તમારા મનમાં કોઈ પણ વાતે, કોઈ પણ સવાલ જાગે તો જવાબ મેળવવા તમે શું કરો? આ સીધા-સાદા સવાલનો જવાબ દરેક વ્યક્તિની ઉંમર પ્રમાણે બદલાય! જો તમે ખરેખરા સિનિયર સિટિઝન હો તો અાસપાસની કોઈ વધુ જાણકાર વ્યક્તિને તમારો સવાલ કહો અને એમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરો. જો તમે આજના...
જો તમે શેરબજારમાં આઇપીઓમાં રોકાણ કરતા હો તો તમને ખ્યાલ શકે કે તે માટે આપણે ‘એપ્લિકેશન્સ સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ - એએસબીએ - અસ્બા’ પદ્ધતિનો લાભ લઈ શકીએ છીએ. એટલે, કે ઓપન આઇપીઓમાં રોકાણ માટે આપણે નિશ્ચિત રકમ નક્કી કરીએ ત્યારે અસ્બાને કારણે રકમ આપણા બેન્ક...
ઓસ્ટ્રેલિયા, ગયા વર્ષે ૧૬ વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ બન્યો. પરંતુ હમણાં એ દેશમાં ઇન્ટરનેટનું નિયમન કરતી એક સંસ્થાના રિપોર્ટ પ્રમાણે દેશનાં આઠથી ૧૨ વર્ષનાં ૮૦ ટકા બાળકો બેરોકટોક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે! વાસ્તવમાં...
સવાલઃ અત્યારે અમેરિકાને સૌથી વધુ નુક્સાન પહોંચાડતી ત્રણ વ્યક્તિ કોણ છે? જવાબઃ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇલોન મસ્ક, જેડી વાન્સ! - ગ્રોક 3, એક્સ પ્લેટફોર્મનું નવું એઆઇ મોડેલ મેગેઝિનના આ ખૂણે આપણે ટેકજગતના વિવિધ મહારથીઓએ નજીકના સમયમાં કહેલી વાતમાં થોડા ઊતરીએ છીએ, પણ આ વખતે આ ક્વોટ...
તમારી પાસે એરટેલનું હોમ વાઇ-ફાઇ કે મોબાઇલનું પોસ્ટપેઇડ કનેક્શન છે? તો તમને એપલ ટીવી અને એપલ મ્યુઝિકનો લાભ મળી શકે છે! ‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ એરટેલ કંપનીએ તેની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ ‘વિંક’ સંકેલી લીધી ત્યારે જ એપલ સાથે જોડાણની વાત કરી હતી. એ...
કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષોજૂની પદ્ધતિ હવે બહુ ઝડપથી બદલાઈ રહી છે. તમે તમારા બિઝનેસમાં ૯૦-૯૫ ટકાનો માર્કેટશેર ધરાવતા હો, તમે એકધારાં પચીસેક વર્ષથી લોકોના દિલોદિમાગ પર રાજ કરતા હો, દુનિયાની સૌથી વેલ્યૂએબલ કંપનીઝમાં તમારું નામ હોય... અને માંડ બે-ચાર વર્ષ પહેલાં આવેલી...
અંગત દસ્તાવેજોની જેમ કંપનીના દસ્તાવેજોનું ક્લાઉડ સ્ટોરેજ અને શેરિંગ કોવિડ મહામારી પૂરી થવામાં હતી એ અરસાનો પેલો કિસ્સો કદાચ તમે પણ જાણતા હશો - ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતે એ વાત કહી હતી. જયશંકર અમેરિકાના પ્રવાસે હતા એ દરમિયાન, એક વાર, તેઓ અમેિરકામાં રહેતા...
તમે ફોનમાં સેવ કરેલા કોન્ટેક્ટ્સ અચાનક ગાયબ થયા હોય તેવું લાગે તો ચિંતા ન કરશો. સૌ સાથે આવું ક્યારેક ને ક્યારેક બનતું હોય છે - આપણે પોતાના સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ લિસ્ટમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નંબર શોધતા હોઇએ અને એ મળે જ નહીં. આપણને ખાતરી હોય કે આપણે એ નંબર સેવ કર્યો...
એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે. આ સુવિધા મુજબ, કોઈ પણ એપના આઇકન પર સામાન્ય કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં જ...
હવે મોટા ભાગના લોકો અંગત ઉપયોગ અને જોબ કે બિઝનેસ માટે અલગ અલગ ગૂગલ એકાઉન્ટ ધરાવતા હોય છે. તમે જાણતા જ હશો કે આપણે એન્ડ્રોઇડ ફોન કે આઇફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ. એ પછી ફોનમાં ગૂગલની વિવિધ સર્વિસ જેમ કે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ગૂગલ કીપ, ગૂગલ...
હમણાં મોબિક્વિક ફિનટેક કંપનીએ ભારતમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) એટલે કે ઇ-રૂપી કે ડિજિટલ રૂપીનું વોલેટ લોન્ચ કર્યું. આ વોલેટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તથા યસ બેન્કના સાથમાં લોન્ચ કરવામાં આવ્યું છે. પોતાના એન્ડ્રોઇડ ફોનમાં મોબિક્વિક એપનો ઉપયોગ કરતા લોકો આ...
