ, માય બોય’ કહીને, પોતાની રીતે પ્રોત્સાહિત કર્યો. આ બંને મહાનુભાવોએ પોતપોતાની રીતે સચીનના ઘડતરમાં યોગદાન આપ્યું. આપણે પણ, માબાપ હોઈએ કે...
સચીન તેંડુલકરની છેલ્લી ટેસ્ટમેચ પછીની સ્પીચ તમે જોઈ હતી? તો તમને પણ વિચાર આવ્યો હશે કે અદભુત ક્રિકેટ રમી જાણતો આ ક્રિકેટર આટલું સારું બોલી પણ શકે છે? સારું વિચારવું એ એક વાત છે, પણ લાખો વચ્ચે પોતાના વિચારોને, ગોખ્યા કે ઝાઝું ગોઠવ્યા વિના અસ્ખલિત રીતે, સુંદર ભાવવાહી...
આપણો ફુરસદનો સમય મજાથી પસાર આપતી ગેમ્સ આખરે બને છે કેવી રીતે એ આપણે ઓક્ટોબર ૨૦૧૩ના અંકમાં વાંચ્યું હતું. હવે ગેમ બનાવારા લોકો વિશે જાણીએ, જેમાં તમે પણ જોડાઈ શકો છો! આગળ શું વાંચશો? ગેમ આર્ટ ગેમ પ્રોગ્રામિંગ અને ટેકનિકલ ગેમિંગમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેવી...
એક્સેલનો આપણે આપણા ખપ પૂરતો ઉપયોગ કરી લઈએ છીએ, પણ તેની પાયાની ખૂબીઓ અને ખાસિયતો સમજી લઈએ તો રોજિંદા કામકાજને ગજબની અસરકારક રીતે સહેલું બનાવવામાં એક્સેલનો જોટો જડે તેમ નથી અંગ્રેજી શબ્દ એક્સેલનો ગુજરાતી અર્થ છે ચડિયાતું થવું, સરસાઈ મેળવવી, દીપી નીકળવું, સરસ બનવું,...
ઇન્ટરનેટ પર બહુ મોટી સાઇઝની ફાઇલ્સની હેરફેર માટે સહેલા રસ્તા શોધવાનો ઘણા સમયથી પ્રયાસ થઈ રહ્યો છે. જીમેઇલને ગૂગલ ડ્રાઇવ સાથે જોડી દેવામાં આવ્યા પછી આ કામ પ્રમાણમાં સહેલું થયું છે. ડ્રોપબોક્સ કે સ્કાયડ્રાઇવ જેવા વિકલ્પો પણ છે. ફક્ત ફોટોગ્રાફ બીજા લોકો સાથે શેર કરવા હોય...
કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કંઈ પણ સામનો કરવાનો આવે ત્યારે જાણકારો સલાહ આપે છે - રીસ્ટાર્ટ કરી જુઓ. એ લોકો ઉડાઉ સૂચન કરે છે કે એમાં ખરેખર કોઈ કરામત સમાયેલી છે? તમે કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરી જોયું?અથવા તો, "સાહેબ, મશીન ફોર્મેટ કરવું પડશે! કમ્પ્યુટર સાથે તમારો પનારો પડ્યો...
છેલ્લા એકાદ વર્ષથી એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ખરીદીનો જાણે એક જુવાળ શરુ થયો છે. અનેક ભારતીય કંપનીઓએ આમાં ઝુકાવ્યું છે અને પરિણામે આપણને પ્રમાણમાં ઘણી ઓછી કિંમતે, ઘણાં સારાં કન્ફિગરેશનવાળા ફોન મળવાનું શરુ થયું છે, પરંતુ જો એ જુવાળ આવ્યા પહેલાં તમે સ્માર્ટફોન ખરીદ્યો હશે તો...
અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના, ખાસ કરીને સહેલાઈથી અંગ્રેજી બોલતાં શીખવાના અનેક રસ્તા હોઈ શકે, પણ એમાંનો એક છે અંગ્રેજી ભાષામાં વધુ ને વધુ સાંભળવું, વાંચવું અને પછી જાતે બોલવાનો પ્રયાસ કરવો. અંગ્રેજી ભાષા સાંભળવા માટે સૌથી સહેલો રસ્તો ટીવી ઇંગ્લિશ મૂવીઝ અને...
કમ્પ્યુટર પણ માણસ જેવું છે, ક્યારે આડું ફંટાય તે કહેવાય નહીં. પરંતુ માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણું કામ ચાલુ હોય ત્યારે અધવચ્ચે પ્રોગ્રામ ક્રેશ થાય તો પણ આપણે મહેનત બચાવી શકીએ છીએ - ઓટોસેવ સુવિધાની મદદથી. આગળ શું વાંચશો? ફાઇલ ઓટોસેવ કરવાનાં સ્ટેપ્સ ઓટોસેવ્ડ ફાઇલ રીકવર કરી,...
પહેલું ઇનામ ૧,૨૦,૦૦૦ ડોલર (લગભગ ૭૮ લાખ રુપિયા). આખી દુનિયામાં, ફોટોગ્રાફી માટે અપાતું આ સૌથી ઊંચું ઇનામ ગણાય છે. ‘રસ્તો કે પૂલ એક-બે વર્ષમાં બંધાઈ જાય, પણ લોકોનો વિકાસ આખી જિંદગી માગી લેતું કામ છે,’ આવી સમજ સાથે દુબઈના ક્રાઉન પ્રિન્સે દુબઈમાં કલાપ્રવૃત્તિઓને...
નૂતન વર્ષ આપના જીવનમાં આનંદનો નવો ઉજાસ લાવે એવી હાર્દિક શુભેચ્છાઓ! ‘સાયબરસફર’ના લેખો લખતાં મને એક વાતની હંમેશા મૂંઝવણ રહે છે, કયા સ્તરના વાચકોને ધ્યાનમાં રાખીને લખવું? આ અંકની કવરસ્ટોરીની જ વાત કરીએ. કવરસ્ટોરીનાં બીજ ‘કંઈકઅલગ પ્રકારના કમ્પ્યુટર’ જેવી ક્રોમબુકની...
ગુજરાતી ભાષા જીવશેે કે નહીં એવી ચિંતા કરનારાઓને બાજુએ મૂકીને રતિકાતાએ બીજી કોઈ ભારતીય ભાષામાં જોવા ન મળે એવી સમૃદ્ધિ સાથે ગુજરાતી ભાષાને ડિજિટલ યુગ સાથે તાલ મિલાવતી કરી. ગયા અઠવાડિયે, શ્રી રતિલાલ ચંદરયાનો દેહવિલય થયો. જૈન શ્રેષ્ઠી તરીકે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં...
આ અંક તમારા હાથમાં પહોંચ્યો તે પહેલાં, તમારા સુધી ખબર પહોંચી જ ગયા હશે કે ગૂગલની બહુ ગાજેલી ક્રોમબુક ભારતમાં પણ લોન્ચ થઈ ગઈ છે. તમે નેટ પર તેના વિશે ખાંખાંખોળાં કર્યાં હશે કે અખબારોમાં તેના વિશે અલપઝલપ વાંચ્યું હશે તો એક મુદ્દો ચોક્કસ તમારા ધ્યાન પર આવ્યો હશે - ગૂગલ...
ગૂગલની ‘કંઈક અલગ પ્રકારના કમ્પ્યુટર’ જેવી ક્રોમબુક આખરે ભારતમાં આવી ગઈ છે. ગૂગલનો સખ્ખત ઉપયોગ કરતા લોકો માટે તે ખૂબ ઉપયોગી છે, પણ સરેરાશ ભારતીય યુઝર માટે એ વિન્ડોઝ આધારિત લેપટોપનો વિકલ્પ બની શકે તેમ નથી. આગળ શું વાંચશો? ક્રોમ ઓએસ ક્રોમબુક આપણે કેટલી કામની? તો આખરે...
તમારી ગૂગલ એકાઉન્ટ તમારી જ માલિકીનો છે, એવું સાબિત કરવાનો સમય આવે તો? જાણો કેટલાંક અગમચેતીનાં પગલાં. તમારા માટે તમારો ગૂગલ એકાઉન્ટ કેટલો મહત્ત્વનો છે? તમારા જીમેઇલને એક વાર ઓપન કરો, શાંતિથી તેમાં રહેલા તમારા બધા ઈ-મેઇલ પર એક નજર ફેરવો અને તમને આ સવાલનો જવાબ મળી જશે....
ફેસબુક કરતાં ક્યાંય પાછળ એવા ગૂગલ પ્લસને વધુ લોકપ્રિય બનાવવા માટે તેમાં ફોટો મેનેજમેન્ટ સંબંધિત ઘણી નોંધપાત્ર સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ સુવિધાનો તમે કઈ રીતે લાભ લઈ શકો એ જાણી લો! આગળ શું વાંચશો? ઓટો બેકઅપ ઓટો એન્હેન્સમેન્ટ ફોટો સ્ટોરેજ ફોટો એડિટિંગ ફોટો શેરિંગ આટલું...
‘આઉટ ઓફ થિંકિંગ’ની વાતો તો બહુ સાંભળી, આપણે એને અમલમાં મૂકીએ. તમારો કોઈ ગમતો ફોટોગ્રાફ પસંદ કરો અને તેમાં જુદાં જુદાં બેકગ્રાઉન્ડ બદલી જુઓ! તમે આ કામ સહેલાઈથી કરી શકો છો - કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના. આગળ શું વાંચશો? મૂળ બેકગ્રાઉન્ડ દૂર કરવા માટે નવું બેકગ્રાઉન્ડ...
કમ્પ્યુટરના કોઈ પણ પ્રોગ્રામની ખપ પૂરતી સુવિધાઓ જાણી લેવી એ એક વાત છે અને આ પ્રોગ્રામ કઈ રીતે ડિઝાઈન થયો છે એ સમજીને તેની બધી ખૂબીઓ ઉપયોગમાં લેવી એ બીજી વાત છે. જો તમે વર્ડના પાવરફૂલ યુઝર બનવા માગતા હો તો આ પ્રોગ્રામના પાયામાં રહેલા કન્સેપ્ટને સમજી લો અને પછી જુઓ,...
બિલકુલ લગાવી શકાય. સવાલ સાદો છે, પણ ઘણા લોકોને સતાવતો હોય છે. પહેલી દૃષ્ટિએ, લેપટોપમાં કી-બોર્ડ તો હોય જ છે, પછી બીજું કી-બોર્ડ લગાવવાની શી જરુર એવો વિચાર પણ આવી શકે. પરંતુ, ઘણાં કારણોસર આવી જરુર ઊભી થઈ શકે છે. એક તો, લાંબા સમય સુધી પીસી પર મોટી કીવાળા કી-બોર્ડ પર કામ...
મોટા ભાગના લોકોની આ સમસ્યા છે કેમ કે તેઓ એકથી વધુ ઈ-મેઇલ આઇડી ધરાવતા હોય છે. જુદાં જુદાં ઈ-મેઇલ આઇડી હોવાનાં દરેક માટે અલગ અલગ કારણો હોય છે, પણ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણું એક મુખ્ય ઈ-મેઇલ આઇડી હોય છે જેનો આપણે નિયમિત ઉપયોગ કરીએ છીએ અને તેની સાથોસાથ બીજાં...
ઘણા વાચક મિત્રોની માગણી હતી કે Resume, CV and Bio- Data નો તફાવત શું? તે ઝડપથી માઇક્રોસોફ્ટ વર્ડમાં કેવી રીતે તૈયાર કરવું તે જણાવો તથા તેનું આદર્શ ફોર્મેટ કયું કહેવાય તે જણાવો. તો આવા રોજબરોજના જીવનને સ્પર્શતા માઇક્રોસોફ્ટ વર્ડના ઉપયોગોને આજની સફરમાં વણી લઈએ છીએ....
‘માય કમ્પ્યુટર’ પર ક્લિક કરી, આપણે આપણા કામની ફાઇલ ફટાફટ ઓપન કરી લેતા હોઈએ છીએ, પણ એ ઉતાવળમાં, વિન્ડોઝ એક્સપ્લોરરનાં ઘણાં ઉપયોગી પાસાં આપણા ધ્યાન બહાર જતાં રહે છે. અહીં એ બધાં પર એક નજર... આગળ શું વાંચશો? નેવિગેશન પેન બેક એન્ડ ફોરવર્ડ ટૂલબાર એડ્રેસબાર લાઈબ્રેરી પેન...
