એક સમયે આપણા દેશમાં નેટબેન્કિંગ માટેની વ્યવસ્થાની સલામતી ખાસ્સી નબળી હતી. એ સમયે આપણે ફક્ત યૂઝરનેમ અને પાસવર્ડ આપીને નેટબેન્કિંગ માટે લોગઇન થઈ શકતા હતા. એ સમયગાળામાં ગૂગલ તથા એપલ કે માઇક્રોસોફ્ટ જેવી વિવિધ મેજર ટેકનોલોજી કંપની પોતપોતાની સર્વિસમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશન પદ્ધતિથી વધુ સલામતી આપવા લાગી હતી.