સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
All Issues
All Sections
Search
હવે જિઓ આપે છે 100 જીબી મફત ક્લાઉડ સ્ટોરેજ!
By Himanshu Kikani
3
એકસો બેંતાળીસ કરોડ લોકો સાથે ભારત આખી દુનિયા માટે સૌથી મોટું માર્કેટ છે. આ જ કારણે વિદેશની અનેક કંપનીઓ ભારત પર નજર ઠેરવે છે, શરૂઆતમાં લૂંટાય એટલું લૂંટે છે અને પછી ભારતમાંથી તેમનો કોઈ હરીફ જાગે ત્યારે પોતાની પ્રોડક્ટ કે સર્વિસના ભાવ ઘટાડે છે.
વર્ષ ૨૦૨૫! આપણે એકવીસમી સદીના પચીસમા વર્ષમાં પ્રવેશ કરી ગયા છીએ! ભારતમાં ઓગસ્ટ ૨૨, ૧૯૯૪માં, એટલે કે ત્રીસેક વર્ષ પહેલાં મોબાઇલ ફોન સર્વિસ શરૂ થઈ હતી. એ સમયે મોબાઇલ હેન્ડસેટની કિંમત હતી રૂ. ૪૫,૦૦૦! એવા ફોન પર વાતચીત પણ મોંઘી હોય એ સ્વાભાવિક છે - દર મિનિટના લગભગ રૂ....
આપણને સૌને રોજબરોજના કામકાજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટનો ઉપયોગ કરવાની આદત પડવા લાગી છે. પરંતુ આ આદત બધી રીતે આપણને બહુ મોંઘી પડવાની છે. એક તરફ અત્યારથી એઆઇ સર્વિસિસ રન કરવા માટે ઊર્જાનો જંગી વપરાશ જોઈને ચિંતાઓ ઉઠવા લાગી છે. બીજી તરફ તેનો ઉપયોગ આપણને...
યુટ્યૂબ પર તમે ઘણી વાર અનુભવ કર્યો હશો કે કોઈ વીડિયોના ટાઇટલ કે તેની થમ્બનેઇલ ઇમેજ જોઇને તમે આખો વીડિયો જોવા લલચાઈ જાવ, પરંતુ વીડિયો પૂરેપૂરો જોયા પછી નિરાશ થવાનો વારો આવે. કેમ કે આખા વીડિયોમાં ટાઇટલ કે મેઇન ઇમેજમાં કરવામાં આવેલી વાતનો ઉલ્લેખ સુદ્ધાં ન હોય! તેનો હેતુ...
થોડા સમયમાં અમદાવાદ કે સુરતના રસ્તા પર વોટ્સએપની બસ દેખાય તો નવાઇ ન પામશો. વોટ્સએપ કંપનીએ ‘ભારત યાત્રા’ શરૂ કરી છે. તેની બસ ભારતનાં મોટાં શહેરોમાં ફરશે અને વોટ્સએપના એક્ઝિક્યુટિવ્સ નાના-મોટા વેપારીઓને રૂબરૂ મળીને બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપ બિઝનેસ એપનાં વિવિધ ફીચર...
મને લાગે છે કે ગૂગલ સર્ચ આજે જે કંઈ કરી શકે છે તેની સરખામણીમાં - 2025ના પ્રારંભથી જ - જે નવી બાબતો કરી શકશે એ જોઇને તમે નવાઈ પામી જશો! - સુંદર પિચાઈ, સીઇઓ, ગૂગલ હમણાં ગયા વર્ષના અંતે સુંદર પિચાઇએ એવો અણસાર આપ્યો કે ૨૦૨૫ના નવા વર્ષમાં ગૂગલના સર્ચ એન્જિનમાં બહુ...
હમણાં થયેલો એક સર્વે બતાવે કે ઇન્ટરનેટ પરની વિવિધ સાઇટ્સ પરનો ટ્રાફિક ગૂગલને બદલે હવે ચેટજીપીટી અને પરપ્લેક્સિટી જેવા એઆઇ ચેટબોટ પરથી વધી રહ્યો છે. ખાસ કરીને ફાઇનાન્સ સંબંધિત વેબસાઇટ્સમાં આવું વધુ જોવા મળી રહ્યું છે. અગાઉ આ બધી સાઇટ્સ પર ગૂગલ સર્ચ એન્જિન પરનાં રિઝલ્ટ...
અપ ટાઇમ’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે મશીનના સંદર્ભમાં કરવામાં આવે છે. પરંતુ માણસ માટે વાત કરીએ તો આપણે પૃથ્વી પર પહેલો શ્વાસ લઇએ ત્યારથી શરૂ કરીને છેલ્લો શ્વાસ લઇએ એ આવરદા એટલે આપણો ‘અપ ટાઇમ’! એ દરમિયાન આપણે રાત્રે ઊંઘીએ તો પણ શરીરનાં તમામ અંગો પોતાનું નિર્ધારિત કામ...
