જો તમે હવે માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સનો ઉપયોગ કરવા લાગ્યા હશો તો તમારો અનુભવ હશે કે ગૂગલ ડોક્સ પ્રોગ્રામ પણ ધીમે ધીમે વર્ડની હરીફાઈ કરી રહ્યો છે. ફીચર્સની રીતે જોઇએ તો વર્ડ પ્રોગ્રામ હજી ઘણો આગળ છે. તેમાં બેઝિકથી લઇને એડવાન્સ્ડ પ્રકારનાં પાર વગરનાં ફીચર છે. તેની સામે ગૂગલ ડોક્સની મજા તેની સરળતામાં છે. ગૂગલ ડોક્સમાં ફીચર ઓછાં છે, પરંતુ જેટલાં છે એટલાંનો આપણે વધુ સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ.