એપ્રિલ ૩, ૧૯૭૩ના દિવસે ન્યૂયોર્કના લોકોને કંઈક કૌતુક જોવા મળ્યું. એક માણસ રસ્તા પર ઊભો ઊભો હાથમાં આખેઆખી ઇંટ જેવું સાધન લઈને તેમાં વાત કરતો હતો, આજુબાજુ પ્રેસ રિપોર્ટર્સ પણ હતા. એ માણસ એટલે મોટોરોલા કંપનીના એન્જિનીયર માર્ટિન કૂપર. એ તેમના હરીફ સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું ‘‘જોએલ, માર્ટી બોલું છું. હું તમારી સાથે એક સેલ ફોનમાંથી વાત કરું છું, એક રિઅલ હેન્ડહેલ્ડ પોર્ટેબલ ફોન!’’