પેટીએમ કંપનીએ ૨૦૧૯માં ભારતમાં યુપીઆઇ દ્વારા પેમેન્ટ સ્વીકારતા નાના-મોટા વેપારીઓની સગવડ માટે યુપીઆઇ સાઉન્ડબોક્સ લોન્ચ કર્યું હતું. ગ્રાહક ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે એ સાથે તેનું વોઇસ કન્ફર્મેશન મળે, તેને કારણે વેપારીઓએ દરેક પેમેન્ટ મળ્યું કે નહીં તે તપાસવા માટે...
આપણે કોઈ ઇવેન્ટનું પ્લાનિંગ કરીએ, તો તેની વિગતો વોટ્સએપમાં ‘ઇવેન્ટ’ ફીચરથી શેર કરી શકાય છે - ગ્રૂપ્સની આ સુવિધા હવે પર્સનલ ચેટમાં ઉમેરાઈ ગઈ છે. માની લો કે તમે તમારા મિત્ર પરિવારો કે પછી સંબંધીઓ સાથે, શહેરમાં જ કોઈ ગાર્ડનમાં ભેગા થવાનું વિચારી રહ્યા છો. દેખીતું છે કે...
હવે તમે જાણતા જ હશો કે મેટા કંપનીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં મેટા એઆઇનાં વિવિધ ફીચર્સ ઉમેરી દીધાં છે. ભારતમાં તે ૨૦૨૪માં લોન્ચ થયાં. આપણે આ ત્રણેય પ્લેટફોર્મ પર એઆઇ ચેટબોટ સાથે વાતચીત કરી શકીએ છીએ અને મનમાં જે સવાલો આવે તે વિશે તેની સાથે ચર્ચા કરી શકીએ છીએ....
વોટ્સએપ પર ટૂંક સમયમાં આપણને વિવિધ પ્રકારના બિલનું પેમેન્ટ કરવાની સગવડ પણ મળી જાય તેવી સંભાવના છે. વોટ્સએપના બીટા વર્ઝનમાં આ સગવડનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં લાંબા સમયથી યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ હતી. પરંતુ વોટ્સએપને તેના...
એક તરફ વોટ્સએપમાંથી આપણે વિવિધ પ્રકારનાં બિલ માટે પેમેન્ટ કરી શકીએ એવી સંભાવના ઊભી થઈ છે તો બીજી તરફ આવી સગવડ જેમાં મળે છે તે ગૂગલ પેમાં આ સગવડ મફત નહીં રહે! ગૂગલ પે આમ તો ભારતમાં યુપીઆઇ પ્લેટફોર્મ તરીકે બહુ પોપ્યુલર છે. મોટા ભાગે તેનો યુપીઆઇની મદદથી ડાયરેક્ટ આપણા...
હવે ભારતમાં પણ ઇન્સ્ટાગ્રામ પર ૧૩ થી ૧૬ વર્ષના યૂઝર્સ માટે ‘ટીન એકાઉન્ટ્સ’ની જાહેરાત કરવામાં આવી છે. આ ઉંમરના યૂઝર્સ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ સલામત બનાવવા માટે કેટેગરીના યૂઝર્સ એકાઉન્ટ્સને વિવિધ રિસ્ટ્રિક્શન્સ લાગુ થયાં. ઇન્સ્ટાગ્રામ પરના હાલના યૂઝર્સે તેમની જે ઉંમર...
આ સવાલ હજી થોડો વિસ્તારીએ તો એમ કહી શકાય કે એટીએમમાં મોટા ભાગે પાસકોડ કે પિન તરીકે ઝીરોથી નવ સુધીના ફક્ત ચાર અંકનું કોમ્બિનેશન જરૂરી હોય છે. તેની સરખામણીમાં ઓનલાઇન એકાઉન્ટ માટે પાસકોડને બદલે પાસવર્ડની વ્યવસ્થા હોય છે. મોટા ભાગે તે ઓછામાં ઓછા આઠ કેરેકટરના હોવા જરૂરી...
તમારો કદાચ અનુભવ હશે કે આપણે કોઈ જગ્યાએ જવા માટે રીક્ષા શોધતા હોઈએ તો કાં તો ખાલી રીક્ષા મળે જ નહીં અને જો મળે, તો રીક્ષા ડ્રાઇવર સામાન્ય કરતાં વધુ ભાડું કહે. સરકારે રીક્ષાઓ માટે મીટર વ્યવસ્થા ફરજિયાત બનાવી છે, પણ એ ઘોળીને પી જવામાં આવે છે. આવે સમયે, જો આપણા શહેરમાં...
તમે જાણતા હશો કે આપણે મુસાફરી સમયે ગૂગલ મેપ્સમાં નેવિગેશનનો લાભ લઇએ તો આપણને વિવિધ રુટ સંબંધિત જુદી જુદી માહિતી મળે છે અને તેને આધારે આપણે પોતાનો રુટ પસંદ કરી શકીએ છીએ. થોડા સમયથી રુટની પસંદગીમાં એક નવી સુવિધાનો ઉમેરો થયો છે. આપણે ગૂગલ મેપ્સની મદદથી એ પણ જાણી શકીશું...