આપણે પોતાના સ્માર્ટફોનમાં કે પીસીમાં ચોક્કસ હેતુ સાથે સર્ફિંગ કરતા હોઇએ ત્યારે જે કંઈ દેખાય એ કંઈ બધું કામનું ન હોય, ફક્ત અમુક મુદ્દા આપણે સાચવી લેવા જરૂરી હોય. સર્ફિંગ વખતે કાં તો આખું વેબપેજ આપણને ઉપયોગી લાગે અથવા તેમાંના લેખનો માત્ર અમુક હિસ્સો કે કોઈ ઇન્ફોગ્રાફિક...
આપણા દેશમાં લાંબા સમયથી નાની રકમની ઓનલાઇન ચૂકવણી માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)નો ઉપયોગ સતત વધી રહ્યો છે. એ જ રીતે પાછલા કેટલાક સમયથી યુપીઆઇ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. સાદા યુપીઆઇથી પેમેન્ટ માટે, જેટલી રકમનું પેમેન્ટ કરવાનું હોય તેનાથી વધુ...
આપણે એમને રમેશભાઈ તરીકે ઓળખીએ. એમની કરિયાણાની મોટી દુકાન. સ્વભાવ સારો એટલે દુકાનમાં ગ્રાહકોની સતત ભીડ રહે. એક વાર એવું બન્યું કે એક દંપતી એમને ત્યાં ખરીદી કરવા આવ્યું. બંને રમેશભાઈ માટે અજાણ્યા. બંને એક પછી એક ચીજવસ્તુ પસંદ કરતા ગયા અને બિલનો કુલ આંકડો આઠ-દસ હજાર...
તમને ઇન્ટરનેટ પર ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ જેવી સાઇટ્સ પર સતત સ્ક્રોલિંગ કરતા રહેવાની ટેવ છે? તો તમે પણ ‘બ્રેઇન રોટ’ નામની તકલીફથી પીડાતા લોકોમાં સામેલ થઈ ગયા છો. બ્રેઇન શબ્દનો અર્થ તો આપણે જાણીએ છીએ અને રોટનો અર્થ છે સડો! આપણને તો જાત અનુભવ છે જ, એ સાથે...
તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કે ગૂગલ ડોકમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હો ત્યારે કોઈ શબ્દના ઉપયોગ વિશે તમને મૂંઝવણ થાય છે? એ શબ્દનો સાચો અર્થ તમે ફટાફટ જાણી શકો છો. એ માટે અગાઉ આપણે હાથમાં ડિક્શનરીનું થોથું લઇને તે શબ્દ શોધવા જુદાં જુદાં પાનાં ફંફોસવાં પડતાં. તે પછી...
લગભગ તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં લાંબા સમયથી હોમ સ્ક્રીન પર ગૂગલ સર્ચ બોક્સ જોવા મળે છે. આપણે તેમાં કંઈ પણ ટાઇપ કરીને ગૂગલ પર સર્ચ કરી શકીએ. આમ તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તેના સર્ચ બોક્સમાં આ જ કામ કરી શકાય પરંતુ સર્ચ એપમાં કેટલીક વધારાની સગવડો મળે છે. હોમ પેજ પર...
ભારતમાં હમણાં એક તરફ ‘વન નેશન, વન ઇલેકશન’ની રાજકીય ધમાધમ ચાલે છે, ત્યાં બીજી તરફ ભારત સરકારે લીધેલા કંઈક એ જ પ્રકારના બીજા એક નિર્ણયની વાત પાછળ ધકેલાઈ ગઈ છે. આ નિર્ણય છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’. આ નિર્ણય સમગ્ર દેશની યુનિવર્સિટીઝ, તેના પ્રોફેસર્સ તથા સ્ટુડન્ટ્સ માટે...
કોલેજના સ્ટુડન્ટ્સ અને જોબ માર્કેટમાં પહોંચી ગચેલા યંગસ્ટર્સમાં એઆઇ ટૂલ્સ ખાસ્સાં પોપ્યુલર થવા લાગ્યાં છે. કોલેજનું એસાઇન્મેન્ટ ફટાફટ પૂરું કરવાનું હોય કે પછી જોબ માટે એપ્લિકેશન તૈયાર કરવાની હો, ઘણા યંગસ્ટર્સ એ માટે ચેટજીપીટી જેવા એઆઇ ટૂલની મદદ લે છે. પોતાના લખાણને...