એકથી વધુ વિન્ડો ઓપન કરીને કામ કરતા હો તો બધી વિન્ડોને સહેલાઈથી મેનેજ કરવાની કેટલીક રીત જાણી લેવા જેવી છે. આગળ શું વાંચશો? તમારા મનગમતા આઈકન ગોઠવો કમ્પ્યુટરમાં કામ કરતી વખતે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે એક પછી એક સંખ્યાબંધ પ્રોગ્રામ કે વિન્ડો ઓપન કરી નાખીએ અને પછી...
કેવી રીતે કામ કરે છે આપણું મગજ? તબીબી વિજ્ઞાન અત્યંત આગળ વધ્યું હોવા છતાં માણસના મગજનો હજી પૂરો તાગ મેળવી શકાયો નથી. આપણે જાણીએ મગજની પ્રાથમિક જાણકારી. અલ્ઝાઇમર એક એવો રોગ છે, જેમાં મગજના કેટલાક ચોક્કસ કોષને નુક્સાન પહોંચતાં વ્યક્તિ ધીમે ધીમે પોતાની સ્મૃતિ ખોઈ બેસે...
મોબાઇલ આપણા સૌ પર કેટલો હાવી થઈ ગયો છે એની આ બધી છે સાબિતી. દરેક તસવીરમાં અલગ અલગ લોકો પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા ઝડપાયા છે, પણ દરેકમાં ધ્યાન ખેંચે એવો મુદ્દો એક જ છે - લોકો જે નજર સામે કે સાથે છે એ માણતા નથી અને બીજે ક્યાંક દોસ્તી કે મજા શોધે...
દિવાળીની રજાઓમાં કંઈક ખરેખર મજા પડે એવું કરવું છે? ‘ફાયરબોય એન્ડ વોટરગર્લ’ ગેમ રમી જુઓ! ઇન્ટરનેટ પર ગેમ્સનો તો કોઈ પાર નથી, એક શોધો ત્યાં હજાર મળે એવી સ્થિતિ છે, પણ એમાંની કેટલીક ગેમ લોકોની એવી નજરે ચઢી જાય છે કે ન પૂછો વાત. એવી એક ગેમ એટલે ‘એન્ગ્રી બર્ડ’. મોબાઇલ અને...
હમણાં એક વિશેષ પ્રકારના ગુજરાતી પ્રકાશન માટે, ‘સાયબરસફર’ની અત્યાર સુધીની સફર વિશે લખવાનું થયું ત્યારે, કોલમ, વેબસાઇટ અને મેગેઝિન, આ ત્રણેય સ્વરુપમાં ‘સાયબરસફર’નું હાર્દ શું છે એ લખવા માટે આ એકવાક્ય લખ્યું - ‘સાયબરસફર’માં માહિતીનું મહત્ત્વ છે, પણ મહિમા સમજણભર્યું...
આધુનિક ટેક્નોલોજીની માહિતી સાથે સાથે મોબાઇલની પાયાની માહિતી પણ સમજાવજો. હજુ ૯૯ ટકા લોકોને સાદા ફોનનાં બધાં ફીચર્સની પણ ખબર નથી. સાથોસાથે ડીવીડીના રીમોટનાં બધાં ફંક્શનની પણ માહિતી આપો તથા મોબાઇલનાં બધાં ફંક્શન સમજાવજો. - મહેન્દ્ર જોષી તમારો અંક મેં વાંચ્યો. ખૂબ જ...
જો તમે સરકારી અધિકારી હો અને તમારા ઓફિશિયલ કમ્યુનિકેશન માટે જીમેઇલની સગવડભરી સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારી એ સગવડ ટૂંક સમયમાં છીનવાઈ જવાની સંભાવના છે. આગળ શું વાંચશો? એમેઝોનની સોગાત એપલના નવા આઈફોન એન્ડ્રોઈડનો મીઠો ધમાકો એપલની નવી ઓએસ એમ્બ્યુલન્સ માટે એલર્ટ...
તાજા અહેવાલો મુજબ, ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં લોકલ બ્રાન્ડ્સનો દબદબો વધી રહ્યો છે. સવાલ એ છે કે આપણે લોકલ ફોન લેવો કે નહીં? આ પ્રશ્નને લગતાં વિવિધ પાસાં, જુદા જુદા રિપોર્ટ્સના આધારે સમજવાનો પ્રયાસ કરીએ. આગળ શું વાંચશો? આખી દુનિયામાં શું થઈ રહ્યું છે? ભારતમાં શું...
હજી થોડાં વર્ષ પહેલાં, આપણા સૌ માટે ટેબલેટનો એક જ અર્થ થતો હતો - એવી વસ્તુ જે લેવાનું કોઈને ન ગમે. હવે એ એવી વસ્તુ બની ગઈ છે, જે લેવાનું સૌ કોઈને મન થાય છે! આગળ શું વાંચશો? ઓપરેટિંગ સિસ્ટમ એપ્સ ટચસ્ક્રીન કનેક્ટિવિટી બેટરી લેપટોપ અને સ્માર્ટફોન વચ્ચેના સ્લોટમાં દાખલ...
સ્પેલિંગ કે ઉચ્ચારની રીતે સરખા લાગતા શબ્દોના સાચા ઉપયોગની સમજ કેળવવી હોય તો આ પેજ લાઈક કરવા જેવું છે ફેસબુક એટલે સમયનો નર્યો બગાડ - આવું તમે વારંવાર સાંભળતા હશો, આવી દલીલો સામો કરવો હોય તો તમે એક હથિયાર આપીએ, જોકે એનો યોગ્ય અને નિયમિત ઉપયોગ કરવાની શરતે! વોશિંગ્ટન...
દિવાળીની સ્કીમ્સનો લાભ લઈને નવું ટીવી ખરીદવાનો વિચાર કરતા હો, પણ એલસીડી, એલઇડી અને પ્લાઝમા ટીવીમાં ગૂંચવાતા હો, તો અહીં વિવિધ વેબસાઇટ્સમાંથી તારવેલી માહિતી તમને ચોક્કસ કામ લાગશે આગળ શું વાંચશો? ટીવીની સ્ક્રીન સાઈઝ સ્ક્રીન રીઝોલ્યુશન ખાસયાદ રાખવાનો મુદ્દો એ કે......
તમે તમારી ફાઇલ્સ ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે ડિવાઇસ પર એક્સેસ કરવા માગતા હો તો કોમ્પેટિબિલિટીના ઘણા પ્રશ્નોનો સામનો કરતા હશો. ગૂગલે ફ્રી ક્વિકઓફિસની ભેટ આપતાં આ પ્રશ્નો ઉકલી શકે છે. આગળ શું વાંચશો? કામનો પાયો કમ્પ્યુટર કમ્પ્યુટરમાં કામ કરવા માટેના પ્રોગ્રામ...
આજના સમયમાં ડિજિટલ ટાઇપિંગ શીખ્યા વિના લગભગ કોઈને ચાલે તેમ નથી. તમે એક-બે આંગળી વાપરીને, ધીમે ધીમે ટાઇપ કરીને કંટાળ્યા હો તો જાણી લો સાચી રીતે, ફટાફટ અને ચોક્સાઇથી ટાઇપ કરવાની પદ્ધતિ! આગળ શું વાંચશો? ટાઈપિંગની ખોટી રીત છોડો તમામ આંગળીઓનો ઉપયોગ કરો ટચ ટાઈપ શીખો તેરે...
પણ પ્રકારના શિક્ષણની જેમ, ટાઇપિંગ શીખવાનું કામ પણ ભારરુપ ન હોવું જોઈએ. અહીં એવી કેટલીક સાઇટ્સની યાદી આપી છે, જ્યાં પહોંચીને તમને ગેમ રમતાં રમતાં કે ફેસબુક પરના મિત્રો સાથે હરીફાઇ કરીને ટાઇપિંગની ઝડપ વધારી શકો છો અને ચોક્સાઈ કેળવી શકો છો. ટાઇપિંગ...
અંગ્રેજીમાં કી-બોર્ડ પર ફટાફટ ટાઇપિંગની ફાવટ આવી જાય તે પછીનો મુકામ છે ગુજરાતી, હિન્દી જેવી સ્થાનિક ભાષામાં પણ એટલી જ ઝડપ કેળવવાનો. આ કામ થોડું મુશ્કેલ એટલા માટે બને કે તેમાં આપણે અંગ્રેજી અક્ષરો લખેલા કી-બોર્ડની મદદથી ગુજરાતીમાં ટાઇપ કરવાનું હોય છે! ગુજરાતી...
માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ માત્ર બિઝનેસમાં જ કામ લાગે એવું નથી. ઘરમાં ગૃહિણીઓને રોજિંદો આવક-જાવકનો હિસાબ રાખવામાં પણ આ પ્રોગ્રામ ખૂબ કામ લાગી શકે છે. જો અત્યાર સુધી તમે સાદી નોટ કે ડાયરીમાં ઘરના હિસાબો લખતા હો કે નાના વેપારી તરીકે ચોપડામાં રોજના હિસાબો લખતા હો તો...
આ વિશાળ બ્રહ્માંડમાં પૃથ્વીની જેમ બીજા કોઈ ગ્રહ પર જીવન હશે? આ પ્રશ્ન સાથે એક જ ગ્રહનું નામ દિમાગમાં ઝબકે છે - મંગળ, માર્સ! વિશ્વના ઘણા દેશોના વિજ્ઞાનીઓ આ પ્રશ્નનો ઉત્તર મેળવવા મથતા હશે, પણ અમેરિકન સંસ્થા નાસા તેના આ પ્રયાસો અને તે દરમિયાન મળેલી જાણકારી સામાન્ય નાગરિક...
છેલ્લાં બેએક વર્ષથી એન્ગ્રીબર્ડનાં કેરેક્ટરે ધૂમ મચાવી છે. ટીશર્ટ, મોબાઇલનાં કવર, સ્કૂલ સ્ટેશનરીથી માંડીને રાખડી કે કેક સુદ્ધાં ઉપર પણ એન્ગ્રીબર્ડની ડિઝાઇન જોવા મળે છે. એન્ગ્રીબર્ડ એક કેરેક્ટર તરીકે સ્પાઇડર મેન, શીન્ચેન, ડોરેમોન, કે છોટા-ભીમ જેવાં કાર્ટૂન કેરેક્ટરને...
છે ક મે ૨૦૦૮માં ‘સાયબરસફર’ કોલમમાં આપણે ગૂગલની નોટબુક નામની એક સર્વિસ વિશે જાણ્યું હતું ત્યારે વાતની શરુઆત કંઈક આ રીતે કરી હતી કે... "ધારો કે તમે એક મેગામોલમાં ખરીદીએ નીકળ્યા છો. જુદી જુદી શેલ્ફ પર દાળ-કઠોળ, તેલ, શેવિંગ ક્રીમ, ટૂથપેસ્ટ વગેરે જોઈને શું શું લેવું તે...
જીમેઇલમાં ટેબ્ઝની નવી સુવિધા ઉમેરાઈ છે, જે આપણા પર આવતા મેઇલ્સને આપોઆપ પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ તેમ જ ફોરમ્સ એવી પાંચ કેટેગરીમાં આપણા મેઇલ્સ વિભાજિત કરી નાખે છે. આમ તો આ એક કામની સગવડ છે, તમે જોશો તેમ સામાન્ય રીતે તમારે વધુ કામના બધા જ મેઇલ્સ પ્રાઇમરી...
તમે નોંધ્યું હશે કે જીમેઇલમાં આપણે જ્યારે નવો ઇમેઇલ લખવા માટે ‘કમ્પોઝ’ બટન પર ક્લિક કરીએ ત્યારે જમણી તરફના નીચેના ખૂણામાં નવો ઇમેઇલ લખવાની વિન્ડો ઓપન થાય છે. આ થોડા સમય પહેલાં ઉમેરાયેલી નવી સગવડ છે. આ વિન્ડો ખૂલી હોય ત્યારે આપણે ઇનબોક્સમાં સહેલાઈથી બીજા મેઇલ્સ જોઈ...
જે સામાન્ય નજરે, સહેલાઈથી જોવા મળતું નથી, એવું કંઈક જુદું, કંઈક અનોખું જોવું તમને ગમે છે? તો તમને, લોસ એન્જલેસના ટાઇમલેપ્સ સિનેમેટોગ્રાફર, ફોટોગ્રાફર અને ફિલ્મમેકર જોન ક્રેપાએ બ્રાઝિલના રોમાંચક અને રળિયામણા શહેર રિયો ડી જાનેરો શહેરનો બનાવેલો ટાઇપલેપ્સ વીડિયો જોવો જરુર...
