by Content Editor | Mar 1, 2021 | ૧૦૯, માર્ચ ૨૦૨૧
ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!
by Content Editor | Mar 1, 2021 | ૧૦૯, માર્ચ ૨૦૨૧
જો તમે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)ની મદદથી ઓનલાઇન રૂપિયાની લેવડદેવડ કરતા હશો તો તમે જાણતા હશો કે અત્યારે તેમાં યુપીઆઈ પિન આપીને એકાઉન્ટ આપણું હોવાની ખરાઈ કરવાની થાય છે. ઓથેન્ટિકેશનની આ પ્રોસેસમાં યુપીઆઈના સર્વર સાથે માહિતીની આપલે કરવાની થાય છે. આ પ્રોસેસમાં...
by Content Editor | Mar 1, 2021 | ૧૦૯, માર્ચ ૨૦૨૧
બેંકમાં ખાતું ખોલાવવાનું હોય, ખાતાનું રી-કેવાયસી કરવાનું હોય, સ્કૂલ-કોલેજમાં એડમિશન મેળવવાનું હોય, લોન કે વીમો મેળવવાનો હોય, નવો પાસપોર્ટ કઢાવવાનો હોય… વગેરે કોઈ પણ પ્રકારનાં કામકાજ માટે આપણે કેટલીય જાતના દસ્તાવેજોની ઓરિજિનલ બતાવવાની અને નકલો સુપ્રત કરવાની હોય છે....
by Content Editor | Mar 1, 2021 | ૧૦૯, માર્ચ ૨૦૨૧
પીસી કે લેપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા લોકો હંમેશા એક દ્વિધાનો સામનો કરતા હોય છે – ક્રોમનો ઉપયોગ ચાલુ રાખવો કે પછી બીજા કોઈ બ્રાઉઝર પર હાથ અજમાવી જોવો? કારણ એ કે ક્રોમ બ્રાઉઝર ઘણી બધી રીતે સારું હોવાથી આપણને તેની આદત પડી જાય છે, પરંતુ બીજી બાજુ, જો ક્રોમમાં...
by Content Editor | Feb 27, 2021 | ૧૦૯, માર્ચ ૨૦૨૧
પાછલા વર્ષમાં કોરોનાને કારણે આખી દુનિયા કામકાજ અને શિક્ષણ બંને માટે મોટા પાયે ઇન્ટરનેટ તરફ વળી, તેનો સાયબર ક્રિમિનલ્સ પૂરો લાભ ઉઠાવી રહ્યા છે. એક જાણીતી ઇન્ટરનેટ સિક્યોરિટી ફર્મે કરેલા અભ્યાસ અનુસાર પાછલા વર્ષે જુલાઈથી ડિસેમ્બરના છ મહિના દરમિયાન બનાવટી વેબસાઇટથી...