આપણે પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ એપ ઓપન કરીને મેપ પર પોતાનું લોકેશન જોઈ શકીએ છીએ. તે માટે આપણે મેપના હોમસ્ક્રીન પર નીચેની તરફ જમણી બાજુ દેખાતા બ્લુ ટાર્ગેટ જેવા નિશાન પર ક્લિક કરવાનું રહે છે. જ્યારે કોઈ પણ કારણસર ગૂગલ મેપને આપણું ચોક્કસ લોકેશન સમજાય નહીં ત્યારે મેપ પર આ...
થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં વાત કરી હતી એ મુજબ ભારતીય રેલવેએ પોતાની નવી સુપર એપ લોન્ચ કરી દીધી છે. અલબત્ત હાલમાં આ એપ બીટા વર્ઝનમાં છે તથા માત્ર ‘અર્લી એક્સેસ પ્રોગ્રામ’ હેઠળ તેને ડાઉનલોડ કરી શકાય છે. એટલે કે શરૂઆતમાં માત્ર મર્યાદિત લોકોને આ એપ પોતાના ફોનમાં...
તમારે ક્યારેય તમે બનાવેલા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલા વર્ડ્સ છે તે તપાસવાની જરૂર પડી છે? સરેરાશ લોકોને આવી જરૂર પડે નહીં પરંતુ જો તમે ટ્રાન્સલેટર તરીકે કામ કરતા હો અને શબ્દ દીઠ અનુવાદનો ચાર્જ લેતા હો તો મૂળ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલા શબ્દો છે તે જાણવાની જરૂર...
હેકર તો ઠીક, સાવ આપણા જેવી જ અન્ય કોઈ વ્યક્તિને આપણા વોટ્સએપ એકાઉન્ટનો અંકુશ મળી શકે છે! ઘણા લોકોને એક મોબાઇલમાં બે કંપનીના સિમકાર્ડનો ઉપયોગ કરવાની ટેવ હોય છે. તેમાંથી કોઈ એક નંબર પર તેમણે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કર્યું હોય. એ પછી ક્યારેક એવું બને કે તેમનો વિચાર...
(બધી ઇમેજ પિન્ટરેસ્ટ પરથી, અજાણ્યા આર્ટિસ્ટના ઋણસ્વીકાર સાથે)
હમણાં હમણાં ટેક્નોલોજીની દુનિયામાં બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે - એક તરફ દરેક વાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના પગપેસારા - કે કહો કે ઘૂસણખોરી - ની જબરજસ્ત ચર્ચા છે, તો બીજી તરફ ટેક્નોલોજીમાં, ખાસ કરીને, સોશિયલ મીડિયામાં હ્યુમન ટચ પર વધુ ભાર મૂકવાની...
વોટ્સએપને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) તરફથી આ વર્ષની શરૂઆતમાં એક મોટી ભેટ મળી છે. એ મુજબ, હવે ભારતમાં વોટ્સએપના તમામ યૂઝર્સ તેમની વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થાનો લાભ લઈ શકશે. અત્યાર સુધી વોટ્સએપને તબક્કાવાર, અમુક નિશ્ચિત...
થોડા આપણે ભારતીયો લાંબા સમયથી વિવિધ ઓનલાઇન સર્વિસના પાસવર્ડ ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરતા આવ્યા છીએ. શરૂઆતમાં ઓટીટી પ્લેટફોર્મ્સે તેનો યૂઝરબેઝ વધારવા માટે આ પ્રવૃત્તિ ચલાવી લીધી. પછી, પહેલાં નેટફ્લિક્સે પાસવર્ડ શેરિંગ અટકાવવાની પહેલ કરી. હવે એમેઝોન પ્રાઇમ વીડિયોમાં...
વિશ્વમાં સાચું માન મેળવવા માટે ભારતીયોએ ભારતમાં જ ઊંડી ક્ષમતાઓ કેળવવી પડશે. પદરેશમાં મળેલી સિદ્ધિઓથી એ કામ નહીં થાય. મને આશા છે કે સ્માર્ટ ઇન્ડિયન્સ આ વાત ધ્યાનમાં રાખશે! - શ્રીધર વેમ્બુ, સીઇઓ, ઝોહો કોર્પોરેશન આપણે સૌ ગૂગલના સીઇઓ તરીકે સુંદર પિચાઈને બરાબર ઓળખીએ....
એપલ કંપનીને આપણે અત્યાર સુધી આઇફોન, આઇપેડ, આઇપોડ, મેકબુક જેવાં ડિવાઇસિસ માટે ઓળખીએ છીએ. પરંતુ કંપની આ વર્ષે એઆઇ પાવર્ડ સ્માર્ટહોમ હબ લોન્ચ કરે તેવી શક્યતા છે. ઘણે અંશે આઇપેડ જેવા આ ડિવાઇસમાં છ ઇંચનો ડિસ્પ્લે હશે અને હોમ એપ્લાયન્સિસ કંટ્રોલ કરી શકે તેવી એક નવી ઓપરેટિંગ...