ઇન્ટરનેટ પર શરુ થઈ રહ્યો છે એક નવો યુગ! ‘એસએમએસ પરેશ ટુ સે આઇ વીલ બી ધેર ફોર મીટિંગ એટ ટેન, "કોલ હોમ, "શો માય ફોટોઝ ફ્રોમ સિંગપોર ટ્રીપ, "ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઇમ?, "વ્હેર ઇઝ માય હોટેલ?, "હુ ઈ ઓલ્ડર, ઓબામા ઓર હીઝ વાઇફ?, "પ્લીઝ બુક એ ટેબલ ફોર ટુ એટ ક્વિકબાઇટ રેસ્ટોરન્ટ......
સાદા ફોન અને સ્માર્ટફોનમાં પાયાનો તફાવત એ છે કે તમારી આખી ડિજિટલ લાઇફ સ્માર્ટફોનમાં પણ સમાઈ જાય છે. જો તમે સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારા મેઇલ્સ (બિઝનેસ અને બેન્ક સંબંધિત બધા જ), બેન્ક એપ્સ, પર્સનલ ફોટોઝ સહિત ઘણી બધી સેન્સિટિવ ઇન્ફર્મેશન તમારા સ્માર્ટફોનમાં...
કમ્પ્યુટર આપણને આટલું બધું ઉપયોગી શા માટે લાગે છે? સૌથી મોટું કારણ એ કે કમ્પ્યુટર આપણું કામ સહેલું બનાવે છે. કેટકેટલાંય કામ એવાં છે જે કરતાં સામાન્ય રીતે કલાકો વીતે, એ કામ કમ્પ્યુટર ચપટી વગાડતાં કરી આપે છે. પરંતુ એ માટે, કમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામ્સની પાયાની ખૂબીઓની...
ઈ-મેઇલના એટેચમેન્ટમાં કે કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કરતાં કમ્પ્યુટરમાં આવી પડેલી ઝીપ કે રાર ફાઇલ કેવી રીતે ઓપન કરવી તેની મૂંઝવણ છે? આવો સમજીએ આ પ્રકારની ફાઇલ્સના ઉપયોગની રીત. આગળ શું વાંચશો? ફાઈલ કે ફોલ્ડર કમ્પ્રેસ કરવા માટે કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની ફાઈલ્સ એક્સ્ટ્રેક્ટ કરવા...
આપણે સૌ ખરેખર એક રોમાંચક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણા પરિવારમાં ઘણા લોકો એવા મળી આવશે જેમણે ફાનસના અજવાળે જીવાતી ને ફક્ત રેડિયોના અવાજ થકી દુનિયા સાથે તાલ મિલાવતી જિંદગી જોઈ છે. એ જ લોકો આજે પલકના ઝપકારે, વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચતું કમ્યુનિકેશન પણ જોઈ રહ્યા...
ઓગસ્ટ ૨૦૧૩ અંકમાં ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર્સ વિશેનો લેખ વાંચવાનું ખરેખર ખૂબ ગમ્યું. આખો લેખ રસપ્રદ તો હતો જ, માહિતીપ્રદ પણ હતો. અમારા જેવા આગળ વધતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનરૂપ લેખ. મેગેઝિનમાં આવરી લેવાયેલા અન્ય લેખો પણ પ્રભાવશાળી હતા. - વૈભવી દેસાઈ, ગૂગલ સ્ટુડન્ટ...
ઇન્ફર્મેશન ટેક્નોલોજી આપણી આસપાસ તો વિસ્તરી જ રહી છે, હવે તે આપણા પેટની અંદર પણ પહોંચવા લાગી છે! દવા લેવાનું ભૂલી જતા દર્દીઓ માટે ઉપયોગી એવી, હજી વિકસી રહેલી આ ટેક્નોલોજી જાણવા જેવી છે. લગ્નની ચોરીમાંથી, સ્મશાનગૃહમાંથી કે છેવટે ટોઇલેટમાંથી લોકો ટ્વીટર કે ફેસબુક પર...
કમ્પ્યુટરમાં આપણા અવાજને પારખીને તે અનુસાર ટાઇપ કરવાની કે યોગ્ય પગલાં લેવાની સગવડ - સ્પીચ રેકગ્નિશન - આમ તો વર્ષો જૂની છે, પરંતુ ઉચ્ચારો પારખવાની તેની પ્રમાણમાં મર્યાદિત ક્ષમતાને કારણે આ સુવિધા ખાસ જાણીતી થઈ નથી. પરંતુ હવે સ્માર્ટફોનના આગમન સાથે વાત બદલાઈ છે. આગળ શું...
ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! બરાબર, આપણે સૌ આ જાણીએ છીએ અને તક મળે ત્યારે આ ભાષાની ગૂંચવણો પર હસીએ પણ છીએ. પણ દિલ પર હાથ મૂકીને કહો, તમારો પોતાનો, ઇંગ્લિશ પર પાવરફૂલ કમાન્ડ હોય તો તમને ગમે કે નહીં? તો ટૂંકી વાત એટલી કે હવેથી આપણે ઇન્ટરનેટની ગલીગૂંચીઓમાં ચક્કર...
વિકિપીડિયાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો તમે દિવસમાં ઓછામાં ઓછું એક વાર વિકિપીડિયા પર ચક્કર લગાવતા હો અને તમારા ખિસ્સામાં સ્માર્ટફોન હોય, તો તેમાં વિકિપીડિયાની એપ હોવી અનિવાર્ય છે! ગૂગલ એપમાં જઈને વિકિપીડિયાની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો. જ્યારે ફ્રી પડો...
વેકેશનમાં દક્ષિણ ભારતના પ્રવાસે જનારા ગુજરાતીઓ મોટા ભાગે બે વાતની ફરિયાદ કરતા હોય છે, "ઇડલી-સાંભાર ખાઈ ખાઈને કંટાળી ગયા અને ત્યાં તો કોઈ હિન્દીમાં પણ જવાબ આપતું નથી! આગળ શું વાંચશો? બીજી સગવડો પણ જાણી લો કંઈક આવી જ તકલીફ બિઝનેસ ટુર પર ચીન કે ફ્રાન્સ જેવા દેશમાં જનારા...
વિન્ડોઝમાં એક જ કામ કરવાના અનેક ઉપાય હોય છે. સવાલ ફક્ત આપણું કામ ઝડપી અને સરળ બનાવે તેવા રસ્તા શોધવાનો હોય છે - આવા કેટલાક રસ્તા મળશે ટાસ્કબારમાંથી. ‘દિવા તળે અંધારું’ એ આપણી જૂની કહેવતને જરા નવા સંદર્ભમાં યાદ કરીએ, તો આપણા કમ્પ્યુટર સ્ક્રીનના છેક તળિયે જોવા મળતો...
જીમેઇલની શરુઆત વખતે આપણને બીજા કરતાં સખ્ખત વધુ સ્ટોરેજનો લાભ મળ્યો હતો, એ લાભ સતત વધતો રહ્યો છે. તમારી ડિજિટલ લાઇફ કેટલીક હેવી છે? ઘણું ખરું, આપણા સૌની ડિજિટલ લાઇફ ફેસબુક અને ગૂગલ વચ્ચે વહેંચાયેલી છે. ફેસબુક પર આપણે મોટા ભાગે આપણા વિચારો અને ફોટોગ્રાફ શેર કરીએ છીએ,...
તમને બ્રાઉઝરમાં અનેક ટેબ ખોલીને સર્ફિંગ કરવાની ટેવ હોય તો ટેબને પિન કરવાની ટેવ તમારા માટે ઘણી રીતે લાભદાયી સાબિત થાય તેમ છે. આગળ શું વાંચશો? પિન ટેબ કરવાથી ફરક શું પડે છે? સ્માર્ટ ટેબ ગ્રુપ તૈયાર કરો આજે જેની વાત કરવી છે એ સગવડ બહુ નાની છે, અગાઉ ક્યારેક આ મેગેઝિનમાં...
મિત્રો આપણે ગયા અંકમાં ERP એટલે શું અને તેમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીની ચર્ચા કરી હતી. ERP ક્ષેત્રે સૌથી મહત્ત્વનો ભાગ ભજવવાનો થાય છે, ફંકશનલ કન્સલ્ટન્ટને! આગળ શું વાંચશો? ERP ફંકશનલ કન્સલ્ટન્ટ કેવી રીતે બની બની શકાય? કોણ બની શકે? બિનઅનુભવી વ્યક્તિઓ ફંકશનલ કન્સલ્ટન્ટ...
ઇન્ટરનેટ પર સર્ફ કરતી વખતે તમે માઉસથી ક્લિક કરી દો અને પછી મગજમાં ઝાટકો વાગે કે ‘અરે ક્લિક નહોતું કરવાનું!’ આવું તમારી સાથે થાય છે? જેમ કે, વેબ બ્રાઉઝિંગ કરતી વખતે તમે એક પછી એક ટેબ ઓપન કરતા જ જાવ અને પછી જ્યારે ટેબ્સનો ખૂબ ભરાવો થઈ જાય ત્યારે બિનજરુરી ટેબ્સ બંધ...
"કેનનોટ ડિલીટ ફાઇલ : એક્સેસ ઇઝ ડિનાઇડ. મેક સ્યોર ધ ડિસ્ક.... ક્યારેક ને ક્યારેક તમે તમારા કમ્પ્યુટરમાંની કોઈ ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરતી વખતે આવી નોટીસ જોઈ હશે. એ ફાઇલ કોઈ પ્રોગ્રામમાં ઓપન ન હોય અને છતાં આપણે તેને ડિલીટ ન કરી શકીએ એટલે અકળામણ થઈ આવે. કમ્પ્યુટરના...
જાણીતી વેબસાઇટ સીનેટ (cnet.com)ના એક્ઝિક્યુટિવ એડિટર ડેવિડ કાર્નોયના એક સંબંધી થોડા સમય પહેલાં ઘરની સાફસૂફી કરતા હતા ત્યારે તેમને બેઝમેન્ટમાંથી તેમનું પોતાનું જૂનું કમ્પ્યુટર મળી આવ્યું. એ કમ્પ્યુટર માટે ‘જૂનું’ વિશેષણ પૂરતું નથી. એ કોલ્બી વૉકમેક છે, પહેલું બેટરી...
સર્ફિંગ કરવા માટે મોટા ભાગે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હશો. આમ તો બધી રીતે આ બ્રાઉઝર સ્માર્ટ છે, પણ તેની એક તકલીફ એ છે કે તે કમ્પ્યુટરની મેમરીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. એક રીતે ક્રોમની આ ખાસિયત છે કે આપણે ઓપન કરેલી દરેક ટેબને તે અલગ અલગ પ્રોસેસ તરીકે ટ્રીટ કરે...
થોડા દિવસ પહેલાં, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લા પાને એક નાના સમાચાર છપાયા હતા - ‘મહેસાણાનો વિદ્યાર્થી ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર બન્યો’. વિદ્યાર્થીનું નામ - બોની પ્રજાપતિ - વાંચીને ચમકારો થયો કે અરે, આના પપ્પા તો રુબરુ આવીને ‘સાયબરસફર’નું લવાજમ ભરી ગયા છે! બોનીએ કહ્યું કે...
મેગેઝિન ખૂબ જ સરસ છે. દરેક લેખ ઉપર ધ્યાન અપાય છે. નવું નવું જાણવા મળે છે. ભાષા સરળ છે. કસ્ટમર સપોર્ટ સારો છે. ઓફિસ ૨૦૦૭ પરનો લેખ સરસ હતો. આવી જ રીતે આપતા રહેશો. દર વખતે કોઈ સારી એન્ડ્રોઇડ એપ્લિકેશન વિશે જાણકારી આપશો. આપણી પોતીકી ભાષામાં મેગેઝિન હોઈ કમ્પ્યુટર તથા...
ટીવી અને કમ્પ્યુટરના સ્ક્રીન વચ્ચેનું અંતર ધીમે ધીમે ઓગળી રહ્યું છે અને આ કામ કરી રહ્યા છે સ્માર્ટફોન અને ટેબલેટ! આગળ શું વાંચશો? પૃથ્વી પરના પહેલા વર્ષની સફર જુલાઈ મહિનાના અંતમાં ગૂગલે ક્રોમકાસ્ટ નામના એક નવા સાધનની જાહેરાત કરી છે. જેમ આપણે પોતાના પીસી કે લેપટોપમાં...
૨૫મી જુલાઈએ ગૂગલે જાહેરાત કરી છે કે એન્ડ્રોઇડનું વધુ એક વર્ઝન આવી ગયું છે - જેલી બીન ૪.૩. ગૂગલનું નેક્સસ ૭ ટેબલેટ એન્ડ્રોઇડ ૪.૩ જેલી બીન ધરાવતું સૌથી પહેલું ટેબલેટ બન્યું છે. તમે એન્ડ્રોઇડનો ક્યારેય ઉપયોગ કર્યો ન હોય તો આ નવા વર્ઝનની ખૂબીઓ સમજાવવી મુશ્કેલ છે, છતાં...