જો તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હો કે પછી કોઈ કંપનીમાં જોબ મેળવી લીધી હોય તો તમારી ભૂમિકા અનુસાર એક શબ્દ તમે વારંવાર સાંભળતા હશો - બ્રેઇનસ્ટોર્મિંગ. કોઈ પણ નવી બાબત વિશે નવા આઇડિયા જનરેટ કરવા માટે બધા ટીમ મેમ્બર સાથે મળીને ચર્ચા કરે તેને ‘બ્રેઇનસ્ટોર્મિંગ’ કહે છે....
હવેના સમયમાં આપણે વારંવાર પોતાના મોબાઇલથી વિવિધ ડોક્યુમેન્ટ સ્કેન કરવાનાં થતાં હોય છે. કાગળ પરના બિલ કે રિસિપ્ટ કોઈ સાથે શેર કરવાના હોય ત્યારે તેનો ફોટોગ્રાફ લઈએ તો પણ ચાલે, પરંતુ ખાસ સ્કેનિંગ માટે ડિઝાઇન થયેલું ફીચર વધુ સારું પરિણામ આપતું હોય છે. સ્કેનિંગ ફીચરને...
તમે કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું અને પછી તેને ક્લાયન્ટ સાથે કે અન્ય લોકો સાથે ઓનલાઇન શેર કરવાનું થયું? હવેના સમયમાં ખાસ્સાં હેવી ડોક્યુમેન્ટ પણ શેર કરી શકાય છે. પરંતુ સામેની વ્યક્તિ પણ આપણું ડોક્યુમેન્ટ ઝડપથી ડાઉનલોડ કરી શકે તે માટે આપણે પોતાના ડોક્યુમેન્ટને...
તમારે વારંવાર માઇક્રોસોફ્ટ વર્ડ કે ગૂગલ ડોક્સમાં પ્રમાણમાં લાંબી ટેકસ્ટ ટાઇપ કરવાની થાય છે? ઓફિસ ડોક્યુમેન્ટ્સ માટે જૂના સમયમાં મોટા ઓફિસર્સને સ્ટેનોગ્રાફરની મદદ મળતી. ઓફિસર્સ ડિક્ટેશન આપે એટલે તે સ્ટેનોગ્રાફર તેમની ખાસ શોર્ટ હેન્ડ લેંગ્વેજમાં નોંધ ટપકાવી લે અને પછી...
માઇક્રોસોફ્ટ ઓફિસના બધા પ્રોગ્રામમાં પાર વગરનાં ફીચર્સ હોય છે. આ તમામ ફીચર મથાળાની રિબનમાં વિવિધ સેકશન અને ટેબ્સમાં કાળજીપૂર્વક ગોઠવવામાં આવ્યા છે. તેમાં વિઝ્યુઅલ એપ્રોચ રાખવામાં આવ્યો છે, આથી આપણે નંબર્ડ લિસ્ટ કે બુલેટેડ લિસ્ટ ઉમેરવું હોય તો મેનૂમાં તેનો આઇકન જોઈને જ...
ઇન્ટરનેટ પર આપણા અસંખ્ય એકાઉન્ટ્સ હોય છે. અને એ બધા માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરવો અને તેને યાદ રાખવા સૌ માટે મુશ્કેલ હોય છે. એ કારણે ઘણા લોકોને બ્રાઉઝરની પાસવર્ડ મેનેજર સર્વિસમાં પોતાના પાસવર્ડ સેવ કરી લેવાની આદત હોય છે. એમાં કંઈ ખોટું નથી. પરંતુ આવી સર્વિસમાં...
તમે પોતાની કોઈ ફેશન શોપ, બુટિક, ફેશન બ્રાન્ડ કે બ્યુટીપાર્લર-સલોન લોન્ચ કર્યા પછી તેના પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ તરફ વળ્યા? ફક્ત ફેશન કે બ્યુટી સેગમેન્ટ નહીં, લગભગ દરેક પ્રકારના બિઝનેસ પ્રમોશન અને માર્કેટિંગ માટે ઇન્સ્ટાગ્રામ પર મોટો મદાર રાખે છે. તમે જાણતા જ હશો કે...
અત્યારે વોટ્સએપમાં કોઈ પરિચિત સ્વજન આપણને વ્યક્તિગત રીતે કે પછી ગ્રૂપમાં કોઈ મેસેજ ફોરવર્ડ કરે ત્યારે ફોરવર્ડેડ મેસેજમાં ઘણી વાર સ્પષ્ટતા તરીકે ‘ફોરવર્ડેડ એઝ રીસિવ્ડ’ એવા શબ્દો ઉમેરેલા જોવા મળે છે. મોટા ભાગે આ શબ્દો મેસેજ ફોરવર્ડ કરનારા મિત્રએ લખેલા હોતા નથી. જો કોઈ...
