પ્રતિભાવ

જન્માષ્ટમીના શુભ સમયે ઓનલાઈન ‘સાયબરસફર’ શ્રીકૃષ્ણની જેમ નવા વાઘા સજીને આવ્યું હોય તેમ લાગ્યું. એક વાચક હોવાની રુએ વાંચન વિશ્વમાં નવસ્વરૂપ ‘સાયબરસફર’નું હાર્દિક સ્વાગત! આપને અને સમગ્ર ટીમને અભિનંદન.

નવાં ઉમેરણો ખૂબ જ સરળ અને રીડર ફ્રેન્ડલી છે. તેમાંય જે ટોપિકની કેટેગરી તમે ઉમેરીછે તે ખરેખર કાબીલેદાદ છે.અત્યાર સુધી અમુક ચોક્કસ ટોપિક વિશે ‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં ભ્રમણ કરીને માહિતી એકઠી કરવી પડતી હતી. આ કામ ખૂબ જ માથાકૂટવાળું હતું, પણ હવે આ કામ તમે અત્યંત સરળ કરી આપ્યું છે. હવે ટોપિકના વિભાગમાં જઈને માત્ર એક ક્લિક દ્વારા જ જે તે બાબત વિશે તલસ્પર્શી વિગતો મેળવી શકાય છે. આ સિવાય પણ ઘણાબધા ઉપયોગી ફેરફારો થયાછે, જેનું સ્વાગતછે!

– પ્રો.યોગેન ભટ્ટ, અમદાવાદ

(આભાર! ‘સાયબરસફર’ની નવી વેબસાઇટમાં જેમ ટોપિક મુજબ, એટલે કે પીસી અને લેપટોપ, સાયબરસેફ્ટી, સ્માર્ટલાઇફ વગેરે વિશે મેગેઝિનના અત્યાર સુધીના તમામ અંકોમાં જે કોઈ લેખ આવ્યા છે તે તમામ એક સાથે જોવાનું હવે શક્ય બન્યું છે. તેમાં સર્ચની સુવિધા ખાસ ઉપયોગી છે. તેમ નવી સાઇટ એકદમ મોબાઇલ-ફ્રેન્ડલી પણ છે. આ બધા ઉપરાંત, એક સુવિધા તરફ ખાસ ધ્યાન દોરવા માગું છું – લેખો બુકમાર્ક કરવાની સુવિધા છે. હવેથી સાઇટમાં લોગ્ડ-ઇન દરેક વાચકમિત્ર પોતાની પસંદગીના, જે તેઓ ગમે ત્યારે ફરીથી વાંચવા ઇચ્છતા હોય તેને સાઇટમાં જ બુકમાર્ક કરી શકે છે અને ઇચ્છે ત્યારે પોતાના બુકમાર્ક પેજ પર જઈને એ લેખોની યાદી એક સાથે જોઈ શકે છે. નવી સાઇટને હજી વધુ રીડર ફ્રેન્ડલી બનાવવાના પ્રયાસ ચાલુ જ છે. – હિમાંશુ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here