નવા સમયમાં વિશ્વના જુદા જુદા ખૂણે રહેતા લોકો એક સાથે એક પ્રોજેક્ટ પર કામ કરતા હોય એવું હવે સામાન્ય થઈ ગયું છે ત્યારે આવી ગ્લોબલ ટીમ વચ્ચે કમ્યુનિકેશન અને કોલાબોરેશનની નવી નવી પદ્ધતિઓ પણ વિકસી રહી છે. હમણાં એપલે તેના આઇઓએસ ૧૬.૨ વર્ઝનમાં ફ્રીફોર્મ (Freeform) નામે એક નવી એપ લોન્ચ કરી છે.