જાન્યુઆરી મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!
ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે!
અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!
રૂપે કાર્ડનો ફેલાવો વધ્યો
ભારતના નાણામંત્રીએ હમણાં ભારતની બધી બેન્ક્સને પોતાના કસ્ટમર્સને માત્ર રૂપે કાર્ડસ જારી કરવા જણાવ્યું. તેમણે કહ્યું હતું કે ભારતનું રૂપે કાર્ડ વિશ્વસ્તરે ફેલાઈ રહ્યું છે ત્યારે ભારતીય ગ્રાહકોને ભારતમાંની બેન્ક્સ દ્વારા અન્ય કોઈ કાર્ડ આપવાનું કોઈ કારણ નથી. હજી હમણાં જ,...
નવા પ્રકારના ટ્રાન્સપોર્ટેશન પોડમાં પહેલી માનવસફર
બે શહેરો વચ્ચે ટ્યૂબમાં ખાસ પ્રકારનાં વાહનો દોડાવવાનો તુક્કો ધીમે ધીમે નક્કર વાસ્તવિકતા બનવા તરફ આગળ વધી રહ્યો છે. આખા વિશ્વમાં અત્યારે કોવિડ-૧૯ની વેકસિનની હ્યુમન ટ્રાયલ્સની ચર્ચા ચાલી રહી છે, એ દરમિયાન બીજી એક બાબતની હ્યુમન ટ્રાયલ્સ વિશે પણ જાણવા જેવું છે....