આખી દુનિયામાં એવી કંપની બહુ ઓછી હશે, જ્યાં કામ કરતા લોકોને વધુ સારી તકની આશામાં બીજી કોઈ કંપનીમાં જવાની જરુર ન લાગતી હોય. ફોર્બ્સ, ફોર્ચ્યુન, સીએએન, લિંક્ડઇન જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ વર્ષોવર્ષ, વિશ્વવ્યાપી સર્વેક્ષણ કરીને નોકરી કરવા માટે વિશ્વની સૌથી સારી કંપનીઓની...
બોની પ્રજાપતિ (એલડીઆરપી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ ગાંધીનગર) હું લગભગ બીજા ધોરણમાં હતો ત્યારે મારા પપ્પા બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરવાળું કમ્પ્યુટર લાવેલા. કમાન્ડ પ્રોમ્પ્ટથી જ ચાલે. જેમની પાસેથી લીધું હતું એમણે થોડાક કમાન્ડ લખી આપેલા. ત્યારથી હું કમ્પ્યુટર...
વૈભવી દેસાઈ (ધીરૃભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર) અમારી કોલેજમાં એકાદ વર્ષથી ગૂગલ ડેવલપર ગ્રુપ કાર્યરત છે, જે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ યોજે છે. તેમાંથી જ મને ગૂગલ વિશે ઘણું વધુ જાણવા મળ્યું અને જીએસએ પ્રોગ્રામની માહિતી મળી....
હરનીતસિંહ સીતલ, (બાબરિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, વડોદરા) ગૂગલના ટેલિફોનિક ઇન્ટરવ્યૂની તૈયારી કરવા મેં કેટલાક સારા બ્લોગ સર્ફ કર્યા મને કેવા સવાલો પૂછાઈ શકે એની એક યાદી બનાવી. ગૂગલ ટીમ સાથેના ઇન્ટરએક્શન દરમિયાન મારે ફોકસ કરવા જોઈએ એવા કેટલાક મુદ્દાઓ પણ મેં નોંધી...
કાવેરી ધવન (ફેકલ્ટી ઓફ આર્કિટેકચર, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા) ગૂગલ સ્ટુડન્ટ પ્રોગ્રામ અગાઉ એક ઓપન પ્રોગ્રામ હતો, પણ વિદ્યાર્થીઓના જબરજસ્ત પ્રતિભાવ પછી ગૂગલે પસંદગીની કોલેજોને પાંચ-પાંચ વિદ્યાર્થીઓ સૂચવવા કહ્યું અને તેમાંની પોતાના એમ્બેેસેડર પસંદ કરવાની પદ્ધતિ અપનાવી....
બ્રિજેશ પટેલ (એલડી કોલેજઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ) મારી ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની આદતે મને ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામથી વાકેફ કરાવ્યો. મારા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન મને ૩-૪ ક્રોસ ક્વેશ્ચેન્સ પણ પૂછ્યા હતા, પણ મેં મારી બધી બેઝિક ઇન્ફર્મેશન પહેલેથી કાગળમાં નોટ...
હર્ષ નિષાર (ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર) મારી કોલેજના એક સિનિયર વિદ્યાર્થી ગયા વર્ષે જીએસએ હતા અને એમણે મને આ પ્રોગ્રામ વિશે જણાવ્યું. મારા માટે આ પહેલો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ હતો, જે બહુ સારો અનુભવ રહ્યો. ઇન્ટરવ્યૂ...
‘અચ્છા તો હમ ચલતે હૈં...’ ફિલ્મ સ્ટાર પરિનીતિ ચોપરા અને વરુણ ધવનને મોબાઇલ ફોન પર એકબીજા સાથે વાત કરતાં દશર્વિતી અને છેલ્લા થોડા સમયથી ભારતીય ટીવી ચેનલ્સ પર જોવા મળી રહેલી આ જાહેરાતે ભારતમાં મોબાઇલ ચેટ એપ્સના માર્કેટમાં જબરજસ્ત ગરમાવો લાવી દીધો છે. આગળ શું વાંચશો?...
તમે ફેસબુક પર છો?’ એ પ્રશ્ન હવે કોઈ કોઈને પૂછતું નથી કારણ કે પોતાનું કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન ન ધરાવતા લોકો પણ હવે તો ફેસબુક આવી ગયા છે. એ જ રીતે, ‘તમે વોટ્સએપ પર છો?’ એ પ્રશ્ન પણ ધીમે ધીમે જૂનો થઈ રહ્યો છે કેમ કે સ્માર્ટફોન ધરાવતા સૌ કોઈ આ લોકપ્રિય અને શરુઆતમાં...
આ અંકમાં આગળના પાને એક ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડરે લખ્યું છે કે ફેસબુક યોગ્ય રીતે ઉપયોગ કરો તો એ નોલેજનો સરસ સોર્સ છે. એનાથી તદ્દન ઊંધી તમને આ લેખમાં વાંચવા મળશે. બંને મુદ્દા સાચા છે કે કેમ કે સૌથી મહત્વની વાત છે યોગ્ય રીતે ઉપયોગ લેખ વિશે તમારા મંતવ્ય જરુર આપશો. -સંપાદક...
કમ્પ્યુટરમાં કયું ફોલ્ડર કેટલી જગા રોકે છે એ જાણવાનો એક સહેલો રસ્તો જાણી લો... તમે કમ્પ્યુટરમાં આવી સ્થિતિનો ઘણી વાર સામનો કર્યો હશે, હાર્ડડિસ્ક ફૂલ થઈ રહી હોવાનો મેસેજ મળે, તમે માય કમ્પ્યુટરમાં જઈને જુદાં જુદાં ફોલ્ડર, તેમાંનાં સબ-ફોલ્ડર્સ અને વળી તેમાં ઠાંસીને ભરેલી...
કમ્પ્યુટર અને ઇન્ટરનેટની ટેક્નોલોજી ગજબની વિકસી હોવા છતાં એ હકીકત છે કે આપણા કામકાજને લગતા કે સામાજિક સંપર્કોની માહિતી યોગ્ય રીતે જાળવવાનો, બધી રીતે પરિપૂર્ણ હોય એવો એક પણ ઉપાય ઉપલબ્ધ નથી! તમે જીમેઇલ કે યાહૂનો ઉપયોગ કરતા હો તો તેમાં કોન્ટેક્ટ્સ જાળવવાની ઘણી સારી...
એન્જિનીયરીંગની પરંપરાગત શાખાઓ જેવી કે મિકેનિકલ, પ્રોડક્શન, કેમિકલ વગેરેમાં કામ કરતા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓ અને ફાયનાન્સ, લોજિસ્ટિક કે માર્કેટિંગ જેવા મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા વ્યાવસાયિકોને આઇ.ટી. ક્ષેત્રે પ્રવેશવાની ખૂબ ઈચ્છા હોય છે, પણ આમ કરવા માટે નવેસરથી તાલીમ...
જાણીતા બુક અને મ્યુઝિક સ્ટોર્સમાં હવે જોવા મળવા લાગેલી બ્લુ-રે ડિસ્કે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઘણી બધી ફિલ્મ હવે બ્લુ-રે ડિસ્કમાં ઉપલબ્ધ થવા લાગી છે. સીડી અને ડીવીડી જેવી જ આ નવી બીડી સંગ્રહક્ષમતાની રીતે તેની બંને જોડીદાર કરતાં ઘણી વધુ દમદાર છે. ઓપ્ટિકલ ડિસ્કમાં...
તમે લાંબા સમયથી ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સનો ઉપયોગ કરતા હો, તેમાં તમારી ફેવરિટ વિવિધ સાઇટ્સનાં એડ્રેસ બુકમાર્ક તરીકે સેવ કરી રાખ્યાં હો અને હવે અત્યારના સૌથી ચઢિયાતા ગણાતા બ્રાઉઝર ગૂગલ ક્રોમનો ઉપયોગ શરુ કર્યો હોય તો સ્વાભાવિક રીતે, તમારા જૂના બ્રાઉઝરમાંના...
વેબ સર્ફિંગ કરતી વખતે ઘણાં બધાં કારણોસર આપણે ઉતાવળમાં હોઈ શકીએ છીએ. આવે સમયે, ઓછા સમયમાં વધુ કામ કરી લેવું હોય તો અહીં આપેલા શોર્ટકટ્સ તમને ઘણા કામ લાગશે. ઓછા સમયમાં, ઘણું બધું કરી લેવાની કે જાણી લેવાની સગવડ આપતા શોર્ટકટ્સ બહુ કામની ચીજ છે. અહીં ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ...
આખું મેગેઝિન વંચાઈ ગયું? લેખો વાંચી લીધા હોય તોય, આપણા આ મેગેઝિનની ખાસિયત મુજબ તેમાં આપેલી લિંક્સ પર જઈને ઘણું બધું કરવાનું તો બાકી રહે જ છે. તેમ, મોટા ભાગનાં પાનાં પર છેક નીચે આપેલા વિવિધ શબ્દોથી ઊભી થયેલી જિજ્ઞાસા સંતોષવાનું પણ બાકી રહે છે. ઉત્સુકતા ઊભી કરવી અને પછી...
આ અંકની કવરસ્ટોરી નક્કી કરવામાં અમને ખરેખર મૂંઝવણ થઈ. શરૂઆતમાં, સૌ કોઈ જેનો ઉપયોગ અને ચર્ચા કરે છે તે આજના ‘હોટ ટોપિક’ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સને કવર પર ચમકાવવાનું વિચાર્યું હતું. પછી, નેટબેન્કિંગમાં રહેલાં જોખમો અને તેની સામે સલામતીનાં પગલાંને કવર સ્ટોરી બનાવવાનું...
એરપેનો.કોમ જેવી અમૂલ્ય ભેટ આપવા બદલ આભાર! મારી પાસે વર્ણન કરવા માટે શબ્દો નથી. આવી સરસ સાઇટ બતાવીને બહુ મોટું કામ કર્યુ છે. હું દિલ્હીના અક્ષરધામની રૂબરૂ મુલાકાત લેવા માગું છું, પણ જાતે જઈશ તો પણ જે વ્યૂ એરપેનોમાં મળી શકે છે એ તો નહીં જ મળે! - જિજ્ઞેશ પટેલ, જીએનએફસી,...
બ્લોગિંગની વાત નીકળે એટલે પહેલું નામ વર્ડપ્રેસનું લેવાય! મે ૨૭, ૨૦૦૩ના રોજ લોન્ચ થયેલી આ સર્વિસ ૧૦ વર્ષમાં બહુ મોટું નામ બની ચૂકી છે. વર્ડપ્રેસનું ૩.૫ વર્ઝન ૧.૮ કરોડ વાર ડાઉનલોડ થઈ ચૂક્યું છે. જે સાઇટ વારંવાર અપડેટ થતી હોય તેનું ક્ધટેન્ટ મેનેજ કરવા માટે ક્ધટેન્ટ...
વર્ષોજૂની તારસેવાનો આખરે ભારતમાં પણ અંત આવી રહ્યો છે, કારણ છે આંખના પલકારામાં, આંગળીના હળવા ઇશારે અને લગભગ બિલકુલ મફતમાં સંદેશા આપલે કરી આપતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝ! આગળ શું વાંચશો? ફ્લેશબેકઃ ટેલિગ્રામ અને ટેલિગ્રામ ઉર્ફે તાર નજીકનો ભૂતકાળઃ ઈન્ટરનેટ પર ઈન્સ્ટન્ટ...
મુંબઈ પોલીસના કર્મચારીઓનાં પગાર ખાતાંમાંની રકમ ગ્રીસના હેકર્સે ગૂપચાવી લીધાના સમાચાર વાંચીને ભલભલા લોકોને નેટબેન્કિંગની સલામતી વિશે ચિંતા થઈ પડી છે. દુનિયાભરની બેન્ક્સ ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવાથી આપણે ફક્ત ચિંતા કરવાથી બચી નહીં શકીએ. એ માટે તો સલામતીની ચોક્કસ જાણકારી...
આગળ શું વાંચશો? આખી વાત ઉદાહરણથી સમજીએ ઓફિશિયલ સાઈટ પરથી ડાઉનલોડ કરતી વખતે... માલવેર ઘૂસી જ જાય તો શું કરવું? છેલ્લા થોડા સમયથી, તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરનું હોમપેજ વારંવાર બદલાઈ જાય છે? તમે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આપેલા સર્ચ બોક્સમાં કોઈ કીવર્ડ્સ...
આ વર્ષે એન્જિનીયરિંગમાં એડમિશન લઈને તમે એન્જિનીયર બનશો ત્યારે તમારી સ્પર્ધા બીજા હજારો એન્જિનીયર્સ સાથે થશે. એ ટોળામાં તમને અલગ અને આગળ રહેવામાં મદદ કરે એવી એક વેબસાઇટ... આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે તમે પોતે, તમારા પરિવારમાં કે તમારા પરિચિત વર્તુળમાંના સંખ્યાબંધ...
ગુજરાતમાં આઇટી ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે, પણ આઇટીમાં કરિયર એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ એવી માન્યતા થઈ પડી છે. વાસ્તવમાં આ ક્ષેત્રમાં જુદી જુદી ઘણી રીતે કારકિર્દી વિક્સાવી શકાય છે. શ્રી રોશન રાવલે તેમના આ બીજા લેખમાં ગુજરાતમાં ઓછી જાણીતી ટેકનિકલ રાઇટિંગની વાત આલેખી...
વિશ્વભરના ગુજરાતી પરિવારોમાં લોકપ્રિય ગુજરાતી લેક્સિકોનની સેવાઓ હવે મોબાઇલ એપ્સ સ્વરુપે પણ વિસ્તરી રહી છે, મોબાઇલમાં ગુજરાતી ભાષાનો આ અલભ્ય લાભ લૂંટવા જેવો છે! તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને એન્ડ્રોઇડ એપ્સમાં (પ્લે સ્ટોરમાં હવે એપ્સ ઉપરાંત બીજું ઘણું બધું મળે છે!)...
સાયબરસફર’ના દરેક લેખ તમને એટલે કે દરેક વાચકને વાસ્તવિક જીવનમાં ઉપયોગી થાય એવા મુખ્ય હેતુથી જ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ એક લેખમાં અપાયેલી માહિતીનો ઉપયોગ કરવાની આપને ક્યારેય જરુર ન પડે એવી પ્રાર્થના સાથે, આપણે ગૂગલ પર્સન ફાઇન્ડર સેવા વિશે જાણી લઈએ. ગયા મહિને...
આવું બધાની સાથે બનતું હોય છે - ઓફિસના કમ્પ્યુટરમાંથી કોઈ પ્રેઝન્ટેશન પેનડ્રાઇવમાં કોપી કરીને ક્લાયન્ટને બતાવવા માટે લઈ જવાનું હોય, પણ પેનડ્રાઇવ ફૂલ હોય! આપણે ઉતાવળમાં હોઈએ એટલે પેનડ્રાઇવમાંની ફાઇલ્સ ડિલીટ કરવાને બદલે, ‘શાંતિથી તપાસીને ડિલીટ કરીશું’ એવું વિચારીને...
અંકનાં બધાં પાનાં વંચાઈ ગયાં હોય તો ફરી સમય છે આખું મેગેઝિન રિવાઇન્ડ કરવાનો! આ વખતે ઘણાં બધાં પાનાંમાં છેક નીચે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લઈ શકાય એવાં વિવિધ સોફ્ટવેરનાં નામ આપેલાં છે. આમાંની કેટલાંક તમારા માટે જાણીતાં હશે, કેટલાંક જાણીતાં હશે, પણ એમનું...
આપણે ગુજરાતીઓ વિશ્વપ્રવાસી તરીકે ઓળખાઈએ છીએ. દુનિયાના લગભગ દરેક ખૂણે ત્યાં જ સ્થિર થયેલો ગુજરાતી પરિવાર મળી આવે. તેમ ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશનમાં દુનિયાભરનાં પ્રવાસસ્થળો ગુજરાતીઓથી ઉભરાઈ ઊઠે. છતાં, આખી દુનિયા ફરી વળવાનું સૌ કોઈ માટે શક્ય નથી. કદાચ શક્ય બને તો...
અમે આઇટી ડેવલપમેન્ટ અને ટ્રેનિંગમાં કાર્યરત આઇટી કંપની છીએ. મને તમારું મેગેઝિન મળ્યું. મને ખૂબ ખૂબ ગમ્યું. તમારા આ કામ માટે મારી પાસે શબ્દો નથી. એટલું હું ચોક્કસ કહીશ કે અમારા તરફથી તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો અચકાયા વગર જરૂર જણાવશો. તમે ખૂબ સારું કામ કરો...
દુનિયાભરના અનેક લોકો જે સર્વિસ પરના અનેક વીડિયોમાં અનેક કલાકો સુધી પરોવાયેલા રહે છે તે યુટ્યૂબ સર્વિસ ટૂંક સમયમાં પેઇડ થઈ રહી હોવાના સમાચારે કેટલાયના જીવ અધ્ધર કરી દીધા છે. આવો જાણીએ, હકીકત શું છે? આગળ શું વાંચશો? કોઈને પણ રોકડી કરવા લલચાવે તેવી યુટ્યૂબની...
તમે દિલ્હીમાં અક્ષરધામની મુલાકાત જરૂર લીધી હશે. પણ તમે તેની અનોખી સુંદરતાનાં દર્શન કર્યાં હશે જમીન પર રહીને. અક્ષરધામનું, નીચે દર્શાવેલું સ્વરૂપ તમે ક્યારેય જોયું છે? બસ, આંગળી કે માઉસના હળવા ઇશારે દૃશ્યોની દિશા બદલતા જાઓ અને ઉપર હેલિકોપ્ટરનો આઇકન દેખાય તો તેના પર...
એરપેનોની સાઇટ પર દિલ્હીના અક્ષરધામ મંદિરનું અનન્ય દર્શન શક્ય છે. આ મંદિર રૂબરૂ જોનારા માટે પણ તેનો એરિયલ પેનોરમા બિલકુલ નવી અનુભૂતિ કરાવે તેમ છે. એરપેનો ટીમના ફોટોગ્રાફર સ્ટાસ સેદોવનો આ અનુભવ એમના જ શબ્દોમાં... આગળ શું વાંચશો? આકાશમાંથી અક્ષરદર્શન હવે આવી રહ્યા છે...
આખા પરિવારને મજા પડે એવી ફોટોશોપની એક મજાની કરામત, શીખો સહેલાઈથી તમે આબુ જાવ, નૈનિતાલ જાવ કે સિંગાપોર જાવ દરેક ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં એકાદ શોપ તો એવી મળે જ જ્યાં તમારો ફોટોગ્રાફ લઈને તેને ઇન્સ્ટન્ટ પેન્સિલ સ્કેચમાં ફેરવીને પ્રિન્ટ કાઢી આપવામાં આવે. આ કામ તમે પોતે પણ...
ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવી હોય તો કયા કયા વિકલ્પો છે? કઈ પેટાલાઈન લેવી સારી? અત્યારે તો બરાબર, ભવિષ્યમાં કેવીક તકો રહેશે? આઇ.ટી.નું ક્ષેત્ર એટલું ઝડપથી બદલાતું રહે છે કે તેમાં કારકિર્દીને લગતા આવા બધા પ્રશ્ર્નો સતત વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતા રહે છે. ભારત અને...
લેપટોપ તમારા જીવનનો એક અંતરંગ ભાગ હોય તો તેને હેમખેમ રાખવા અંગેની કેટલીક વાતો જાણી લેવા જેવી છે. આગળ શું વાંચશો? લેપટોપમાં પાવર સેવિંગ કરો આ રીતે... હજી થોડા સમય પહેલાં એવી સ્થિતિ હતી કે લોકોને મીઠી મૂંઝવણ થતી હતી - ડેસ્કટોપ લેવું કે લેપટોપ? હવે મૂંઝવણનો પ્રકાર બદલાયો...
આપણી ઇચ્છા હોય કે ન હોય, ઇન્ટરનેટ પર આપણે અનેક લોકોને આપણું ઇમેઇલ એડ્રેસ આપવું પડે છે. જીમેઈલની એક મજાની સુવિધા, આ રીતે એડ્રેસની વહેંચણી કર્યા પછીની વાત સહેલી બનાવી દે છે, આ રીતે... આ લેખ અમદાવાદ નેશનલ બુકફેરના સ્ટોલમાં બેસીને લખાઈ રહ્યો છે એટલે ચારેતરફ પુસ્તકોનાં...
તમે નવો સ્માર્ટફોન કે ટેબલેટ લેવાનો વિચાર કરતા હો તો કિંમત ઉપરાંત તેની ઇન્ટર્નલ મેમરી કેટલી છે એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવું જરુરી છે. પૂછો કેમ? જવાબ મેળવવા માટે સમજીએ એન્ડ્રોઇડની વિવિધ પ્રકારની મેમરી! આગળ શું વાંચશો? ડાયનેમિક મેમરી ઈન્ટર્નલ મેમરી એક્સટર્નલ મેમરી (એસડી...
સ્માર્ટફોનમાં ગુજરાતી - પોતાના ફોન્ટમાં ગુજરાતી ફોન્ટ ધરાવતા લોકોને કોઈ ચિંતા નથી, પણ જેમના ફોન્ટમાં ગુજરાતી ફોન્ટ ન હોય એમના માટે પણ, એક ઉપાય તો છે! મોબાઇલમાં જુદી જુદી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ, તેનાં જુદાં જુદાં વર્ઝન અને આ બધું હેન્ડસેટનાં જુદાં જુદાં મોડેલમાં ઓફર...
કમ્પ્યુટરના યોગ્ય ઉપયોગ માટે એની યોગ્ય સફાઈ જરુરી છે - બહારથી અને અંદરથી. બહારની સફાઈ તો સહેલી છે, અંદરની સફાઈની સરળ રીત અહીં સમજાવી છે. પરીક્ષાઓ આવે ત્યારથી આપણે સૌ - પરીક્ષા આપનારા અને એનું ટેન્શન રાખનારા બાકીના સૌ - પરીક્ષા પછી વેકેશનમાં શું શું કરશું એનું પ્લાનિંગ...
ગુજરાતીમાં ઈ-મેઇલ લખવાનું સહેલું છે, પણ જીમેઇલમાં આ સુવિધા એક્ટિવેટ કરવાનું કામ હવે જરા અટપટું બન્યું છે... વધુ ને વધુ લોકો જીમેઇલ તરફ વળી રહ્યા છે, તેનું કારણ શું? ઉપયોગમાં સરળતા એ કદાચ જીમેઈલનું સૌથી મોટું જમા પાસું છે. અલબત્ત, જીમેઇલ પણ ક્યારેય ગરબડ કરી બેસે છે....
‘ફલાણો-ઢીકણો વાયરસ ખતરનાક છે - મેઇલ ભૂલેચૂકે ખોલતા નહીં...’ હકીકત શું છે આવા મેઇલ્સની? ‘આ પત્રની ૧૦ નકલ મિત્રોને લખી મોકલો તો કૃપાનો વરસાદ વરસશે અને નહીં મોકલો તો ધનોતપનોત નીકળી જશે...’ પોસ્ટકાર્ડનો જમાનો હતો ત્યારે આવા પત્રો અવારનવાર જોવા મળતા હતા. હવે ઈ-મેઇલના...
તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો અને તેમાં ‘કન્ઝર્વેશન વ્યૂ’ સેટ કર્યો હોય તો એક જ વિષય ધરાવતા મેઇલ્સ એક સાથે ગ્રુપ થાય છે અને વિષય પછી કૌંસમાં, એ વિષય હેઠળ જેટલા મેઇલ્સની આપલે થઈ હોય તો તેની સંખ્યા દેખાય છે. મેઇલનો સંદર્ભ ધ્યાનમાં રાખવા માટે આ સગવડ બહુ કામની છે, પણ ક્યારેક...
આખું મેગેઝિન વંચાઈ ગયું? તો બધાં પાનાં ફરી ઉથલાવો, કરો રિવાઇન્ડ! આપણી પરંપરા પ્રમાણે, લગભગ દરેક પેજમાં છેક નીચે જુદાં જુદાં વાક્યો આપેલાં છે. તમે એ બધાં પર છૂટીછવાઈ નજર ફેરવી હશે તો કંઈ સમજ પડી નહીં હોય, ઉલટાની ગૂંચવણ થઈ હશે - શું છે આ બધું?! વાસ્તવમાં, આ અંકમાં...
રોજબરોજ જે આપણી નજરતળેથી પસાર થતું હોય એની ઘણી બાબતોની આપણે અજાણ રહી જઈએ એવું બનતું હોય છે. આ અંકમાં જે મુખ્ય લેખો છે એ બધા કોઈ ને કોઈ રીતે આ જ વાતના આધાર પર લખાયેલા છે. માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ. આપણે આપણું કામ ચાલી જાય એટલી, ખપ પૂરતી...
