ટૂંકો પરિચય
સાયબરસફરનું લક્ષ્ય
તમામ ગુજરાતી ડિજિટલી
સજાગ, સક્ષમ અને સક્રિય
‘સાયબરસફર’ની શરૂઆત જાન્યુઆરી ૨૦૦૮માં એક નાનકડી અખબારી કોલમ તરીકે થઈ.
વાચકોના અપાર પ્રેમથી ચાર જ વર્ષમાં એ કોલમ, ૨૦૧૨માં પૂરાં ૪૮ પેજના એક મેગેઝિન તરીકે વિસ્તરી. કોઈ અખબારી કોલમ, આગળ વધીને મેગેઝિનનું સ્વરૂપ લે એવું ભારતની બીજી કોઈ ભાષામાં કદાચ થયું નથી.
‘સાયબરસફર’માં એવું શું છે? અને એ તમને ઉપયોગી થશે કે નહીં?
જાણવા માટે આ મુદ્દાઓ પર વિચાર કરી જુઓ…
- અત્યારે સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ ત્રણેયનો આપણા જીવન પર અત્યંત પ્રભાવ છે.
- આપણું ભાવિ, હવે ખરા અર્થમાં આપણા હાથમાં છે!
- વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, ગૃહિણીઓ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, વડીલો… સૌ કોઈ પોતપોતાની રીતે આ સાધનોનો ઉપયોગ કરી જાણે છે.
- પણ, નવી ટેક્નોલોજીનાં સાધનોનો રોજિંદો ઉપયોગ કરતાં આવડે એ એક વાત છે અને આ સાધનોથી આપણે પોતાનો વર્તમાન અને ભાવિ સમૃદ્ધ કરીએ એ બીજી વાત છે,
- ‘સાયબરસફર’ આ ત્રણેય સાધનનાં વિવિધ પાસાંની ઊંડી સમજ કેળવવામાં તથા તેમના સમજભર્યા ઉપયોગથી સૌને પોતાની ક્રિએટિવિટી, ક્યુરિયોસિટી, પ્રોડક્ટિવિટી વિસ્તારવામાં મદદરૂપ થાય છે.
જો આપ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હો, પણ તેની બારીક ખૂબીઓ વિશે વધુ જાણવા-સમજવા માગતા હો, તો ‘સાયબરસફર’ તમને ઉપયોગી થશે.
નવા સમયની નોલેજગાઇડ સમાન ‘સાયબરસફર’ સમય સાથે રહેવામાં નહીં, સમયથી આગળ રહેવામાં મદદ કરે એવું વાંચન આપે છે.