આપણે હાઇવે પર મુસાફરી કરતા હોઇએ કે કોઈ રેસ્ટોરાં, કાફે વગેરેમાં ગયા હોઇએ ત્યારે ત્યાં ફોનનું ચાર્જિંગ સ્ટેશન જોઈને તેનો લાભ લેવાની લાલચ ભલભલા લોકો ટાળી શકતા નથી. કારણ દેખીતું છે. આપણા ફોનમાં પાંચ-છ હજાર એમએએચની બેટરી હોય તો પણ આપણો ફોનનો ઉપયોગ સતત વધ્યો હોવાથી ગમે...
એક સમયે આપણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કોઈ ચીજવસ્તુની ખરીદી કરીએ ત્યારે તેની ડિલિવરી માટે ઓછામાં ઓછા ચાર-પાંચ દિવસ સુધી રાહ જોવી પડતી. હજી આજે પણ ઘણી વસ્તુ માટે આઠ-દસ દિવસ પણ રાહ જોવી પડે છે. તેના ઉપાય તરીકે મોટા ભાગની કંપનીઓએ સ્પેશિયલ મેમ્બરશિપમાં જોડાઈને અથવા...
પ્રોજેક્ટ મેનેજમેન્ટથી માંડીને લગ્ન પ્રસંગનું આયોજન સહેલું બનાવવું હોય તો... સાવ સાચું કહેજો, તમે કેટલાક વ્યસ્ત રહો છો? તમારી દુઃખતી નસ દબાવવા બદલ માફ કરશો, પણ આપણી વ્યસ્તતાનો સીધો સંબંધ બે વાત સાથે છે - ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ. આ બંને બાબતને પણ પાછો ગાઢ સંબંધ છે...
વર્ષ ૨૦૨૫! આપણે એકવીસમી સદીના પચીસમા વર્ષમાં પ્રવેશ કરી ગયા છીએ! ભારતમાં ઓગસ્ટ ૨૨, ૧૯૯૪માં, એટલે કે ત્રીસેક વર્ષ પહેલાં મોબાઇલ ફોન સર્વિસ શરૂ થઈ હતી. એ સમયે મોબાઇલ હેન્ડસેટની કિંમત હતી રૂ. ૪૫,૦૦૦! એવા ફોન પર વાતચીત પણ મોંઘી હોય એ સ્વાભાવિક છે - દર મિનિટના લગભગ રૂ....
આપણને સૌને રોજબરોજના કામકાજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટનો ઉપયોગ કરવાની આદત પડવા લાગી છે. પરંતુ આ આદત બધી રીતે આપણને બહુ મોંઘી પડવાની છે. એક તરફ અત્યારથી એઆઇ સર્વિસિસ રન કરવા માટે ઊર્જાનો જંગી વપરાશ જોઈને ચિંતાઓ ઉઠવા લાગી છે. બીજી તરફ તેનો ઉપયોગ આપણને...
યુટ્યૂબ પર તમે ઘણી વાર અનુભવ કર્યો હશો કે કોઈ વીડિયોના ટાઇટલ કે તેની થમ્બનેઇલ ઇમેજ જોઇને તમે આખો વીડિયો જોવા લલચાઈ જાવ, પરંતુ વીડિયો પૂરેપૂરો જોયા પછી નિરાશ થવાનો વારો આવે. કેમ કે આખા વીડિયોમાં ટાઇટલ કે મેઇન ઇમેજમાં કરવામાં આવેલી વાતનો ઉલ્લેખ સુદ્ધાં ન હોય! તેનો હેતુ...
થોડા સમયમાં અમદાવાદ કે સુરતના રસ્તા પર વોટ્સએપની બસ દેખાય તો નવાઇ ન પામશો. વોટ્સએપ કંપનીએ ‘ભારત યાત્રા’ શરૂ કરી છે. તેની બસ ભારતનાં મોટાં શહેરોમાં ફરશે અને વોટ્સએપના એક્ઝિક્યુટિવ્સ નાના-મોટા વેપારીઓને રૂબરૂ મળીને બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપ બિઝનેસ એપનાં વિવિધ ફીચર...
મને લાગે છે કે ગૂગલ સર્ચ આજે જે કંઈ કરી શકે છે તેની સરખામણીમાં - 2025ના પ્રારંભથી જ - જે નવી બાબતો કરી શકશે એ જોઇને તમે નવાઈ પામી જશો! - સુંદર પિચાઈ, સીઇઓ, ગૂગલ હમણાં ગયા વર્ષના અંતે સુંદર પિચાઇએ એવો અણસાર આપ્યો કે ૨૦૨૫ના નવા વર્ષમાં ગૂગલના સર્ચ એન્જિનમાં બહુ...
હમણાં થયેલો એક સર્વે બતાવે કે ઇન્ટરનેટ પરની વિવિધ સાઇટ્સ પરનો ટ્રાફિક ગૂગલને બદલે હવે ચેટજીપીટી અને પરપ્લેક્સિટી જેવા એઆઇ ચેટબોટ પરથી વધી રહ્યો છે. ખાસ કરીને ફાઇનાન્સ સંબંધિત વેબસાઇટ્સમાં આવું વધુ જોવા મળી રહ્યું છે. અગાઉ આ બધી સાઇટ્સ પર ગૂગલ સર્ચ એન્જિન પરનાં રિઝલ્ટ...