આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ...
આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ માઉસ સાથે મગજમારી, સાથે...
તમારા મનમાં કોઈ પણ વાતે, કોઈ પણ સવાલ જાગે તો જવાબ મેળવવા તમે શું કરો? આ સીધા-સાદા સવાલનો જવાબ દરેક વ્યક્તિની ઉંમર પ્રમાણે બદલાય! જો તમે ખરેખરા સિનિયર સિટિઝન હો તો અાસપાસની કોઈ વધુ જાણકાર વ્યક્તિને તમારો સવાલ કહો અને એમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરો. જો તમે આજના...
જો તમે શેરબજારમાં આઇપીઓમાં રોકાણ કરતા હો તો તમને ખ્યાલ શકે કે તે માટે આપણે ‘એપ્લિકેશન્સ સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ - એએસબીએ - અસ્બા’ પદ્ધતિનો લાભ લઈ શકીએ છીએ. એટલે, કે ઓપન આઇપીઓમાં રોકાણ માટે આપણે નિશ્ચિત રકમ નક્કી કરીએ ત્યારે અસ્બાને કારણે રકમ આપણા બેન્ક...
ઓસ્ટ્રેલિયા, ગયા વર્ષે ૧૬ વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ બન્યો. પરંતુ હમણાં એ દેશમાં ઇન્ટરનેટનું નિયમન કરતી એક સંસ્થાના રિપોર્ટ પ્રમાણે દેશનાં આઠથી ૧૨ વર્ષનાં ૮૦ ટકા બાળકો બેરોકટોક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે! વાસ્તવમાં...
સવાલઃ અત્યારે અમેરિકાને સૌથી વધુ નુક્સાન પહોંચાડતી ત્રણ વ્યક્તિ કોણ છે? જવાબઃ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇલોન મસ્ક, જેડી વાન્સ! - ગ્રોક 3, એક્સ પ્લેટફોર્મનું નવું એઆઇ મોડેલ મેગેઝિનના આ ખૂણે આપણે ટેકજગતના વિવિધ મહારથીઓએ નજીકના સમયમાં કહેલી વાતમાં થોડા ઊતરીએ છીએ, પણ આ વખતે આ ક્વોટ...
તમારી પાસે એરટેલનું હોમ વાઇ-ફાઇ કે મોબાઇલનું પોસ્ટપેઇડ કનેક્શન છે? તો તમને એપલ ટીવી અને એપલ મ્યુઝિકનો લાભ મળી શકે છે! ‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ એરટેલ કંપનીએ તેની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ ‘વિંક’ સંકેલી લીધી ત્યારે જ એપલ સાથે જોડાણની વાત કરી હતી. એ...
કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષોજૂની પદ્ધતિ હવે બહુ ઝડપથી બદલાઈ રહી છે. તમે તમારા બિઝનેસમાં ૯૦-૯૫ ટકાનો માર્કેટશેર ધરાવતા હો, તમે એકધારાં પચીસેક વર્ષથી લોકોના દિલોદિમાગ પર રાજ કરતા હો, દુનિયાની સૌથી વેલ્યૂએબલ કંપનીઝમાં તમારું નામ હોય... અને માંડ બે-ચાર વર્ષ પહેલાં આવેલી...
અંગત દસ્તાવેજોની જેમ કંપનીના દસ્તાવેજોનું ક્લાઉડ સ્ટોરેજ અને શેરિંગ કોવિડ મહામારી પૂરી થવામાં હતી એ અરસાનો પેલો કિસ્સો કદાચ તમે પણ જાણતા હશો - ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતે એ વાત કહી હતી. જયશંકર અમેરિકાના પ્રવાસે હતા એ દરમિયાન, એક વાર, તેઓ અમેિરકામાં રહેતા...
તમે ફોનમાં સેવ કરેલા કોન્ટેક્ટ્સ અચાનક ગાયબ થયા હોય તેવું લાગે તો ચિંતા ન કરશો. સૌ સાથે આવું ક્યારેક ને ક્યારેક બનતું હોય છે - આપણે પોતાના સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ લિસ્ટમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નંબર શોધતા હોઇએ અને એ મળે જ નહીં. આપણને ખાતરી હોય કે આપણે એ નંબર સેવ કર્યો...
એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે. આ સુવિધા મુજબ, કોઈ પણ એપના આઇકન પર સામાન્ય કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં જ...
હવે મોટા ભાગના લોકો અંગત ઉપયોગ અને જોબ કે બિઝનેસ માટે અલગ અલગ ગૂગલ એકાઉન્ટ ધરાવતા હોય છે. તમે જાણતા જ હશો કે આપણે એન્ડ્રોઇડ ફોન કે આઇફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ. એ પછી ફોનમાં ગૂગલની વિવિધ સર્વિસ જેમ કે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ગૂગલ કીપ, ગૂગલ...