Home Tags Google search

Tag: google search

ક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર, ઇન્ટરનેટ પર આપણી જાસૂસીના આધારે ચાલે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ, વાંચીએ, ખરીદીએ, શેર કરીએ, લાઇક કરીએ એ બધાની રજે રજેની માહિતી સાચવવામાં આવે છે અને પછી એ મુજબ માત્ર આપણને ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવવામાં આવે છે. આપણી આવી જાસૂસી કરવાની મોટી જવાબદારી સંભાળે છે સર્ચ એન્જિન. સર્ચ એન્જિન ઇન્ટરનેટના દરવાજા જેવાં છે. મોટા ભાગે આપણે ત્યાંથી જ ઇન્ટરનેટમાં દાખલ થઈએ છીએ અને જુદી જુદી પ્રવૃત્તિ કરીએ છીએ. ગૂગલ સર્ચ એન્જિન સૌથી વધુ લોકપ્રિય છે અને એટલું જ તે આપણી...

હવે નોકરી પણ ગૂગલ કરો!

ગયા મહિને તમે અખબારોમાં વાંચ્યું હશે કે હવે ગૂગલે ભારતમાં નોકરી શોધી આપવાનું કામ શરૂ કર્યું છે. આ પહેલાં ફેસબુક પર શરૂ થયેલી આવી સર્વિસ વિશે આપણે વાત કરી ગયા છીએ. જો તમે નવી કે સારી નોકરીની શોધમાં હશો તો તમને ગૂગલની આ વાતમાં પણ રસ પડ્યો હશે. આ સમાચાર તમારા ધ્યાનમાં ન આવ્યા હોય કે ગૂગલની આ નવી સુવિધા એક્ઝેટલી કેવી રીતે કામ કરે છે તે ન સમજાયું હોય તો આગળ વાંચો. ગૂગલમાં જોબ સર્ચ એ કોઈ અલગ એપ કે વેબસર્વિસ નથી. તે ગૂગલ સર્ચ...

ગૂગલે ગાયબ કરેલ ‘વ્યૂ ઇમેજ’ બટન ફરી એડ કરો!

અત્યાર સુધી આપણે ગૂગલમાં કોઈ ઇમેજ સર્ચ કરીને કોઈ ચોક્કસ ઇમેજ પર ક્લિક કરતા એટલે ‘View Image’ અને ‘Search by image’ના વિકલ્પ જોવા મળતા હતા. ઇમેજ સેવ કરવી હોય તો વ્યૂ ઇમેજ કરી તેને સેવ કરી શકાતી હતી, પરંતુ થોડા સમય પહેલાં ગૂગલે આ બંને વિકલ્પ આપવાનું બંધ કરી દીધું છે. હેતુ એ છે કે એ ઇમેજ જે વેબપેજ પર હોય તેના પર ગયા વિના કોઈ એ ઇમેજ સેવ કરી ન લે. મતલબ કે, ગૂગલનું આ વિકલ્પને બંધ કરવાનું કારણ એક તો ઇમેજની થતી ચોરી...

એમેઝોનમાં આવે છે વિઝ્યુઅલ સર્ચ

એમેઝોનમાં વિઝ્યુઅલ સર્ચ દુનિયાભરના લોકોમાં વિન્ડો શોપિંગ ખાસ્સી લોકપ્રિય પ્રવૃત્તિ છે. વિન્ડો શોપિંગ એટલે એવું શોપિંગ જેમાં લોકો જુદા જુદા મોલમાં ફરીને જાતભાતની વસ્તુઓ જુએ ખરા પણ ફક્ત જોઈને જ આનંદ માણે, કશું ખરીદે નહીં! તમે પણ ઉનાળાની બપોરે એસી મોલમાં પહોંચીને આવી રીતે વિન્ડો શોપિંગની મજા માણી હશે. હવે કલ્પના કરો કે આવી રીતે વિન્ડો શોપિંગ કરતાં કરતાં તમને કોઈ વસ્તુ ખરેખર ખરીદવાનું મન થઈ આવે અને ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર એ જ વસ્તુના ભાવ શું છે એ જાણવાનું મન થાય તો? સાયબરજગતમાં અત્યારે વિઝ્યુઅલ સર્ચ...

ગૂગલ લેન્સ : હવે ગૂગલને લખીને નહીં, બતાવીને પૂછો!

આગળ શું વાંચશો? ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે? ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો? ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે? આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે! પરંતુ એ માટે આપણે ગૂગલને કહેવું પડે કે આપણે શું જાણવા માગીએ છીએ. આપણા મનમાં કયો સવાલ છે એ આપણે કાં તો ગૂગલના સર્ચ બોક્સમાં ટાઇપ કરવો પડે અથવા હવે વોઇસ ટાઇપિંગની સુવિધા પણ મળી...