આપણા ‘સાયબરસફર’ના સેકશન મુજબ શીર્ષકમાં ભલે ભવિષ્યની વાત લખી હોય, હકીકત એ છે કે આ સ્થિતિની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે! આ ફક્ત અનુમાનની વાત રહી નથી. દુનિયાના જુદા જુદા ભાગોમાં થયેલાં સંશોધનોનાં તારણો બતાવે છે કે આપણે હાથેથી લખતાં ભૂલવા લાગ્યા છીએ. ખાસ કરીને મોબાઇલ અને...
વોટ્સએપમાં ટૂંક સમયમાં આપણી ઓળખની પદ્ધતિ બદલાશે. આજે વોટ્સએપ સૌથી સરળ, સૌથી વ્યાપક મેસેજિંગ સર્વિસ બની ગઈ છે. એસએમએસની જેમ, જો તમને કોઈનો મોબાઇલ નંબર ખબર હોય તો તમે તેમને વોટ્સએપ પર મેસેજ મોકલી શકો. જોકે આ જ કારણે વોટ્સએપર પ્રમોશનલ મેસેજિસ અને - ક્યાંય વધુ જોખમી -...
તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં મેટા એઆઇ ઉમેરાઈ ચૂકી છે. એ કારણે વોટ્સએપના હોમસ્ક્રીન પર સૌથી ઉપર સર્ચ બોક્સમાં મેટા એઆઇની મલ્ટિકલર રિંગ જોવા મળે છે અને તેની સાથોસાથ ‘આસ્ક મેટા એઆઇ ઓર સર્ચ’ લખેલું જોવા મળે છે. આ સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને આપણે વોટ્સએપના વિવિધ મેસેજમાં...
તમે કદાચ જાણતા હશો કે હવે ‘સાયબરસફર વેબસ્ટુડિયો’ નામે અમે વેબસાઇટ્સ ડેવલપ કરવાનું શરૂ કર્યું છે. આ કારણે નાનો-મોટો બિઝનેસ ધરાવતા વિવિધ બિઝનેસમેન, ડોક્ટર્સ, અલગ અલગ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરતા લોકો વગેરેના સંપર્કમાં આવવાનું થાય છે. એમની સાથેની વાતચીત દરમિયાન...
આપણી લાઇફ ઇઝી બનાવે તેવો, યુપીઆઇમાં વધુ એક ફેરફાર આવી રહ્યો છે. સવારના પહોરમાં તમે એક હાથમાં ચા ને બીજા હાથમાં અખબાર લઈને આ લેખ વાંચવા બેઠા હો, તો એક ખાસ ભલામણ - ગરમાગરમ ચાના બે-ચાર ઘૂંટ લઈને પછી જ આગલાં બે વાક્યો વાંચજો, કેમ કે એ પછી પણ તમે ગૂંચવાશો એ નક્કી છે. ગયા...
ફોનમાં બેટરીનો ઉપયોગ સાવ બંધ કરી, પાવર પ્લગનો ઉપયોગ કરવાની ટ્રિક નામ મુજબ ‘બાયપાસ ચાર્જિંગ’ એક એવું ફીચર છે જેની મદદથી આપણે ફોનમાં બેટરી ચાર્જ કરવાની સુવિધાને બાયપાસ કરી શકીએ છીએ. આપણે ફોનની બેટરી ચાર્જ કરવા માટે તેને પાવર પ્લગ સાથે કનેક્ટ કરીએ ત્યારે સામાન્ય રીતે...
નોટબંધ પછી ભારતમાં સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઘણી બધી રીતે ડિજિટલ અને સ્માર્ટ બનવા લાગી છે. યુપીઆઇ તેમાં સૌથી નોંધપાત્ર બાબત છે. તેનાથી રૂપિયાની ઓનલાઇન લાઇવ લેવડદેવડની એક નવી જ ઇકોસિસ્ટમ ઊભી થઈ. બરાબર એ જ રીતે, લોન મેળવવાની સમગ્ર પ્રક્રિયાને સરળ, ઝડપી, ડિજિટલ બનાવતી...
આ સવાલનો જવાબ જાણતાં પહેલાં એક સમાચાર જાણી લઈએ. એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફ્રી વાઇ-ફાઇ! ભારતમાં હવે એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ચાલુ મુસાફરી દરમિયાન કોઈને ફોન કોલ કરવો, ઇન્ટરનેટ સર્ચ કરવું, કોઈને મેસેજ મોકલવો કે પછી સોશિયલ મીડિયા પર આપણા ફ્રેન્ડઝના...
રોજબરોજના સ્પામ ઈ-મેઇલ્સ અચાનક હદ બહારના વધી જાય તો... હમણાં અમેરિકામાં તીવ્ર આગ વધુ ને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે ને થોડા દિવસોમાંઆપણે પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરીશું, પણ થોડા સમય પહેલાં, અમેરિકા અને કેનેડામાં ‘બોમ્બ સાયક્લોન’એ તરખાટ મચાવ્યો હતો! અમુક...
આપણે હાઇવે પર મુસાફરી કરતા હોઇએ કે કોઈ રેસ્ટોરાં, કાફે વગેરેમાં ગયા હોઇએ ત્યારે ત્યાં ફોનનું ચાર્જિંગ સ્ટેશન જોઈને તેનો લાભ લેવાની લાલચ ભલભલા લોકો ટાળી શકતા નથી. કારણ દેખીતું છે. આપણા ફોનમાં પાંચ-છ હજાર એમએએચની બેટરી હોય તો પણ આપણો ફોનનો ઉપયોગ સતત વધ્યો હોવાથી ગમે...