અન્ય વાચકો માટે આ સવાલને ઉદાહરણ સાથે થોડો વધુ સ્પષ્ટ કરીએ. આપણે ‘સાયબરસફર’ની વેબસાઇટ પર જવું હોય તો બ્રાઉઝરના એડ્રેસમાં www.cybersafar.com લખવું પડે કે પછી ફક્ત cybersafar.com લખીએ તો પણ ચાલે? આ સવાલનો જવાબ જાતે જ અનુભવ કરી લેવામાં સમાયેલો છે. બ્રાઉઝરમાં વારાફરતી બંને...
વર્ષના અંતે અખબારોમાં રજૂ થતી વીતેલા વર્ષની ઝલકની જેમ, હવે ટેકનોલોજી કંપનીઓ પણ ‘યર-રીકેપ’ આપે છે. આ કંપનીઓ પાસે આપણો પાર વગરનો પર્સનલ ડેટા હોય છે, એટલે તેમનું આવું યર-રીકેપ એકદમ પર્સનલાઇઝ્ડ હોય છે. જેમ કે, સ્પોટિફાય મ્યુઝિક એપ આખા વર્ષ દરમિયાન આપણે તેના પર કેવા...
એક સમય એવો હતો જ્યારે આપણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કંઈ ખરીદી કરીએ તે પછી તેની ડિલિવરી માટે બે-પાંચ દિવસ રાહ જોવી પડતી. પછી ઝડપી ડિલિવરી મેળવવા માટે પ્રીમિયમ મેમ્બરશિપ ઓફર કરવામાં આવી. આપણે આવી મેમ્બરશિપ ખરીદી હોય તો પછીના દિવસે કે એ જ દિવસે પણ ડિલિવરી મેળવી...
આખા ઇન્ટરનેટ પર અત્યારે ‘ફ્રીમિયમ’ મોડેલનો દબદબો છે. જેમાં જે તે એપ કે સર્વિસનો આપણે મર્યાદિત પ્રમાણમાં મફતમાં લાભ લઈ શકીએ અને પછી વધુ સગવડો જોઇતી હોય તો તેમાં સબસ્ક્રિપ્શન ભરવું પડે. ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં તેની વેબસાઇટ કે એપમાંથી ખરીદી કરવા પર જે તે વસ્તુની કિંમત તથા...
ભારતીય રેલવે આપણને ટૂંક સમયમાં એક નવી ‘સુપર એપ’ની ભેટ આપે તેવી શક્યતા છે. રેલવે સંબંધિત જુદી જુદી બાબતો હાલમાં જુદાં જુદાં પ્લેટફોર્મ તથા જુદી જુદી વેબસાઇટ કે એપની મદદથી હેન્ડલ કરવામાં આવે છે. હવે એ બધું જ એક જ પ્લેટફોર્મ અને એક જ એપમાં આવરી લેવામાં આવશે. આ માટે...
એક સમયે આપણા દેશમાં નેટબેન્કિંગ માટેની વ્યવસ્થાની સલામતી ખાસ્સી નબળી હતી. એ સમયે આપણે ફક્ત યૂઝરનેમ અને પાસવર્ડ આપીને નેટબેન્કિંગ માટે લોગઇન થઈ શકતા હતા. એ સમયગાળામાં ગૂગલ તથા એપલ કે માઇક્રોસોફ્ટ જેવી વિવિધ મેજર ટેકનોલોજી કંપની પોતપોતાની સર્વિસમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશન...
નીચેની ઇમેજમાં ડાબી તરફનો હિસ્સો જોઈને કંઈ યાદ આવ્યું? તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર બધો આધાર છે, પણ કાં તો તમે આ મજાની રમત બહેનપણીઓ સાથે રમ્યા હશો અથવા આ શું છે એની તમને બિલકુલ ખબર નહીં હોય! હા, ઉપર જમણા ખૂણે દેખાતો હિસ્સો સૌ કોઈ માટે જાણીતી વાત છે. જેણે ઉછળકૂદ...
બરાબર એ જ વાતને કોઈ અજાણ્યા આર્ટિસ્ટે આજની સ્થિતિ દર્શાવવા માટે ઉપયોગ કરી છે. વિવિધ પ્રકારની ઇન્ટરનેટ સર્વિસના લાઇટરથી પ્રગટેલો અગ્નિ આપણો સમય બાળી રહ્યો છે! લાઇટર પર ફક્ત સોશિયલ મીડિયાના આઇકન નથી, એ પણ નોંધવા જેવું છે. અલબત્ત, આ બધું જ નકામું છે એવું કોઈ રીતે કહી ન...