by Urvish Kothari | Aug 1, 2012 | ૦૦૬, ઓગસ્ટ ૨૦૧૨
માઇક્રોસોફ્ટ કંપની ‘વિન્ડોઝ’ સિરીઝની ઓપરેટિંગ સિસ્ટમ (OS) બનાવી ચૂકી હતી, પણ અગાઉની ઘજ કરતાં વિન્ડોઝ ૯૫ ટેક્નોલોજીની રીતે હનુમાનકૂદકા જેવી હતી. તેમાં પહેલી વાર MS-DOSના શુષ્ક, શાબ્દિક કમાન્ડને બદલે, અત્યારે જોવા મળે છે એવી ડેસ્કટોપ, વિન્ડોઝ એક્સપ્લોરર અને ટાસ્ક બાર...
by Urvish Kothari | Aug 1, 2012 | ૦૦૬, ઓગસ્ટ ૨૦૧૨
કિંમત ૯૦ લાખ ડોલર. ચલાવવા માટે ૬૦ માણસનો સ્ટાફ અને વિશાળ વાતાનુકૂલિત વિસ્તાર- આવાં કમ્પ્યુટર બનાવનાર આઇબીએમ કંપનીએ પહેલું પીસી-પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે શોખીન જીવડા પોતપોતાની આવડત પ્રમાણે પીસી બનાવતા થયા હતા, પણ આઇબીએમના ૫૧૫૦ મોડેલથી પીસી વ્યાપક અને વ્યાવસાયિક...
by Urvish Kothari | Aug 1, 2012 | ૦૦૬, ઓગસ્ટ ૨૦૧૨
હિટલરના નાઝી જર્મની સહિત બીજા દેશો અણુશસ્રો વિકસાવવા માટે મથતા હતા. તેમાં ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ અંતર્ગત અમેરિકા સૌથી પહેલા સફળ થયું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના ગીચ વસ્તી ધરાવતા શહેર હીરોશીમા પર અને ત્રણ દિવસ પછી નાગાસાકી પર- અણુબોમ્બ ઝીંક્યા, ત્યારે...
by Urvish Kothari | Aug 1, 2012 | ૦૦૬, ઓગસ્ટ ૨૦૧૨
‘અમેરિકાના શોધક’ જેવી ગેરમાર્ગે દોરનારી ઓળખ ધરાવનાર, શોધક-પ્રવાસીઓમાં સૌથી જાણીતા કોલંબસે સ્પેનના રાજાની સહાયથી ત્રણ જહાજ સાથે સફરનો આરંભ કર્યો : મુખ્ય (ફ્લેગશિપ) જહાજ ‘સાન્તા મારિયા’ ઉપરાંત બીજાં બે ‘નીના’ અને ‘પિન્તા’. કોલંબસનો આશય ‘ઇન્ડીઝ’ (ભારત અને એશિયા) સાથે...
by Urvish Kothari | Aug 1, 2012 | ૦૦૬, ઓગસ્ટ ૨૦૧૨
અમેરિકાની ટેક્સાસ ઇન્ટ્રસ્ટુમેન્ટ કંપનીએ ‘બેલ’ કંપની પાસેથી ‘ટ્રાન્ઝિસ્ટર’નું લાઇસન્સ મેળવીને ૧૯૫૪માં ટચૂકડો રેડિયો બજારમાં મૂકી દીધો, પરંતુ પોકેટ રેડિયોનો વિશ્વવ્યાપી યુગ શરૂ કરવાનું શ્રેય જાપાનની ‘સોની’ કંપનીને જાય છે. આજે ચીની માલની છે એવી (નબળી) આબ ત્યારે જાપાની...