એક સમયે આપણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કોઈ ચીજવસ્તુની ખરીદી કરીએ ત્યારે તેની ડિલિવરી માટે ઓછામાં ઓછા ચાર-પાંચ દિવસ સુધી રાહ જોવી પડતી. હજી આજે પણ ઘણી વસ્તુ માટે આઠ-દસ દિવસ પણ રાહ જોવી પડે છે. તેના ઉપાય તરીકે મોટા ભાગની કંપનીઓએ સ્પેશિયલ મેમ્બરશિપમાં જોડાઈને અથવા...
વર્ષ ૨૦૨૫! આપણે એકવીસમી સદીના પચીસમા વર્ષમાં પ્રવેશ કરી ગયા છીએ! ભારતમાં ઓગસ્ટ ૨૨, ૧૯૯૪માં, એટલે કે ત્રીસેક વર્ષ પહેલાં મોબાઇલ ફોન સર્વિસ શરૂ થઈ હતી. એ સમયે મોબાઇલ હેન્ડસેટની કિંમત હતી રૂ. ૪૫,૦૦૦! એવા ફોન પર વાતચીત પણ મોંઘી હોય એ સ્વાભાવિક છે - દર મિનિટના લગભગ રૂ....
આપણને સૌને રોજબરોજના કામકાજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટનો ઉપયોગ કરવાની આદત પડવા લાગી છે. પરંતુ આ આદત બધી રીતે આપણને બહુ મોંઘી પડવાની છે. એક તરફ અત્યારથી એઆઇ સર્વિસિસ રન કરવા માટે ઊર્જાનો જંગી વપરાશ જોઈને ચિંતાઓ ઉઠવા લાગી છે. બીજી તરફ તેનો ઉપયોગ આપણને...
યુટ્યૂબ પર તમે ઘણી વાર અનુભવ કર્યો હશો કે કોઈ વીડિયોના ટાઇટલ કે તેની થમ્બનેઇલ ઇમેજ જોઇને તમે આખો વીડિયો જોવા લલચાઈ જાવ, પરંતુ વીડિયો પૂરેપૂરો જોયા પછી નિરાશ થવાનો વારો આવે. કેમ કે આખા વીડિયોમાં ટાઇટલ કે મેઇન ઇમેજમાં કરવામાં આવેલી વાતનો ઉલ્લેખ સુદ્ધાં ન હોય! તેનો હેતુ...
થોડા સમયમાં અમદાવાદ કે સુરતના રસ્તા પર વોટ્સએપની બસ દેખાય તો નવાઇ ન પામશો. વોટ્સએપ કંપનીએ ‘ભારત યાત્રા’ શરૂ કરી છે. તેની બસ ભારતનાં મોટાં શહેરોમાં ફરશે અને વોટ્સએપના એક્ઝિક્યુટિવ્સ નાના-મોટા વેપારીઓને રૂબરૂ મળીને બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપ બિઝનેસ એપનાં વિવિધ ફીચર...
મને લાગે છે કે ગૂગલ સર્ચ આજે જે કંઈ કરી શકે છે તેની સરખામણીમાં - 2025ના પ્રારંભથી જ - જે નવી બાબતો કરી શકશે એ જોઇને તમે નવાઈ પામી જશો! - સુંદર પિચાઈ, સીઇઓ, ગૂગલ હમણાં ગયા વર્ષના અંતે સુંદર પિચાઇએ એવો અણસાર આપ્યો કે ૨૦૨૫ના નવા વર્ષમાં ગૂગલના સર્ચ એન્જિનમાં બહુ...
હમણાં થયેલો એક સર્વે બતાવે કે ઇન્ટરનેટ પરની વિવિધ સાઇટ્સ પરનો ટ્રાફિક ગૂગલને બદલે હવે ચેટજીપીટી અને પરપ્લેક્સિટી જેવા એઆઇ ચેટબોટ પરથી વધી રહ્યો છે. ખાસ કરીને ફાઇનાન્સ સંબંધિત વેબસાઇટ્સમાં આવું વધુ જોવા મળી રહ્યું છે. અગાઉ આ બધી સાઇટ્સ પર ગૂગલ સર્ચ એન્જિન પરનાં રિઝલ્ટ...
લોકો પોતાના વસિયતનામામાં
યૂઝરનેમ-પાસવર્ડ જણાવશે!
એઆઇ ટેનોલોજી ઝડપભેર આગળ વધી રહી છે ત્યારે તેનાં આગામી સ્વરૂપ જાણીએ. થોડા સમય પહેલાં, વોટ્સએપમાં તમે કદાચ એક મેડિકલ એઆઇ ચેટબોટની ક્ષમતા દર્શાવતી જાહેરાતનો વીડિયો જોયો હશે. એ જાહેરાત તથા એ ભારતીય કંપનીની વેબસાઇટ મુજબ, આ ચેટબોટ આપણને ડોક્ટર જેવું જ માર્ગદર્શન આપી શકે છે!...
