એક સમય એવો હતો જ્યારે આપણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કંઈ ખરીદી કરીએ તે પછી તેની ડિલિવરી માટે બે-પાંચ દિવસ રાહ જોવી પડતી. પછી ઝડપી ડિલિવરી મેળવવા માટે પ્રીમિયમ મેમ્બરશિપ ઓફર કરવામાં આવી. આપણે આવી મેમ્બરશિપ ખરીદી હોય તો પછીના દિવસે કે એ જ દિવસે પણ ડિલિવરી મેળવી શકીએ.