એપ્રિલ મહિનાનો અંક આજે મળ્યો જે ખૂબ જ ગમ્યો. એક જ બેઠકે આખો અંક વાંચી લીધો અને પછી અંકમાં આપેલ માહિતીનું પ્રેકટિક્લ...! મજા પડી ગઈ. ગૂગલ મેપ્સ વિશે આપેલ લેખ ખૂબ જ વિગતવાર આપેલ હોઈ વધારે ગમ્યો. કમ્પ્યુટરનો પાવર યૂઝર હોય સ્માર્ટ વર્કિંગ વિભાગ પણ ખૂબ જ ગમ્યો. - સુરેશ...
પીસી કે લેપટોપ પરની બ્રાઉઝર વોર હવે મોબાઇલ અને ટેબલેટના સ્ક્રીન પર પણ આવી પહોંચી છે. આ બંને મોરચે ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ વચ્ચે જોરદાર હરીફાઈ જામી છે. બંનેનાં નવાં નવાં વર્ઝન અત્યંત ઝડપથી આવી રહ્યાં છે. આપણે પહેલાં વાત કરીએ મોઝિલા ફાયરફોક્સના એન્ડ્રોઇડ માટેના...
તમારે ઈ-મેઇલમાં હેવી ફાઈલ્સ મોકલવાની થાય છે? તમને ખ્યાલ હશે કે થોડાં વર્ષ પહેલાં તો આપણે યાહૂ, જીમેઇલ વગેરેમાં માંડ બે એમબી જેટલી સાઇઝની ફાઈલ જ એટેચ કરી શકતા હતા. એ પછી એટેચમેન્ટની સાઇઝ વધતી ચાલી અને હવે તો હેવી ફાઈલ્સ એટેચ કરવાનું પણ બિલકુલ સહેલું બનવા લાગ્યું છે....
કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સથી અજાણ હોય એવું બની શકે નહીં. બીજી બાજુ, એમએસ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સનો પૂરેપૂરો ઉપયોગ કરતી શકતી કોઈ વ્યક્તિ મળે એવું પણ બને નહીં! આવો જાણીએ વર્ડ ૨૦૦૭ની કેટલીક ખાસ વાત - પાશેરમાં પૂણીની જેમ! આગળ શું...
વેકેશનમાં કોઈ ભાર વિના મસ્તીથી સમય પસાર કરવો હોય કે પછી - ફરી ભાર વિના - કશુંક નવું શીખવું હોય તો અહીં આપેલી સાઇટ્સ ફંફોસી જુઓ. આગળ શું વાંચશો? સૂપટોય્ઝ ફનબ્રેઈન મીનીક્લિપ સુમોપેઈન્ટ ડ્રોસ્પેસ આખરે આવી ગયું છે વેકેશન! આખું વર્ષ બુક્સ, નોટબુક્સ, ક્લાસવર્ક અને હોમવર્ક...
ઇન્ટરનેટની જેમ સ્માર્ટફોન પણ આપણી જિંદગીનો અલગ ન કરી શકાય એવો હિસ્સો બની રહ્યા છે. પણ ક્યારેક ભૂલથી, ફોન આપણાથી અલગ થઈ જાય - ખોવાઈ જાય તો? આ સ્થિતિમાં શું શું કરી શકાય તેની વાત. આગળ શું વાંચશો? આપણા સ્માર્ટફોનમાંના સેટિંગ્સ સેમસંગની સાઈટ પર લોક માય મોબાઈલ રિંગ માય...
પ્રોફેશનલ અને એમેચ્યોર ફોટોગ્રાફર્સ જેવો એક નવો વર્ગ ઊભો થયો છે - સ્માર્ટફોન ફોટોગ્રાફર્સ! તમે પણ આ વેકેશનમાં આવી જ ફોટોગ્રાફી અજમાવવાના હો તો જાણી લો કેટલીક જાણવા જેવી વાત. ગયા વર્ષે તમે વેકેશનમાં કોઈ સ્થળે ફરવા ગયા હશો અને આ વર્ષે ફરી ક્યાંક જશો તો બંને ટુરમાં મોટો...
ગયા અંકમાં આપણે કેટલાંક એન્ડ્રોઇડ ટેબલેટની સરખામણી કરી હતી ત્યારે વાત કરી હતી તેમ, માર્કેટમાં સતત નવાં નવાં મોડેલ ઉમેરાઈ રહ્યાં છે અને કિંમતો નીચી જઈ રહી છે. જો તમને પણ મોબાઇલ રહીને નેટ સાથે કનેક્ટ રહેવા માટે ટેબલેટ ઉપયોગી લાગતું હોય તો હમણાં હમણાં આવેલાં કેટલાંક...
આપણા બેન્ક એકાઉન્ટ જેટલું મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે આપણું ગૂગલ એકાઉન્ટ. સદભાગ્યે, તેને અદ્દલ નેટ બેન્કિંગના એકાઉન્ટની જેમ જ જડબેસલાક સલામતી આપી શકાય છે. જાણો કઈ રીતે? આગળ શું વાંચશો? જેમ કે, પહેલો રસ્તો... અથવા બીજો રસ્તો.. કોઈ આપણો પાસવર્ડ કેવી રીતે રીતે ચોરી...
વિન્ડોઝ ૭ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જે કમ્પ્યુટર પાસેથી આપણી અપેક્ષાઓ સમજીને તેના સચોટ ઉપાય આપણને આપે છે. તેનાં કેટલાંક અજાણ્યાં પાસાંઓ પર નજર ફેરવી લઈએ. આગળ શું વાંચશો? એક વિન્ડો હલાવો, બધી મિનિમાઈઝ કરો પ્રીવ્યૂ પેન વધુ સરળ સર્ચની સગવડ કન્ટેન્ટ સર્ચ ફાઈલનું સર્ચિંગ...
કમ્પ્યુટરમાં એક ડ્રાઇવ કે ફોલ્ડરમાંની ફાઇલ્સ કે પેટા ફોલ્ડરની હેરફેર કરવી હોય તો કંટ્રોલ અને શિફ્ટ કી વત્તા માઉસનું ડાબું બટન ભારે મદદરુપ થાય છે, આ રીતે... અાગળ શું વાંચશો ? Ctrl + Left Click Shift +Left Click Shift + Left Click Ctrl + Drag Ctrl + Drag કામઢું માઉસ...
પીડીએફ કે ઇમેજ સ્વરુપે રહેલું લખાણ એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવી આપતી ટેક્નોલોજી ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન એટલે કે ઓસીઆર તરીકે ઓળખાય છે. તમારે ક્યારેક આવી રીતે કોઈ પીડીએફ કે ઇમેજમાંના લખાણને વર્ડ જેવા પ્રોગ્રામમાં ફેરફાર કરી શકાય તેવી ટેક્સ્ટમાં ફેરવવું હોય તો એક ઓનલાઇન...
ડિજિટલ ટેકનોલોજીથી લોકો અજબ-ગજબનું સર્જન કરવા લાગ્યા છે, જેમાંની ઘણી કુદરતની કરામત પણ હોઈ શકે છે...
આખો અંક પૂરો? હા કહેશો તો એ અર્ધસત્ય હશે! અંકનાં બધાં પેજ વંચાઈ જાય એવું બને, પણ તોય એમાં અજમાવી જોવાનું તો ઘણું બધું બાકી રહે. એ ઉપરાંત, આપણી કાયમી પરંપરા મુજબ, આ અંકમાં પણ મોટા ભાગનાં પેજ પર નીચે એક લિંક આપી છે. આ વખતે વેકેશનને ધ્યાનમાં રાખીને, કોઈ એક ચોક્કસ વિષય...
વિકિપીડિયા પર હું મારો પોતાનો લેખ કેવી રીતે લખી શકું? વિગતવાર માહિતી આપશો. - મહેન્દ્ર સામતરાય ‘સાયબરસફર’ મેગેઝિન તો સોળે કળાએ ખીલ્યું છે અને ઓનલાઇન અંકોનો ઠાઠ તો ઓર જ છે. માર્ચ ૨૦૧૩ના અંકમાં નેટજગતની માહિતીનો રસથાળ રજૂ કર્યો છે. લગભગ બે વરસથી મારા કમ્પ્યુટરની એક...
એન્ડ્રોઇડમાં જીમેઇલનું નવું વર્ઝન તમે સ્માર્ટફોનમાં જીમેઇલનો ખાસ્સો ઉપયોગ કરતા હો અને તમારી પાસે એન્ડ્રોઇડ ૪.૦ આઇસક્રીમ સેન્ડવીચ કે જેલીબીન વર્ઝન ધરાવતો સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો આનંદના સમાચાર એ છે કે એન્ડ્રોઇડ માટેની જીમેઇલ એપ અપડેટ કરવામાં આવી છે. આઇસક્રીમ...
વિવિધ સાઇટ પર પ્રસિદ્ધ થતા નવા કન્ટેન્ટને આપણે તે સાઇટની આરએસએસ ફીડની મદદથી એક જ વેબપેજ પર એક સાથે જોઈ શકીએ છીએ, એ તમે જાણતા જ હશો. સાયબરસફરના એપ્રિલ ૨૦૧૨ અંકમાં આરએસએસ ફીડ અને ગૂગલની રીડર સર્વિસની મદદથી આપણે, આપમેળે અપડેટ થતી પોતાની લાઇબ્રેરી કેવી રીતે બનાવી શકીએ એની...
૧૪-૧૫ એપ્રિલ, ૧૯૧૨ની મધરાતે ડૂબેલી આરએમએસ ટાઈટેનિક આજે પણ અનેક રીતે ઈન્ટરનેટ પર તરતી રહી છે. આગળ શું વાંચશો? ટાઈટેનિકની ઈન્ટરએક્ટિવ ટાઈમલાઈન ટાઈટેનિક ટાઈમ મશીન કેવી હતી ટાઈટેનિકની રચના ટાઈટેનિક દુર્ઘટનાના ૧૦૦ વર્ષ પછી નેશનલ જ્યોગ્રાફિકની સાઈટ પર આ બધું પણ તપાસી જુઓ....
પૃથ્વી પર માનવવસતિ સાત અબજના આંકને પાર કરી ગઈ છે. આપણે કેટલીક વેબસાઇટ પર બહુ મજાની રીતે, આ મહાઆંકડા સાથેનો આપણો વ્યક્તિગત સંબંધ તપાસી શકીએ છીએ. આગળ શું વાંચશો? પૃથ્વી પર તમારો નંબર કેટલામો? વસતી અને બીજા ઘણા આંકડાનું અપડેશન-લાઈવ સાત અબજ લોકો એક પેજ પર પાંચ કરોડ...
બજારમાં દરેકના બજેટમાં સમાય એવાં ટેબલેટ અને સ્માર્ટફોનના એટલા બધા વિકલ્પો આવી પડ્યા છે કે તેમાંથી પસંદગી એક અઘરો નિર્ણય બની જાય. આ લેખ તમારી મૂંઝવણ આસાન બનાવશે. આગળ શું વાંચશો? ક્નેક્ટિવિટી સ્કીન સાઈઝ અને રેઝોલ્યુશન ટચસ્ક્રીન મેમરી કેપેસિટી બેટરી એન્ડ્રોઈડ ઓપરેટિંગ...
આખરે ગૂગલનું નેક્સસ ટેબલેટ ભારતમાં વેચાવા લાગ્યું છે. જો તમે પણ ટેબલેટ લેવાનું વિચારતા હો તો પસંદગીના વિકલ્પ ઘણા છે, તેમ ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પણ ઘણા છે. ઘણી રાહ જોવડાવ્યા પછી અંતે ગૂગલનું નેક્સસ-૭ ટેબલેટ ભારતમાં પણ વેચાવા લાગ્યું છે. તમે ડાયરેક્ટ ગૂગલ...
તમે ભારતના નકશામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સ્થાન બતાવી શકો? "એમાં કઈ મોટી વાત છે એમ કહેતાં પહેલાં વિચારજો! ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ વગેરે તો ઠીક છે, પણ મિઝોરમ, નાગાલેન્ડ વગેરેમાં ગોથાં ખાવાની પૂરી શક્યતા છે. ઉપરાંત, ભારતનો નકશો એ તો આખા વિશ્ર્વના...
અહીં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક એવી સગવડોની વાત કરી છે, જે રોજબરોજના કામમાં ઉપયોગી તો ખૂબ છે, પણ સામાન્ય રીતે આપણી જાણ બહાર રહી જતી હોય છે. આગળ શું વાંચશો? ક્લિયર ટાઈપનો ઉપયોગ ફેવરિટ પ્રોગ્રામનો શોર્ટકટ બનાવો ઊડીને આંખે વળગે એવાં ફોલ્ડર ક્લિયર ટાઇપનો ઉપયોગ વાત...
