Warning: Attempt to read property "post_title" on null in /home/u769407489/domains/cybersafar.com/public_html/wp-content/plugins/hide-page-and-post-title/hide-page-and-post-title.php on line 90 December-2012 Archives - CyberSafar
આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ...
આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ માઉસ સાથે મગજમારી, સાથે...
જ્ઞાન-વિજ્ઞાનના આપણા અનન્ય ગુજરાતી મેગેઝિન ‘સફારી’ના સ્થાપક નગેન્દ્ર વિજય અને સદીઓ જૂની લગ્નપ્રથામાં ટેક્નોલોજીનો હસ્તમેળાપ કરી શકનારા શાદી.કોમના સ્થાપક અનુપમ મિત્તલ. બંને વચ્ચે કોઈ સામ્ય ખરું? બંને ક્યારેય એકબીજાને મળ્યા નહીં હોય, છતાં બંનેના વિચારોમાં કેવી ગજબની...
જે રીતે ભારતમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલ શરૂ કરીને વિવિધ પ્રકારના કામકાજ પેપરલેસ અને ડિજિટલ બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે કંઈક એ રીતે જ યુનાઇટેડ આરબ ઇમેરિટ્સ (યુએઇ)માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ માટે યુએઇ સરકાર વિશ્વની અગ્રણી...
પોતાના ફોનમાં પ્રીપેઇડ કે પોસ્ટપેઇડ કનેક્શનને એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં ફેરવવાની પ્રક્રિયા થોડી કડાકૂટભરી હતી. હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂનિકેશન (ડીઓટી)ના આદેશ મુજબ આખી પ્રક્રિયા વધુ સરળ બનશે. હવે કંપનીઓ વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)થી એકમાંથી બીજા પ્રકારના કનેકશનમાં...
ભારતમાં ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ મોબાઇલ કનેક્શન્સમાંથી લગભગ ૨૪ ટકાને ફાઇવ-જીનો લાભ મળવા લાગ્યો છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને તમામ મોબાઇલ સબસ્ક્રિપ્શન્સમાંથી ૭૫ ટકાને ક્રોસ કરી જાય એવી શક્યતા છે. અચ્છા, તમે તમારા ફોનમાં મહિને કેટલોક ડેટા ખર્ચી નાખો છો? એરિક્સન...
અમે બેધડક, બેખોફ રીતે એન્જિનીયર્સ હાયર કરી રહ્યા છીએ. - જીતુ પટેલ, પ્રેસિડેન્ટ અને ચીફ પ્રોડક્ટ ઓફિસર, સિસ્કો વિશ્વની ટોચની ટેક કંપનીઓમાં ટોચ પર ભારતીયો છે. આપણે માટે ગૂગલ કે માઇક્રોસોફ્ટ જેવી કંપની વધુ જાણીતી એટલે તેના સીઇઓ ભારતીય હોવાનું આપણે ગૌરવ લઈએ, પણ બીજાં...
તમારી પાસે વિન્ડોઝ ૧૦ ધરાવતું, પ્રમાણમાં જૂનું પીસી કે લેપટોપ છે? તો તમને કંપની તરફથી વારંવાર નોટિસ મળવા લાગી હશે કે કંપની આ ઓપરેટિંગ સિસ્ટમનો સપોર્ટ બંધ કરી રહી છે, હવે તમારે વિન્ડોઝ ૧૧માં અપગ્રેડ થઈ જવું જોઈએ. તકલીફ એ છે કે ઘણાં પીસીમાં આ અપગ્રેડ શક્ય જ નથી. આ...
હિમાંશુભાઈ, હવે હું બોપલ પોલીસ સ્ટેશનમાં તમારી સામે ફરિયાદ કરું, કે શું કરું?’’ ફોનમાં રિંગ રણકે અને સ્ક્રીન પર ‘નગેન્દ્રભાઈ’ નામ ઝબકે એ સાથે મનમાં મૂંઝવણ શરૂ થાય. એમની ફરિયાદ શું હશે એ ખબર હોય, પણ જવાબ શું આપવો એ ખબર ન હોય. એમની ફરિયાદ કહો કે ઉઘરાણી કાયમ એક જ -...
આખરે આપણને પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મળે તેવા પ્રયાસો રંગ લાવી રહ્યા છે. પાછલા મે-જૂન મહિનામાં બે મહત્ત્વની બાબતો બની. પહેલી બાબત આમ તો દર વર્ષે બનતી આવે છે. પહેલી મેનો દિવસ (ઇન્ટરનેશનલ વર્કર્સ ડે, અને ગુજરાત-મહારાષ્ટ્ર દિન ઉપરાંત) ‘વર્લ્ડ પાસવર્ડ ડે’...
કંપની ‘પાસવર્ડલેસ ફ્યૂચર’ તરફ આગળ વધી રહી છે, આથી તેની પાસવર્ડ મેનેજમેન્ટ સર્વિસ બંધ કરવામાં આવશે. માઇક્રોસોફ્ટ કંપની તેની ઓથેન્ટિકેટર સર્વિસમાંનું ‘પાસવર્ડ મેનેજમેન્ટ’ ફીચર આવતા ઓગસ્ટ મહિનાથી બંધ કરી રહી છે. આટલું વાંચીને તમારા બે પ્રતિભાવ હોઈ શકે - (૧) તમને કોઈ ફેર...
આપણા સ્માર્ટફોન કે આઇપેડનું લોકેશન મેપ પર શોધી શકાય, એ જ રીતે જુદી જુદી ઘણી ચીજવસ્તુ સતત આપણી ‘નજર’માં રાખી શકાય છે આપણે પર્સનલ કે બિઝનેસ ટુર પર અમદાવાદથી બેંગલુરુ જઈ રહ્યા હોઈએ, પોતાની હેન્ડબેગ પાસે રાખી હોય પણ બીજી બેગ્સ ચેક-ઇન સમયે જમા કરાવી દીધી હોય. બેંગલુરુ...