અપ ટાઇમ’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે મશીનના સંદર્ભમાં કરવામાં આવે છે. પરંતુ માણસ માટે વાત કરીએ તો આપણે પૃથ્વી પર પહેલો શ્વાસ લઇએ ત્યારથી શરૂ કરીને છેલ્લો શ્વાસ લઇએ એ આવરદા એટલે આપણો ‘અપ ટાઇમ’! એ દરમિયાન આપણે રાત્રે ઊંઘીએ તો પણ શરીરનાં તમામ અંગો પોતાનું નિર્ધારિત કામ...
આપણે પોતાના સ્માર્ટફોનમાં કે પીસીમાં ચોક્કસ હેતુ સાથે સર્ફિંગ કરતા હોઇએ ત્યારે જે કંઈ દેખાય એ કંઈ બધું કામનું ન હોય, ફક્ત અમુક મુદ્દા આપણે સાચવી લેવા જરૂરી હોય. સર્ફિંગ વખતે કાં તો આખું વેબપેજ આપણને ઉપયોગી લાગે અથવા તેમાંના લેખનો માત્ર અમુક હિસ્સો કે કોઈ ઇન્ફોગ્રાફિક...
દિવાળી પહેલાંના વચન મુજબ, જિઓ હવે તેના યૂઝર્સને આ લાભ આપે છે! એકસો બેંતાળીસ કરોડ લોકો સાથે ભારત આખી દુનિયા માટે સૌથી મોટું માર્કેટ છે. આ જ કારણે વિદેશની અનેક કંપનીઓ ભારત પર નજર ઠેરવે છે, શરૂઆતમાં લૂંટાય એટલું લૂંટે છે અને પછી ભારતમાંથી તેમનો કોઈ હરીફ જાગે ત્યારે...
આપણા દેશમાં લાંબા સમયથી નાની રકમની ઓનલાઇન ચૂકવણી માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)નો ઉપયોગ સતત વધી રહ્યો છે. એ જ રીતે પાછલા કેટલાક સમયથી યુપીઆઇ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. સાદા યુપીઆઇથી પેમેન્ટ માટે, જેટલી રકમનું પેમેન્ટ કરવાનું હોય તેનાથી વધુ...
આપણે એમને રમેશભાઈ તરીકે ઓળખીએ. એમની કરિયાણાની મોટી દુકાન. સ્વભાવ સારો એટલે દુકાનમાં ગ્રાહકોની સતત ભીડ રહે. એક વાર એવું બન્યું કે એક દંપતી એમને ત્યાં ખરીદી કરવા આવ્યું. બંને રમેશભાઈ માટે અજાણ્યા. બંને એક પછી એક ચીજવસ્તુ પસંદ કરતા ગયા અને બિલનો કુલ આંકડો આઠ-દસ હજાર...
તમને ઇન્ટરનેટ પર ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ જેવી સાઇટ્સ પર સતત સ્ક્રોલિંગ કરતા રહેવાની ટેવ છે? તો તમે પણ ‘બ્રેઇન રોટ’ નામની તકલીફથી પીડાતા લોકોમાં સામેલ થઈ ગયા છો. બ્રેઇન શબ્દનો અર્થ તો આપણે જાણીએ છીએ અને રોટનો અર્થ છે સડો! આપણને તો જાત અનુભવ છે જ, એ સાથે...
તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કે ગૂગલ ડોકમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હો ત્યારે કોઈ શબ્દના ઉપયોગ વિશે તમને મૂંઝવણ થાય છે? એ શબ્દનો સાચો અર્થ તમે ફટાફટ જાણી શકો છો. એ માટે અગાઉ આપણે હાથમાં ડિક્શનરીનું થોથું લઇને તે શબ્દ શોધવા જુદાં જુદાં પાનાં ફંફોસવાં પડતાં. તે પછી...
લગભગ તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં લાંબા સમયથી હોમ સ્ક્રીન પર ગૂગલ સર્ચ બોક્સ જોવા મળે છે. આપણે તેમાં કંઈ પણ ટાઇપ કરીને ગૂગલ પર સર્ચ કરી શકીએ. આમ તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તેના સર્ચ બોક્સમાં આ જ કામ કરી શકાય પરંતુ સર્ચ એપમાં કેટલીક વધારાની સગવડો મળે છે. હોમ પેજ પર...
ભારતમાં હમણાં એક તરફ ‘વન નેશન, વન ઇલેકશન’ની રાજકીય ધમાધમ ચાલે છે, ત્યાં બીજી તરફ ભારત સરકારે લીધેલા કંઈક એ જ પ્રકારના બીજા એક નિર્ણયની વાત પાછળ ધકેલાઈ ગઈ છે. આ નિર્ણય છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’. આ નિર્ણય સમગ્ર દેશની યુનિવર્સિટીઝ, તેના પ્રોફેસર્સ તથા સ્ટુડન્ટ્સ માટે...