ટૂંકાક્ષરી શબ્દોનું ફટાફટ જાણો ફૂલ ફોર્મ ISRO, IIMA, NASA, BBC, GMT, GPS રોજબરોજના વાંચનમાં આવા તો કેટલાય ટૂંકાક્ષરી શબ્દો તમારી સામે આવતા હશે. કેટલાકનું ફૂલ ફોર્મ આપણે જાણતા હોઈએ તો કેટલાકમાં પાકી સ્પષ્ટતા ન હોય. આવે સમયે, ગૂગલિંગ કરી લેવાની તેની લાંબીલચક સમજણ તો મળી...
આ વેકેશનમાં સિડનીનું ઓપેરા હાઉસ જોવું છે - એ પણ પ્રાઇવેટ બોટના ડેક પરથી? અથવા લંડનનો ટ્રફલર સ્ક્વેર જોવો છે કે બકિંગહામ પેલેસમાં લટાર મારવી છે? આ બધું જ શક્ય છે, ગૂગલ મેપ્સ પર આધારિત એક સાઇટ પર. આ વખતના અંકમાં, ઘણાં ખરાં પેજીસ નીચે વિશ્વનાં જુદાં જુદાં સ્થળો કે...
માર્ચ અને એપ્રિલ આપણે ત્યાં પરીક્ષાના મહિના છે. આ દિવસોમાં પરીક્ષા સિવાયની કોઈ પણ વાત કરવામાં જોખમ છે. જેવું લોકશાહીમાં ચૂંટણીનું સ્થાન છે એવું જ કદાચ વિદ્યાર્થીની કારકિર્દીમાં પરીક્ષાનું સ્થાન છે. આપણે સૌ જાણીએ છીએ કે નેતાઓ ચૂંટવા માટે ચૂંટણી સૌથી સારી પદ્ધતિ નથી, પણ...
ક્યારે મહિનો પૂરો થાય નવો અંક જોવા મળે તેની રાહ જોઈએ છીએ. ખરેખર સુંદર માવજત લઈ ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક તૈયાર કરેલ છે. ટેબલેટ વિશે વિગતવાર માહિતી આપવા વિનંતી. - ધર્મેન્દ્ર રસિકલાલ મોદી ગરવા ગુજરાતીને ઇન્ટરનેટ સાથે જોડવાનો આ સફળ પુરુષાર્થ કાબીલે તારીફ છે. ‘સાયબરસફર’નાં...
અમદાવાદમાં જેાં મૂળ છે એવી એક વેબસાઇટે ગયા મહિને લિમ્કા બુક ઓફ એવોર્ડ્સમાં એન્ટ્રી મેળવી. સાઇટનું નામ છે inpublicinterest.in. ટીવી પર આવતી સંખ્યાબંધ જાહેરાતોમાની કેટલીક એવી હોય છે જે આપણા દિમાગમાં ઘર કરી જતી હોય છે. ગણતરીની સેકન્ડમાં પોતાની વાત અસરકારક રીતે કહી જતી...
હેકિંગ દુનિયાભર માટે મોટો પડકાર છે, પણ થોડા સમયથી મોટી મોટી ટેક્નોલોજી કંપની અને વિશ્વ સ્તરનાં અખબારો સાયબરએટેકનો ભોગ બની રહ્યા છે અને એ સૌ શંકાની સોય તાકે છે ચાઇનીઝ હેકર્સ તરફ. આગળ શું વાંચશો? કઈ કંપનીના સ્માર્ટફોન વધુ વિશ્વસનિય? સાત વર્ષની એપ ડેવલપર પહેરી શકાય એવાં...
આ વર્ષની શરુઆતમાં અમેરિકામાં એક એવી બેન્કનો પ્રારંભ થયો જે સંપૂર્ણપણે સ્માર્ટફોન કે ટેબલેટનો ઉપયોગ કરતા લોકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે. આ બેન્કના કોઈ કામકાજ માટે બેન્કમાં જવાની જરુર નથી અને તેની કોઈ બ્રાન્ચ જ નથી! તમે એવી બેન્કની કલ્પના કરી શકો છો, જેમાં કોઈ...
જેમને શીખવાની કે શીખવવાની સાચી ધગશ છે એમને માટે ઇન્ટરનેટ પર પાર વગરની સર્વિસીઝ ઉપલબ્ધ છે. વિકિપીડિયા પ્રકારની, પણ સ્વરુપમાં તેનાથી સાવ જુદી એક સર્વિસ - ક્વિઝલેટ - તેમાંની એક છે. આગળ શું વાંચશો? ક્વિઝલેટનો ઉપયોગ કઈ રીતે કરશો? ક્વિઝલેટની મજા કઈ રીતે લેશો? ઉંમર હતી ૧૫...
ફેસબુકનો જબરજસ્ત ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો પોતાની પ્રાઇવસી માટે ખાસ સજાગ હોતા નથી. ફેસબુક માટે સામાન્ય મત એવો છે કે તેનાં પ્રાઇવસી સેટિંગ સતત બદલાતાં રહે છે અને આપણે જે ખાનગી રાખવા માગતા હોઈએ તે બધું જ દુનિયા આખી સમક્ષ મુકવા માટે ફેસબુક સતત પ્રયત્નશીલ રહે છે....
બરાબર એક વર્ષ પહેલાં જાણીતા ફિલ્મ સર્જક જેમ્સ કેમેરુને મહાસાગરના તળિયા સુધી પહોંચતી ડૂબકી લગાવી હતી. ઇન્ટરનેટ પર આપણે આ ડૂબકી વિશે તલસ્પર્શી માહિતી મેળવી શકીએ છીએ. આગળ શું વાંચશો? મહાસાગરોનાં મહાવિસ્મયો વધુ માહિતી માટે જુઓ તમે અત્યારે આ લેખ વાંચી રહ્યા છો તેના બરાબર...
પ્રેઝન્ટેશન બનાવવા માટે હવે પાવરપોઇન્ટ ઉપરાંત કેટલાય વિકલ્પો આપણી સામે છે, તેમ છતાં સૌને સૌથી સરળ રીત લાગે છે પાવરપોઇન્ટની. તેને વધુ સહેલી બનાવે છે માસ્ટર સ્લાઇડની સુવિધા.તમે હજી વિદ્યાર્થીઓ હો કે ભણી ગણીને કારકિર્દીમાં સેટ થઈ ગયા હો, તમારે પ્રેઝન્ટેશન સાથે અચૂક પનારો...
કમ્પ્યુટર સાથે દિવસરાતનો સંબંધ હોય તોય તેની કેટલીક વાતો અને ખૂબીઓ આપણા સાવ ધ્યાન બહાર હોય એવું બની શકે છે. અહીં જાણો એવી અજાણી ખૂબી. કમ્પ્યુટર કે લેપટોપની સીડી કે ડીવીડી ડ્રાઇવ સામાન્ય રીતે તેનું ઇજેક્ટ બટન પ્રેસ કરીને ઓપન કરી શકાય છે. પણ સમય જતાં તેનું મિકેનિઝમ થોડું...
કમ્પ્યુટરનો રોજિંદો ઉપયોગ હોય કે ભાગ્યે જ તેની સાથે કામ કરવાનું થતું હોય, તેની કેટલીક સાવ સામાન્ય બાબતો જાણી લેવાથી આપણું કામ ચોક્કસપણે ઘણું સહેલું બની જાય છે. આવી એક બાબત છે સ્ટાર્ટ મેનુ. કમ્પ્યુટરમાં આપણા કામકાજની શરુઆત જ્યાંથી થાય છે તે સ્ટાર્ટ મેનુ વિશે આપણે...
ઇન્ટરનેટ પર જાતભાતના ઇ-મેઇલ્સની આપલે થતી રહેતી હોય છે. ઘણા ઇમેલમાંના અજગગજબના ફોટોગ્રાફ ફોટોશોપની કરામત હોઈ શકે છે, પણ અહીં બતાવેલા કિમિયા ખરેખર ફળદ્રુપ ભેજાની ઉપજ હોય એવું લાગે છે....
આખો અંક વંચાઈ ગયો? તમે ભલે એમ માનતા હો, પણ હજી તો ઘણું બધું વધુ જાણવાનું બાકી છે! અંકનાં બધાં પાનાં રિવાઇન્ડ કરો. લગભગ દરેક પાને નીચે એક સવાલ વાંચવા મળશે. કોપી-પેસ્ટ કેમ કરાય? બ્લોગ કેવી રીતે બનાવાય? મજબૂત પાસવર્ડ કેવી રીતે સેટ કરાય? વગેરે વગેરે. તમે કમ્પ્યુટર અને...
ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં બહુ ઝડપથી નવાં નવાં વિસ્મય જગાવવાની ક્ષમતા છે. આ ક્ષેત્રની બે દિગ્ગજ કંપની ગૂગલ એ ફેસબુક વચ્ચે અત્યારે ગ્રાફ સર્ચ વિક્સાવવાની હરીફાઈ શરુ થઈ છે. બંને વચ્ચેની સરખામણી બહુ રસપ્રદ છે. ગૂગલે આખા વેબજગતમાં શું શું છે તેની તલસ્પર્શી માહિતી છે એ ફેસબુક...
જાન્યુઆરીના અંકમાં મજા આવી ગઈ. ખાસ કરીને ઓરિગામીની બંને સાઇટમાં, કેમ કે હું આર્ટ અને ક્રાફ્ટ ટીચર છું એટે મેં મારા વિદ્યાર્થીઓ માટે ઘણું બધું ડાઉનલોડ કરી લીધું છે. અરવિંદગુપ્તાટોય્ઝ.કોમ નામની સાઇટ પણ મને ‘સાયબરસફર’થી જાણવા મળી હતી. સ્કૂલમાં હું એના આધાર પર જ ક્રાફ્ટ...
ફેસબુકે હમણાં લોન્ચ કરેલ ગ્રાફ સર્ચ સોશિયલ મીડિયો એક કદમ આગળ લઈ જાય તેમ છે, પણ સાથોસાથ તેના કારણે આપણી અંગત માહિતી વિશે મોટી ચિંતાઓ ઊભી થાય તેમ છે. ફેસબુકની બાબતમાં લગભગ દરેક વખતે બને છે તેમ, હમણાં હમણાં લોન્ચ થયેલા તેના નવા સર્ચ એન્જિન ગ્રાફ સર્ચ બાબતે પણ મતમતાંર ને...
ઇન્ટરનેટ પર દરરોજ કેટકેટલુંય બનતું રહે છે. ઇમેઇલ્સ, સોશિયલ સાઇટ્સ પર અપડેટ્સ, વીડિયો અને ફોટો અપલોડ, સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો વપરાશ... આ બધી બાબત વાસ્તવમાં કેટલા મોટા પાયે બની રહી છે એ દર્શાવતા કેટલાક આંકડા ઇન્ટરનેટ પર એક સાથે કેટકેટલું બને છે! અસંખ્ય લોકો એકબીજાને કે...
તમે સિવિલ એન્જિીયરિંગ સાથે સંકળાયેલા હો કે ન હો, દુનિયાની અજાયબી જેવાં સ્કાયસ્ક્રેર્સ વિશે જાણવામાં તમે રસ હોય તો અહીં આપેલી કેટલીક સાઇટ્સ તેની ઇન્ટરએક્ટિવ અનુભવ આપે છે. હજી એકાદ દાયકા પહેલાં, વર્ષ ૨૦૦૧માં મલેશિયામાં પેટ્રોનાસ ટાવર્સ નામે બનેલે જોડિયા ટાવરને દુનિયાના...
ઇન્ટરનેટ ‘ખોલવા’ માટે આપણે પેલા બ્લુ ઇ પર ક્લિક કરતા અને એનો કોઈ વિકલ્પ હોઈ શકે એવો વિચાર પણ સૂઝતો નહીં, એવો પણ એક જમાનો હતો એવું અત્યારે માન્યામાં પણ આવે? અત્યારે તો ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવું હોય તો કેટલાં બધાં બ્રાઉઝર ઉપલબ્ધ છે! આગળ શું વાંચશો? ઝડપ સરળતા સલામતી...
અવકાશમાંથી પૃથ્વી રાત્રે કેવી દેખાય છે એ વૈજ્ઞાનિકો માટે પણ જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે આપણે પણ ઘેરબેઠાં આ માહિતી મેળવી શકીએ છીએ અને પૃથ્વીને જુદા દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. અવકાશમાંથી જોતાં, ગોળ ઘૂમી રહેલી પૃથ્વીના તો ઘણા વીડિયો આપણે જોયા...
અત્યાર સુધી ગૂગલ સર્ચ એન્જિન આપણે જે સર્ચ કરીએ એ શબ્દો જ પકડી શકતું હતું. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે તે આ શબ્દોના અર્થ અને તેને સંબંધિત બીજી કેટલીય વાતો સમજી શકે છે. ગયા વર્ષે ગૂગલે તેના સર્ચ એન્જિનમાં એક નવી સુવિધા ઉમેરી હતી - ગૂગલ નોલેજ ગ્રાફ. પહેલી નજરે, આ સુવિધા...
