આપણા સ્માર્ટફોનમાં આપણને એપ્સ ઉમેરવાની જબરદસ્ત ટેવ પડી છે. સ્માર્ટફોનમાં ઇન્ટર્નલ સ્ટોરેજ ભરપૂર મળવા લાગતાં આપણે આંખો મીંચીને એપ્સ ઇન્સ્ટોલ કરીએ છીએ. આ એપ્સ એટલે બીજું કશું જ નહીં પરંતુ આપણા સ્માર્ટફોનને વધુ સ્માર્ટ બનાવવાની સુવિધા. સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની...
| Browser Extensions
બ્રાઉઝરને સ્માર્ટ બનાવતાં અનોખાં એક્સ્ટેન્શન
સ્માર્ટફોનમાંની એપ્સની જેમ, પીસીના બ્રાઉઝરમાં પણ ટચૂકડા, પણ ઉપયોગી પ્રોગ્રામ્સ ઉમેરીને બ્રાઉઝરને વધુ સ્માર્ટ બનાવી શકાય.
‘સારાં’ ક્રોમ બ્રાઉઝર એક્સ્ટેન્શન શોધવાનું હવે સરળ બનશે
આપણે જાણીએ છીએ કે જે રીતે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે પ્લે સ્ટોરમાંથી અનેક પ્રકારની એપ્સ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ એ જ રીતે પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં આપણે વિવિધ પ્રકારનાં એક્સ્ટેન્શન ઉમેરીને બ્રાઉઝરમાં અલગ અલગ પ્રકારની સગવડો ઉમેરી શકીએ છીએ....
સર્ફ કરતાં કરતાં શબ્દભંડોળ વધારો
અંગ્રેજી શીખવા માટે કોઈ ચોક્કસ સાઇટ જ કામ લાગે એવું નથી. ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ફ કરતાં કરતાં, કોઈ ખાસ પ્રયાસ વિના પણ તમે આ ભાષામાં ઊંડા ઊતરી શકો છો, જાણો કઈ રીતે... જુદાં જુદાં કારણોસર સતત વિવાદમાં રહેતા, તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર તેમના ફાંકડા અંગ્રેજી માટે પણ...
ક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો
ઇન્ટરનેટ માહિતીનો મહાસાગર છે અને એ જ તેની સૌથી મોટી તકલીફ છે. આપણને જોઇતી માહિતી શોધવામાં ગૂગલ ઘણે ઘણે અંશે મદદરૂપ થાય છે તેમ છતાં ઘણું બધું કન્ટેન્ટ, જે આપણને ઉપયોગી થઈ શકે તેમ હોય તે આપણી નજરથી દૂર રહી જાય છે. તેનું કારણ એ છે કે આપણે એ જ વસ્તુ સર્ચ કરી જ શકીએ છીએ...
તમારો પાસવર્ડ અસલામત છે કે નહીં એ તપાસવાની સહેલી રીત
તમારા પીસીના ક્રોમ બ્રાઉઝરમાં એક મહત્ત્વનું એક્સ્ટેન્શન આજે જ ઉમેરી લો. તમે કેટલાક આળસુ છો? તોછડો સવાલ વાંચીને અકળાશો નહીં. આગળ વાંચશો તો તમે પણ ખુલ્લા દિલે સ્વીકારશો કે કદાચ તમે પણ અડધી દુનિયાની જેમ આ એક ચોક્કસ બાબતે તો આળસુ જ છો! સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટને...
બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?
આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે...
ગૂગલે ગાયબ કરેલ ‘વ્યૂ ઇમેજ’ બટન ફરી એડ કરો!
અત્યાર સુધી આપણે ગૂગલમાં કોઈ ઇમેજ સર્ચ કરીને કોઈ ચોક્કસ ઇમેજ પર ક્લિક કરતા એટલે ‘View Image’ અને ‘Search by image’ના વિકલ્પ જોવા મળતા હતા. ઇમેજ સેવ કરવી હોય તો વ્યૂ ઇમેજ કરી તેને સેવ કરી શકાતી હતી, પરંતુ થોડા સમય પહેલાં ગૂગલે આ બંને વિકલ્પ આપવાનું બંધ કરી દીધું છે....
બ્રાઉઝરને ધીમું કે હેંગ થતું અટકાવો!
[vc_row][vc_column][vc_column_text]આપણે કમ્પ્યુટર કે ટેબલેટમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે એક સાથે ઘણી બધી ટેબ ઓપન કરતા હોઈએ તેના કારણે ઘણી વખત આપણું બ્રાઉઝર બહુ ધીમું અથવા તો હેંગ થઈ જાતું હોય છે, પણ જો તમે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝર ઉપયોગ કરતા હો તો તમારા માટે...
નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!
જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન. ‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર...
ચાલુ વીડિયોના અગત્યના મુદ્દા નોંધવા માટે ઉપયોગી એક્સટેન્શન
તમારે ક્યારેક વીડિયો જોતી વખતે, તેમાંના મહત્વના મુદ્દાની નોંધ કરવાની જરૂર ઊભી થઈ છે? લગભગ ક્યારેય એવી જરૂર ઊભી નહીં થઈ હોય અથવા, એવું પણ કરી શકાય એવો વિચાર કદાચ આવ્યો નહીં હોય, પણ નીચેની સ્થિતિઓ વિચારી જુઓ... તમારી દીકરીએ સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. તમે...
વિન્ડોઝ એક્સ્પ્લોરરમાં ટેબ બનાવો, વેબ બ્રાઉઝરની જેમ!
વેબ બ્રાઉઝરમાં નવું પેજ ઓપન કરવા માટે આપણે ટેબનો ઉપયોગ કરી છીએ. આ ટેબ આપણા બ્રાઉઝિંગને બહુ સહેલું બનાવી દે છે. તમે ઇચ્છો તો તમારા કમ્પ્યુટરમાં પણ આવાં ટેબ્સ ઉમેરી શકો છો. Clover 3 એક એવું એક્સટેન્શન છે જેની મદદથી આપણે વિન્ડોઝ એક્સ્પ્લોરરમાં પણ ટેબનો ઉપયોગ કરી શકીએ....
બનો ગૂગલ ક્રોમના પાવર યૂઝર
આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી. તમે પીસી પર ગૂગલ ક્રોમનો કેટલોક ઉપયોગ કરો છો? જો ફક્ત સર્ફિંગ પૂરતો તમારો ઇન્ટરનેટ સાથે...
કામ બનાવો સહેલું, ક્રોમમાં
સર્ફિંગ કરવા માટે મોટા ભાગે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હશો. આમ તો બધી રીતે આ બ્રાઉઝર સ્માર્ટ છે, પણ તેની એક તકલીફ એ છે કે તે કમ્પ્યુટરની મેમરીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. એક રીતે ક્રોમની આ ખાસિયત છે કે આપણે ઓપન કરેલી દરેક ટેબને તે અલગ અલગ પ્રોસેસ તરીકે ટ્રીટ કરે...