પ્રતિભાવ

‘સાયબરસફર’નો છેલ્લાં બે વર્ષથી ફેન છું. ગુજરાતી ભાષામાં આઇટી અંગેનું જ્ઞાન આપવાની સરસ પહેલ છે. ગુજરાતી ભાષામાં આવું કદાચ આ એકમાત્ર મેગઝિન હશે. કીપ ઇટ અપ!

– વિરલ અશોકકુમાર માંડવીવાલા, સુરત

‘સફારી’ની સાયબર આવૃત્તિ ‘સાયબરસફર’ છે! કૂળ એક ના હોવા છતાં ગોત્ર એક જ છે તેવું લાગ્યા વિના ના રહે. મારી વાત કરું તો આજની પેઢીના કોમ્પ્યુટર કૌશલ્યસામે ટકવા માટે જરૂરી ટેક્નિકલ જાણકારી સાયબરસફરે પૂરી પાડી છે. પાડ્યા છે. ‘સાયબરસફર’ વિના મારા અનુભવ જ્ઞાનનો નિચોડ કદાચ અધૂરો રહી જાત.

– અપૂર્વ વી. ભટ્ટ, ગાંધીનગર

એક સૂચન, વોટ્સએપમાં મોકલવામાં આવતી ‘સાયબરસફર’ મિનિગાઇડમાં છેલ્લા પેજને પહેલું રાખો, જેથી ‘સાયબરસફર’ એક મેગેઝિન છે તેની લોકોને ખબર પડે અને ગાઇડમાં મેગેઝિનની કિંમત, લવાજમની માહિતી પણ ટૂંકમાં આપશો.

– માધવ ધ્રુવ, જામનગર

કન્ટેન્ટ, પ્રેઝન્ટેશન અને ટીમવર્કથી ‘સાયબરસફર’ મગેઝિને ૭૫ અંકનું સીમાચિહ્ન પાર પાડ્યું છે. શુભેચ્છાઓ!

– ડો. નિશિથ શાહ,  અમદાવાદ

ખૂબ સરસ મેગેઝિન! હું ૬૫ વર્ષની ઉંમરે દરેક પેજ રસથી વાંચું છું અને જુદા જુદા લેખો મારું જ્ઞાન વધારે છે.

– કૈલાશ શાહ, સુરત

મારી પાસે શ‚રૂઆતથી લગભગ બધા અંક છે પણ હવે સાચવવામાં અગવડ પડે છે તો કોઈ રીતે પીડીએફ ફોર્મમાં કરી આપશો તો સારું.

– નીતિન પી. શાહ, થાણે

ઘણા લોકો પોતાને ‘એમબીએ’ ગણતા હોય છે – મને બધું આવડે, પણ અધૂરું જ્ઞાન જોખમી છે. સારી સમજ કેળવવામાં ‘સાયબરસફર’ ઉપયોગી છે.

– દીપક સોલંકી, મુંબઈ

સતત મૂલ્યવાન માહિતી આપવા માટે આભાર. ‘સાયબરસફર’ની ટીમને કારણે હવે અમે વધુ માહિતીપૂર્ણ અને સજાગ બનીને સાયબરવર્લ્ડમાં પ્રવેશ કરી શક્યા છીએ.

– આશિષ ઠાકોરભાઈ પટેલ, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here