લાંબા સમયના અંતરાય બાદ ફરી એક વાર આપની સમક્ષ એક માહિતીસભર લેખ પ્રસ્તુત કરું છું, પરંતુ તે પહેલાં આ સમય દરમિયાન આપના પ્રતિભાવો, ફોન કોલ્સ તથા ઈ-મેઇલ બદલ આપનો ખૂબ અભાર વ્યક્ત કરું છું અને ખાસ તો એ વિદ્યાર્થીમિત્રો જેમને આમાંથી કંઈક શીખવા મળે છે, કંઈક પ્રેરણા મળે છે...
આપણે અવારનવાર અખબારમાં એક ખૂણે ટચૂકડા ફોટોગ્રાફ સાથે ‘પીએચ.ડી. થયા’ એવા શીર્ષક સાથેના સમાચાર પર નજર ફેરવી બીજા સમાચારો તરફ આગળ વધી જઈએ છીએ, પણ ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવનારી એ વ્યક્તિએ કેટલી મહેનતથી કેવું સંશોધન કર્યું હશે એનાથી તદ્દન અજાણ રહી જઈએ છીએ. સૌરાષ્ટ્ર...
કી-બોર્ડના શોર્ટકટ આપણું કામ ઝડપી બનાવે છે એમાં બેમત નથી, પણ અઢળક શોર્ટકટ્સ યાદ કેવી રીતે રહે? આગળ શું વાંચશો? જીમેઈલના શોર્ટકટ્સ શીખો કીરોકેટથી આ સવાલનો જવાબ આપે છે કીરોકેટ - તે આપણી જરુર પૂરતા જ શોર્ટકટ આપણને શીખવે છે! શોર્ટકટ્સનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ....
સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એ એક વાત છે એ તેો સલામત રીતે ઉપયોગ કરવો એ બીજી વાત! અહીં સ્માર્ટફોનમાં રહેલાં જોખમો અને તેનાથી બચવાની પ્રાથમિક માહિતી આપી છે. આ સ્માર્ટફોન પણ વાઇરસ જેવા છે - ચેપી! બીજાને પોતાના સ્માર્ટફોનનો ધરખમ ઉપયોગ કરતા જોઈએ એટલે આપણને પણ ચળ ઉપડે કે આપણી...
[vc_row][vc_column][vc_column_text] આપણી ભાષા આપણા વ્યક્તિત્ત્વનો પરિચય આપે છે. ભાષા પરનું પ્રભુત્વ (પ્રભુત્ત્વ નહીં!) આમેય મહત્ત્વનું છે, પણ આજના વૈશ્વિક સમયમાં તો બીજાથી આગળ રહેવા માટે કમ્યુનિકેશન સ્કીલ્સ કેળવવી એ બહુ મહત્ત્વની વાત બની છે. માતૃભાષા ઉપરાંત હિન્દી,...
સાયબરસફરમાં અવારનવાર કહેવામાં આવે છે એમ આ જરા જુદા પ્રકારનું મેગેઝિન છે. એક તો, આ એક બેઠકે વાંચીને પૂરું કરવાનું મેગેઝિન નથી. આટલાં પાનામાં જે વાંચવા કે જાણવા મળે છે એ તો હિમશીલાની ટોચ સમાન હોય છે, અહીંથી કડી પકડીને ઇન્ટરેટના અફાટ વિસ્તારમાં આગળ વધીએ ત્યારે કેટકેટલુંય...
‘સાયબરસફર’એ એક વર્ષ પૂરું કર્યું! આ ૧૨મો અંક છે. આ અંકની કવરસ્ટોરી ધ્યાનમાં રાખીએ તો એમ કહી શકાય કે કોઈ પર્વતની ધાર પરથી પાંખો ફફડાવીને અગાધ આકાશમાં છલાંગ લગાવતા પક્ષીને કેવી અનુભૂતિ થશે એ હવે, કંઈક અંશે સમજાય છે. દોઢ-બે વર્ષ પહેલાં આકાશમાં ઊડવાની ઇચ્છા જાગી હતી,...
ડિસેમ્બરનો અંક મળ્યો. અત્યંત આનંદ થયો. સુભાષિતો ગમ્યાં ને લિંક્સ પણ... વિકિમીડિયાના વિશાળ ફલકનો પરિચય થયો. યુટ્યૂબની સમસ્યા હલ થઈ, આનંદ! - મહેશ ઉપાધ્યાય, વડોદરા ‘સાયબરસફર’માં ફૂટનોટમાં જે રીતે કેમેરાને લગતાં સૂચનો કરવામાં આવ્યાં હતાં, તે રીતે કમ્પ્યુટર તથા વિન્ડોઝને...
વર્ષભર દબદબો રહ્યો મોબાઇલ ડિવાઇસીઝનો ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૨માં રાજ ચાલ્યું મોબાઇલનું. આ વર્ષમાં સ્માર્ટફોન અને ટેબલેટ જેવાં મોબાઇલ સાધનો વધુ શક્તિશાળી, વધુ સસ્તાં અને વધુ ઉપયોગી બન્યાં. ભારતમાં આકાશ અને બીએસએનએલનાં અત્યંત સસ્તાં ટેબલેટ છેવટે હકીકત...
ઇન્ટરનેટ પર વિવિધ વિષયોના ઇન્ફોગ્રાફિક્સની ભીડ જામવા લાગી છે એ તો આપણે જાણીએ છીએ. એક સાઇટ પર, ખુદ ઇન્ટરનેટના પોતાના વિઝ્યુઅલાઇઝેશનનો પ્રયોગ શરુ થયો છે. આ દુનિયા અજબ ગજબના લોકોથી ભરેલી પડી છે, જે પોતાના શોખ અને રસના વિષયમાં ખાસ્સા એવા ઊંડા ઊતરી શકે છે અને ઇન્ટરનેટના...
અખબારોમાં ભાવિ ટેક્નોલોજીની કપોળ કલ્પનાઓ વિશે વાંચીને તમને સંતોષ ન થતો હોય અને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ટેક્નોલોજી વિકસશે અને તેની કેવી અસર થશે તેની તર્કબદ્ધ માહિતી મેળવવી હોય તો આ સાઇટ તમારે જોવી જ રહી. રસોડામાં રોબોટ શાકભાજી સમારી આપશે કે માણસ પાંખ વગર હવામાં ઊડી...
ફિલ્મ ‘યે જિંદગી ના મિલેગી દોબારા’માં રીતિક રોશન જિંદગીમાં પહેલી વાર સ્ક્યુબા ડાઇવિંગ કર્યા પછી દરેક શ્વાસે જિવાતી જિંદગીનો અનુભવ કરે છે એ દૃશ્ય યાદ છે? એ ફિલ્મમાં તો પાણીના ડર અને પછીની અનુભૂતિની વાત છે, પણ દરિયાના પેટાળમાં સમાયેલું અપાર વૈવિધ્ય માનવને સદીઓથી...
કાગળમાંથી હોડી કે પ્લેન બનાવવા જેટલો સીમિત ઓરિગામી સાથેનો તમારો સંબંધ જરા ગાઢ બનાવવો હોય કે ઓરિગામીના એન્જિનિયરિંગ સુધી પહોંચવું હોય, બંને હેતુ પાર પાડવામાં મદદ કરશે આ બે નિષ્ણાતો... સાવ સાદા કાગળના ટુકડાને જુદી જુદી રીતે વાળીને સુંદર કલાકૃતિઓ સર્જવાની કલા એટલે...
રોજબરોજના અનેક મેઇલ્સ વચ્ચે, આપણે અજાણતાં જ કોઈ મેઇલમાં આવેલી લિંક પર ક્લિક કરી દઈએ, તો એવું બની શકે છે કે આપણે ઈ-મેઇલ ફિશિંગનો ભોગ બની જઈએ. પહેલા, બાજુના પેજ પર આપેલા ઈ-મેઇલના સ્ક્રીનશોટ્સ ધ્યાનથી જુઓ. પહેલો ઈ-મેઇલ પરદેશથી, કોઈ સાવ અજાણી વ્યક્તિ તરફથી આવેલો છે....
વાંચન ગમે છે, પણ સમય નથી - આવી ફરિયાદ હવે નહીં ચાલે. એક ફ્રી વેબસર્વિસની મદદથી તમે સંખ્યાબંધ પુસ્તકોના નાના-નાના અંશ નિયમિત રીતે ઈ-મેઇલમાં મેળવી શકો છો. દરરોજ પાંચ-દસ મિનિટ તો ફાળવી શકોને? યાદ કરો, કોઈ નવલકથા આખ્ખેઆખ્ખી છેલ્લે તમે ક્યારે વાંચી હતી? વાંચનનો શોખ હશે તો...
એક જ સમાચાર, ત્રણ જુદા જુદા સ્તરની અંગ્રેજી ભાષામાં વાંચવા મળે તો નવા નવા શબ્દો શીખવા સહેલા બને? ન્યુઝઇનલેવલ્સ સાઇટ પર નજર નાખતાં લાગે છે કે આઇડિયા તો સારો છે! થોડા સમય પહેલાં આપેલી ફિલ્મ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ તમે જોઈ હતી? એમાં અંગ્રેજી બહુ ન જાણતી અને ન્યૂ યોર્ક શહેરમાં...
કમ્પ્યુટર જેનો વ્યવસાય નથી એમને રેન્ડમ એક્સેસ મેમરી અને હાર્ડ ડિસ્ક ડ્રાઇવ વચ્ચે ગૂંચવણ થઈ શકે છે. અહીં આપેલી પ્રાથમિક સમજ મદદરુપ થશે. નવું કમ્પ્યુટર ખરીદવાનું વિચારતા હો ત્યારે કે જૂનું કમ્પ્યુટર બહુ ધીમું ચાલતું હોય ત્યારે તેને અપગ્રેડ કરવા માટે કોઈ ઓળખીતા કમ્પ્યુટર...
પોતપોતાના ક્ષેત્રની આ બે મહારથી કંપનીઓએ હાથ મિલાવ્યા છે. બંનેને એ માટે પોતપોતાનાં કારણો છે, પણ એમાં આપણા જેવા યુઝરને ફાયદો થવાનો એ નક્કી છે. ફેસબુક અને ફાયરફોક્સ આ બંને તમારા ફાસ્ટ ફ્રેન્ડ હોય તો તમારા માટે આનંદના સમાચાર છે કે એફબી અને એફએફ પણ હવે ફ્રેન્ડ છે!...
જેમ આપણું ઈ-મેઇલ્સ એકાઉન્ટ પાસવર્ડથી સુરક્ષિત રહે છે એ જ રીતે, આપણે માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલની કોઈ પણ ફાઈલને પાસવર્ડથી સુરક્ષિત રાખી શકીએ છીએ. તમે તમારા જુદા જુદા એકાઉન્ટના પાસવર્ડ, બેન્કનાં ખાતાંની વિગતો, રોજબરોજના દૈનિક ખર્ચ કે કોઈ અગત્યના બિઝનેસ ડોક્યુમેન્ટને...
આમ તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ એટલો બધો યુઝર-ફ્રેન્ડલી છે કે થોડો સમય લઈને તેમાં કામ કરવાનું શરુ કરો અને જુદા જુદા ઓપ્શન્સ પર બેધડક ક્લિક્સ કરતા જાઓ તો થોડા સમયમાં તો ઘણું બધું શીખી જાઓ. આમ છતાં, આ પ્રોગ્રામ એટલો ફીચર રીચ પણ છે કે તેમાં જેટલું શીખો એટલું ઓછું પડે....
જી, બિલકુલ! મેગેઝિનના છેલ્લા પેજ પર ભલે પહોંચી ગયા, વાંચન સામગ્રી પૂરી થઈ નથી. હવે સમય છે દરેક પેજ રિવાઇન્ડ કરવાનો. જગ્યા અનુસાર, દરેક પેજ નીચે આ વખતે સાયબરજગતના કેટલાક પારિભાષિક શબ્દો આપ્યા છે (આ પારિભાષિક શબ્દનો અર્થ જાણવો હોય તો...
આપણી આસપાસ એવું ઘણું બધું બનતું રહે છે, જે જીવનભરની શીખ આપે એવું હોય છે. સચીનની નિવૃત્તિ સમયની અદભુત સ્પીચ એવી એક બાબત હતી. ‘ધ ફાઇનાન્શિયલ લિટરેટ્સ’ નામનો લોકપ્રિય બ્લોગ લખતા હેમંત બેનીવાલે આ સ્પીચમાંથી જીવનોપયોગી મુદ્દાઓ તારવ્યા છે. તેમની મંજૂરી અને ઋણસ્વીકાર સાથે,...