કોલેજના સ્ટુડન્ટ્સ અને જોબ માર્કેટમાં પહોંચી ગચેલા યંગસ્ટર્સમાં એઆઇ ટૂલ્સ ખાસ્સાં પોપ્યુલર થવા લાગ્યાં છે. કોલેજનું એસાઇન્મેન્ટ ફટાફટ પૂરું કરવાનું હોય કે પછી જોબ માટે એપ્લિકેશન તૈયાર કરવાની હો, ઘણા યંગસ્ટર્સ એ માટે ચેટજીપીટી જેવા એઆઇ ટૂલની મદદ લે છે. પોતાના લખાણને...
જો તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હો કે પછી કોઈ કંપનીમાં જોબ મેળવી લીધી હોય તો તમારી ભૂમિકા અનુસાર એક શબ્દ તમે વારંવાર સાંભળતા હશો - બ્રેઇનસ્ટોર્મિંગ. કોઈ પણ નવી બાબત વિશે નવા આઇડિયા જનરેટ કરવા માટે બધા ટીમ મેમ્બર સાથે મળીને ચર્ચા કરે તેને ‘બ્રેઇનસ્ટોર્મિંગ’ કહે છે....
હવેના સમયમાં આપણે વારંવાર પોતાના મોબાઇલથી વિવિધ ડોક્યુમેન્ટ સ્કેન કરવાનાં થતાં હોય છે. કાગળ પરના બિલ કે રિસિપ્ટ કોઈ સાથે શેર કરવાના હોય ત્યારે તેનો ફોટોગ્રાફ લઈએ તો પણ ચાલે, પરંતુ ખાસ સ્કેનિંગ માટે ડિઝાઇન થયેલું ફીચર વધુ સારું પરિણામ આપતું હોય છે. સ્કેનિંગ ફીચરને...
તમે કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું અને પછી તેને ક્લાયન્ટ સાથે કે અન્ય લોકો સાથે ઓનલાઇન શેર કરવાનું થયું? હવેના સમયમાં ખાસ્સાં હેવી ડોક્યુમેન્ટ પણ શેર કરી શકાય છે. પરંતુ સામેની વ્યક્તિ પણ આપણું ડોક્યુમેન્ટ ઝડપથી ડાઉનલોડ કરી શકે તે માટે આપણે પોતાના ડોક્યુમેન્ટને...
તમારે વારંવાર માઇક્રોસોફ્ટ વર્ડ કે ગૂગલ ડોક્સમાં પ્રમાણમાં લાંબી ટેકસ્ટ ટાઇપ કરવાની થાય છે? ઓફિસ ડોક્યુમેન્ટ્સ માટે જૂના સમયમાં મોટા ઓફિસર્સને સ્ટેનોગ્રાફરની મદદ મળતી. ઓફિસર્સ ડિક્ટેશન આપે એટલે તે સ્ટેનોગ્રાફર તેમની ખાસ શોર્ટ હેન્ડ લેંગ્વેજમાં નોંધ ટપકાવી લે અને પછી...
માઇક્રોસોફ્ટ ઓફિસના બધા પ્રોગ્રામમાં પાર વગરનાં ફીચર્સ હોય છે. આ તમામ ફીચર મથાળાની રિબનમાં વિવિધ સેકશન અને ટેબ્સમાં કાળજીપૂર્વક ગોઠવવામાં આવ્યા છે. તેમાં વિઝ્યુઅલ એપ્રોચ રાખવામાં આવ્યો છે, આથી આપણે નંબર્ડ લિસ્ટ કે બુલેટેડ લિસ્ટ ઉમેરવું હોય તો મેનૂમાં તેનો આઇકન જોઈને જ...
ઇન્ટરનેટ પર આપણા અસંખ્ય એકાઉન્ટ્સ હોય છે. અને એ બધા માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરવો અને તેને યાદ રાખવા સૌ માટે મુશ્કેલ હોય છે. એ કારણે ઘણા લોકોને બ્રાઉઝરની પાસવર્ડ મેનેજર સર્વિસમાં પોતાના પાસવર્ડ સેવ કરી લેવાની આદત હોય છે. એમાં કંઈ ખોટું નથી. પરંતુ આવી સર્વિસમાં...
તમે પોતાની કોઈ ફેશન શોપ, બુટિક, ફેશન બ્રાન્ડ કે બ્યુટીપાર્લર-સલોન લોન્ચ કર્યા પછી તેના પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ તરફ વળ્યા? ફક્ત ફેશન કે બ્યુટી સેગમેન્ટ નહીં, લગભગ દરેક પ્રકારના બિઝનેસ પ્રમોશન અને માર્કેટિંગ માટે ઇન્સ્ટાગ્રામ પર મોટો મદાર રાખે છે. તમે જાણતા જ હશો કે...
અત્યારે વોટ્સએપમાં કોઈ પરિચિત સ્વજન આપણને વ્યક્તિગત રીતે કે પછી ગ્રૂપમાં કોઈ મેસેજ ફોરવર્ડ કરે ત્યારે ફોરવર્ડેડ મેસેજમાં ઘણી વાર સ્પષ્ટતા તરીકે ‘ફોરવર્ડેડ એઝ રીસિવ્ડ’ એવા શબ્દો ઉમેરેલા જોવા મળે છે. મોટા ભાગે આ શબ્દો મેસેજ ફોરવર્ડ કરનારા મિત્રએ લખેલા હોતા નથી. જો કોઈ...
