મોટા ભાગે હોલીવૂડની, કે હવે તો બોલીવૂડની મૂવીઝમાં પણ હેકર્સને એવી રીતે ગ્લોરીફાય કરવામાં આવતા હોય છે કે આપણે અંજાઈ જ જઈએ અને માની બેસીએ કે હેકર જેવું સ્માર્ટ તો કોઈ હોઈ જ ન શકે. એ ઘડીના છઠ્ઠા ભાગમાં ઇન્ટરનેટ પર ધારે ત્યારે, ગમે તેટલા સિક્યોર નેટવર્કમાં ઘૂસી શકે અને કોઈ પણ સાઇટ હેક કરી શકે.