તમારે વારંવાર માઇક્રોસોફ્ટ વર્ડ કે ગૂગલ ડોક્સમાં પ્રમાણમાં લાંબી ટેકસ્ટ ટાઇપ કરવાની થાય છે? ઓફિસ ડોક્યુમેન્ટ્સ માટે જૂના સમયમાં મોટા ઓફિસર્સને સ્ટેનોગ્રાફરની મદદ મળતી. ઓફિસર્સ ડિક્ટેશન આપે એટલે તે સ્ટેનોગ્રાફર તેમની ખાસ શોર્ટ હેન્ડ લેંગ્વેજમાં નોંધ ટપકાવી લે અને પછી તેને કાગળ પર ટાઇપ કરીને ઓફિસરની સહી માટે લાવે.