અન્ય વાચકો માટે આ સવાલને ઉદાહરણ સાથે થોડો વધુ સ્પષ્ટ કરીએ. આપણે ‘સાયબરસફર’ની વેબસાઇટ પર જવું હોય તો બ્રાઉઝરના એડ્રેસમાં www.cybersafar.com લખવું પડે કે પછી ફક્ત cybersafar.com લખીએ તો પણ ચાલે? આ સવાલનો જવાબ જાતે જ અનુભવ કરી લેવામાં સમાયેલો છે. બ્રાઉઝરમાં વારાફરતી બંને...
તમને ડાયાબિટીસ છે? રોજ રાત્રે મેથીના દાણા પલાળીને સવારે પી જાઓ...’, ‘કોલેસ્ટ્રોલ કે હાઇ બીપી ઘટાડવા રોજ દસ હજાર સ્ટેપ્સ ચાલો...’, ‘વજન ઘટાડવું છે, ખાંડને બદલે ગોળવાળી ચા પીઓ...’ આપણે રોજેરોજ વોટ્સએપ પર વિવિધ ‘એક્સપર્ટ્સ’ તરફથી આવાં સલાહસૂચન કરતા વીડિયો મેળવીએ છીએ, આવા...
વર્ષના અંતે અખબારોમાં રજૂ થતી વીતેલા વર્ષની ઝલકની જેમ, હવે ટેકનોલોજી કંપનીઓ પણ ‘યર-રીકેપ’ આપે છે. આ કંપનીઓ પાસે આપણો પાર વગરનો પર્સનલ ડેટા હોય છે, એટલે તેમનું આવું યર-રીકેપ એકદમ પર્સનલાઇઝ્ડ હોય છે. જેમ કે, સ્પોટિફાય મ્યુઝિક એપ આખા વર્ષ દરમિયાન આપણે તેના પર કેવા...
એક સમય એવો હતો જ્યારે આપણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કંઈ ખરીદી કરીએ તે પછી તેની ડિલિવરી માટે બે-પાંચ દિવસ રાહ જોવી પડતી. પછી ઝડપી ડિલિવરી મેળવવા માટે પ્રીમિયમ મેમ્બરશિપ ઓફર કરવામાં આવી. આપણે આવી મેમ્બરશિપ ખરીદી હોય તો પછીના દિવસે કે એ જ દિવસે પણ ડિલિવરી મેળવી...
આખા ઇન્ટરનેટ પર અત્યારે ‘ફ્રીમિયમ’ મોડેલનો દબદબો છે. જેમાં જે તે એપ કે સર્વિસનો આપણે મર્યાદિત પ્રમાણમાં મફતમાં લાભ લઈ શકીએ અને પછી વધુ સગવડો જોઇતી હોય તો તેમાં સબસ્ક્રિપ્શન ભરવું પડે. ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં તેની વેબસાઇટ કે એપમાંથી ખરીદી કરવા પર જે તે વસ્તુની કિંમત તથા...
ભારતીય રેલવે આપણને ટૂંક સમયમાં એક નવી ‘સુપર એપ’ની ભેટ આપે તેવી શક્યતા છે. રેલવે સંબંધિત જુદી જુદી બાબતો હાલમાં જુદાં જુદાં પ્લેટફોર્મ તથા જુદી જુદી વેબસાઇટ કે એપની મદદથી હેન્ડલ કરવામાં આવે છે. હવે એ બધું જ એક જ પ્લેટફોર્મ અને એક જ એપમાં આવરી લેવામાં આવશે. આ માટે...
એક સમયે આપણા દેશમાં નેટબેન્કિંગ માટેની વ્યવસ્થાની સલામતી ખાસ્સી નબળી હતી. એ સમયે આપણે ફક્ત યૂઝરનેમ અને પાસવર્ડ આપીને નેટબેન્કિંગ માટે લોગઇન થઈ શકતા હતા. એ સમયગાળામાં ગૂગલ તથા એપલ કે માઇક્રોસોફ્ટ જેવી વિવિધ મેજર ટેકનોલોજી કંપની પોતપોતાની સર્વિસમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશન...
નીચેની ઇમેજમાં ડાબી તરફનો હિસ્સો જોઈને કંઈ યાદ આવ્યું? તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર બધો આધાર છે, પણ કાં તો તમે આ મજાની રમત બહેનપણીઓ સાથે રમ્યા હશો અથવા આ શું છે એની તમને બિલકુલ ખબર નહીં હોય! હા, ઉપર જમણા ખૂણે દેખાતો હિસ્સો સૌ કોઈ માટે જાણીતી વાત છે. જેણે ઉછળકૂદ...
બરાબર એ જ વાતને કોઈ અજાણ્યા આર્ટિસ્ટે આજની સ્થિતિ દર્શાવવા માટે ઉપયોગ કરી છે. વિવિધ પ્રકારની ઇન્ટરનેટ સર્વિસના લાઇટરથી પ્રગટેલો અગ્નિ આપણો સમય બાળી રહ્યો છે! લાઇટર પર ફક્ત સોશિયલ મીડિયાના આઇકન નથી, એ પણ નોંધવા જેવું છે. અલબત્ત, આ બધું જ નકામું છે એવું કોઈ રીતે કહી ન...