પ્રતિભાવ

‘સાયબરસફર’ મેગેઝિન હવે મારા ધોરણ ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓ વાંચતા થયા છે. 

આપની ચીવટ, સૂઝ અને મહેનત દેખાઈ આવે છે, ઉપરાંત ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ પણ લાજવાબ છે જ…

– મહેશ એન. શાહ, રાજકોટ

એપ્રિલ-૧૮ અંકમાં ફેસબુક ડેટા વિશેની જાણકારી આપી છે, તે ખરેખર ખૂબ જ સરસ છે. ટેક્નોલોજીની માહિતી ગુજરાતીમાં સરળ ભાષામાં આપવાના આ પ્રયાસને અભિનંદન. ઘણા સમયથી ફેસબુકના ડેટા માટેના ન્યૂઝને હું જોતો, ટ્રેક કરતો હતો, તેને લગતી તમામ માહિતી આપે એપ્રિલ-૧૮ના અંકમાં સરળતાથી સમજાવી છે. આપનો ખૂભ ખૂબ આભાર.

– અજ્ઞાત

‘સાયબરસફર’એ આવનારા સમયની નાડ અને પ્રજાની જરૂરત પારખી, ડિજિટલ એજ રિલેટેડ મુદ્દાઓ અને સમસ્યાઓ પર પ્રકાશ પાડતાં તેના પર માર્ગદર્શન અને નિરાકરણ આપવાનું બીડું ઉઠાવ્યું છે તે સરાહનીય છે. અભિનંદન અને કીપ ઇટ અપ…

– ભરતભાઈ કાપડિઆ, રાજકોટ

અમારાં સદભાગ્ય કે આ પ્રકારનું ગુજરાતી મેગેઝિન મળ્યું.

– કિશોર રાજ્યગુરુ, ભાવનગર

કિંમતી નોલેજ શેર કરવા બદલ આપનો આભાર.

– પાર્થ મહેતા, સુરત

આપના થકી ગુજરાત કેશલેસ બને એવી શુભેચ્છા. સાથોસાથ કરન્સીની હાર્ડ કોપીની સિક્યોરિટી અને ટ્રાન્સપોર્ટમાં કેટલો ખર્ચો થાય છે એ વિગતવાર જણાવજો અને એટ લિસ્ટ પેટ્રોલ પંપ ઉપર એટીએમ કાર્ડનો વપરાશ કરવા અપીલ કરતો લેખ લખવા આગ્રહ છે.

– શૈલેષ ફાસરા, રાજકોટ

તમારું માહિતીવર્ધક સામયિક ૭૫ અંકનું સીમાચિન્હ મેળવે છે, તે આનંદની બાબત છે. અમારા અભિનંદન અને શુભેચ્છાઓ.

– ભરતભાઈ, સુરેન્દ્રનગર

મિનિગાઇડને જો ઇ-મેલ એડ્રેસ પર મોકલશો તો તે કાયમની વાચક પાસે સચવાઈ રહેશે..

– પ્રશાંત એસ. સાલુંકે, વડોદરા

આપનું ‘સાયબરસફર’ મેગેઝિન મને ગમે છે.

– વિજય જાદવ, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here