સર્ચમાં આવ્યું મોટું પરિવર્તન

હમણાં હમણાં ગૂગલે તેની સર્ચ ટેકનોલોજીમાં એક મોટો ફેરફાર કર્યો છતાં આપણા જેવા અસંખ્ય લોકો રોજે રોજ ગૂગલ સર્ચનો ઉપયોગ કરતા હોવા છતાં આ ફેરફાર લગભગ કોઈના ધ્યાનમાં આવ્યો નહીં હોય! તમને ખ્યાલ હોય તો છેક ૨૦૧૦માં ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ઇન્સટન્ટ સર્ચ નામની એક નવી સુવિધા આપી હતી. એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ સુવિધા સર્ચ એન્જિનમાં ધરખમ ફેરફાર લાવે છે. એક રીતે જોઇએ તો એ વાત સાચી પણ હતી કારણ કે ઇન્સ્ટન્ટ સર્ચની સુવિધાને કારણે આપણે જ્યારે પણ ગૂગલના સર્ચ બોક્સમાં કંઈ...

ગૂગલ સર્ચમાં નવી સુવિધાઓ

સ્માર્ટફોનમાં આપણું ધ્યાન હવે જુદી જુદી એપ વચ્ચે વહેંચાઈ જતું હોવાથી, ગૂગલ કંપની આપણને ફરી તેના સર્ચ એન્જિન તરફ વાળવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. આ પ્રયાસો આગળ ધપાવતાં હમણાં ગૂગલે તેની એન્ડ્રોઇડની ગૂગલ એપ અને એન્ડ્રોઇડના ક્રોમ બ્રાઉઝરમાં, આપણે કંઈ પણ સર્ચ કરીએ ત્યારે તેના વીડિયો રિઝલ્ટ્સમાં, જુદા જુદા વીડિયોની ૬ સેકન્ડની ક્લિપ્સ બતાવવાનું શરૂ કર્યું છે. વીડિયોનું ફક્ત શીર્ષક વાંચીને એ આપણને ઉપયોગી થશે કે નહીં તે આપણે નક્કી ન કરી શકીએ તો આ રીતે ૬ સેકન્ડની નાની ક્લિપ કદાચ મદદરૂપ થઈ શકે....

ગૂગલ વોઇસ સર્ચમાં ગુજરાતી ભાષા ઉમેરાઈ

ગૂગલે એન્ડ્રોઈડ પર વોઇસ સર્ચની સુવિધામાં ૮ ભારતીય ભાષાઓ ઉમેરી છે, જેમાંની એક આપણી ગુજરાતી પણ છે!  તમારા એન્ડ્રોઇડમાં આ નવી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે એ વિશે વધુ જાણીશું થોડા સમયમાં. ત્યાં સુધી, ગૂગલ વોઇસ સર્ચ વિશે વધુ જાણો આ લેખોમાં - તમે ફોન સાથે વાત કરો છો? અને વોઇસ ઇનપૂટ સેટિંગ

જોઈતી ઇમેજ સેવ કરવાની સ્માર્ટ રીત

ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે, જે હોય સાવ નાની સુવિધા, પણ આપણને ક્યારેક મોટી મદદ કરી જાય. આ સુવિધા હોય એટલી નાની કે લગભગ આપણી નજર બહાર જ જતી હોય, પણ જ્યારે એની જરૂ‚ર ઊભી થાય અને એ સુવિધાનો ઉપયોગ કરીએ ત્યારે મનમાં રીતસર ઝાટકો લાગે કે અરે આ વાત અત્યાર સુધી ક્યારેય ધ્યાને કેમ ન આવી?! એક સાદું ઉદાહરણ લઈએ તો, દિવાળીના દિવસો નજીક આવે એટલે લગભગ દરેક ઘરમાં બહેનો અને રંગોળી બનાવવામાં જેમને રસ હોય એ બધા જ લોકો ઇન્ટરનેટ પર ગૂગલ...

સરસ રીતે શોધો તો મળે સરસ પરિણામ

દરેક વાત માટે ગૂગલમાં સર્ચ કરી લેવું આસાન છે, પણ જો ધાર્યાં પરિણામ ઝડપી જોઈતાં હોય તો ગૂગલના સર્ચ એન્જિનમાં સમાયેલી કેટલીક ખાસ ખૂબીઓ જાણી લેવા જેવી છે. (સ્રોત : http://www.google.com/edu/
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.