હેકર તો ઠીક, સાવ આપણા જેવી જ અન્ય કોઈ વ્યક્તિને આપણા વોટ્સએપ એકાઉન્ટનો અંકુશ મળી શકે છે!

ઘણા લોકોને એક મોબાઇલમાં બે કંપનીના સિમકાર્ડનો ઉપયોગ કરવાની ટેવ હોય છે. તેમાંથી કોઈ એક નંબર પર તેમણે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કર્યું હોય. એ પછી ક્યારેક એવું બને કે તેમનો વિચાર બદલાય અને બેમાંથી કોઈ એક કંપનીના મોબાઇલ નંબરને િરચાર્જ કરવાનું કે તેનું બિલ ભરવાનું તેઓ બંધ કરે. બનવાજોગ એ જ નંબરનો તેમણે વોટ્સએપમાં ઉપયોગ કર્યો હોય.