ટૂંક સમયમાં વિવિધ ઓનલાઇન સર્વિસમાં લોગ ઇન થવાની અત્યારની પદ્ધતિ ધરમૂળથી બદલાઈ જાય તેવી શક્યતા છે. જેમ અત્યારે આપણે સ્માર્ટફોનનું લોક ઓપન કરવા માટે ફિંગર પ્રિન્ટ સ્કેનરને આપણી ફિંગર પ્રઇન્ટ આપીને અથવા ગૂગલથી વોઇસ કમાન્ડ આપીને ફોન અનલોક કરી શકીએ છીએ બરાબર એ જ રીતે વિવિધ વેબ બ્રાઉઝરમાં જુદી જુદી ઓનલાઇન સર્વિસમાં પણ લોગ ઇન થઈ શકીશું.